________________
૨/-/૬૮
એકેન્દ્રિય તિર્યંચ નપુંસકો વિશેષાધિક છે. કેમકે અનંત લોકાકાશ પ્રદેશરાશિ પ્રમાણ છે. હવે મનુષ્ય નપુંસકનું અલ્પબહુત્વ-સૌથી થોડાં અંતર્ દ્વીપજ મનુષ્ય નપુંસકો છે, તે સંમૂઈજનજ જાણવા. ગર્ભજ નપુંસકો અસંભવ છે. તેથી દેવકુટુ-ઉત્તરકુર નપુંસક સંખ્યાતગણા છે. - x - સ્વસ્થાને આ બંને તુલ્ય છે. તેનાથી હવિર્ષ-રમ્યક્ વર્ષ નપુંસકો સંખ્યાતગુણા, સ્વસ્થાને તુલ્ય. તેથી હૈમવત-હૈરણ્યવતના નપુંસકો સંખ્યાતગણા, સ્વસ્થાને બંને તુલ્ય છે. તેથી ભરત-ઐવત નપુંસકો સંખ્યાતગણા. તેથી પૂર્વ-પશ્ચિમ વિદેહ નપુંસકો સંખ્યાતગણા છે.
હવે નૈરયિક-તિર્યંચ-મનુષ્યોનું અાબહુત્વ-સૌથી થોડા સાતમી નકના નપુંસકો છે. તેનાથી છટ્ઠી-પાંચમી-ચોથી-ત્રીજી-બીજી પૃથ્વીના નૈરયિક નપુંસક અનુક્રમે અસંખ્યાતગણા છે. બીજી પૃથ્વી નપુંસકોથી અંતર્હિપજ મનુષ્ય નપુંસક અસંખ્યાતગણાં છે. આ અસંખ્યેય ગુણત્વ સંમૂર્છનજ મનુષ્ય અપેક્ષાઓ છે. તેનાથી દેવકુટુ-ઉત્તરકુરુ॰ મનુષ્ય નપુંસકો, હરિવર્ષ-રમ્યવર્ષ, નપુંસકો, હૈમવત-હૈરણ્યવતનપુંસકો, ભરતઔરવત નપુંસકો, પૂર્વ-પશ્ચિમ વિદેહ નપુંસકો અનુક્રમે સંખ્યાતગણાં છે. સ્વસ્થાનમાં બંને તુલ્ય છે.
પૂર્વ-પશ્ચિમ વિદેહ નપુંસકોથી આ પ્રત્યક્ષ ઉપલભ્યમાન રત્નપ્રભા પૃથ્વીના વૈરયિક નપુંસકો અસંખ્યાતગણા છે. તેનાથી ખેચર પંચેન્દ્રિય તિર્યંચ નપુંસકો અસંખ્યાતગણા છે, તેનાથી સ્થલચર, જલચર નપુંસકો અનુક્રમે સંખ્યાતગણાં છે. જલચર નપુંસકથી ચાર-ત્રણ-બેઈન્દ્રિય તિર્યંચ નપુંસક વિશેષાધિક છે. બેઈન્દ્રિય નપુંસકથી તેઉકાયિક નપુંસકો અસંખ્યાતગણાં છે, તેનાથી પૃથ્વી-અપ્ વાયુ તિર્યંચ નપુંસકો અનુક્રમે વિશેષાધિક છે. વાયુ નપુંસકથી વનસ્પતિ નપુંસક અનંતગણા છે. યુક્તિ પૂર્વવત્. - હવે નપુંસક બંધસ્થિતિ –
૪૫
• સૂત્ર-૬૯ -
ભગવન્ ! નપુંસકવેદ કર્મની કેટલા કાળની બંધસ્થિતિ છે ? ગૌતમ ! જઘન્યથી બે સપ્તમાંશ સાગરોપમમાં પલ્યોપમનો અસંખ્યાતભાગ ન્યૂન. ઉત્કૃષ્ટ વીશ સાગરોપમ કોડાકોડી. ૨૦૦૦ વર્ષ અબાધાકાળ. આ અબાધાકાળહીન કમસ્થિતિ તે કનિષેક છે. ભગવન્ ! નપુંસક વેદ કેવા પ્રકારે છે ? ગૌતમ ! મહાનગરના દાહ સમાન કહ્યો છે.
• વિવેચન-૬૯ :
નપુંસકવેદ કર્મની, ઈત્યાદિ પૂર્વવત્. વિશેષ આ - મહા નગર દાહ સમાન, સર્વ અવસ્થા - સર્વપ્રકારે કામ દાહ સમાન છે.
હવે અલ્પબહુત્વ આઠ પ્રકારે કહે છે – તે નીચે મુજબ.
• સૂત્ર-૭૦ -
ભગવન્ ! આ સ્ત્રી, પુરુષ, નપુંસકમાં કોણ કોનાથી અલ્પ, બહુ, તુલ્ય કે વિશેષાધિક છે ? ગૌતમ ! સૌથી ઓછા પુરુષો છે, તેનાથી સ્ત્રીઓ સંખ્યાતગણી
૪૬
જીવાભિગમઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૨
છે, તેનાથી નપુંસકો અનંતગણા છે.
ભગવન્ ! આ તિર્યંચોના સ્ત્રી-પુરુષ-નપુંસકોમાં કોણ કોનાથી અલ્પ આદિ છે ? ગૌતમ ! સૌથી ઓછા તિય પુરુષો છે, તિર્યંચ સ્ત્રીઓ અસંખ્યાતગણી, તેથી અનંતગણા તિર્યંચ નપુંસકો છે.
ભગવન્ ! આ મનુષ્યોના સ્ત્રી-પુરુષ-નપુંસકોમાં કોણ કોનાથી અલ્પ આદિ છે ? ગૌતમ ! મનુષ્ય પુરુષો સૌથી થોડાં છે, તેનાથી મનુષ્ય સ્ત્રીઓ સંખ્યાતગણી છે, તેનાથી મનુષ્ય નપુંસકો અસંખ્યાતગણાં છે.
ભગવન્ ! આ દેવોના સ્ત્રી-પુરુષ, નૈરયિક નપુંસકોમાં કોણ કોનાથી અલ્પ આદિ છે ? ગૌતમ ! સૌથી ઓછા નૈરયિક નપુંસકો છે, દેવ પુરુષો તેનાથી અસંખ્યાતગણા, દેવીઓ તેનાથી સંખ્યાતગણી છે.
ભગવન્ ! આ તિર્યંચોની સ્ત્રી-પુરુષ-નપુંસકો, મનુષ્યોના સ્ત્રી-પુરુષનપુંસકો, દેવસ્ત્રી-પુરુષ, નૈરયિકનપુંસકોમાં કોણ કોનાથી અલ્પ આદિ છે ? ગૌતમ! સૌથી ઓછા મનુષ્યપુરુષો, મનુષ્યસ્ત્રી સંખ્યાતગણી, મનુષ્યનપુંસકો અસંખ્યાતગણા, નૈરયિક નપુંસકો અસંખ્યાતગણા, તિચિ પુરુષો અસંખ્યાતગણા,
તિર્યંચ સ્ત્રી સંખ્યાતગણી, દેવો અસંખ્યાતગણા, દેવીઓ સંખ્યાતગણી, તિયનપુંસકો અનંતગણા છે.
ભગવન્ ! આ તિર્યંચ સ્ત્રીઓમાં જલારી, સ્થલારી, ખેચરી, તિપુિરુષોમાં જલચર, સ્થલચર, ખેચર, તિર્યંચ નપુંસકોમાં - એકેન્દ્રિય તિર્યંચ નપુંસકોમાં - પૃથ્વીકાયિક યાવત્ વનસ્પતિકાયિક નપુંસકો, બે-ત્રણ-ચાર ઈન્દ્રિય નપુંસકો, પંચેન્દ્રિય તિર્યંચ નપુંસકોમાં-જલચર, સ્થલચર, ખેારોમાં કોણ કોનાથી યાવત્ વિશેષાધિક છે ? ગૌતમ! સૌથી થોડાં ખેચર તિર્યંચ પુરુષો, ખેચર તિર્યંચ સ્ત્રી સંખ્યાતગણી, સ્થલચર પંચેન્દ્રિય તિર્યંચ પુરુષો સંખ્યાતગણા, સ્થલચર પંચેન્દ્રિય તિય સ્ત્રી સંખ્યાતગણી, જલચર તિર્યંચ પુરુષો સંખ્યાતગણા, જલચર તિર્યંચ સ્ત્રીઓ સંખ્યાતગણી, ખેચર પંચેન્દ્રિય તિર્યંચ નપુંસકો અસંખ્યાતગણા, સ્થલચર પંચેન્દ્રિયતિર્યંચ નપુંસકો સંખ્યાતગણા, જલચર પંચેન્દ્રિય તિર્યંચ નપુંસકો સંખ્યાતગણા, ચઉરિન્દ્રિયો વિશેષાધિક, તેઈન્દ્રિયો વિશેષાધિક, બેઈન્દ્રિયો વિશેષાધિક, તેઉકાયિક અસંખ્યાતા, પૃથ્વીકાયિક વિશેષાધિક, અાયિક વિશેષાધિક, વાયુકાયિક વિશેષાધિક, વનસ્પતિકાયિક એકેન્દ્રિયતિર્યંચ યોનિક નપુંસકો અનંતગણા છે.
ભગવન્ ! આ મનુષ્ય સ્ત્રીઓમાં કર્મભૂમિકા-કર્મભૂમિકા-અંતર્દીપિકા, મનુષ્યપુરુષોમાં કર્મભૂમક-અકર્મભૂમક-અંતર્દીપક, મનુષ્ય નપુંસકોમાં કર્મભૂમકઅકમભૂિમક-અંતર્દીપકોમાં કોણ કોનાથી અલ્પ આદિ છે ? ગૌતમ ! આંતર્દીપક મનુષ્ય સ્ત્રી અને પુરુષો બંને તુલ્ય અને સૌથી થોડાં છે, દેવ-ઉત્તકુ કર્મભૂમક મનુષ્ય સ્ત્રી-પુરુષો બંને તુલ્ય અને સંખ્યાતગણા, હરિવર્ષ-મ્યવર્ષ