________________
૭/૨૬૬,૨૬૭
વિમાનોમાં ઉપપન્ન - ઉત્પન્ન તે કલ્પાતીત.
૧૦૫
કલ્પોપપન્ન - સૌધર્માદિ દેવલોકમાં ઉત્પન્ન. વિમાનોમાં - જ્યોતિક સંબંધીમાં ઉત્પન્ન.
ચાર - મંડલ ગતિથી પરિભ્રમણ, તેમાં ઉત્પન્ન - આશ્રિત.
ચાર સ્થિતિક - યયોક્ત સ્વરૂપ સ્થિતિ - અભાવ, જેમાં છે તે ચારસ્થિતિક - ચાર રહિત.
ગતિરતિક - ગતિમાં રતિ - આસક્તિ, પ્રીતિ જેમાં છે તે. આના વડે ગતિમાં રતિ માત્ર કહી. હવે સાક્ષાત્ ગતિનો પ્રશ્ન કરે છે. ગતિસમાપન્ન - ગતિયુક્ત છે ? ગૌતમ ! માનુષોત્તર પર્વતની અંદરના પર્વતે, જે ચંદ્ર-ચંદ્ર, સૂર્ય, ગ્રહ, નક્ષત્ર, તારારૂપ જ્યોતિક દેવો છે, તેઓ ઉર્વોત્પન્ન નથી, કલ્પોત્પન્ન નથી, પણ વિમાનોત્પન્ન છે. ચારોત્પન્ન છે, ચારસ્થિતિક છે, તેથી જ ગતિરતિક, ગતિસમાયુક્ત છે. ઉર્ધ્વમુખ કદંબપુષ્પ સંસ્થાન વડે સંસ્થિત છે, તે પૂર્વવત્.
યોજન સાહસિક - અનેક હજાર યોજન પ્રમાણતાપ ક્ષેત્રોથી મેરુને પ્રદક્ષિણા કરે છે, તેમ ક્રિયા યોગ છે. અર્થાત્ ઉક્ત સ્વરૂપ તાપક્ષેત્રોને કરતો જંબુદ્વીપમાં મેરુને ફરતા ભમે છે, અહીં તાપક્ષેત્ર વિશેષણ ચંદ્ર અને સૂર્યનું જ છે, નક્ષત્રાદિનું નહીં. કેમકે વિશેષણો યથાસંભવ નિયોજવા.
હવે આ સાધારણને વિશેષથી કહે છે – અનેક હજારો સંખ્યા વડે, વૈકુર્વિકા - વિકૃતિ વિવિધરૂપ ધારી વડે, બાહ્ય - આભિયોગિક કર્મકારિણી વડે, નાટ્યગાન વાદનાદિ કર્મ પ્રવણત્વથી કહ્યું, પણ ત્રીજી પર્પદાના રૂપથી નહીં. પર્ષદ્ - દેવસમૂહરૂપ વડે.
અહં નાટ્યાદિગણની અપેક્ષાથી મહત પ્રકારે આહત - ખૂબ તાડિત નાટ્યગીતઅને વાદનરૂપ ત્રણે પણ સાથે થાય છે. તંત્રી-તલ-તાલ રૂપ ત્રુટિત, બાકી પૂર્વવત્.
તથા સ્વભાવથી ગતિરતિક - બાહ્યપર્ષદા અંતર્ગત્ દેવ વર્ગ વડે જતાં વિમાનોમાં ઉત્કૃષ્ટ જે સિંહનાદ કરાય છે, અને જે બોલ-કલકલ કરાય છે, તેમાં થ્રોન - મુખે હાથ દઈને મહત શબ્દ વડે પૂર્વી કરણ, લત - વ્યાકુલ શબ્દ સમૂહ, તેના રવ વડે, મહત્ - મહત્ સમુદ્રસ્વભૂત સમાન કરતા.
મેરુ તે કેવો વિશિષ્ટ છે ? અવ્ઝ - અતિ નિર્મળ, કેમકે જાંબૂનદમય અને રત્નની બહુલતાથી છે. પર્વતરાજ - પર્વતેન્દ્ર, પ્રકર્ષ વડે બધી દિશા-વિદિશામાં ભ્રમણ કરતાં ચંદ્રાદિને દક્ષિણે જ મેરુ હોય છે. જેમાં મંડલ પરિભ્રમણરૂપ તે પ્રદક્ષિણા, પ્રદક્ષિણા આવર્ત જે મંડલમાં છે, તે અને તેમાં જે રીતે ચાર થાય છે, તે રીતે ક્રિયા વિશેષતી પ્રદક્ષિણાવર્ત મંડલ ચાર, જે રીતે થાય છે તે રીતે મેરુની પ્રદક્ષિણા કરે છે. અર્થાત્ ચંદ્રાદિ બધાં પણ સમયક્ષેત્રવર્તી મેરુને ફરતાં પ્રદક્ષિણાવર્ત મંડલ ચારથી ભમે છે.
હવે પંદરમું દ્વાર -
• સૂત્ર-૨૬૮ :
ભગવન્ ! તે જ્યોતિકદેવોનો ઈન્દ્ર જ્યારે ચવી જાય છે, ત્યારે તેઓ
૧૦૬ અહીં કઈ રીતે દેવો ચલાવે છે?
ગૌતમ ! ત્યારે ચાર કે પાંચ સામાનિક દેવો તે સ્થાનને સ્વીકારીને વિચરે છે [અર્થાત્ ઈન્દ્ર સ્થાનનું સંચાલન કરે છે.] યાવત્ ત્યાં બીજો ઈન્દ્ર ઉત્પન્ન ન થાય ત્યાં સુધી રહે છે.
ભગવન્ ! ઈન્દ્રસ્થાન કેટલો કાળ ઉપપાતરહિત રહે?
ગૌતમ! જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટ છ માસ ઈન્દ્રસ્થાન ઉપપાતરહિત
જંબુદ્વીપપ્રજ્ઞપ્તિઉપાંગસૂત્ર - સટીક અનુવાદ/૩
રહે છે.
ભગવન્ ! માનુષોત્તર પર્વતની બહાર જે ચંદ્ર યાવત્ તારારૂપ છે, તે પૂર્વવત્ જાણવા, તફાવત માત્ર એ કે – તેઓ વિમાનઉત્પન્ન છે પણ ચારોપક નથી, ચારસ્થિતિક છે, ગતિતિક નથી, ગતિસમાપન્નક નથી.
પાકી ઇંટોના સંસ્થાનથી સંસ્થિત, લાખો યોજન તાપક્ષેત્રયુક્ત, લાખો યોજન વૈક્રિયશક્તિવાળા, બાહા દિાયુક્ત, મફ્ત આહત-નૃત્ય યાવત્ ભોગવતા, સુખલેશ્યાવાળા, મંદલેશ્યાવાળા, મંદાતપ વેશ્યાવાળા, ચિત્રાંતરલેશ્યાવાળા, અન્યોન્ય સમવગાઢ લેસ્સાવાળા, ફૂટની માફક સ્થાન સ્થિત, ચોતરફથી પ્રદેશમાં અવભાસ કરે છે, ઉધોત કરે છે, પ્રભાસે છે.
ભગવન્ ! તે દેવો જ્યારે ઈન્દ્ર સુત થાય ત્યારે કઈ રીતે ઈન્દ્રસ્થાનકાર્ય સંચાલન કરે છે ? યાવત્ જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ છ માસ ઈન્દ્ર વિરહિત રહે.
• વિવેચન-૨૬૮ :
ભગવન્ ! તે જ્યોતિક દેવોનો ઈન્દ્ર જ્યારે ચ્યવે છે, ત્યારે તે દેવો, ઈન્દ્રના વિરહ કાળમાં કઈ રીતે કરે છે - ચલાવે છે?
ગૌતમ ! ત્યારે ચાર કે પાંચ સામાનિક દેવો ભેગા થઈને - એક બુદ્ધિપણે થઈને, તે સ્થાન - ઈન્દ્રસ્થાને સ્વીકારીને વિચરે છે - તે ઈન્દ્રસ્થાનનું પરિપાલન
કરે છે.
કેટલો કાળ ? તે કહે છે – જ્યાં સુધી ત્યાં બીજો ઈન્દ્ર ઉત્પન્ન ન થાય, ત્યાં સુધી. હવે ઈન્દ્ર વિરહકાળનો પ્રશ્ન –
ભગવન્ ! ઈન્દ્રસ્થાન કેટલો કાળ ઈન્દ્રના ઉપપાતથી રહિત કહેલ છે? ગૌતમ ! જઘન્યથી એક સમય યાવત્ ઉત્કૃષ્ટથી છ માસ સુધી, પછી અવશ્ય અન્ય ઈન્દ્રનો ઉત્પાદ સંભવે છે.
હવે સમયક્ષેત્ર બહારના જ્યોતિકોનું સ્વરૂપ પૂછે છે – ભગવન્ ! માનુષોત્તર પર્વતની બહાર જે ચંદ્રાદિ દેવો છે, તે શું ઉર્ધ્વ ઉત્પન્ન છે, ઈત્યાદિ પ્રશ્ન. ઉત્તરમાં કહે છે – તે ઉર્વોત્પન્ન નથી, કલ્પોત્પન્ન નથી, પણ વિમાનોત્પન્ન છે. ચારોત્પન્ન નથી, ચાર યુક્ત નથી, પણ ચાર સ્થિતિક છે તેથી જ આ ચંદ્રાદિ જ્યોતિક ગતિરતિક નથી, ગતિસમાપન્નક પણ નથી.
પાકેલા ઇંટના સંસ્થાન તે પષ્ટક લંબાઈથી દીર્ઘ હોય છે, વિસ્તારથી સ્ટોક