________________ 20/-/5/503 221 રરર પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૨ પરંતુ અહીં તેનો પ્રસંગ નથી, માટે અસંજ્ઞી વડે બાંધેલ આયુ તે અસંજ્ઞી આયુ એવા સંબંધ વિશેષને જણાવવા કહે છે. અસંજ્ઞી આયુ બાંધતો રત્નપ્રભાના પહેલાં પ્રતટને આશ્રીને દશ હજાર વર્ષનું આયુ બાંધે છે. ઉત્કૃષ્ટ આયુ પલ્યોપમનો અસંખ્યાત ભાગ બાંધે છે. આ રાપભાના ચોથા પ્રતરમાં મધ્યમ સ્થિતિક નાકને આશ્રીને જાણવું. પ્રથમ પ્રસ્તટે જઘન્ય સ્થિતિ દશ હજાર વર્ષ, ઉત્કૃષ્ટ નેવું હજાર. બીજા પ્રતટે જઘન્ય સ્થિતિ દશ લાખ, ઉત્કૃષ્ટ તેવું લાખ, બીજા પ્રતટે જઘન્ય અને ઉત્કૃષ્ટ સ્થિતિ પૂર્વકોટી વર્ષ, એમ ચોથા પ્રતટમાં જઘન્ય અને ઉત્કૃષ્ટ સ્થિતિ સાગરોપમનો દશમો ભાગ, તેથી અહીં પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ મધ્યમ સ્થિતિ સમજવી. તિચિ સૂત્રમાં પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ યુગલિક તિર્યંચોને આશ્રીને જાણવો. એમ મનુષ્યાય પણ જઘન્ય અંતર્મુહર્ત અને ઉત્કૃષ્ટ પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ જાણવો અહીં પણ પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ યુગલિક મનુષ્યને આશ્રીને જાણવો. દેવાયુ નૈરયિકાયુની માફક જાણવું. જેમ નૈરયિક અસંજ્ઞી આયુ જઘન્યથી દશ હજાર વર્ષ, ઉત્કૃષ્ટથી પલ્યોપમનો અસંખ્યાત ભાગ પ્રમાણ કહ્યું છે, તેમ દેવ સંજ્ઞી આયુ કહેવું. અહીં અસંજ્ઞી આયુનું અલાબદુત્વ કહ્યું છે, તે આયુના લઘુપણા અને દીર્ધપણાંને આશ્રીને સમજવું. થાય છે. જેણે સંયમની વિરાધના કરી છે, એઓની જઘન્ય ભવનવાસીમાં, ઉત્કૃષ્ટ સૌધર્મ કલ્પે ઉત્પત્તિ થાય છે. (પ્રશ્ન) વિરાધિત સંયમવાળાની સૌધર્મ કપમાં ઉત્પત્તિ થાય એમ જે કહ્યું તે કેમ માનવું ? કેમકે સુકુમાલિકાના ભવમાં વિરાધિત સંયમવાળી દ્રૌપદી પણ ઈશાન કો ઉત્પન્ન થયાનું સંભળાય છે. (ઉત્તર) એમાં કંઈ દોષ નથી. કેમકે તેની સંયમવિરાધના ઉત્તરગુણ વિષયક માત્ર બકુશપણાને કરનારી છે, પણ મૂલગુણ વિરાધના નથી. સંયમની ઘણી વિરાધના હોય તો સૌધર્મક૨ સુધી ઉત્પત્તિ કહી. જો સંયમવિરાધના માત્ર પણ સૌધર્મ કલો ઉત્પત્તિનું કારણ થાય તો ઉત્તરગુણાદિમાં વિરાધના કરનારા બકુશાદિની અટ્યુતાદિ કલો ઉત્પત્તિ કેમ ઘટે ? કેમકે તેઓ પણ કથંચિત્ ઉત્તરગુણ વિરાધક છે. અસંજ્ઞી દેવોમાં ઉત્પન્ન થાય તેમ કહ્યું અને તે દેવોમાં આયુષ વડે ઉપજે છે, માટે અસંજ્ઞી આયુ નિરૂપણ હવે કરે છે * સૂત્ર-૫૦૮ : ભગવન / સંજ્ઞીનું આણુ કેટલા પ્રકારનું કહ્યું છે ? ગૌતમાં ચાર પ્રકારે અસંtીનું આણુ કહ્યું છે. તે આ પ્રમાણે - નૈરયિક અસંજ્ઞી આયુ યાવત્ દેવ અસંજ્ઞી આયુ. ભગવાન ! આસંજ્ઞી જીવ શું નૈરયિકાયુ બાંધે યાવત્ દેવાયુ બાંધે ? ગૌતમ / નૈરયિકનું પણ આયુ બાંધે યાવત્ દેવનું આયુ પણ બાંધે. નૈરયિકનું આયુ બાંધતો જઘન્યથી દશ હજાર વર્ષ અને ઉત્કૃષ્ટથી પલ્યોપમનો અસંખ્યાત ભાગ આયુ બાંધે. તિરાનું આયુ બાંધે તો જઘન્ય અંતમુહુર્ત ઉત્કૃષ્ટ પલ્યોપમના અસંખ્યાતા ભાગનું આયુ બાંધે, એ પ્રમાણે મનુષ્ય આયુ પણ જાણવું, દેવાસુ, નૈરયિકાયુ માફક જણવું. ભગવાન ! એ નૈરયિક અસંજ્ઞી આયુ યાવત્ દેવ સંજ્ઞી આયુમાં કોણ કોનાથી આ૫, બહુ, તુલ્ય કે વિશેષ અધિક છે ? ગૌતમ ! સૌથી થોડું દેવ અસંજ્ઞી આવ્યું છે, તેનાથી મનુષ્ય અસંજ્ઞી આયુ અસંખ્યાતગણું છે, તેનાથી વિચ સંજ્ઞી આયુ અસંખ્યાતગણું છે, તેનાથી નૈરયિક સંજ્ઞી આયુ અસંખ્યાતગણું છે. * વિવેચન-૫૦૮ : અસંજ્ઞી છતાં પભવને યોગ્ય આયુ બાંધે તે અસંજ્ઞી આયુ કહેવાય. નૈરયિકને યોગ્ય અiીએ બાંધેલું આયુ તે નૈરયિક સંજ્ઞી આયુ કહેવાય છે, એમ બીજા આયુ પણ જાણવા. અહીં અસંજ્ઞી આયુ, અસંજ્ઞી અવસ્થામાં અનુભવાતુ આયુ પણ કહેવાય છે, | મુનિ દીપરત્નસાગરે કરેલ પદ-૨૦નો ટીકા સહિતનો અનુવાદ પૂર્ણ - X - X - X - X -x - 5 ભાગ-૨૧-મો પૂરો થયો