SearchBrowseAboutContactDonate
Page Preview
Page 88
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૩ ૧૬૧ ૧૬૨ જંબૂદ્વીપપજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ/૧ સગંધી શ્રેષ્ઠ પુષ્પોનું ચૂર્ણ, તેની ઉંચે જતી વાસરેણું એટલે વાસક જ, તેના વડે આકાશને કપિલ કરતાં, કાળો ગરુ-કુંક - સિલ્હક - ધૂપ એટલે દશાંગઆદિનો ગંધ દ્રવ્ય સંયોગ, આ બધાંના વહેવાથી જાણે જીવલોક વાસિત જેવું [જણાય છે.] - x • ચોતફ શ્રુભિત-સાશ્ચર્યપણે સસંભ્રમ ચકવાલ - જનમંડલ થાય તે રીતે જાય છે પ્રચુર લોકો અથવા પૌરજનો, બાળ અને વૃદ્ધો જે પ્રમુદિત છે અને જલદી જલદી જઈ રહ્યા છે, તેમના અતિ વ્યાકુળના જે શબ્દ, તે જ્યાં ઘણાં છે એવા પ્રકારે આકાશને કરતાં. * * નીકળીને જ્યાં આવે છે, તે કહે છે - ગંધોદક વડે કંઇક સિંચેલ, કચરો શોધવા વડે પ્રમાર્જિત, તે કારણે જ પવિત્ર થયેલ, પુણો વડે જે પૂજા તેનાથી યુક્ત * * * * * એ પ્રમાણે સિદ્ધાર્થવન સુધી વિપુલ રાજમાર્ગને કરતાં, તથા અશ્વ-હાથીરથ અર્થાત અશ્વાદિ સેના તથા પદાતી ચડકર વંદ વડે જે રીતે મંદમંદ થાય તેમ. જે રીતે અશ્વાદિ સેના પાછળ ચાલે છે, તે રીતે બહાર કે બહુતમ ઉંચે ઉડતી જ વાળું કરતાં, જ્યાં સિદ્ધાર્થવન ઉધાન છે, તેમાં જ્યાં શ્રેષ્ઠ અશોકવૃક્ષ છે, ત્યાં ભગવંત આવે છે. ત્યાં આવીને શું કરે છે ? શ્રેષ્ઠ અશોકવૃક્ષની નીચે શિબિકાને સ્થાપન કરે છે, સ્થાપીને શિબિકામાંથી ઉતરે છે. ઉતરીને સ્વયં જ આભરણ-મુગુટ આદિ અને અલંકાર-વાદિ • x - ત્યાગ કરે છે. કુલમહરિકાના હંસલાણ પટ્ટમાં મૂકીને, પોતે જ ચાર મુટ્ટી વડે કરાતા એવા વાળનો લોચ કરે છે, -x • બીજા અલંકારાદિનો ત્યાગ કરવાપૂર્વક મસ્તકના અલંકારાદિનો ત્યાગ એ વિધિકમ છે, તેથી તે મસ્તક અલંકારરૂપ વાળનો ત્યાગ કરે છે. તીર્થકરોને પંચમુષ્ટિક લોચનો સંભવ છતાં આ ભગવંત ચારમુષ્ટિક લોચવાળા છે. શ્રી હેમાચાર્ય કૃત ઋષભ ચરિત્રાદિનો આ અભિપ્રાય છે - પહેલા એક મુઠ્ઠી વડે દાઢી-મૂંછનો લોચ કર્યો, ત્રણ મુટ્ટી વડે મસ્તકનો લોચ કર્યો, એક મુઠ્ઠી બાકી રહેલાં વાળ, પવનથી આંદોલિત થતાં સુવર્ણ મય જણાતાં ભગવંતના સ્કંધની ઉપર લોટતાં મરકતની ઉપમાને ધારણ કરતાં પરમ રમણીય કેશને જોઈને આનંદીત થયેલાં શક વડે - ભગવન્! મારા ઉપર અનુગ્રહ કરીને આટલા કેશને ધારણ કરો, એમ વિનંતી કરતાં ભગવંતે પણ તે કેશ તેમજ રાખ્યા. • x • આ કારણે જ શ્રી ઋષભની મૂર્તિમાં સ્કંધોની ઉપર વલ્લરિકા કરાય છે. કુંચિત કેશ શક્ર વડે હંસલક્ષણપટ્ટમાં લઈ ક્ષીરસમુદ્રમાં નાંખ્યા. છભત - બે ઉપવાસરૂપ અને પાણીનો પણ ત્યાગ એ રીતે ચારે પ્રકારના આહાર ત્યાગ વડે અષાઢ - ઉત્તરાષાઢા નાગથી ચંદ્રનો યોગ થતાં, આ પ્રભુએ આરક્ષકપણે નિયુક્ત-ઉગ્ર, ગુરુપણે વ્યવહરેલ-ભોગ, મિત્રરૂપે સ્થાપેલ તે રજન્ય, બાકીની પ્રજરૂપે રહેલાં તે ક્ષત્રિય, એવા ૪૦૦૦ પુરુષો સાથે, આ બધાં પુરુષો ભાઈઓ, મિત્રો અને ભરત વડે પણ નિષેધ કરાયેલ છતાં કૃતજ્ઞપણાથી સ્વામીના [25/11] ઉપકારનું સ્મરણ કરતાં, સ્વામીના વિરહથી કરીને વાંત અન્નની માફક રાજ્ય સુખમાં વિમુખ થઈ, જેમ સ્વામી અનુષ્ઠાન કરશે તેમ અમે કરીશું એવો નિશ્ચય કરીને સ્વામીને અનુસરે છે. [ભગવંત ઋષભ શકએ પોતાના આચાર મુજબ ડાબે અંધે અર્પિત એક દેવદૂષ્ય સ્વીકારીને, પણ જોહરણાદિ લિંગ ન લઈને, કેમકે જિનેન્દ્રો કપાતીત છે, મંડ-દ્રવ્યથી માથાના વાળનો લોચ કરીને અને ભાવથી કોપાદિ હિત થઈને, ગૃહવાસથી નીકળીને અનગારિતામૃહી અર્થાત્ સંસારી, તેનો પ્રતિષેધ કરી ચનગારી-સંયતનો ભાવ અર્થાત્ સાધુતાને પ્રાપ્ત કરી અથવા નિર્ગસ્થપણે પ્રવજ્યા સ્વીકારી. હવે પ્રભુનો વસ્ત્ર ધારણ કાળ કહે છે – • સુત્ર-૪૪ : કૌશલિક ઋષભ અરહંત સાધિક એક વર્ષ વધારી રહ્યા. ત્યારપછી અચલક થાય. જ્યારથી કૌશલિક કષભ અરહંત મુંડ થઈને ગૃહવાસત્યાગી નિગ્રી પ્રવજ્યા લીધી, ત્યારથી કૌશલિક કષભ અરહંત નિત્ય કાયાને વોસિરાવીને, દેહ મમત્ત તજીને, જે કોઈ ઉપસર્ગો ઉપજે છે, તે આ પ્રમાણે - દેવે કરેલ ચાવતુ પ્રતિકૂળ કે અનુકૂળ, તેમાં પ્રતિકૂળ જેમ કોઈ વેંત વડે ચાવતુ કશ વડે કાયાને પીટે કે અનુકૂળ - જેમકે વંદન કરે કે પર્યાપાસના કરે, તેવા ઉત્પન્ન થયેલ સર્વે પરીષહોને સમ્યફ રીતે સહન કરે છે યાવત્ અધ્યાસિત કરે છે. ત્યારે તે ભગવન શ્રમણ થયા, ઈયસિમિત યાવતુ પરિષ્ઠપતિશ સમિત, મન સમિત, વચન સમિત, કાય સમિત, મનો ગુપ્ત રાવતું ગુપ્ત બહાચારી, ક્રોધરહિત ચાવતું લોભરહિત, શાંત, પ્રશાંત ઉપશાંત, પરિનિવૃત્ત, છિન્ન સોત, નિરૂપલેપ, શંખની જેમ નિરંજન, જાત્યકંચનવત્ શત્યરૂપ, દર્પણરત્ પ્રતિબિંબવતુ પાકૃત ભાવવાળા, ક્રર્મવત્ ગુતેન્દ્રિય, પુ૫મ વત્ નિરૂપલેપ, આકાશવત્ નિરાલંબન, અનિલવતુ નિરાલય, ચંદ્ર જેવા સૌમ્ય, સૂર્ય જેવા તેજસ્વી, પક્ષી જેવા અપતિબદ્ધગામી, સાગર જેવા ગંભીર, મેરુ પર્વત જેવા અકંપ, પૃdી જેવા સર્વ અને સહન કરનાર, જીવની જેમ આપતિત ગતિ. [એવા પ્રકારના થયા તે ભગવંતને કોઈ પ્રકારનો પ્રતિબંધ નથી. તે પ્રતિબંધ ચાર પ્રકારે હોય છે, તે પ્રમાણે - દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી, ભાવથી, દ્રવ્યથી અહી - આ મારી માતા, મારા પિતા, મારો ભાઈ, મારી બહેન યાવ4 ચિરપરિચિત લોકો છે, મારુ સોનું, મારું પુ ચાવ4 ઉપકરણ અથવા સંપથી સચિત્ત, અચિત્ત અને મિશ્ર દ્રવ્યાત એ [મારા છે એવું તે ભગવંતને ન હતું. xથી ગ્રામ, નગર, અરણ્ય, ખેતર, ખળા, ગૃહ, આંગણ [આદિ] માં
SR No.009016
Book TitleAgam Satik Part 25 Jamboodwippragnapti Sutra Gujarati Anuwad 1
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year
Total Pages96
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_jambudwipapragnapti
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy