________________
૪/૧૪૩ થી ૧૪૫
૧૫
૧૫૮
જંબૂદ્વીપપજ્ઞતિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ/૨
અષ્ટ-અષ્ટમંગલ પર્યન્ત જાણવા.
હવે તેની ચારે દિશામાં જે છે, તે કહે છે - તે સ્તૂપોની પ્રત્યેક ચારે દિશામાં ચાર મણિપીઠિકા કહેલ છે. તે મણિપીઠિકાઓ એક યોજન લાંબી-પહોળી, અર્ધયોજન જાડી છે. અહીં જિનપ્રતિમા કહેવી. તેનું સૂત્ર આ પ્રમાણે - તે મણિપીઠિકાની ઉપર પ્રત્યેકે પ્રત્યેકમાં ચાર જિનપ્રતિમાઓ, જિનોત્સધ પ્રમાણ માત્ર, પદાસને રહેલી,
તૃપાભિમુખ બેઠેલી રહી છે. તે આ - ઋષભ, વર્ધમાન, ચંદ્રાસન, વારિષેણ. આનું વર્ણન પૂર્વે વૈતાદ્યમાં સિદ્ધાયતન અધિકારમાં કહેલ છે.
અહીં ચૈત્યવૃક્ષનું વર્ણન જીવાભિગમથી કહેલ કહેવું - તે આ પ્રમાણે છે – તે ચૈત્યવૃક્ષનું આ પ્રમાણે વર્ણન કહેલ છે – વજમૂલ, જતની સુપ્રતિષ્ઠિત વિડિમા, રિટમય કંદ-વૈદૂર્યના રુચિર સ્કંધો, સુજાત શ્રેષ્ઠ જાત્યરૂપ પહેલી વિશાળ શાખા, વિવિધ મણિ-રત્ન, વિવિધ શાખા-પ્રશાખા, વૈર્ચના પત્ર, તપનીય પ્રબિંટ, જાંબુનદ
ક્ત મૃદુ સુકુમાર પ્રવાલ પલ્લવ શ્રેષ્ઠ અંકુર ધર, વિચિત્ર મણિરન સુરભિ કુસુમ ફળાદિયુક્ત શાખા, છાયા-પ્રભા-શ્રી-ઉધોત સહિત, અમૃતના સ જેવા સવાળા ફળો, મને અને નયનને અધિક શાંતિદાયી, પ્રાસાદીય યાવતુ પ્રતિરૂપ છે.
- ઉકત સૂગની વ્યાખ્યા - તે ચૈત્યવૃક્ષોનું આવુંમ વર્ણન કહેલ છે – તેના મૂલ વજરત્નમય છે, રજતમય સુપ્રતિષ્ઠિત વિડિમાબહુ મધ્યદેશ ભાગમાં ઉર્વ નીકળેલી શાખા જેમાં છે, જેનો કંદ રિઠ રત્નમય છે. તેનો સ્કંધ વૈડૂર્યનમય રુચિર છે. મૂલદ્રવ્ય શુદ્ધwધાન-રૂપામય તેની મૂળભૂત વિશાળ શાખા છે. વિવિધ મણિરત્નમય મૂળ શાખામાંથી નીકળેલી શાખા છે, શાખામાંથી નીકળેલી પ્રશાખા તેમાં છે. તથા વૈડૂર્યમય મો તેમાં છે. તપનીય સુવર્ણમય પ્રવૃત તેમાં છે - x - જાંબૂનદ નામક સુવર્ણ વિશેષમય રક્તવર્ણ, અત્યંત કોમળ, કંઈક ઉગેલ ભાવરૂપ પ્રવાલ, જાતપૂર્ણ પ્રથમ પભાવરૂપ પલ્લવ, વરાંકુરને તે ધારણ કરે છે. વિચિત્ર મણિ-રત્નમય સુગંધી પુષ્પો અને ફળોના ભારથી તમે જેની શાખા છે. શોભન છાયા ઈત્યાદિ બધું પૂર્વવત જાણવું.
તે ચૈત્યવૃક્ષો બીજા ઘણાં તિલક, લવક, છકોપગત, શિરીષ, સતવર્ણ, દધિપણું, લોu ધવ ચંદન નીપ કુટજક પનસ તાલ તમાલ પિયાલ પ્રિયંગુ પારાપત રાજવૃક્ષ નંદિqક્ષથી ચોતરફથી સંપવિરેલ છે. આ વૃક્ષોમાં કેટલાંકને નામકોશથી અને કેટલંકને લોકથી જાણવા. * * - તે તિલકાદિ વૃક્ષો બીજી ઘણી પદાલતા યાવતું શ્યામલતા વડે ચોતરફથી પરિવરેલ છે. યાવતુ શબ્દથી અહીં નાગલતા, ચંપકલતાદિ પણ ગ્રહણ કસ્વા. તે પદાલતાદિ નિત્ય કુસુમિત ઈત્યાદિ લતા વર્ણન પ્રતિરૂપ સુધી જાણવું.
- તે ચૈત્યવૃક્ષોની ઉપર આઠ આઠ મંગલો, ઘણાં કૃષ્ણ ચામર ધ્વજ, છત્રાતિ છત્રો ઈત્યાદિ ચૈત્યતૂપવત્ કહેવા.
હવે મહેન્દ્રધ્વજ કહે છે - તે ચૈત્યવૃક્ષોની આગળ ત્રણ મણિપીઠિકા કહેલ છે. તે મણિપીઠિકા એક યોજન લાંબી-પહોળી અધયોજન જાડી છે. તે મણિપીઠિકાની ઉપર પ્રત્યેકપ્રત્યેકમાં મહેન્દ્ર ધ્વજ કહેલ છે. તે યોજન ઉd ઉંચો છે. અર્ધક્રોશહજાર ધનુ ઉદ્વેધ-ઉંડાઈથી, તેટલાં જ બાહરાવી છે. વજમય-વૃત એ પદથી ઉપલક્ષિત પરિપૂર્ણ જીવાભિગમાદિ વર્ણન લેવું.
તે આ પ્રમાણે - વજમય તથા વર્તુળ, મનોજ્ઞ સંસ્થાન જેનું છે તે તથા જે રીતે સુશ્લિષ્ટ થાય છે, એમ પરિધૃષ્ટ સમાન ખરશાણથી પાષાણ પ્રતિમાવતું સુશ્લિષ્ટપરિધૃષ્ટ તથા સુકુમાર શાણ વડે પાષાણ પ્રતિમાવત તથા કંઈપણ ચલિત ન થવાથી તથા અનેક પ્રધાન પંચવર્ણા હજારો લઘુપતાકા વડે પરિમંડિત હોવાથી તે અભિરામ છે, બાકી પૂર્વવતું. * * *
મહેન્દ્ર ધ્વજ કહ્યો, હવે પુષ્કરિણી, તે વેદિકા વનખંડ ઈત્યાદિ સુધીના સૂત્રનો સંગ્રહ કરવો. તે આ પ્રમાણે - તે મહેન્દ્ર ધ્વજની આગળ ત્રણ દિશામાં ત્રણ નંદા પુષ્કરિણી કહી છે. તે પૈસા યોજન લાંબી, ૬ઈ યોજના જાડાઈ, ૧૦ યોજન ઉંડી, સ્વચ્છ, શ્લષ્ણુ છે પુષ્કરિણીનું વર્ન કરવું. પ્રત્યેકે પ્રત્યેક પરાવરવેદિકાથી પરિવૃત છે, તે પ્રત્યેક વનખંડથી પરિવૃત છે. વર્ણન કરવું.
તે નંદા પુષ્કરિણીની પ્રત્યેકની ત્રણે દિશામાં ગિસોપાનપ્રતિરૂપક કહેલા છે. તે ગિસોપાન પ્રતિરૂપક અને તોરણનું વર્ણન છત્રાતિછત્ર સુધી કહેવું. અહીં જગતીની પુષ્કરિણીવ બધું કહેવું.
હવે સુધમસિભામાં જે છે, તે કહે છે - તે બંને સુધમસભામાં છ હજાર મનોમુલિકા-પીઠિકા કહેલ છે. તે આ રીતે-પૂર્વમાં ૨૦eo, પશ્ચિમે ૨૦૦૦, દક્ષિણમાં૧૦૦૦ અને ઉત્તરમાં-૧૦૦૦. યાવત્ પદથી આમ લેવું - મનોગુલિકામાં ઘણાં સુવર્મરૂધ્યમય ફલકો કહેલા છે. તે સુવર્ણરૂપ્યમય ફલકોમાં ઘણાં વજમય નાગદંતકો કહ્યા છે, તે વજમય નાગદંતકોમાં ઘણાં કૃષ્ણસૂત્રથી બાંઘેલ પુષ્પોની માળા યાવતુ શુક્લ સૂત્રથી બાંઘેલ પુષ્પોની માળા છે. તે માળામાં તપનીયમય લંબૂષક રહેલ છે. તે બધું વિજયદ્વારવત્ કહેવું.
અનંતરોક્ત ગોમાનસિકા મને અતિદેશથી કહે છે - એ પ્રમાણે - મનોગુલિકા ન્યાયથી ગોમાનસિ-શધ્યારૂપ સ્થાન વિશેષ કહેવું. વિશેષ એ કે – દામના સ્થાને ધૂપનું વર્ણન કહેવું.
હવે આના જ ભૂ ભાગનું વર્ણન કહે છે - તે બંને સુધમ સભામાં અંદર બહુ સમરમણીય ભૂમિભાગ કહેલ છે. અહીં મણિવર્ણ આદિ કહેવા. ઉલ્લોક પણ પાલતાદિથી ચિત્રિત છે. અહીં વિશેષથી જે વક્તવ્યતા છે, તે કહે છે - અહીં સુધમસિભાના મધ્ય ભાગમાં પ્રત્યેકમાં મણિપીઠિકા કહેવી, તે બે યોજન લાંબીપહોળી, એક યોજન જાડી છે. તે બંને મણિપીઠિકાની ઉપર પ્રત્યેકમાં માણવક નામે ચૈત્યસ્તંભ મહેન્દ્રધ્વજ સમાન, પ્રમાણથી યોજન પ્રમાણ છે વર્ણન મહેન્દ્રવજવતું જાણવું. ઉપર અને નીચેના છ કોશને છોડીને મધ્યના ૪ll યોજનમાં જાણવી. ત્યાં જિન સક્રિય છે. વ્યંતરજાતિક જિનદાઢાનું ગ્રહણ અનધિકૃતુ હોવાથી (અરિહંતની) સકિશ લેવા. કેમકે સૌધર્મ-ઈશાન-ચમ-મ્બલિ તેનું ગ્રહણ કરે છે, તે કહેવાયેલ છે. બાકી વર્ણન જીવાભિગમો જાણવું.
તે આ પ્રમાણે - તે માણવક ચૈત્યના સ્તંભની ઉપર અને નીચે છ કોશ વર્જીને મધ્યના અર્ધપંચમ યોજનોમાં અહીં ઘણાં સુવર્ણ-રૂધ્યમય ફલકો કહેલા છે. ત્યાં ઘણાં વજમય નાગદંતકો કહેલા છે. તેમાં ઘણાં રજતમય સિક્કા કહેલ છે. તેમાં ઘણાં