________________
૨/૨૨ થી ૨૬
આયુ સ્થિત્યાદિ કાળ છે.
તેનાથી આગળ ઉપમા વડે નિવૃત્ત ઔપમિક કાળ છે. ઉપમા - x - કાળ વિશે પ્રશ્ન કરે છે –
૧૦૩
• સૂત્ર-૨૭ થી ૩૧ :
[૨] તે ઔપમિકકાળ શું છે ? બે ભેદે છે — પલ્યોપમ અને સાગરોપમ. તે પલ્યોપમ શું છે? પલ્યોપમની પ્રરૂપણા કરીશ.
પરમાણુ બે ભેદે કહેલ છે. તે આ રીતે – સૂક્ષ્મ અને વ્યવહારિક. અનંત સૂક્ષ્મપરમાણુ પુદ્ગલોના સમુદાય સમિતિ સમાગમથી વ્યવહારિક પરમાણુ નિપજે છે, તેને શસ્ત્રો કાપી ન શકે.
[૨૮] સુતિક્ષ્ણ શસ્ત્ર વડે જેનું છેદન-ભેદન કરવું શક્ય નથી, તે પરમાણુ એમ સિદ્ધો કહે છે, તે પ્રમાણોની આદિ છે.
[૨] વ્યવહારિક પરમાણુના સમુદય સમિતિ સમાગમથી તે એક ઉત્શ્લઙ્ગ-લક્ષિકા થાય છે, શ્લણ મ્પ્લણિકા-યાવત્ - ઉત્સેધાંગુલ જાણવું. [તે આ રીતે આઠ ઉન્નÆગ્લણિકાની એક શ્લણ શ્વક્ષિકા, આઠ શ્લઙ્ગ-ગ્લણિકાનો એક ઉધ્વરેણુ, આઠ ઉર્ધ્વરેણુનો એક પ્રસરેણુ, આઠ પ્રસરેણુનો એક થરેણુ, આઠ થરેણુના એક દેવકુટુ-ઉત્તરકુરના મનુષ્યનો વાલાગ્ર, આઠ દેવ-ઉત્તર ગુરુના મનુષ્યના વાલાગ્રનો એક હરિવર્ષ-રમ્યવર્ષના મનુષ્યનો વાલાગ, એ પ્રમાણે હેમવંત-હૈરણ્યવંતના મનુષ્યોનો, પૂર્વ-પશ્ચિમ વિદેહના મનુષ્યનો, તેના આઠ વાલાગ્રની એક લિા, આઠ લીંખની એક જૂ, આઠ જૂનો એક જવમધ્ય, આઠ જયમધ્યનો એક અંગુલ.
આ ગુલ પ્રમાણથી છ અંગુલનો એક પાદ, બાર ગુલની એક વેંત, ૨૪- ગુલની એક રત્ની, ૪૮-ગુલની કુક્ષી, ૯૬ ગુલનો એક અક્ષ, - દંડ, ધન, યુગ, પુરાલ, નાલિકા એમ ગણતાં ૨૦૦૦ ધનુષનો એક ગાઉ, ચાર ગાઉનો એક યોજન થાય.
આ યોજનપ્રમાણનો જે પલ્સ, આયામ-વિકભથી એક યોજન હોય, ઉર્દૂ ઉરાવથી એક યોજન હોય, તેનાથી સાધિક ત્રણગણી પરિધિ હોય, તે પલ્સને એક, બે, ત્રણ યાવત્ ઉત્કૃષ્ટ સાત અહોરાત્રના જન્મેલ સૌગલિકના વધેલા વાલાગોથી સઘન, નિશ્ચિત, નિબ્રિડ રૂપે ભરવામાં આવે. તે વાલાગ્ર ન ખરાબ થાય, ન વિધ્વસ્ત થાય, ન અગ્નિ બાળે, ન વાયુ હરે, ન સડી જાય. ત્યારપછી સો-સો વર્ષે એક-એક વાલાગ્રને બહાર કાઢતા જેટલા કાળે તે પચ ક્ષીણ, નીરજ, નિર્લેપ, નિષ્ઠિત થાય છે, તે પલ્યોપમ.
[૩૦] આવા કોડાકોડી પલ્યોપમને દશગણાં કરવાથી એક સાગરોપમનું પરિમાણ થાય છે.
[૩૧] આ સાગરોપમ પ્રમાણથી (૧) ચાર કોડાકોડી સાગરોપમ કાળ તે સુષમસુષમા, (૨) ત્રણ સાગરોપમ કોડાકોડી કાળ તે સુષમા, (૩) જે સાગરોપમ
જંબુદ્વીપપ્રજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ/૧
કોડાકોડી કાળ તે સુષમષમા, (૪) એક સાગરોપમ કોડાકોડીમાં ૪૨,૦૦૦ વર્ષ ન્યૂન કાળ તે દુષમસુષમા, (૫) ૨૧,૦૦૦ વર્ષનો કાળ તે દુધમા (૬) ૨૧,૦૦૦નો કાળ તે દુધમદુષમા.
ફરી ઉત્સર્પિણીમાં ૨૧,૦૦૦ વર્ષનો કાળ તે દુધમષમા, એ પ્રમાણે ઉલટાક્રમથી જાણવું ચાવર્તી ચાર સાગરોપમ કોડાકોડી કાળ તે સુખસુષમા.
એમ દશ સાગરોપમ કોડાકોડી કાળ અવસર્પિણીનો છે, દશ સાગરોપમ કોડાકોડી કાળ ઉત્સર્પિણીનો છે. એમ વીશ સાગરોપમ કોડાકોડી કાળ અવસર્પિણી-ઉત્સર્પિણીનો છે.
• વિવેચન-૨૭ થી ૩૧ :
તે ઔપમિક શું છે ? બે ભેદે છે – પલ્સ વડે કહેવાનાર સ્વરૂપથી ઉપમા જેની છે, તે તથા દુર્લભ પારપણથી સમુદ્ર વડે જેની ઉપમા છે તે. '=' કાર બંનેની તુલ્યકક્ષતા જણાવે છે. જે તુલ્ય કક્ષતા બંનેના અસંખ્યાતકાળને સૂચવે છે.
તે પલ્યોપમ શું છે? તે હું કરીશ. આના દ્વારા ક્રિયારંભ સૂચક વયની શિષ્યને મનની પ્રાક્તિ કરાવી. અન્યથા “પરમાણુ બે ભેદે છે” એ દૂરસાધ્ય પલ્યોપમ પ્રરૂપણાં પ્રતિ સંદેહવાળો થઈ શિષ્ય આદરવાળો ન થાય. શિષ્યને વાચના દાનમાં આ વિધિ છે. અતિ સુંદર ધર્મમય ઉપનીત કારણ ગુણો વડે શિષ્યના મનને પ્રહલાદ કરતાં આચાર્ય બોલે.
૧૦૪
પરમાણુ બે ભેદે – સૂક્ષ્મ અને વ્યવહારિક - તેમાં સૂક્ષ્મના “કારણ જ અન્ય
સૂક્ષ્મ અને નિત્ય એક રસ, વર્ણ, ગંધ અને બે સ્પર્શ તથા કાર્યલિંગ પરમાણુ હોય છે ઈત્યાદિ લક્ષણ લક્ષિત અત્યંત પરમ નિકૃષ્ટતા લક્ષણ કહ્યું, વૈશેષિક રૂપનું પ્રતિપાદન કરેલ નથી. તેની સ્થાપના કરી વ્યવહારનું સ્વરૂપ કહે છે -
–
અનંતા સૂક્ષ્મ પરમાણુરૂપ પુદ્ગલો સંબંધી જે સમુદાય – ત્રણ, ચાર આદિનો સંયોગ, તેની જે સમિતિ - ઘણું મીલન, તેમના સંયોગથી - એકી ભાવથી, એક વ્યવહાકિ પરમાણું થાય છે. અર્થાત્ નિશ્ચયનય જ નિર્વિભાગ સૂક્ષ્મ પુદ્ગલ પરમાણુને ઈચ્છે છે, જ્યારે વ્યવહાર પરમાણુ અનેક વડે હોવાથી સ્કંધ જ કહેવાય છે. વ્યવહાર નય, તે અનેક સંઘાત નિષ્પન્ન હોવા છતાં પણ જે શસ્ત્રછેદ, અગ્નિદાહ આદિનો વિષય ન હોય, તે હજી પણ તથાવિધ સ્થૂલ ભાવ ન પામ્યા હોવાથી પરમાણુપણે વ્યવહાર કરે છે. તેથી આ નિશ્ચયથી સ્કંધ હોવા છતાં પણ વ્યવહારનયના મતથી વ્યવહાકિ પરમાણુ કહ્યો. - ૪ - ૪ - અનંત પરમાણુ વડે નિષ્પન્ન કાષ્ઠાદિ શસ્ત્ર છેદાદિ વિષય દૃષ્ટ, તો પણ અનંતના અનંત ભેદવથી તેટલાં પ્રમાણમાં નિષ્પન્ન હજી પણ સૂક્ષ્મત્વથી શસ્ત્ર છેદાદિ વિષયતાને પામતો નથી. આને અગ્નિ વડે બાળવું, જળથી ભીંજાવું, ઈત્યાદિ બધાને નિરસ્ત કરેલ છે.
આ અર્થ માટે પ્રમાણ કહે છે – સુતીક્ષ્ણ શસ્ત્ર વડે પણ ખડ્ગ આદિથી બે ભેદ કરવા, અનેક પ્રકારે વિદારવા, સોય વડે વસ્ત્રાદિ માફક છિદ્ર સહિત કરવાનું જે પુદ્ગલાદિ વિશેષ નિશ્ચયથી સમર્થ નથી, તે વ્યવહારિક પરમાણુ સિદ્ધ છે. તેમ