________________ 20/-/5/500 219 કેમકે દેશવિરતિ શ્રાવકો અય્યત દેવલોકથી ઉપર ઉપજતા નથી. એમને નિહૂવો પણ ન સમજવા કેમકે તેઓને અહીં જુદા કહેલા છે, માટે મિથ્યાર્દષ્ટિ અભવ્ય કે મધ્યશ્રમણના ગુણના ધારક સર્વ સામાચારી અને ક્રિયા યુક્ત દ્રવ્ય લિંગ-બાહ્ય વેશને ધારણ કરનારા અસંયત ભવ્ય દ્રવ્ય દેવો જણવા. તેઓ પણ ક્રિયાના પ્રભાવથી ઉપરના શૈવેયકમાં ઉત્પન્ન થાય છે. વળી તેઓ સંયત છે, કેમકે ક્રિયાનું પાલન કરવા છતાં પણ ચાસ્ત્રિના પરિણામયી શૂન્ય છે. અવિસધિત સંયમી - દીક્ષાના સમયથી આરંભી જેમના ચાસ્ત્રિ પરિણામ અભિન-અખંડિત છે, એવાઓને સંજવલન કષાયના સામર્થ્યથી કે પ્રમત ગુણસ્થાનકથી સ્વલ્પ માયાદિ દોષનો સંભવ હોવા છતાં પણ જેઓને સર્વથા ચાત્રિનો ઘાત કર્યો નથી એવા. વિરાધિત સંયમી - વિરાધિત એટલે સર્વચા ખંડિત થયેલા, પણ પ્રાયશ્ચિત સ્વીકાર વડે ફરીથી સંયમનું અનુસંધાન કર્યું છે, તેવા. કંદર્પકારક, કૌકુ કરનાર, દ્રવશીલ-જલ્દી કરવાના સ્વભાવવાળો, હસાવનાર, બીજાને વિસ્મય કરનાર કંદર્પવિષયક ભાવના કરે છે. હવે કંદર્પ સંબંધે કહે છે ખડખડ-ઉચ્ચ સ્વરે હસવું, અનિકૃત-ગુવદિ સાથે નિષ્ફરપણે, વક્રોક્તિથી સ્વેચ્છાપૂર્વક બોલવું, કામકથા કહેવી, કામનો ઉપદેશ આપવા, પ્રશંસા કરવી એ કંદર્પ શબ્દ વાપ્ય છે. કૌકુચ્ચ-ભાંડોટા, તે બે ભેદે - કાચ કકુચ્ચ અને વાક્ કૈકુચ્યું. તેમાં કાય કૌકુચ્ચ * ભૃકુટી, નયન, વાદન, હોઠ, કર, ચરણ, કણિિદ વડે તે તે ચેષ્ટા કરે કે પોતે ન હસવા છતાં બીજો હસે. વાકુ કૌમુચ્ચ - તેવું બોલે કે જેથી બીજો હસે. અનેક પ્રકારના પ્રાણીના શબ્દો બોલે અને મુખ વડે વાદિત્ર કરે. હવે દ્રવશીલ કે દ્રુતશીલજલ્દી ક્રિયા કરવાના સ્વભાવવાળાને કહે છે - જલ્દી જલ્દી બોલે, શરકાળના ગર્વિષ્ટ સાંઢ માફક જલ્દી જલ્દી ચાલે, સર્વે કાર્યો જલ્દી જલ્દી કરે, સ્થિત હોય તો પણ અભિમાન વડે ફાટી ગયો હોય તેવો 220 પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીકાનુવાદ/ર અથવા ઘર - લંગોટી પહેરનાર, પવ્રિાજક-કપિલમુનિના શિષ્યો તેઓનો. ડિબિષિક - જેઓમાં પાપ છે તે. તે ચારિવાળા છતાં જ્ઞાનાદિ અવર્ણવાદ બોલનારા હોય છે. કહ્યું છે - શ્રુતજ્ઞાન, કેવળજ્ઞાની, ધર્માચાર્ય, સર્વ સાધુ, સંઘનો અવર્ણવાદ કરનારો ડિબિષિક ભાવના કરે છે. મવપf * નિંદા, ખોટા દોષ પ્રગટ કરવા. તેમાં પહેલા શ્રુતજ્ઞાનનો અવર્ણવાદ વર્ણવે છે - તે જ પૃથ્વી આદિ કાય, વ્રતો, પ્રમાદો અને અપમાદો, વળી મોાધિકારીને જ્યોતિષશાસ્ત્ર અને યોનિપામૃત શાસ્ત્રોનું શું કામ છે ? કેવળજ્ઞાનીના અવર્ણવાદ - કેવળજ્ઞાની કેવળજ્ઞાન અને કેવળદર્શનનો ઉપયોગ અનુક્રમે ઉત્પન્ન થાય તો બંનેના બંને પરસ્પર આવરણરૂપ થાય છે, એટલે બંને એકબીજાના પ્રતિબંધક થાય છે. જે બંને એક કાળે હોય તો એકવ-અભેદ થાય. ધર્માચાર્યનો અવર્ણવાદ - જાત્યાદિ વડે અવર્ણવાદ, ઔચિત્ય જાણતા નથી, કુશળ નથી, અહિતકારી, છિદ્ર જોનાર, પ્રકાશવાદી, પ્રતિકૂળ વર્તતો હોય. સાધુના વિવાદ - આ સાધુઓ અસહ્નશીલ છે, નાનુવર્તી છે, મોટાને અનુસરતા નથી, ક્ષણ માસમાં રુટ-તુષ્ટ થાય છે, ગૃહસ્થ વત્સલ છે, સંચય કરનારા છે. માયાવી સંબંધે કહે છે - પોતાના સ્વભાવને ઢાંકે છે, બીજાનાં છતાં ગુણોનું આચ્છાદન કરે છે, ચોરની માફક સર્વની શંકા રાખે છે, ગૂઢ આચારી અને અસત્યભાષી છે. દેશવિરતિવાળા ગાય, બળદ વગેરે પંચેન્દ્રિય તિર્યંચોનો, આજીવક-પાખંડ વિશેષ, ગોશલક મતાનુસારી કે જેઓ અવિવેકથી લબ્ધિ, પૂજા, ખ્યાતિ ઈત્યાદિ વડે ચાસ્ત્રિાદિનો આશ્રય કરે તે આજીવકો કહેવાય. તેઓને. આભિયોગિકો - અભિયોગ એટલે વિધામંત્રાદિ વડે બીજાને વશીકરણાદિ કરવા, તેના બે પ્રકાર છે, તે આ રીતે - દ્રવ્ય અને ભવ એમ બે પ્રકારે અભિયોગ જાણવો. દ્રવ્ય અભિયોગમાં ઔષધિના પ્રયોગો અને ભાવ અભિયોગમાં વિધા, મંત્રો જાણવા. તે અભિયોગ જેમને છે અથવા અભિયોગ વડે વ્યવહાર કરનારા આભિયોગિકો કહેવાય. તેઓ વ્યવહારથી ચાસ્ટિવાળાં છતાં મંત્રાદિનો પ્રયોગ કરનારા હોય છે. કહ્યું છે - કૌતુક, ભૂતિકર્મ, પ્રજ્ઞાપગ્ન, નિમિત્તદ્વારા આજીવિકા ચલાવનાર, પ્રદ્ધિરસ-સાતાના અભિમાનવાળો એ પાંચ પ્રકારે અભિયોગ ભાવના કરે છે. તેમાં - કૌતુક * સૌભાગ્યાદિ માટે સ્નાન કરાવવું. ભૂતિકર્મ-જવરાદિ વાળાને ભસ્મ ચોપડવી. પ્રષ્નાપ્રશ્ન - સ્વMવિધા. સ્વલિંગી - જોહરણાદિ સાધુના ચિહ્નવાળા. તે કેવા હોય? દર્શન-સમ્યક્દર્શન, વ્યાપત્ત - ભષ્ટ થયું છે જેઓનું એવા નિકૂવોને. વળી દેવલોકમાં ઉત્પન્ન થનારા. આથી એમ જણાવ્યુ કે દેવપણાથી બીજે પણ અધ્યવસાયને અનુસાર તેઓની ઉત્પત્તિ લાગે. - હવે હસાવનારની વ્યાખ્યા - ભાંડની માફક બીજાના વેષ અને ભાષા સંબંધે છિદ્ર જોતો વેષ અને વચન વડે પોતાને અને બીજાને હાસ્ય ઉપજાવનાર. વિસ્મય ઉપજાવવા વિશે - ઈન્દ્રજાલાદિ પ્રમુખ કુલ્લ વડે તથા પ્રહેલિકા અને આભાણકાદિ તેવા ગ્રામ્યજનને વિસ્મય પમાડે તે. જે સંયત છતાં આ અપશસ્ત ભાવના ભાવે, તે તેવા પ્રકારના કંદાદિ દેવોમાં ઉત્પન્ન થાય છે, પણ ચારિત્ર હિત છે તે વિકો જાણવો. એટલે કદાચિત તથાવિધ દેવોમાં ઉત્પન્ન થાય અને કદાચિત્ નાક, તિર્યંચ, મનુષ્યગતિમાં ઉપજે. ચક પરિવ્રાજક - ટોળા વડે ભિક્ષા માંગી આજીવિકા ચલાવનાર ગિદંડી,