________________
૧/૪/૧૮
વેદરૂપ મોહનીયના ઉદયથી સંપાધત્વથી અથવા જ્ઞાનરૂપત્વથી મોહ કહેવાય છે. કહ્યું છે – જગમાં અંધ લોકો દેખાતી વસ્તુને જોતા નથી, તેમ રાગાંધ, જે નથી તે પણ જુએ છે. - ૪ - ૪ - મનઃસંક્ષોભ-ચિતનું ચલિતપણું, તેના વિના આ ન થાય. અથવા માનસિક ક્ષોભથી ઉત્પન્ન થનાર. - x + X -
૧૭૭
અનિગ્રહ-વિષયોમાં પ્રવૃત્ત થતાં મનનો નિગ્રહ ન કરવો અથવા મનોનિગ્રહ ન કરવાથી ઉત્પન્ન. વિગ્રહ-કલહનો હેતુ. રામ અને રાવણના યુદ્ધમાં માનવો ગ્રસ્ત થયા, તે સંગ્રામ સ્ત્રી નિમિતે થયો. તેમાં ‘કામ' મુખ્ય હતો. અથવા વ્યુગ્રહ-વિપરીત આગ્રહથી ઉત્પન્ન થનાર. કામીનું આ સ્વરૂપ છે - દુઃખરૂપ વિષયોમાં સુખાભિમાન અને સૌખ્ય રૂપમાં નિયમથી દુઃખ બુદ્ધિ - X - × - x - વિઘાત-ગુણોનો નાશ. જો સ્થાની, મૌની, મુંડી, વલ્કલી કે તપસ્વી અબ્રહ્મને પ્રાર્થે. તે બ્રહ્મ પણ મને રુચતું નથી.
- X
- ૪ - તેથી જ ચેતેલો આત્મા આપત્તિથી પ્રેરિત થઈ અકાર્ય કરતો નથી.
વિભંગ-ગુણોની વિરાધના. વિભ્રમ-અનુપાદેય વિષયોમાં પરમાર્થ બુદ્ધિથી પ્રવર્તવાથી ભ્રાંતિપણું અથવા કામવિકારના આશ્રયથી વિભ્રમ. અધર્મ-અચાસ્ત્રિરૂપ. અશીલતા-ચાસ્ત્રિવર્જિતપણું. ગ્રામધર્મશબ્દાદિ કામગુણ, તેમાં તપ્તિ - ગવેષણા કે પાલન, અબ્રહ્મ પરાયણ, રતિ-મૈથુનમાં ત. રાગ-રાગાનુભૂતિ રૂપત્વથી, રાગચિંતા પાઠ પણ છે. કામભોગમા-કામભોગથી મૃત્યુ. વૈર-વેરના હેતુપણાથી. રહસ્ય-એકાંતમાં કરાતુ કૃત્ય ગુહ્ય-ગોપનીયપણાથી. બહુમાન-ઘણાંને માન્ય. બ્રહ્મચવિઘ્ન-મૈથુન વિરમાણમાં વ્યાઘાત. વ્યાપત્તિ. કામગુણ-કામ વાસનાનું કાર્ય. - ૪ - ૪ - આ રીતે ૩૦-નામો થાય છે. પ્રકારાંતથી આવા બીજા પણ નામો છે. નામ દ્વાર કહ્યું, હવે તે
જે કરે છે તે કહે છે -
• સૂત્ર-૧૯ (અધુરુ) --
આ અહાને અપ્સરા સાથે દેવગણ પણ સેવે છે. [કયા દેવો ?] મોહ મોહિત મતિ, અસુર-ભુજગ-ગરુડ-વિદ્યુત-અગ્નિ-દ્વીપ-ઉદધિ-દિશિ-વાયુસ્તનિતકુમાર દેવો. અણપક્ષી, પણપછી, ઋષિવાદિક, ભૂતવાદિક, દિત, મહાકદિત, કૂષ્માંડ, પતંગદેવો. પિશાચ, ભૂત, યજ્ઞ, રાક્ષસ, કિનર, પુરુષ, મહોરા, ગંધર્વ. તિલિોકમાં જ્યોતિષ્ક વિમાનવાસી તદુપરાંત મનુષ્યગણ, જલચર-સ્થલચર-એચર તથા મોહતિબદ્ધ ચિત્તવાળા, અતૃપ્ત કામભોગતૃષ્ણાવાળા, બલવતી-મહતી-સમભિભૂતçણાવાળા, [વિષયમાં ગૃદ્ધ, અતિમૂર્છિત, અબ્રહારૂપ કીચડમાં ફસયેલ, તામસભાવથી અમુક્ત, એવા અન્યોન્યને સેવતા, પોતાના આત્માને દર્શન-યાશ્ત્રિમોહના પિંજરામાં નાંખે છે.
વળી અસુર, સુર, લિચિ, મનુષ્ય સંબંધી ભોગોમાં રતિપૂર્વક વિહારમાં પ્રવૃત્ત, ચક્રવર્તી-સુરેન્દ્ર-નરેન્દ્ર દ્વારા સત્કૃત, દેવલોકમાં દેવેન્દ્ર સશ, ભરતક્ષેત્રમાં હજારો પર્વત, નગર, નિગમ, જનપદ, પુરવર, દ્રોણમુખ, ખેડ, કટ, મડંલ, સંબાધ, પટ્ટણથી મંડિત, સ્થિર લોકોના નિવારવાળી, એક છત્ર, સમુદ્ર પર્યન્ત પૃથ્વીનો ઉપભોગ કરનારા નરસીહ-નરપતી-નરેન્દ્ર, નરવૃષભ, મભૂમિના વૃષભ 15/12
પ્રશ્નવ્યાકરણાંગસૂત્ર-સટીક અનુવાદ
સમાન, અત્યધિક રાતેજ લક્ષ્મીથી દૈદીપ્યમાન છે. જે સૌમ્ય અને નિરોગ છે, રાજવંશમાં તિલક સમાન છે. જે સૂર્ય, ચંદ્ર, શંખ, ચક્ર, સ્વસ્તિક, કા, જવ, મત્સ્ય, કાચબો, ઉત્તમ રથ, ભગ, ભવન, વિમાન, અશ્વ, તોરણ, નગરદ્વાર, મણિ, રત્ન, નંધાવર્ત્ત, મૂસલ, હળ, સુંદર કલ્પવૃક્ષ, સિંહ, ભદ્રાસન, સુરુચિ, સ્તૂપ, સુંદરમુગટ, મુકતાવલી હાર, કુંડલ, હાથી, ઉત્તમ બળદ, દ્વીપ, મેરુ પર્વત, ગરુડ, ધ્વજા, ઈન્દ્રકેતુ, દર્પણ, અષ્ટાપદ, ધનુ, બાણ, નક્ષત્ર, મેઘ, મેખલા, વીણા, ગાડીનું ગ્રૂપ, છત્ર, માળા, દામિની, કમંડલ, કમલ, ઘંટા, ઉત્તમ જહાજ, સોય, સાગર, કુમુદવન, મગર, હાર, ગાગર, નૂપુર, પર્વત, નગર, વજ્ર, કનર, મસૂર, ઉત્તમ રાજહંસ, સારસ, ચકોર, ચક્રવાક-યુગલ, ચામર, ઢાલ, પષક ઉત્તમ પંખો, લક્ષ્મીનો અભિષેક, પૃથ્વી, તલવાર, અંકુશ, નિર્મળ કળશ, શૃંગાર અને વર્ધમાનક આ બધાં શ્રેષ્ઠ પુરુષોના ઉત્તમ અને પ્રશસ્ત લક્ષણને ચક્રવર્તી ધારણ કરે છે. ૩૨,૦૦૦ શ્રેષ્ઠ રાજા તેમને અનુસરે છે, ૬૪,૦૦૦ શ્રેષ્ઠ યુવતીના નયનને પ્રિય, ક્ત આભાયુક્ત, પદ્મપદ્મ-કોરંટક માળા-ચંપક-સુવર્ણની કસોટી ઉપર ખેરચેલી રેખા સમાન ગૌરવર્ણી, સુજાત સર્વાંગ સુંદરંગવાળા, મહાઈ-ઉત્તમ-પટ્ટણમાં બનેલ, વિવિધ રંગોની હરણી તથા ખાસ જાતિની હરણીના ચર્મ સમાન કોમળ વલ્કલ તથા ચીની અને રેશમી વસ્ત્રો તથા કટિબદ્ધથી તેમનું શરીર શોભે છે. તેમના મસ્તક ઉત્તમ સુગંધ, સુંદર ચૂર્ણની ગંધ, ઉત્તમ પુષ્પોથી યુક્ત હોય છે. કુશલ કલાચાર્ય દ્વારા નિપુણતાથી બનાવેલ સુખકર માળા, કડા, અંગદ, તુટિક, ઉત્તમ આભુષણોને શરીરે ધારણ કરે છે. એકાવલિ હારથી શોભિત કંઠ, લાંબી-લટકતી ધોતી અને ઉત્તરીય વસ્ત્ર, વીંટી વડે પીળી દેખાતી આંગળી, ઉજ્જવળ અને સુખપ્રદ વેશથી અતિ શોભતા, તેજસ્વીતાથી સૂર્ય સમાન દિપ્ત હતા. તેમનો અવાજ શરદઋતુના નવા મેઘના ધ્વનિ જેવો ગંભીર અને સ્નિગ્ધ હોય છે.
૧૩૮
તેમને ત્યાં પ્રધાન ચક્રરત્નથી યુક્ત ૧૪-રત્નો ઉત્પન્ન થાય છે. નવનિધિપતિ, સમૃદ્ધ કોશ યુક્ત, ચાતુરંત ચતુરંગ સેના, તેમના માર્ગનું અનુસરણ કરે છે, તે અશ્વ-હાથી-થ-મનુષ્યોના અધિપતિ હોય છે, ઉંચા કુળવાળા, વિદ્યુત યશવાળા, શરદઋતુના ચંદ્ર સમાન મુખવાળા, શૂરવીર, ત્રણે લોકમાં ફેલાયેલ પ્રભાવવાળા, લ સબ્દા, સંપૂર્ણ ભરતક્ષેત્રના અધિપતિ, નરેન્દ્ર છે. પર્વત-વન
કાનન સહિત ઉત્તરમાં હિમવંત વર્ષધર પર્વત અને બાકી ત્રણ દિશાઓમાં સાગર
પર્યન્ત, ભરતક્ષેત્રને ભોગવતા, જિતશત્રુ, પવરરાજસીંહ, પૂર્વકૃત્ તા પ્રભાવવાળા, નિર્વિષ્ટ સંચિત સુખવાળા, અનેક રાત વર્ષની આયુવાળા, જનપદ પ્રધાન ભાર્યા સાથે વિલાસ કરતા અતુલ્ય શબ્દ-સ્પર્શ-રસ-ગંધ-રૂપને અનુભવતા હોય છે, તો પણ તે કામભોગોથી તૃપ્ત રહીને મરણને પામે છે.
• વિવેચન-૧૯ (અધુરું)
અબ્રહ્મને સુરગણ-વૈમાનિક દેવસમૂહ સેવે છે. સાપ્સરસ-દેવીઓ સહિત અર્થાત્