________________
૪/૧૪૩ થી ૧૪૫
સાક્ષાત્ સૂત્રકારે કહેલ છે
તે પ્રાસાદ સાતિરેક – અર્ધક્રોશ અધિક, ૧૫૭॥ યોજન ઉંચા સાતિરેક - ક્રોશ ચતુર્થાંશ અધિક, અર્ધ અષ્ટ યોજન આયામ-વિખંભ.
હવે ત્રીજી પંક્તિ - તેનું સૂત્ર આ પ્રમાણે છે – તે પ્રાસાદાવતંસકો તેનાથી અર્ધ ઉચ્ચત્વ-પ્રમાણ માત્રથી ચાર પ્રાસાદાવતંસકો ચોતરફથી પરિક્ષિપ્ત છે. તે બીજી પરિધિમાં રહેલ ૧૬-પ્રાસાદો, પ્રત્યેક બીજા ચાર, તેનાથી અર્ધ ઉચ્ચત્વ-વિખંભઆયામ વડે, મૂલ પ્રાસાદની અપેક્ષાથી આઠમો ભાગ ઉચ્ચત્વાદિથી ચોતરફથી વીંટાયેલ છે. તેથી ત્રીજી પંક્તિગત ૬૪ પ્રાસાદો છે. આનું ઉચ્ચત્વાદિ સૂત્રકાર કહે છે –
તે ૬૪ પ્રાસાદો સાતિરેક ૮॥ યોજન ઉંચા છે, સાતિરેકત્વ પૂર્વવત્. અઢી સાતિરેક ૮ કોશ વિભ્રંભ-લાંબી, આનું બધું વર્ણન અને સિંહાસન-સપરિવાર પૂર્વવત્. અહીં પંક્તિ પ્રાસાદોમાં સિંહાસન પ્રત્યેકમાં એક-એક છે. મૂલપ્રાસાદમાં મૂલ સિંહાસન, સિંહાસન પરિવારયુક્ત આદિ ક્ષેત્રસમાસવૃત્તિમાં શ્રી મલયગિરિ અનુસાર છે તથા પહેલી તૃતીય પંક્તિમાં મૂલપ્રાસાદમાં પરિવારમાં ભદ્રાસનો, બીજી પંક્તિમાં પરિવારમાં પદ્માસનો છે એમ જીવાભિગમમાં છે. વિસંવાદનું સમાધાન બહુશ્રુતો જાણે. જો કે જીવાભિગમમાં વિજયદેવ પ્રકરણમાં તથા ભગવતીજી વૃત્તિમાં અમર પ્રકરણમાં પ્રાસાદપંક્તિ ચતુષ્ક છે, તો પણ અહીં યમકામાં ત્રણ પંક્તિ જાણવી. ત્રણ પંક્તિનો પ્રાસાદ સંગ્રહ ૪।૧૬।૬૪ છે. મૂલપ્રાસાદ સહિત સર્વ સંખ્યાથી ૮૫ પ્રાસાદો છે.
હવે સુધર્માસભાનું નિરૂપણ – તે બે મૂલ પ્રાસાદાવાંસકના ઈશાન ખૂણામાં અહીં યમકદેવને યોગ્ય સુધર્માંસભા કહેલ છે. સુધર્માનો શબ્દાર્થ—શોભન દેવોના
માણવક સ્તંભવર્તી જિનસક્રિય આશાતના ભયથી દેવાંગનાના ભોગના વિરતિ
અનેક શત સ્તંભ
પરિણામરૂપ જ્યાં છે તે વસ્તુતઃ શોભનધર્મ - રાજધર્મ. નિગ્રહ-અનુગ્રહ સ્વરૂપ જેમાં છે તે. તે ૧૨ યોજન લાંબી, ૬। યોજન પહોળી, નવયોજન ઉંચી છે. - ૪ - સભાવર્ણન જીવાભિગમમાં કહેલ છે તે આ પ્રમાણે સંનિવિષ્ટ, ઉંચી, વજ્રવેદિકા તોરણ, સુંદર રચિત શાલભંજિકા, સુશ્લિષ્ટ-વિશિષ્ટ સંસ્થિત પ્રશસ્ત ધૈર્ય વિમલ સ્તંભ, વિવિધ મણિમય સુવર્ણ રત્ન ખચિત ઉજ્વલ બહુસમ સુવિભક્ત ભૂમિભાગમાં ઈહામૃગ, ઋષભ, તુરંગ, નર, મગર, પક્ષી, સર્પ, કિંનર, રુરુ, સરભ, ચમર, કુંજર, વનલતા, પાલતાથી ચિત્રિત એવી સ્તંભ પરની વજ્રમય વેદિકાથી અભિરામ છે
-
૧૫૫
—
-
- વિધાધરના સમલયુગલ યંત્ર યુક્ત હોય તેવા, અર્ચીસહસથી દીપ્ત, હજારો રૂપયુક્ત, દીપતી, દેદીપ્યમાન, ચક્ષુમાં વશી જાય તેવી, સુખ સ્પર્શયુક્ત, અશ્રીક રૂપવાળી, કિંચન-મણિ-રત્નમય સ્તુપિકાઓ, વિવિધ પંચવર્ણી ઘંટા-પતાકાથી પરિમંડિત અગ્ર શિખર યુક્ત, ધવલ, મરીચિ ક્વચને છોડતી, લીંપણ-ગુંપણ યુક્ત, ગોશીર્ષસરસ-સુરભિ-રક્ત ચંદન-દર્દથી દીધેલ પંચાંગુલિતલ, ચંદન કળશોથી યુક્ત, ચંદનઘટથી રચેલ તોરણ-પ્રતિદ્વાર દેશ-ભાગ, લાંબી લટકતી માળાઓથી યુક્ત, પંચવર્ણી સરસ સુરભિને છોડતાં પુષ્પના પુંજોપચાર યુક્ત, કાલો અગરુ-પ્રવર કુંઠુરુ-તુરુની બળતા ધૂપથી મઘમઘવાથી અભિરામ, સુગંધ શ્રેષ્ઠ ગંધિકાથી ગંધવર્તીભૂત, અપ્સરાગણ સંઘયુક્ત,
જંબુદ્વીપપ્રજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ/૨
૧૫૬
દિવ્ય વાધના શબ્દયુક્ત, સર્વ રત્નમય, સ્વચ્છ ચાવત્ પ્રતિરૂપ છે.
અહીં ઉક્ત સૂત્ર વ્યાખ્યા સિદ્ધાયતના તોરણાદિ વર્ણનમાં સુલભ છે. વિશેષ આ – અપ્સરોગણ એટલે અપ્સરાના પરિવાશેનો જે સંઘ-સમુદાય, તેના વડે રમણીયપણે આકીર્ણ, ત્રુટિત-વાધ, તેના શબ્દો વડે સમ્યક્-શ્રોત્ર મનોહાપિણે, નદિતા-શબ્દવાળી.
હવે તેના કેટલાં દ્વારો છે ? તે બંને સુધર્માંસભાની ત્રણે દિશામાં ત્રણ દ્વારો કહેલા છે, પશ્ચિમમાં દ્વારનો અભાવ છે. તે દ્વારો પ્રત્યેક બે યોજન ઉંચા, એક યોજન વિધ્યુંભથી, એક યોજન પ્રવેશમાં છે, શ્વેત આદિ પદથી સૂચિત પરિપૂર્ણ દ્વારવર્ણન કહેવું.
હવે મુખમંડપાદિ ષટ્કનું નિરૂપણ - તે દ્વારોની આગળ પ્રત્યેકમાં ત્રણ મુખમંડપો કહેલા છે. અર્થાત્ સભાદ્વારગ્રવર્તી મંડપો છે. તે મંડપો ૧૨॥ યોજન લાંબા, ૬ યોજન પહોળા, સાતિરેક બે યોજન ઉંચા છે. આનું અનેક સ્તંભ સંનિવિષ્ટ આદિ વર્ણન સુધર્મા સભાવત્ સંપૂર્ણ જાણવું. તે વર્ણન દ્વારો અને ભૂમિભાગ સુધી કહેવું. અહીં જો કે દ્વારાંત સુધી જ સભા વર્ણન છે, તેના અતિદેશથી મુખમંડપ સૂત્રમાં પણ તેટલી માત્રામાં જ આવે છે, તો પણ જીવાભિગમાદિ મુખમંડપ વર્ણન, ભૂમિભાગવણક હોવાથી અહીં અતિદેશ છે.
હવે પ્રેક્ષામંડપને લાઘવાર્થે કહે છે
પ્રેક્ષાગૃહમંડપ અર્થાત્ રંગમંડપ, તે મુખમંડપોક્ત પ્રમાણ જ છે. તે બધું દ્વારાદિ ભૂમિભાગ સુધી કહેવું. આમાં મણિપીઠિકા કહેવી. આ અર્થનું સૂચક એવું આ સૂત્ર છે -
-
તે મુખમંડપની આગળ પ્રત્યેકમાં પ્રેક્ષાગૃહ મંડપ કહેલ છે તે પ્રેક્ષાગૃહમંડપ ૧૨ યોજન લાંબા યાવત્ બે યોજન ઉર્ધ્વ-ઉચ્ચત્વથી યાવત્ મણિનો સ્પર્શ. તેના બહુમધ્યદેશ ભાગમાં પ્રત્યેકમાં વજ્ર મય અક્ષાટક કહેલ છે. તે બહુમધ્યદેશભાગમાં પ્રત્યેકમાં મણિપીઠિકાઓ કહેલ છે. વ્યાખ્યા પૂર્વવત્ વિશેષ આ - અક્ષાટક એટલે ચોખૂણાકાર મણિપીઠિકાનો આધાર વિશેષ.
આના પ્રમાણાદિ અર્થને કહે છે – તે મણિપીઠિકા યોજન લાંબી-પહોળી, અર્ધયોજન જાડી, સર્વ મણિમયી, સીંહાસનાદિ કહેવા. અહીં સિંહાસન સપરિવાર કહેવું. બાકી સ્પષ્ટ છે.
હવે સ્તૂપ કહે છે – તે પ્રેક્ષાગૃહ મંડપોની આગળ મણિપીઠિકા છે. અહીં ત્રણે પ્રેક્ષાગૃહમંડપ દ્વાર દિશામાં એકૈકના સદ્ભાવથી ત્રણે લેવા. હવે આનું પ્રમાણ કહે છે – તે સ્પષ્ટ છે. - ૪ - બીજા ઉપાંગોમાં સ્તૂપ મણિપીઠિકાના બમણાં પ્રમાણથી જોતાં આ સમ્યક્ પાઠ લાગે છે કેમકે આદર્શોમાં લિપિપ્રમાદ સુપ્રસિદ્ધ જ છે.
હવે સ્તુપ વર્ણન કહે છે તે મણિપીઠિકાની ઉપર પ્રત્યેક સ્તૂપ કહેલ છે. જીવાભિગમાદિમાં ચૈત્યસ્તૂપ બે યોજન ઉંચા, બે યોજન લાંબા-પહોળા છે. દેશોન બે યોજન લાંબા-પહોળા જાણવા. અન્યથા મણિપીઠિકા અને સ્તૂપ અભેદ જ થાય. - x - તે શ્વેત - ૪ - શંખદલ, વિમલ, નિર્મલ, ઘન દહીં, ગાયનું દૂધ, ફીણ, રત્નના ઢગલાં સમાન, સર્વપ્નમય, સ્વચ્છ યાવત્ પ્રતિરૂપ જાણળા. ક્યાં સુધી જાણવા ?
-