________________ 20/-/5/505 213 ધમપ્રભા નૈરચિક અંતક્રિયા પણ ન કરે, માત્ર સર્વવિરતિ પામે. તમપ્રભા નૈરયિક માત્ર દેશવિરતિ પામે, અધ:સપ્તમી નૈરયિક માત્ર સમ્યકત્વ પામે. - અસુરકુમારથી વનસ્પતિકાય સુધીના જીવો ત્યાંથી નીકળી પછીના ભવે તીર્થકરવા ન પામે, પણ અંતક્રિયા કરે. વસદેવસ્ત્રિમાં નાગકારથી પણ નીકળી પછીના ભવે ઐરાવત હોગને વિશે આ અવસર્પિણીમાં ચોવીસમાં તીર્થકર થયા બતાવે છે, તેથી અહીં તવ કેવલી જાણે. તેઉકાય, વાયકાયચી નીકળી અનંતર ભવે અંતક્રિયા પણ કરતાં નથી, કેમકે તેઓ અનંતર ભવે મનુષ્યત્વ ન પામે. પણ તિર્યંચમાં ઉપજે અને કેવલબોધિ-ધર્મ સાંભલે પણ જાણે નહીં. વનસ્પતિકાયિકો નીકળી અનંતર ભવે તીર્થકરવ પામે, પણ અંતક્રિયા ન કરે, વિકલેન્દ્રિયો અનંતર ભવમાં અંતઃક્રિયા ન કરે, પણ મન:પર્યવજ્ઞાન ઉપાર્જે. પંચેન્દ્રિય તિર્યચ, મનુષ્ય, વ્યંતર, જ્યોતિકો નીકળી અનંતર ભવમાં તીર્થકરd ન પામે, પણ અંતક્રિયા કરે. - - તીર્થકર દ્વાર ગયું. હવે ચકવર્તીત્વાદિ દ્વારો કહે છે - * સૂત્ર-૫૦૬ : ભગવાન ! રતનપભા પૃથ્વી નૈરયિક, રનપભાથી નીકળી અનંતર ભવે ચકવતપણે પામે ? ગૌતમ! કોઈ પાસે કોઈ ન પામે. ભગવાન ! એમ કેમ કહ્યું? ગૌતમ રતનપભાના નૈરયિકના તીર્થકરપણામાં કહ્યા મુજબ ચકવાતીમાં કહેવું. ભગવાન ! શર્કસપભાનો નૈરયિક અનંતર ભવે ચકવતીપણું પામે ? ગૌતમાં એ અર્થ સમર્થ નથી. એ પ્રમાણે સાતમી પૃdીના નૈરયિક સુધી કહેવું. તિચિ, મનુષ્ય વિશે પૃચ્છા - ગૌતમ ! ચક્રવર્તીપણું ન પામે. ભવનપતિ, વ્યંતર, જ્યોતિક, વૈમાનિકની પૃચ્છા - કોઈ ચક્રવર્તીપણું પામે, કોઈ ન પામે. એ પ્રમાણે બલદેવપણું પણ જાણવું. વિશેષ એ કે - શર્કરાપભા નૈરયિક પણ પામે. એ પ્રમાણે વાસુદેવપણું બે પૃedીથી અને અનુત્તર સિવાયના વૈમાનિકથી નીકળી પામે, બાકીના સ્થાનેથી ન પામે. માંડલિકપણું સાતમી પૃdી, તેઉકાય, વાયુકાય સિવાયના બાકીના સર્વે સ્થાનોથી આવીને પામે. સેનાપતિ રત્ન, ગાથાપતિ રન, વર્તકી રન, પુરોહિત રન, શ્રીરનત્વ એમ જ જાણવા. માત્ર અનુત્તરોપાતિક વર્જવા. આશ્વ, હસ્તિ રનવ રતનપભાથી સહસ્રર સુધીની આવીને થાય. ચક્ર, છમ, ચર્મ, દંડ, અસિ, મણિ, કાકણી રdવ અસુકુમારથી ઈશાનકર્ભ સુધીના આવીને પામે. “બાકીનાને તે અર્થ સમર્થ નથી' કહેતું. * વિવેચન-૫૦૬ :તેમાં રનરભા નૈરયિક, ભવનપતિ, વ્યંતર, જ્યોતિક, વૈમાનિકોચી નીકળી 218 પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીક અનુવાદ/ર ચકવર્તીવ પામે, બાકીના સ્થાનોથી નીકળી ન પામે. બલદેવ, વાસુદેવપણું શર્કરાપભાથી નીકળી પામે, પણ વાસુદેવપણું અનુત્તરૌપપાતિક સિવાયના વૈમાનિકો થકી નીકળી પામે. માંડલિકપણું સાતમી તરફ, તેઉકાય, વાયુકાય સિવાય સર્વ સ્થાનેથી આવીને પામે. [ઈત્યાદિ બધું સૂત્રાનુસાર હોવાથી વૃત્તિની પુનરુક્તિ કરી નથી.] બધે વિધિ વાક્યમાં કોઈ પામે, કોઈ ન પામે તેમ કહેવું. નિષેધમાં આ અર્થસમર્થ નથી કહેવું. હવે ઉપપાત સંબંધે કંઈક વક્તવ્ય છે, તે કહે છે - * સૂત્ર-૫૦૭ - ભગવાન ! દેવલોકમાં ઉત્પન્ન થતાં અસંયત ભવ્ય દ્રવ્ય દેવ, અવિરાધિત સંયમી, વિરાધિત સંયમી, અવિરાધિત સંયમસંયમી, વિરાધિત સંયમસંયમી, અસંજ્ઞી, તાપસ, કાંદર્ષિક, ચરકપરિવ્રાજક, ફિલ્બિષિક, તિયચો, આજીવકો, અભિયોગિકો, દર્શનભ્રષ્ટ થયેલા અલિંગીઓમાં કોનો ક્યાં ઉપપાત કહ્યો છે ? ગૌતમ ! અસંયત ભવ્ય દ્રવ્યદેવો જઘન્ય ભવનવાસીમાં ઉત્કૃષ્ટ ઉપરના રૈવેયકોમાં ઉપજે. અવિસધિત સંયમી જઘન્યથી સૌધર્મકામાં ઉત્કૃષ્ટથી સવથિસિદ્ધ વિમાનમાં, ર્વિાધિત સંયમી જઘન્ય ભવનવાસીમાં, ઉત્કૃષ્ટ સૌધર્મકામાં અવિસધિત દેશવિરતિધર જઘન્ય સૌધર્મકામાં, ઉત્કૃષ્ટ આપ્યુલ કલામાં, વિરાધિત દેશવિરતિધર જઘન્ય ભવનવાસી, ઉત્કૃષ્ટ જ્યોતિકમાં જાય. સંજ્ઞીઓ જઘન્ય વ્યંતરોમાં, ઉત્કૃષ્ટ ભવનવાસીમાં, તપસો જઘન્ય ભવનવાસી, ઉત્કૃષ્ટ જ્યોતિકોમાં કાંદર્ષિકો જઘન્ય ભવનવાસીમાં, ઉત્કૃષ્ટ સૌધર્મકલામાં, ચક-પરિવ્રાજકો જઘન્ય ભવનવાસીમાં, ઉત્કૃષ્ટ બહાલોકમાં ડિબિષિકો જઘન્ય સૌધર્મકામાં, ઉત્કૃષ્ટ લાંતકમાં, તિચો જઘન્ય ભવનવાસીમાં, ઉત્કૃષ્ટ સહસર કતામાં, જીવકો જઘન્ય ભવનવાસીમાં, ઉત્કૃષ્ટ અમૃતકલામાં, એ પ્રમાણે અભિયોગિકોનો ઉપપાત પણ જાણવો. દનિભષ્ટ સ્વલિંગીઓ જન્મથી ભવનવાસી, ઉત્કૃષ્ટથી ઉપરના વેયકમાં કહ્યા. * વિવેચન-૫૦૭ : ‘નથ’ શબ્દ પ્રશ્ન અર્થમાં છે. અસંયત-ચાસ્ત્રિના પરિણામ સહિત, ભવ્યદેવપણાને યોગ્ય અને એ જ હેતુથી દ્રવ્યદેવો - ચાસ્ટિકના પરિણામ રહિત, મિથ્યાર્દષ્ટિ દેવોમાં ઉત્પન્ન થવાને યોગ્ય તે અસંયત ભવ્ય દ્રવ્યદેવો. તેમાં કેટલાંક આચાર્યો કહે છે - એ અવિરતિ સમ્યગુદષ્ટિ ગ્રહણ કરવા, કેમકે તેઓની દેવોમાં ઉત્પત્તિ થાય છે. એ સંબંધે આગમમાં કહ્યું છે કે - “જે સમ્યગુર્દષ્ટિ જીવ છે તે અણુવ્રત અને મહાવત વડે તથા બાલતપ અને અકામનિર્જસ વડે દેવનું આયુ બાંધે છે.' તે આયુક્ત છે, કેમકે અસંયતભવ્ય દ્રવ્ય દેવોના ઉપપાત ઉત્કૃષ્ટથી ઉપરના રૈવેયકમાં હમણાં કહેશે અને સમ્યગૃષ્ટિ દેશવિરતિ હોય તો પણ તેઓની ત્યાં ઉત્પતિ થતી નથી.