________________ 2/51 ભૂમિ ભીની થાય અને તાપની ઉપશાંતિ થાય તેટલા પ્રમાણમાં જળસમૂહને નિપજ્ઞ થયેલ ગ્રહણ કરવો. હવે તે પ્રાદુર્ભત થઈને જે કરશે, તે કહે છે - ત્યાપછી તે પુકલ સંવર્તક મેઘ જલ્દીથી * x * x * પ્રકર્ષથી ગર્જના કરશે. તેમ કરીને જલ્દીથી યુગ-રથનો અવયવ વિશેષમુશલ-સાંબેલુ, મુષ્ટિ-મુકી, ભેગી કરેલ આંગળી સહિતનો હાથ, આનું જે પ્રમાણમાં લંબાઈ-પહોળાઈ આદિ, તેના વડે પ્રમાણ જેનું છે તે. આટલા પ્રમાણમાં સ્થળ એવી ધારાથી સામાન્યથી ભરતક્ષેત્રના ભૂમિભાગને અંગારરૂપમૂર્મરરૂપક્ષારિકરૂપ-તપ્ત જ્વલકરૂપ-તપ્ત સમ જ્યોતિરૂપ છે તેને તે પુષ્કર સંવર્તક મહામેઘ શાંત કરી દેશે. હવે બીજા મેઘની વક્તવ્યતા કહે છે - અને તેમાં, અહીં '' શબ્દ બીજા વાક્યના પ્રારંભાર્થે છે. પુકલ સંવર્તક મહામેળ સાત અહોરણ સુધી પડ્યા પછી * નિર્ભર વરસ્યા પછી, તે અંતરમાં ક્ષીરમેઘ નામક મહામેઘ ઉત્પન્ન થાય છે. બાકી પૂર્વવતું. હવે તે મેઘ પ્રગટ થઈને શું કરે છે ? તે કહે છે - અહીં “વરસશે” સુધી પૂર્વવત, જે મેઘ ભરતની ભૂમિમાં (શુભ) વર્ણ, ગંધ, રસ, સ્પર્શને ઉત્પન્ન કરશે. અહીં વણદિ શુભ જ ગ્રહણ કરવા, જેનાથી લોકો અનુકૂળ વેદન કરે છે. કેમકે અશુભ વણદિ પૂર્વકાળના અનુભાવથી જનિત તો વર્તતા જ હોય છે. [શંકા જો શુભવણદિને ઉત્પન્ન કરે છે, તો તરુપનાદિ નીલ વર્ણ, જાંબૂફળાદિ કણ, મચિ આદિમાં તીખો સ, કારેલા આદિમાં કળવો રસ, ચણા આદિમાં રક્ષ સ્પર્શ, સુવર્ણ આદિમાં ભારે સ્પર્શ, ક્રચાદિમાં ખર સ્પર્શ, ઈત્યાદિ અશુભવણિિદ કેમ સંભવે ? [સમાધાન અશુભ પરિણામો પણ આમને અનુકૂળ વેધપણાથી શુભ જ છે. જેમ મચા આદિનો તીખો સ આદિ પ્રતિકૂળ વેધતાથી શુભ છતાં અશુભ જ છે, જેમ કુષ્ઠ આદિને થયેલ શ્વેત વણદિ. હવે ત્રીજા મેઘની વકતવતા કહે છે - તે ક્ષીરમેઘ સાત અહોરાત્ર પડી ગયા પછીના અંતરમાં ઘી જેવો નિશ્વ મેઘ-ધૃતમેઘ નામે મહામેઘ પ્રગટ થાય છે, ઈત્યાદિ બધું પૂર્વવતુ. - હવે તે પ્રગટ થઈને શું કરશે તે કહે છે - બધું પૂર્વવતુ. વિશેષ એ કે ધૃતમેઘા ભરતભૂમિમાં સ્નેહભાવ-નિગ્ધતાને ઉત્પન્ન કરશે. હવે ચોથા મેઘની વક્તવ્યતા કહે છે - તે ધૃતમેઘ સાત દિનરાત્રિ પડ્યા પછી અહીં-પ્રસ્તાવિત અમૃતમેઘ નામ પ્રમાણે અર્થ ધરાવતો તેવો મહામેઘ પ્રગટ થશે, ચાવત્ વરસશે, તે બધું પૂર્વવતુ જે મેઘ ભરતક્ષેત્રમાં વૃક્ષ, ગુલ્મ, ગુચ્છ, લતા, વલ્લિ, તૃણ-આ વૃક્ષાદિ પ્રસિદ્ધ છે, પરંગ-શેરડી આદિ. હરિત-દુવાં આદિ, ઔષધિ-શાલિ આદિ, પ્રવાલ-પલ્લવ અંકુર - શાલ્યાદિ બીજ ઈત્યાદિ તૃણ વનસ્પતિકાયો * બાદર 202 ભૂલીપપ્રજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ/૧ વનસ્પતિકાયોને ઉત્પન્ન કરશે. હવે પાંચમાં મેઘના સ્વરૂપની વકતવ્યતા કહે છે - વ્યસ્ત છે. પરંતુ સજનક મેઘ એટલે સમેઘ. જે સમેઘ, તે અમૃતમેઘથી ઉત્પન્ન ઘણાં વૃક્ષાદિ અંકુર સુધીની વનસ્પતિના તિક્ત-લીંબડા આદિમાં રહેલ, કટુક-મસ્યા આદિમાં રહેલ, કષાય - બિભીતક, આમલકાદિમાં રહેલ, અંબ-આંબલી આદિ આશ્રિત, મધુર-શર્કરાદિ આશ્રિત. આ પાંચ પ્રકારના રસ વિશેષોને ઉત્પન્ન કરશે. લવણરસ મધુરાદિના સંસર્ગથી જન્ય હોવાથી તેની વિરક્ષા ભેદમાં કરી નથી. કેમકે તેમાં માધુર્ય આદિ સંસર્ગ સંભવે છે. બધાં રસોમાં લવણના પ્રક્ષેપથી જ સ્વાદપણું ઉત્પન્ન થાય છે, તેથી જુદો નિર્દેશ કર્યો નથી. આ પાંચ મેઘોનું ક્રમથી આ પ્રયોજન સૂત્ર કહ્યા છતાં સ્પષ્ટીકરણને માટે કરી લખીએ છીએ - (1) પહેલાં મેઘમાં ભરતભૂમિના દાહનો ઉપશમ થાય છે. (2) બીજા મેઘમાં તેમાં જ શુભવર્ણગંધાદિની ઉત્પત્તિ. (3) ત્રીજા મેઘમાં તેમાં જ સ્નિગ્ધતાની ઉત્પત્તિ, અહીં ક્ષીરમેઘ વડે જ શુભ વર્ણ-ગંધ-રસ-પર્શ સંપત્તિમાં ભૂમિની નિગ્ધતા સંપત્તિ ન કહેવી. કેમકે તેમાં સ્નિગ્ધતાની અધિકતાનું સંપાદન છે, જેવી સ્નિગ્ધતા ઘી માં હોય તેવી દુધમાં ન હોય, તે અનુભવ જ સાક્ષી છે. (4) ચોથા મેઘમાં તેમાં વનસ્પતિની ઉત્પત્તિ. (5) પાંચમાં મેઘમાં વનસ્પતિમાં સ્વસ્વ યોગ્ય સવિશેષની ઉત્પત્તિ થાય છે. જો કે અમૃતમેઘથી વનસ્પતિ સંભવમાં વણદિસંપત્તિ પણ તેની સહચારી હોવાથી રસની પણ સંપત્તિ તેનાથી જ હોય તે યુક્તિ છે, તો પણ સ્વ-સ્વ યોગ સ વિશેષને સંપાદિત કરવાને સમેઘ જ પ્રભુ-સમર્થ છે, તેમ જાણવું. ત્યારે ભરતક્ષેત્ર જેવું થશે, તે કહે છે - ત્યારપછી * ઉક્ત સ્વરૂપ પાંચ મેઘના વરસ્યા પછી ભરતક્ષેત્ર કેવું થાય છે? તે કહે છે - પ્રરૂઢ - ઉગેલા વૃક્ષ, ગુચ્છ, ગુભ, લતા, વલ્લિ, તૃણ, પર્વજા હરિત ઔષધિ જ્યાં - ત્યાં હોય છે તેવું અર્થાત્ આ વનસ્પતિજીવોથી યુક્ત, ઉપચિત-પુષ્ટિને પામેલ, વયા-પત્ર-પ્રવાલ-પલ્લવ-અંકુર-પુષ્પ-સ્કૂળો સમુદિત - સમ્યક પ્રકારે ઉદયને પ્રાપ્ત જેમાં છે તેવું. - X* આના વડે પુપ અને ફળોની રીતિ દર્શાવી, તેથી જ સુખોપભોગ્યસુખેથી સેવી શકાય તેવું થશે. અહીં વાક્યાંતરની યોજના માટે (ભવિષ્ય) થશે એવું પદ યોજેલ છે. તેથી પુનરુક્તિ ન વિચારવી. હવે તત્કાલીન મનુષ્યો તેવા ભરતક્ષેત્રને જોઈને જે કરશે તેને કહેવા માટે સૂત્રકારશ્રી જણાવે છે - * સૂત્ર-૫૨,૫૩ :[5] ત્યારે મનુષ્યો ભરતક્ષેત્રને વૃદ્ધિ પામેલ વૃક્ષ, ગુચ્છ, ગુલ્મ, વલ્લિ,