________________ 246 પર્વત છે, જ્યાં તીર્થકર ભગવંતનું શરીર છે, ત્યાં જ આવે છે. * * * * * ત્યાં આવીને જે કરે છે, તે કહે છે - આવીને વિમના-શોકાકુળ મનવાળા, અશ્રુપૂર્ણ નયને તીર્થંકરના શરીરને ત્રણ વખત આદક્ષિણ પ્રદક્ષિણા કરે છે, પછી બહુ દૂર નહીં કે બહુ નીકટ નહીં તેવા યથાસ્થાને શુશ્રુષા કરતા હોય તેમ, તે અવસરમાં પણ, ભક્તિના આવેશપણાથી ભગવંતના વચનના શ્રવણની ઈચ્છાથી અનિવૃત, ચાવતુ પદથી પંચાંગ પ્રણામાદિ વડે નમસ્કાર કરતાં, મીષ - ભગવંતને લક્ષ્ય કરીને મુખ છે જેમનું તે, તથા વિનય - અંતર બહુમાનથી અંજલિ કરીને પૂર્વવતુ પર્યાપાસે - સેવે છે. - હવે બીજા ઈન્દ્રની વક્તવ્યતા કહે છે - તે સ્પષ્ટ છે. વિશેષ એ- અરજસિ - નિર્મળ જે અંબર વઅ-સ્વચ્છતાથી આકાશ સમાન વસ્ત્રો, તેને ધારણ કરે છે. ચાવત્ શબ્દથી માળા મુગટ ધારી, નવા સુવર્ણના સુંદર ચંચળ કુંડળ ગાલ ઉપરની ફરી રહેલા હોય તેવા, મહાગઠ, મહાધુતિ, મહાબળ, મહાયશ, મહાનુભાવ, મહાસૌમ્ય, સુંદર શરીરી, લાંબી વનમાળાધારી, ઈશાનકક્ષમાં ઈશાનઅવતંસક વિમાનમાં સૌધર્મા સભામાં ઈશાન સિંહાસને બેસીને.... 28 લાખ વિમાનો, 80,000 સામાનિકો, ૩૩-બાયઅિંસકો, ચાર લોકપાલો, સપરિવાર આઠ અગ્રમહિષી, ત્રણ પદા, સાત સૈન્ય, સાત સૈન્યાધિપતિ, 3,20,000 આત્મરક્ષક દેવો, બીજા ઈશાનકાવાસી દેવો-દેવીનું આધિપત્ય, પરોપત્ય, સ્વામીત્વ, ભતૃત્વ, મહારકત્વ, આજ્ઞા-ઐશ્વર્ય સેનાપત્ય કરતો, પાળતો, મહા આહતયુકત ગીત, વાજિંત્ર, તંત્રી, તલ, તાલાદિના વથી બધું સ્પષ્ટ છે. વિશેષ એ કે - માનતિ - યથાસ્થાને સ્થાપેલ માળા-મુગટ જેણે તે તથા નવા જ એવા સુવર્ણમય સુંદર ચિત્રકૃત, ચંચળ- અહીં તહીં ચાલતા એવા કુંડલો વડે જેના ગાલ વિલેખિત છે તેવો. જે રીતે શક સૌધર્મેન્દ્ર પોતાના પરિવાર સાથે કહ્યો. તે રીતે ઈશાનેન્દ્ર પણ કહેવો. તે પર્યપાલે છે સુધી જાણવું. એ પ્રમાણે - શકના કથન મુજબ બધાં દેવેન્દ્ર-વૈમાનિકો અચ્યતેન્દ્ર સુધી આવે છે. કઈ રીતે ? નિજકપરિવાર - પોત પોતાના સામાનિકાદિ પરિવારની સાથે. ભગવંત શરીરની પાસે આવ્યા. એ પ્રમાણે વૈમાનિકના પ્રકારથી ચાવત્ ભવનવાસી-દક્ષિણોત્તર ભવનપતિના વીશ ઈન્દ્રો આવે છે. અહીં ચાવતુ શબ્દ અન્ય કોઈ અંતર્ગત સંગ્રહનું સૂચક નથી. કેમકે સંગ્રહ ગ્રાહ્ય પદોનો અભાવ છે, પરંતુ સજાતીય ભવનપતિનું સૂચક છે. - વાણમંતર - વ્યંતરોના કાળ આદિ સોળ ઈન્દ્રો આવે છે. [શંકા સ્થાનાંગાદિમાં ૩ર-વ્યંતરેન્દ્રો કહ્યા છે, અહીં ૧૬-કેમ કહ્યા ? [સમાધાન મૂળભેદરૂપ ૧૬-મહર્તિક ‘કાળ' આદિ ઈન્દ્રો લીધા છે, તેના અવાંતર ભેદ રૂપ ૧૬-‘અણપણી આદિ ઈન્દ્રો અા ઋદ્ધિવાળા હોવાથી અહીં તેની વિવક્ષા કરેલ નથી અથવા આ સૂત્રકારની 182 જંબૂલીપપ્રજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ/૧ વિચિત્ર પ્રવૃત્તિ છે, જે બીજે પ્રસિદ્ધ ભાવો, કોઈ આશય વિશેષથી સ્વર્ગમાં સૂત્રકાર બાંધતા નથી. જેમ પ્રતિવાસુદેવો બીજે - આવશ્યક નિર્યુક્તિ આદિમાં ઉત્તમ પુરષ રૂપે પ્રસિદ્ધ છે, છતાં ચોથા અંગમાં ચોપનમાં સમવાયમાં પ્રતિવાસુદેવને ઉત્તમ પુરુષ કલ્લા નથી. ભરત અને ઐરવત માં એક-એક અવસર્પિણીમાં ચોપન-ચોપન મહાપુરષો ઉપજે છે, તે આ પ્રમાણે - 24 તીર્થકરો, ૧૨-ચક્રવર્તી, ૯-બલદેવ, વાસુદેવ. પણ ઉપલક્ષણથી તે પણ ગ્રહણ કરવા. જ્યોતિકોના બે ચંદ્રો, બે સૂર્યો છે, જાતિને આશ્રીને એક-એક ગણેલ છે. વ્યકિતગત તો તે અસંખ્યાતા છે. નિજક પરિવાર - સહ વર્તી સ્વપકિરવાળા ગણવા. ત્યારપછી શક શું કરે છે ? તે કહે છે - ત્યાપછી દેવેન્દ્ર દેવરાજ શક, તે ઘણાં ભવનપતિ આદિ દેવોને આમ કહે છે - જદીથી અર્થાત્ વિલંબરહિતપણે, ઓ દેવોનો પ્રિય ! અહીં રેવાન્ - સ્વામીને અનુકૂળ આચરણથી અનુરૂપ રહી ખુશ કરે તે દેવાનુપિય. નંદનવનથી સરસ નિધ-રૂક્ષ નહીં તે ગોશીષ નામનું શ્રેષ્ઠ ચંદન, તેના લાકડાં લાવો, લાવીને ત્રણ ચિતા કરાવો. એક તીર્થકર ભગવંતની, એક ગણધરની, એક બાકી રહેલા અણગારોની. અહીં આ આવાચકવૃત્તિ આદિમાં કહેલ ચિતા ચનાનો દિશા વિભાગ - નંદનવનથી લાવેલ ચંદનના લાકડા વડે ભગવંતને માટે પૂર્વમાં ગોળ ચિતા, ગણધરોને માટે પશ્ચિમમાં ચિતા, બાકીના સાધુને ઉતરમાં ચતુરસ ચિતા દેવોએ કરી. (શંકા) આવશ્યકાદિમાં ઈણાકૂણમાં બીજી ચિતા કહી, અહીં ગણધરોને કેમ કહી ? [સમાધાન અહીં પ્રધાનપણે ગણધરોના ઉપાદાનમાં પણ ઉપલક્ષણથી ગણધર વગેરેની ઈસ્લાકક્ષામાં બીજી ચિતા જાણવી, તેમાં કોઈ આશંકા ન કરવી. ત્યારપછી ચિતા ચના બાદ શક્ર શું કરે છે ? તે કહે છે - તે સ્પષ્ટ છે, પછી ક્ષીરોદક મંગાવીને પછી તે શક્ર શું કરે છે તે બતાવે છે - પછી શક તીર્થકરના શરીરને ક્ષીરોદક વડે ન્હવડાવે છે, પછી શ્રેષ્ઠ ગોશીષ ચંદન વડે અનુલેપન કરે છે, અનોપન કરીને હસાક્ષણ + Qત શાટક-વઆ મામ, તે એક વિશાળ પટ્ટ કહેવાય છે. તેવા હંસનામક પટશાટકને પહેરાવે છે. પછી સવલિંકારથી વિભૂષિત કરે છે. ત્યારપછી તે ભવનપતિ આદિ દેવો ગણધરો અને અણગારોના શરીરોને તે પ્રમાણે જ કરે છે. મહા - અખંડિત દિવ્ય એવા શ્રેષ્ઠ દેવદુષ્ય યુગલને પહેરાવે છે. બાકી વ્યકત છે. ત્યારપછી શો ભવનપતિ આદિને આ પ્રમાણે કહ્યું - ઓ દેવાનુપિયો ! જલદીથી ઈહામૃગાદિના ચિત્રયુક્ત ત્રણ શિબિકાને વિદુર્વો ઈત્યાદિ સ્પષ્ટ છે. ત્યારપછી શક્ર ભગવંતના શરીરને શિબિકામાં આરોહે છે - મૂકે છે, મહાદ્ધિ વડે ચિતાના સ્થાને લઈ જઈને ચિતામાં સ્થાપન કરે છે, બાકી બધું સ્પષ્ટ જ છે.