________________
૧/૩/૧૬
અસમર્થ ક્લાન-ગ્લાન, કાશમાના - રોગ વિશેષથી ખાંસતા, વ્યાધિત-કુષ્ઠાદિ રોગવાળા. આમેન-અપક્વરસ વડે અભિભૂત, ગાત્ર-અંગો, પ્રરૂઢ-વૃદ્ધિને પામેલા. કેશ-વાળ, મથુ-દાઢી મૂછ, રોમ-બાકીના વાળ. - -
- - છગમુત્ત - મળમૂત્ર. મુત્તત્તિ-નિમગ્ન, ડૂબેલા. અકામક-મરણમાં ઇછારહિત. ખાડામાં છૂઢ-ફેંકેલા. - X + X - વૃકાદિ વડે વિહંગ-વિભાગ અર્થાત્ ટુકડા કરાયેલા. કિમિણા-કૃમિવાળા. અનિષ્ટ વચન વડે શાપ્યમાન - આક્રોસ કરાતા. - ૪ - અર્થાત્ “સારું થયું, તે મરી ગયો'' એમ કહે. તેથી સંતોષ પામતા લોકો વડે હણાતા લજ્જાને પામે છે. આવા લજ્જાવાળા તે જ થાય છે કે બીજા પણ થાય ? સ્વજનો પણ લાંબા કાળ સુધી લજ્જિત રહે છે. મર્યા પછી પણ પરલોક-બીજો જન્મ પામીને નિરભિરામ નરકમાં જાય છે. તે નરક કેવી હોય છે ?
૧૭૧
અંગારા જેવી, પ્રદીપ્ત, તેના સદંશ, તથા અતિ શીતવેદના, અસાતા કર્મ વડે ઉદીતિ, સતત-અવિચ્છિન્ન સેંકડો દુઃખો, તેના વડે સમભિભૂત - ઉપદ્રવયુક્ત. ત્યાંથી નીકળીને તિર્યંચયોનિમાં જાય છે. ત્યાં પણ નરક જેવી વેદના પામે છે. આ અનંતર કહેલા અદત્ત ગ્રહણ કરનારા અનંતકાળે જો ક્યારેક મનુષ્યપણાને પામે - x - ત્યારે મનુષ્યમાં અનાર્ય - શક, યવન, બર્બરાદિપણું પામે છે. નીચકુળમાં ઉત્પન્ન થાય છે. કોઈ આર્યજન-મગધ આદિમાં ઉત્પન્ન થાય છે. તેઓ લોકબાહ્ય - લોકો વડે બહિષ્કૃત્ હોય છે. અર્થાત્ તિર્યંચ જેવા રહે છે.
તે કઈ રીતે ? અકુશલ-તત્વમાં અનિપુણ, નરકાદિ પરિવૃત્ત, મનુજત્વ પામે ત્યારે તેમાં નિબંધંતિ-એકઠા કરે છે. (શું?) નરકમાં ભવપ્રપંચકરણ - જન્મોની પ્રચુરતાથી, નસ્કગતિ પ્રાયોગ્ય પાપકર્મની પ્રવૃત્તિવાળા થાય છે. ફરી પણ આવૃત્તિથી સંસાર-ભવ, જેનું મૂળ છે તેવા દુઃખો પામે છે. અર્થાત્ તેવા કર્મોને બાંધે છે - x - તે મનુષ્યો વર્તમાનમાં કેવા થાય છે ? તે કહે છે ઃ- ધર્મશ્રુતિ વિવર્જિન - ધર્મશાસ્ત્રથી રહિત. અનાર્ય - આર્યથી જુદા, ક્રૂર-જીવોપઘાતના ઉપદેશકપણાથી ક્ષુદ્ર, મિથ્યાત્વ પ્રધાન-વિપરિત તત્વોપદેશક, શ્રુતિ-સિદ્ધાંત, તેમાં પ્રપન્ન-સ્વીકાર કરેલા થાય છે, એકાંત દંડચિ - સર્વથા હિંસાની શ્રદ્ધાવાળા. આઠ કર્મ રૂપ તંતુ વડે આત્માને વેષ્ટિત કરે છે. આવા - ૪ - ૪ - ચાર ગતિરૂપ બાહ્ય પરિધિવાળા સંસાર સાગરમાં વસે છે.
કેવા સંસારમાં? જન્મ, જરા, મરણ જ કારણ-સાધન જેના છે તે તથા તે ગંભીર દુઃખથી પ્રભુભિત - સંચલિત પ્રચુર જળ જેનું છે તેવા. સંયોગવિયોગ રૂપ વીયિ-તરંગોવાળા. ચિંતપ્રસંગ-ચિંતાનું સાતત્ય એ તેનો પ્રસાર છે. વધ-હણવું તે, બંધ-સંયમન એ તેના મહાત્, વિસ્તીર્ણ કલ્લોલો છે. કરુણવિલાપ અને લોભ જ તેનો કલકલ કરતો ધ્વનિ છે. અપમાન-અપૂજનરૂપી ફીણ છે. તીવ્ર હિંસા-નિંદા, પુલંપુલ-પ્રભુત જે રોગ વેદના, બીજા ભવનો સંપર્ક, નિષ્ઠુર વચનોથી નિર્ભર્ત્યના આદિ - x - કઠિન-કર્કશ, દુર્ભેદ જ્ઞાનાવરણાદિ કર્મો રૂપી પત્થરથી ઉઠેલ તરંગની જેમ ચંચળ છે. નિત્ય મૃત્યુભય તેનું તોયપૃષ્ઠ-પાણીનો ઉપતિન ભાગ છે. - ૪ - કષાય જ પાતાળ-પાતાળ કળશ છે. લાખો ભવો એ તેનો જળસંચય છે. અહીં પૂર્વે જન્મ આદિ
પ્રશ્નવ્યાકરણાંગસૂત્ર-સટીક અનુવાદ
જન્ય દુઃખને પાણી કહ્યું અહીં જનનાદિ સ્વભાવથી જળવિશેષની સમુદાયતા કહી, તે પુનરુક્તિ ન સમજવી. - તથા -
અનંત-અક્ષય, ઉદ્વેજનક-ઉદ્વેગકર, અનર્વાક્ષ-વિસ્તીર્ણ સ્વરૂપ, અપરિમિત - અપરિમાણ જે મહેચ્છા - મોટી અભિલાષા, અવિરત લોકોની અવિશુદ્ધ મતિ, તે રૂપ વાયુવેગથી ઉત્પન્ન થનારી. આશા-પ્રાપ્ત અર્થની સંભાવના, પિપાસા-પ્રાપ્તાર્થની આકાંક્ષા, તે રૂપ પાતાળ કળશો અથવા સમુદ્ર જળનું તળ, તેનાથી જે કામરતિશબ્દાદિમાં અભિરુચિ, રાગદ્વેષ રૂપ ઘણાં સંકલ્પો. તે રૂપ જે વિપુલ ઉદરકરજ, તેનાથી થતો અંધકાર. - ૪ - મોહરૂપી મહા આવર્ત, તેમાં ભોગ-કામ રૂપી ભ્રમર મંડલ વડે સંચતો વ્યાકુળ થાય છે. -
- ઉદ્વલંત-ઉછળતા, પ્રચુર ગર્ભવાસ - મધ્ય ભાગનો વિસ્તાર તેમાં ઉછળતા અને પડતા જે પ્રાણી, પ્રકર્ષથી જતાં જે વ્યસની પ્રાણી, પ્રબાધિત - પીડિત વ્યસની પ્રાણીનો પ્રલાપ, તે રુપ ચંડ પવનથી ટકરાતી લહેરોથી વ્યાકુળ, તરંગોથી ફૂટતા અને ચંચળ કલ્લોલથી વ્યાપ્ત જળ જેમાં છે. - X - X - પ્રમાદ - મધ આદિ જેવા ઘણાં રાંડ-રૌદ્ર, દુષ્ટ-ક્ષુદ્ર, શ્વાપદ-વ્યાઘ્રાદિ, તેના વડે અભિભૂત, સમુદ્ર પક્ષે મત્સ્યાદિ અને સંસારપક્ષે પુરુષાદિની વિવિધ ચેષ્ટા વડે, અથવા તેના સમૂહ વડે જે ઘો-રૌદ્ર, વિધ્વંસ-વિનાશ લક્ષણ, અનર્થ-અપાયની બહુલતાયુક્ત તે મત્સ્યોની જેમ, તે અજ્ઞાની ભ્રમણ કરે છે.
૧૭૨
અનુપશાંત ઈન્દ્રિયો જેની છે, તેવા પ્રાણી, તે રૂપ જે મહા મગર, તેનું જે વતિ-શીઘ્ર ચસ્તિ-ચેષ્ટા, તેના વડે ઘણો જ ક્ષોભિત થતો તથા એકાંત શોકાદિકૃત્ તે નિત્ય સંતાપયુક્ત છે, ચંચળ છે. તે અત્રાણ-અશરણ પૂર્વકૃત્ કર્મસંચયી પ્રાણી, જે ઉદીર્ણ વર્ણ-પાપ, તેના જે વેધમાન સેંકડો દુઃખો રૂપ વિપાક તે જ ભમતો જળસમૂહ છે.
ઋદ્ધિ-રસ-સાતા રૂપ જે ગૌરવ-અશુભ અધ્યવસાય, તે જ અપહાર-જલચર વિશેષ વડે ગૃહીત જે કર્મબદ્ધ પ્રાણિ વિચિત્ર ચેષ્ટામાં પ્રસક્ત થઈ, ખેંચાઈને નરકતલપાતાળ તલ સન્મુખ પહોંચે છે. સન્ન-ભિન્ન, વિષણ-શોકવાળા, વિષાદ-દૈન્ય, શોકદૈન્યતાની પ્રકર્ષઅવસ્થા, મિથ્યાત્વ-વિપર્યાસ આ બધાં રૂપ પર્વત, તેનાથી વ્યાપ્ત છે. અનાદિ સંતાન કર્મબંધન તથા તેના કલેશ-રાગાદિ, તે લક્ષણ રૂપ કાદવ, તેનાથી આ સંસાર પાર કરવો ઘણો મુશ્કેલ છે. દેવાદિ ગતિમાં જે ગમન, તે કુટિલ પરિવર્તના રૂપ વિસ્તીર્ણ વેળા - જલવૃદ્ધિલક્ષણ છે. હિંસા-જૂઠ આદિ આરંભ-પ્રવૃત્તિ, તેનું કરણકરાવણ અનુમોદન, તે આઠ પ્રકારના અનિષ્ટ જે કર્મોનો સંચય, તે રૂપ ગુરુભાર છે, તેનાથી આક્રાંત, તે જ દુર્ગ-વ્યસનો રૂપ જળપ્રવાહથી ફેંકાયેલા, અતિ ડૂબતા, ઉર્ધ્વઅધો જલગમન કરવાથી દુર્લભ જેનું તલ-પ્રતિષ્ઠાન છે. તેમાં પ્રાણી શારીરિકમાનસિક દુઃખોને આસ્વાદતા સાતા-સુખ અને અસાતા પરિતાપન-દુઃખજનિત ઉપતાપ. એ રૂપ બહાર નીકળવું અને ડૂબવું, તે કરતો. તેમાં સાતા, તે ઉત્પન્નત્વ-બહાર નીકળવું અસાતા તે નિમ્નગ્નત્વ. ચતુરંત-ચાર પ્રકારે, દિશા-ગતિ ભેદથી, મહાન,