________________ 2/47 થી 49 15 196 જંબૂલીપપ્રાપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ/૧ બાહુલ્યગ્રહણથી જે રીતે તેમનું સમ્યગુËષ્ટિાવ કદાચિત સંભવે છે, તે પ્રકારે પછીના ગ્રંથમાં વ્યાખ્યા કરેલ છે. ઉત્કૃષ્ટથી રનિ-હાથ, તેના જે ૨૪-અંગુલ લક્ષણ પ્રમાણ વડે જેની માત્રાપરિમાણ છે તેવા. અહીં કદાચ 16 વર્ષ અને કદાચ ૨૦-વર્ષ પરમ આયુ જેમનું છે તેવા કહે છે. શ્રી વીરચરિત્રમાં તો સ્ત્રીના ૧૬-વર્ષ અને પુરુષોના ૨૦-વર્ષ કહેલાં છે. ઘણાં પુત્રો, પૌત્રોના પરિવારવાળા, તેમના પ્રણય-સ્નેહની બહુલતાવાળા છે. આના દ્વારા અપાયુ હોવા છતાં ઘણાં સંતાનવાળા તેમને કહેલાં છે. અલ્પકાળમાં ચૌવનના સભાવથી આમ કહ્યું ચે. તેઓ ગૃહાદિના અભાવે ક્યાં વસે છે ? ગંગા-સિંધુ મહાનદીમાં, વૈતાદ્ય પર્વતની નિશ્રામાં બોંતેર સ્થાન વિશેષાશ્રિત નિગોદ-કુટુંબો છે. તેમાં બોંતેરની સંખ્યા આ પ્રમાણે - વૈતાઢયની પૂર્વે ગંગાના બે કિનારે નવ-નવ બિલોનો સંભવ છે, તેથી અઢાર અને સિંધુ નદીના પણ અઢાર. એ છબીશમાં દક્ષિણાદ્ધ ભરતના મનુષ્યો વસે છે. વૈતાદ્યથી આગળ ગંગાના બંને કિનારે અઢાર અને સિંધુના બંને કિનારે અઢાર, અહીં ઉત્તરાદ્ધ ભરત વાસી મનુષ્યો વસે છે. બીજની માફક બીજ થતાં જનસમૂહોના હેતુપણાથી બીજની જેમ મામા-પરિમાણ જેમનું છે તે. સ્વલ્પ અર્થાત્ સ્વરૂપથી, બિલવાસી મનુષ્યો થશે. * * સ્ફટિત શિરસ્ - ફૂટેલ એવું દેખાતું મસ્તક જેમનું છે તે. કપિલ-વર્ણ છે, પલિત-શુક્લ [શ્વેત] વાળવાળા, ઘણાં સ્નાયુ વડે બદ્ધ એવા, દુ:ખથી જોઈ શકાય એવા રૂપવાળા. શંકુટિત - સંકુચિત વલિ-નિર્માસ અને ચામડીનાં વિકારવાળા, તેને અનુરૂપ આકારપણાથી તરંગ-વીચિ, તેનાથી પરિવેષ્ટિત અંગો-અવયવો જેમાં છે, એવા પ્રકારે અંગ-શરીર જેમનું છે તે. કોની જેવા ? વૃદ્ધાવસ્થાથી પરિણત એવા અર્થાત્ સ્થવિર મનુષ્યો જેવા. સ્થવિરો બીજી રીતે પણ ઓળખાવાય છે, તેથી જરાપરિણતનું ગ્રહણ કર્યું છે. પ્રવિરલ - અંતરાલપણાથી છુય છટા દાંતવાળા, કેટલાંક પડી ગયેલા દાંતની શ્રેણિ જેમની છે તે. ઉદ્ભટ-વિકરાળ, ઘોડાં જેવું મુખ જેમનું છે તેવા મુખવાળા, કેમકે તુચ્છ દંત છેદવાળા છે કવચિત્ “ઉભડઘાડામુહ' એવો પાઠ છે, તેનો અર્થ છે - સ્પષ્ટ કૃકાટિક વદન જેમનું છે તેવા. વિષમ નયનવાળા, વક્રનાકવાળા. - X - X * વિકૃતબીભત્સ, ભીષણ-ભયજનક મુખવાળા. દધ્વકિટિભસિદ્ભાનિ - ક્ષુદ્ર કુષ્ઠ વિશેષ, તેથી પ્રધાન. સ્ફટિત અને કઠોર, શરીરની ત્વચાવાળા. તેથી જ ચિકલાંગ-કાબર ચીતરા અવયવ શરીરી, કછુ પામ અને કસર વડે વ્યાપ્ત થયેલા તેથી જ ખરતીષ્ણનખ - કઠિન તીવ્ર નખો વડે ખણવાથી વિકૃત-વ્ર કરાયેલા શરીરવાળા, ટોલાકૃતિ-અપશસ્ત આકારવાળા અથવા ટોલગતિ-ઉંટ આદિ માફક ચાલનારા. [તથા વિષમ-દીર્ધદ્વસ્વ ભાવથી સંધિરૂપ બંધનો જેને છે તે. ઉત્કટુક - યથા સ્થાને અનિવિષ્ટ, અસ્થિક-પ્રીકસ [હાડકાદિ] વિભકત વતુ - અંતરો દેખાતા હોય તેવા - x* અથવા તેવા પ્રકારના સ્વભાવથી ઉત્કર્ક રહેલા, વિભકત-ભોજન વિશેષ રહિત, દુર્બળ-બળરહિત, કુસંહનનસેવાd સંહનનવાળા, કુપ્રમાણ-પ્રમાણહીન, કુસંસ્થિતદુઃસંસ્થાનવાળા. - x - તેથી જ કહે છે - કુરૂપ-કુઆકારવાળા, કુસ્થાનાસન - કુત્સિત આશ્રયે રહેલા, કુશસ્યા-કુત્સિત શયનવાળા, કુભોજી-દુષ્ટ ભોજનવાળા, અશુચિ-સ્તાન, બ્રહ્મચર્યાદિ રહિત અથવા અશ્રુતિ-શાયરહિત. અનેક વ્યાધિ વડે પરિપીડિત અંગવાળા, ખલિત થતાં કે વિહળ અથવા જેવી-તેવી ગતિવાળા, નિરુત્સાહ, સત્ત્વ પરિવર્જિત, વિકૃત ચેષ્ટાવાળા, નષ્ટ તેજવાળા. વાસ્વાર શીત-ઉણ ખરસ્કઠોર વાયુ વડે મિશ્રિત અર્થાતુ વ્યાપ્ત. | મલિન પાંસુરૂપ રજ વડે પણ પુણરજ વડે નહીં, તે રીતે જેમના અંગો-અવયવો ધૂળથી ખરડાયા છે તેવા અંગવાળા. ઘણાં ક્રોધ, માન, માયા, લોભતી યુક્ત તથા ઘણાં મોહવાળા, જેમને શુભઅનુકૂળ વેધ કર્મ જેમને નથી તેવા, તેથી જ દુઃખના ભાગી, અથવા દુઃખાનુબંધી દુઃખના ભાગી. બહુલતાથી ધર્મસંજ્ઞા * ધર્મશ્રદ્ધા અને સમ્યકત્વ, તે બંને વડે પરિભ્રષ્ટ. હવે તેમના આહારનું સ્વરૂપ પૂછતાં કહે છે - ભગવન્! તે મનુષ્યો શું આહાર કરે છે ? શું ખાશે ? ભગવંતે કહ્યું - તે કાળમાં અર્થાત એકાંત દુઃષમલક્ષણ રૂપ અને તે સમયમાં - છઠ્ઠા આરાના અંત સ્વરૂપ, ગંગા-સિંધુ બંને મહાનદી સ્થપથ-ગાડાંના બે પૈડાથી મપાય તેટલો માર્ગ, તે માત્રા-પરિમાણ. જેનું છે, તેટલાં પ્રમાણમાં વિસ્તાર - પ્રવાહનો વ્યાસ જેનો છે તે તથા અક્ષ-પૈડાની નાભિમાં મૂકાતું કાષ્ઠ, તેમાં જે સોત-ધુરીનો પ્રવેશરબ્ધ, તેટલું પ્રમાણ, તેની માત્રા-અવગાહના જેની છે, તેટલાં પ્રમાણમાં જળ કહેલ છે. આટલાં પ્રમાણમાં જ, પરંતુ ગંભીર ઉડાણમાં જળને ધારણ કરશે નહીં. (શંકા) લઘુહિમવત્ આરાની વ્યવસ્થાના હિતપણાથી તેમાં રહેલ પાદ્રહથી નીકળતો આ પ્રવાહ, તેનાથી આ જૂનરૂપ કહેલ પ્રવાહ કઈ રીતે એક સાથે જાય છે ? (સમાધાન) ગંગા પ્રપાત કુંડમાંથી નીકળ્યા પછી ક્રમથી કાળ અનુભાવ જનિત ભરત ભૂમિમાં રહેલ તાપના વશથી જળના શોષણમાં અને સમુદ્રના પ્રવેશમાં - બંનેમાં ઉક્ત માત્રામાં જ શેષ જળના વહનપણાથી તેમ છે, તેથી તેમાં કોઈ આપત્તિ નથી. તેટલાં પણ પાણીમાં ઘણાં મચ અને કાચબાથી વ્યાપ્ત હોય છે અને