SearchBrowseAboutContactDonate
Page Preview
Page 99
Loading...
Download File
Download File
Page Text
________________ 246 183 184 જંબૂલીપપ્રાપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ/૧ પછી શક, અગ્નિકુમાર દેવોને આમંત્રણ કરે છે - બોલાવે છે. બોલાવીને આ પ્રમાણે કહે છે - ઓ અગ્નિકુમાર દેવો! તીર્થકરની ચિતામાં, ગણધરની ચિતામાં અને અણગારોની ચિતામાં અગ્નિકાયની વિકવણા કરો. વિકર્વીને મારી આજ્ઞા પાછી આપો. પછીના બંને સત્રો પણ વ્યક્ત જ છે, ઉજ્જવાલયત-દીપ્ત, પ્રગટાવો, તીર્થકરના શરીર ચાવત અણગારના શરીરને બાપિત કરો, સ્વ વર્ણનો ત્યાગ કરીને, બીજા વને પામે તે રીતે તે શરીરોના અગ્નિસંસ્કાર કરો. ત્યારપછી તે શએ ભવનપતિ આદિ દેવોને આ પ્રમાણે કહ્યું - ઓ દેવાનુપ્રિયા તીર્થકરની ચિતામાં ચાવતુ અણગારની ચિતામાં અગર, તુરક, ઘી, મધ એ દ્રવ્યો કુંભાગ્યશઃ અનેક કુંભ પરિમાણ અને ભારાપ્રશઃ અનેક ૨૦-તુલા પરિમાણ અથવા પુરુષ વડે ઉલ્લેખણીય તે ભાર, તે અગ્ર - પરિમાણ જેનું છે તે ભારાણ, તેવાં ઘણાં ભારાષ્ટ્રને લઈ આવો એ પૂર્વવતુ જાણવું. હવે માંસાદિને બાળી નંખાયા પછી બાકી રહેલાં અસ્થિનું શક્ર શું કરે છે ? કરે છે ? તે કહે છે - તે સ્પષ્ટ છે. વિશેષ એ કે- ક્ષીરોદક વડે અર્થાતુ ક્ષીરસમુદ્રથી લાવેલ જળ વડે વિધ્યાપિત - શાંત કરે છે. હવે અસ્થિ વકતવ્યતા કહે છે - ત્યારપછી ચિતિકાને શાંત કર્યા પછી ભગવંત તીર્થકરની ઉપરની જમણી બાજની સકિથ-દાતા શક્ર ગ્રહણ કરે છે. કેમકે તે ઉdલોકનો વાસી છે અને દક્ષિણ લોકાર્બનો અધિપતિ છે. [અહીં હીવૃત્તિમાં જણાવે છે–] . જિનની દાઢા જિનની જેમ આરાધ્ય છે કેમકે જિનસંબંધી વસ્તપણે છે. જિનપતિમાં કે જિન સ્થાપિત તીર્થસમાન છે. જેનામાં જિનભક્તિ છે. તેનામાં જ તેમની દાઢાદિની ભક્તિ છે, અન્યથા ભક્તિ અસંભવ છે. અમિત્રની આકૃતિ જોઈને અને નામાદિ સાંભળીને કે અનુમોદનથી ભક્તિ ન થાય પણ કોઈપણે કોઈ રીતે તેને સાંભલીને કે જોઈને તેની ભક્તિ થાય. એમ દાઢાદિની ભકિતજિનભક્તિ જેવી છે. (શંકા) જિનપતિમા તેની જિન આકૃતિવાળી હોવાથી જિનની સ્મૃતિના હેતુપણાથી તીર્થની અને તીર્થકરસ્થાપિતાણાથી સર્વગુણોના આક્ષયત્વથી અને તીર્થકર પણ નમસ્કરણીયતાથી તેમનું આરાધન યુક્ત છે, કેમકે વસ્તગત તે જિનારાધનપણાથી જ છે, પરંતુ દાઢનું આરાધન કઈ રીતે જિનભક્તિ કહેવાય ? | (સમાધાન) જેમ એક જ હરિવંશકુળ આ નેમિનાથના કુળ ઈત્યાદિ રૂપથી નેમિનાથને આશ્રીને મહાફળદાયી થાય છે, તે એ પ્રમાણે કૃષ્ણ વાસુદેવના કુળ આદિ વડે કૃષ્ણ વાસુદેવને આશીને ન થાય, એ પ્રમાણે દાઢા આદિ ઋષભદેવાદિ સંબંધિ તીર્થકરને આશ્રીને શ્રવણપથમાં આવેલ છd મહાફળનો હેતુ છે, તો પછી તેનું પૂજનાદિ શા માટે? પ્રતિમા તીર્થંકરની આકૃતિ માત્ર જ છે, તેના શરીરના અવયવો નથી શું? દાઢા સાક્ષાત શરીર અવયવ જ છે. આ દાઢા ઋષભદેવ સંબંધી છે, એ પ્રમાણે સ્વયં વિચારતા કે સાંભળતા મહાનિર્જરાનો હેતુ છે. એમ કરીને સ્વયે જ સાબુ વિચારતા આશંકા થતી નથી. એ રીતે સમ્યગૃષ્ટિને તેમના અસ્થિ આદિનું ગ્રહણ અને પૂજન જિનભક્તિ છે તેમ સિદ્ધ થાય છે. એ પ્રમાણે હીરવૃત્તિમાં કહે છે. ઈશાનેન્દ્ર એ ઉપરની ડાબી દાઢા ગ્રહણ કરી, કેમકે તે ઉર્વ લોકવાસી છે. અને ઉત્તર લોકાર્બનો અધિપતિ છે. અસુરેન્દ્ર અસુરરાજ ચમરે નીચેની જમણી બાજુની દાઢા ગ્રહણ કરી, કેમકે તે અધોલોકવાસી છે અને દક્ષિણ શ્રેણીનો અધિપતિ છે. બલિ, દક્ષિણના અસુર વડે fa - વિશિષ્ટ સેવન - દીપવું તે, અર્થાત્ દીપ્તિ જેની છે, તે પૈરોચન, ઉત્તરનો અસુર, દક્ષિણના કરતાં ઉત્તરીયની અધિક મુખ્યપ્રકૃતિ હોવાથી, તેનો ઈન્દ્ર, એ રીતે વૈરોચન રાજ પણ છે, તેણે નીચેની ડાબી બાજુની દાઢા ગ્રહણ કરી કેમકે તે અધોલોકવાસી અને ઉત્તરશ્રેણિનો અધિપતિ છે. બાકીના ભવનપતિ, ચાવત્ શબ્દથી વ્યંતર, જયોતિક અને વૈમાનિકો પણ લેવા. વૈમાનિક દેવો મહદ્ધિના ક્રમે બાકીના અંગો-ભુજાદિના અસ્થિ અને ઉપાંગઅંગની સમીપવર્તી અંગુલી આદિના અસ્થિને ગ્રહણ કરે છે. અહીં ભાવ આ છે - સનકુમારાદિ ૨૮-ઈન્દ્રો બાકી રહેલા ૨૮-દાંતોને અને બાકી રહેલા ઈન્દ્રો અંગ-ઉપાંગના અસ્થિને ગ્રહણ કરે છે. દેવોને તેનું ગ્રહણ કરવામાં શો હેતુ છે ? તે કહે છે - કેટલાંક લોકો જિનભક્તિથી જિનેશ્વર નિર્વાણ પામ્યા પછી જિનઅસ્થિને જિનવત્ આરાધ્ય જાણે છે. કેટલાંક આ જિન-પુરાતન એવું આપીણ હોવાથી અમારું પણ આ કર્તવ્ય છે, એમ માનીને લે છે. કેટલાંક તે પુન્ય છે' માનીને લે છે. અહીં બીજા ગ્રંથમાં પ્રસિદ્ધ આ હેતુ પણ છે - જે (આ દાઢા આદિને) રોજ પુજે છે, તેનો કદાચ ક્યારેક કોઈ પરાભવ કરે તો તે દાઢાદિને પ્રક્ષાલીને તેના જળ વડે પોતાની રક્ષા કરાય છે. સૌધર્મેન્દ્ર અને ઈશાનેન્દ્ર બંનેને પરસ્પર વૈર હોય છે, તેને છાંટવાથી વૈરનો ઉપશમ થાય છે ઈત્યાદિ જાણવું. તથા “વ્યાખ્યાથી વિશેષાર્થ જણાય છે” આથી વિધાધર મનુષ્યો ચિતાની ભમની શેષ ગ્રહણ કરે છે, તેઓ સોંપદ્રવને શાંત કરનાર માને છે. ત્રણ જગતના આરાધ્ય તીર્થકરો તો ઠીક, પણ યોગ ઋતુ ચક્રવર્તીની અસ્થિ પણ દેવો ગ્રહણ કરે છે. હવે ત્યાં વિધાધર આદિ વડે અહંપૂર્વિકાથી ભસ્મ ગ્રહણ કરાય ત્યારે અને અખાતની ગર્તામાં જતાં ત્યાં પામરજનકૃતુ આશાતના પ્રસંગ ન આવે અને તીર્થ પ્રવૃત્તિનું સાતત્ય રહે તેથી પવિધિ કહે છે - તે સર્વે સ્પષ્ટ છે. વિશેષ એ કે - સંપૂર્ણપણે રત્નમય - અંદર અને બહાર રત્નોથી ખચિત મહાતિમહત * અતિ વિસ્તીર્મ, * x - ત્રણ ચૈત્યરતૂપો. તેમાં ચૈત્ય-ચિત્તને આલ્હાદક એવા સ્તૂપોને ત્રણે ચિતાની ભૂમિ ઉપર કરે છે, આજ્ઞા કરણ સૂત્રમાં તે ઘણાં ભવનપતિ આદિ દેવો તે પ્રમાણે કરે છે. તેમ જાણવું.]
SR No.009016
Book TitleAgam Satik Part 25 Jamboodwippragnapti Sutra Gujarati Anuwad 1
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year
Total Pages96
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_jambudwipapragnapti
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy