________________
૧/૩/૧૬
૧૬૯
૧૦
પ્રશ્નવ્યાકરણાંગસૂત્ર-સટીક અનુવાદ
રાજના કિંકરો લઈ જાય છે. તે કિંકરો કેવા છે ? નિર્દયાદિ ધર્મયુક્ત, વધશાસ્ત્ર પાઠક, વિલઉલીકારક-જોતાં જ ચોતે ઓળખી લે તેવા. લંયાશતગ્રાહકા-સેંકડો વખત લાંચ લેનારા. કૂટ-માનાદિનું અન્યથા કરણ. કપટ-વેષ અને ભાષાનું વિપરીતપણું કરવું, માયા-ઠગવાની બુદ્ધિ, નિકૃતિ-છેતરવાની ક્રિયા. • x • પ્રસિધિ-તેમાં એકાગ્ર યિત પ્રધાનતાથી જે વચન કે પ્રણિધાન, આ બધામાં વિશારદ-પંડિત. * * * * - ૪ -
તે રાજકિંકરો વડે આજ્ઞપ્ત-આદેશ કરાયેલ, જયદંડ-પ્રાણદંડની સજા પામેલ, દુષ્ટના નિગ્રહ વિષયમાં આચરેલ દંડ, રૂઢ દંડ કે જીવદંડ-જીવિત નિગ્રહ લક્ષણ.
ત્વરિત-શીઘ, ઉદ્ઘાટિત-પ્રકાશિત, સામે લાવેલ. શૃંગાટકાદિમાં તેમાં શૃંગાટકસિંઘાટક આકાર ત્રિકોણ સ્થાન, મિક-ત્રણ માગતું મીલન સ્થાન, ચતુક-ચાર માર્ગોનું મીલન સ્થાન, સવ-અનેક માર્ગોનું મીલન સ્થાન, ચતુમુખ-તથાવિધ દેવકુલ આદિ, મહાપથ-રાજમાર્ગ, પંથ-સામાન્ય માર્ગ. ત્યાં કઈ રીતે સામે લાવે છે ?
વેગદંડ આદિ તેમાં પણાલિ-પ્રકૃષ્ટતાલી, શરીર પ્રમાણ લાંબી લાકડી, પણોલિપ્રાજનક દંડ, મુટિલતા-મુક્કા લાત. ઈત્યાદિ વડે જે પ્રહાર, તેના વડે સંભ4આમર્દિત, ભાંગી નાંખવા, શરીને મથી નાંખવું.
અઢાર કર્મકારણ - ચોરીના ૧૮ કારણો. તેમાં ચોરના અને ચોરીના કારણોના આ લક્ષણ છે. ચોરના સાત પ્રકારો – (૧) ચોર-ચોરી કરનાર, (૨) ચૌરાપક-ચોરી કરાવનાર, (3) મંત્રી-ચોરીની સલાહ દેનાર, (૪) ભેદજ્ઞ-ભેદ બતાવનાર, (૫) કાણmયી-ચોરીનો માલ ઓછી કિંમતે ખરીદનારા. (૬) યજ્ઞદ-ચોરને ભોજન દેનાર, (૩) સ્થાનદ-ચોરને સ્થાન દેનાર.
ચોરીના પ્રકારો - (૧) ભવન-ડર નહીં, હું બધું સંભાળી લઈશ, એમ કહી ચોરને પ્રોત્સાહન આપવું (૨) કુશલચોર મળે ત્યારે સુખ-દુ:ખ પૂછવા. (3) તચોને ચોરી માટે હાથ આદિથી સંકેત કરવો. (૪) રાજભાગ-રાજનો કર ન દેવો. (૫) અવલોકન-ચોરી કરતા ચોરને ઉપેક્ષા બુદ્ધિથી જોવો. (૬) અમાર્ગદર્શન-ચોને શોધનારને વિપરીત માર્ગ દેખાડવો. (૩) શય્યા-ચોરને શય્યા દેવી. (૮) પદબંગચોરના પદચિહ ભુંસી દેવા.
(૯) વિશ્રામ-ચોરને સ્વગૃહે છુપાવવા અનુજ્ઞા દેવી. (૧૦) પાદ પતન-પ્રણામાદિ સમાન દેવું. (૧૧) આસન-બેસવા દેવું. (૧૨) ગોપન-ચોરને છુપાવવો, (૧૩) ખંડખાદનચોરને પકવાન્નાદિ ખવડાવવા. (૧૪) મહારાજિ-લોકમાં પ્રસિદ્ધ છે. (૧૫) પધાન્યદકરજનાં પ્રદાન-દુર માર્ગેથી આવેલ ચોરને શ્રમ દૂર કરવા ગરમ પાણી, તેલ આદિ આપવા. (૧૬) પાક આદિ અર્થે અગ્નિ આપવો. (૧૭) પાનાદિ અર્થે શીતળ જળ આપવું. (૧૮) ચોરોએ લાવેલ ચતુષ્પદાદિને બાંધવા માટે દોરડા આદિ આપવા. બધામાં “જ્ઞાનપૂર્વક” શબ્દ જોડવો, કેમકે અજ્ઞાનતાથી થાય તો તે નિરપરાધિપણું છે.
તથા યાતિતાંગોપાંગા-ગોપાંગની કદર્થના. - X - X - તંપિય-તો પણ તે
તૃષા પીડિતને પાણી મળતું નથી. વધ્યપુરુષ-વધ માટે નિયુક્ત કરાયેલ કે વય પુરષો, તેમના વડે ઘામાન-પ્રેરાયેલા. ખરપુરુષ-અત્યંત કર્કશ, પટહ-ડિડિમ, તેના વડે ચાલવા માટે પાછળથી ઘક્રિત-ધકેલતા. •x• x • વધ્ય સંબંધી જે કરકુટીયુગ-વા વિશેષ યુગલ, તે તથા તલિવસિતા-ધારણ કરાવે છે. * * * * * સુરક્ત કણવીરલાલ કણેરના ફૂલ વડે ગ્રથિત-ગુંથેલી, વિમુકુલ-વિકસિત, કંઠ સૂત્ર સર્દેશ. વણદૂતવધ્યચિહ્ન જેવી લાગે છે. • x • મરણના ભયથી ઉત્પન્ન જે પરસેવો તેના વડે-તેની ચીકાશથી ચીકણું, ક્લિન્ન, આર્દરૂપ શરીર થાય છે.
કોલસાના ચૂર્ણ વડે તેનું શરીર લીંપી દેવાય છે. રજસ-હવાથી ઉડેલ રેણુધૂળરૂ૫, ભરિતા-ભરેલ વાળ જેના છે તે. કુટુંભક-રંગ વિશેષ, તેનાથી ઉત્કીર્ણગંડિત મસ્તક જેનું. - x • વધ્યા-હણવા યોગ્ય, પ્રાણ-પીતા-ઉચ્છવાસાદિ પ્રાણ પ્રિય અથવા પ્રાણપીત-ભક્ષણ કરાયેલ પ્રાણવાળા. વઝયાણ ભીય-વઘક વડે ડરેલ. * * • શરીરથી વિકૃત-છેડાયેલા. લોહિતાવલિતાનિ-લોહી વડે લેપાયેલ, જે કાકિણીમાંસ - માંસના નાના-નાના ટુકડા તેને ખવડાવે છે. પાપા-પાપી, ખકરશત-શ્લષ્ણ પાષાણથી ભરેલ ચર્મકોશ વિશેષ, અથવા સેંકડા વાંસ રૂટિત વડે તેને મારવામાં આવે છે. વાતિક-જેને વાયુ હોય તે, પાગલ જેવા, અનિયંત્રિત એવા નર-નારી વડે સંપરિવૃત એવા. - x • વધ્ય યોગ્ય વો પહેરાવેલા તે વધનેપથ્ય. પ્રણીતંતે-લઈ જવાય છે. નગરસંનિવેશના મધ્ય ભાગેથી. કૃપણોમાં કરણ તે કુપણ કરણ અર્થાતુ અત્યંત દયનીય. અમાણ આદિ શબ્દો પૂર્વવત્ જાણવા. બાંધવોને અનર્થકપણે હોવાથી અબાંધવ. વિપ્રેક્ષમાણા-જોવાતા. દિલોદિસિ-એક દિશામાંથી બીજી દિશામાં, કરી અન્ય દિશામાં. આઘાયણ-qધ્ય ભૂમિ-મંડલના પ્રતિદ્વાર - દ્વારે જ સંપાપિતા-લઈ જવાતા. અભાગી એવા તેઓ શૂલાગ્ર-શૂળી ઉપર, વિલગ્ન-અવસ્થિત, ભિન્ન-વિટારિત, જેનો દેહ છે તેવા.
ત્યાં વધ્યભૂમિમાં તેના પકિલ્પિતાંગોપાંગા - અવયવો છેદે છે. વૃક્ષની શાખાઓ લટકાવી દે છે. વળી બીજા, ચાર અંગો - બે હાથ અને બે પગ, ધણિય - ગાઢ બાંધીને પર્વતકટકાતુ - પર્વતની ટોચેથી પ્રમુચ્ચો - ફેંકાય છે. દૂરથી પાત-પડતા બહુવિષમuસ્તરેષુ - અત્યંત વિષમ પત્થરોની ચોંટ સહે છે. કોઈ હાથીના પગે મઈના કરાય છે. તે પાપકારી - ચોરી કર્મ કરનારા • x - મુકુંઢપરશુ - મુંડ કુઠાર, તીણા કુહાડી વડે અતિ વેદના ઉત્પન્ન કરાય છે. કોઈ બીજા વૃતકણઠનાશા - કાન, આંખ નાક છેદી નાંખે છે. ઈત્યાદિ સૂબાઈ મુજબ જાણવું. વિશેષ આ :- જિહા - જીભ, આંછિત - ખેંચી કાઢવી, શિરા-નાડી. અસિ-ખગ, નિવિષયા - દેશથી બહાર કઢાયેલા, પ્રમુચ્ચો - રાજકિંકરો વડે ત્યજાય છે. અર્થાત હાથ-પગ છેદીને દેશનિકાલ કરાય છે. •x• કારાગલયા-કૈદખાનામાં, રુદ્ધા-નિયંત્રિત. તેઓ હતસાર - અપહરણ કરાયેલ દ્રવ્યવાળા, લજાપિતા - લજ્જા પામેલા. અલજ્જા-લજ્જારહિત. અનુબદ્ધસુધા - સતત ભુખથી પ્રારબ્ધ - અભિભૂત. શીત-ઉણાદિ વેદનાથી દુર્ઘટયા - દુરાચ્છાદિત. વિપા છવી - શરીરની વયા વિરૂપ થયેલા. વિકલા - ઈષ્ટ અને ન પામેલા. દુર્બલ