________________
૧/૧/
કેવા એકેન્દ્રિયત્વને-પૃવી યાવત્ વનસ્પતિ સંબંધી. તે કેવા ? સૂક્ષ્મ અને બાદર, તે કર્મોદયથી સંપાધ છે, તથા પર્યાપ્ત અને અપર્યાપ્ત, તે કર્મથી ઉત્પાધ તથા પ્રત્યેક શરીર નામ કર્મથી સંપાધને પ્રત્યેક શરીરનામ કહે છે. સાધારણ શરીરનામકર્મ
૧૩૭
સંપાધ તે સાધારણ. આવું એકેન્દ્રિય પ્રાપ્ત કેટલો કાળ ભમે તે કહે છે – પ્રત્યેક શરીરમાં પ્રાણધારણ તે પ્રત્યેક શરીરજીવિત-પૃથ્વી આદિ અસંખ્યાત કાળ ભમે છે. સાધારણ શરીરમાં અનંતકાય અનંતકાળ ભમે છે. - ૪ - તે કેવા છે ?
સ્પર્શનેન્દ્રિયવાળા, ભાવ-પરિણામથી સંપ્રયુક્ત. દુઃખના સમૂહરૂપ આ કહેવાનાર અનિષ્ટને પામે છે. પુનઃપુનઃ એકેન્દ્રિયત્વમાં સર્વોત્કૃષ્ટ કાયસ્થિતિ હોય છે. ભવઉત્પત્તિસ્થાન, તરુગણ-વૃક્ષગુચ્છાદિ ગુણ સમૂહ જેમાં એકેન્દ્રિયત્વ હોય છે. તેમાં દુઃખ સમુદયને કહે છે – કુદ્દાલ-કોદાળી, કુલિક-હલ, દાલન-વિદારવું તે. આ પૃથ્વી અને વનસ્પતિકાયના દુઃખના કારણ કહ્યા. અકાયમાં મલન અને મર્દન, ક્ષોભન, અને રુંધન. આના વડે અકાયિકનું દુઃખ કહ્યું. અગ્નિ અને વાયુકાયને વિવિધ શસ્ત્રો વડે સ્વકાય-પકાય ભેદ વડે જે સંઘટ્ટન, આના દ્વારા તેઉ-વાયુકાયનું દુઃખ કહ્યું. પરસ્પર હણવા દ્વારા વિરાધના, તે દુઃખ છે.
તે દુઃખ કેવા છે ? અકામક-અનભિલષણીય. તેને જ વિશેષથી કહે છે - પોતાના સિવાયના બીજા લોકોની પ્રવૃત્તિથી દુઃખ ઉત્પાદના વડે જાણવું. પ્રયોજનઅવશ્ય કરણીય. કેવા ? પ્રેષ્ય અને પશુ નિમિત્તે-કર્મકર અને ગાય આદિ હેતુ અને ઉપલક્ષણત્વી અન્ય નિમિત્તથી પણ જે ઔષધ, આહાર આદિ તથા તેના વડે ઉત્પાટન, ત્વચા દૂર કરવી. પંચન-રાંધવું, કુટ્ટન-ચૂર્ણ કરવું, પ્રેષણ-ઘંટી આદિમાં દળવું. પિટ્ટન-તાડન કરવું. ભર્જન-ભુંજવું, ગાલન-ગળવું, આમોટન-થોડું ભાંગવું, શટન-જાતે જ ખતમ થવું, સ્ફુટત-જાતે જ બે ભાગ થવા. તક્ષણ-લાકડાની માફક છોલવું, વિલુંચન-લોભાદિથી લઈ લેવું. પત્રજ્ઞોડન-પાંદડા, ફળ આદિ પાડવા. આવા દુઃખો એકેન્દ્રિયોને થાય.
એકેન્દ્રિયના અધિકારનો નિષ્કર્ષ કહે છે – ઉક્ત ક્રમથી તે એકેન્દ્રિયો ભવ
પરંપરામાં જે દુઃખનો અવિચ્છિન્ન સંબંધ જેમને છે તેઓ સંસારમાં ભમે છે. બીહણકરભયંકર, તેમાં જીવો પ્રાણાતિપાતમાં ત થઈ અનંતકાળ ભમે છે. હવે મનુષ્યગતિમાં તેમને થતા દુઃખ કહે છે -
નકથી નીકળી, મનુષ્યગતિ પામીને અધન્યા એવા તેમને દર્શાવે છે - પ્રાયઃ વિકૃતિવિકલ્પ રૂપવાળા. પ્રાયઃ શબ્દ તીર્થંકરાદિનો પરિહાર કહ્યો. વિકૃતિવિકલરૂપ કેવું ? કુબ્જ-વજંઘા, વટભા-ઉપરની કાયા વક્ર હોય, વામન-કાળને આશ્રીને હ્રસ્વ દેહવાળા. બધી-બહેરા, કુટ-વિકૃત હાથવાળા, પંગલ-પાંગળા, વિકલ-અપરિપૂર્ણ ગાત્રવાળા, મૂક-બોલવામાં અસમર્થ. - * - જલમૂકા-જળમાં પ્રવેશેલ જેવા, જેનો ‘બુડબુડ’ એવો ધ્વનિ થાય છે. મન્મના-જેમને બોલતી વેળા વાણી સ્ખલન પામે છે. અંધિલગ-આંધળા ઈત્યાદિ - x - ૪ -
વ્યાધિ-કુષ્ઠ આદિ, રોગ-જ્વરાદિ, આધિ-મનોપીડા. આ ત્રણેથી પીડિત. શસ્ત્ર
પ્રશ્નવ્યાકરણાંગસૂત્ર-સટીક અનુવાદ
વધ્ય-શસ્ત્ર વડે હણાય તે. બાલ-બાલીશ, કુલક્ષણ-અપલક્ષણ વડે વ્યાપ્ત દેહવાળા. દુર્બલ, કૃશ આદિ. કુસંસ્થિત-કુસંસ્થાનવાળા. તેથી જ કુરૂપ, કૃપણ-ક કે અત્યાગી. હીન-જાત્યાદિ ગુણથી હીન. નિત્ય સૌખ્ય પવિર્જિત. અશુભ-અશુભાનુબંધી દુઃખના ભાગી. નરકથી નીકળીને સાવશેષ કર્મવાળા મનુષ્યોને આવા દુઃખ હોય.
નિષ્કર્ષ કહે છે
હવે જેવું ફળ આપે છે, તે કહે છે – આ પ્રમાણે ઉક્ત ક્રમથી નસ્ક-તિર્યંચકુમાનુષત્વ કહ્યું. તેને પામીને અનંત દુઃખને તે પાપકારી પ્રાણવધકો પામે છે. વિશેષથી આ પ્રાણવધનો ફળવિપાક-મનુષ્ય ભવને આશ્રીને, મનુષ્યની અપેક્ષાએ નકાદિ ગતિને આથ્રીને કહે છે. અલ્પસુખ-ભોગસુખનો લેશ માત્ર પામે અથવા અવિધમાનસુખ અને નકાદિ દુઃખના કારણથી બહુ દુઃખ, મહાભયરૂપ, પ્રભૂત અને દુઃખેથી મુક્ત થઈ શકાય તેવા કર્મો પામે છે. તથા દારુણ-રૌદ્ર, કર્કશ
કઠિન, અસાત-અશાતા વેદનીય કર્મોદયરૂપ લાખો વર્ષથી કહેવાય છે.
૧૩૮
-
હવે આ પ્રાણાતિપાત લક્ષણ આશ્રવ પ્રતિપાદન પર દ્વાર પંચક પ્રતિબદ્ધ પહેલું અધ્યયન કેમ કહ્યું તે જિજ્ઞાસા માટે કહે છે –
- ૪ - ૪ - આહંસુ-કહ્યું, જ્ઞાત-ક્ષત્રિય વિશેષ, તેના કુલના નંદન-તેના વંશની સમૃદ્ધિ કરનાર, વીવર એવા પ્રશસ્તનામવાળા, તેમણે પ્રાણવધનો ફળ વિપાક કહ્યો. અધ્યયન અર્થને મહાવીરે પ્રતિપાદિત કર્યો છતાં, તેના ફળ વિપાકને ફરી કહે છે – પ્રાણવધના એકાંતિક અશુભ ફળપણાના અત્યંત પરિહારને જણાવે છે.
હવે શાસ્ત્રકાર પ્રાણવધના સ્વરૂપને પ્રથમ દ્વારને કહીને નિષ્કર્ષ અર્થે ફરી જણાવે છે - આ તે પ્રાણવધ કહ્યો, જે અનંતર સ્વરૂપ-પર્યાય-વિધાન-ફળ-કર્તૃતથી જણાવ્યું. - ૪ - ચંડ-કોપન, રૌદ્ર રસના પ્રવર્તનથી રૌદ્ર, ક્ષુદ્રજન આચસ્તિત્વથી ક્ષુદ્ર, અનાર્યલોક-કરણીયત્વથી અનાર્ય, ધૃણાના અવિધમાનત્વથી નિણ એ રીતે નૃશંસ,
મહાભય, બીહણક, ત્રાસક, અન્યાય્ય આદિ શબ્દો જાણવા.
નિરવકાંક્ષ-બીજાના પ્રાણની અપેક્ષા રહિત, નિદ્ધર્મ-ધર્મથી દૂર ગયેલ, નિશ્ચિપાસ-વધ્ય પ્રતિસ્નેહ રહિત, નિષ્કરુણ-દયા રહિત, પ્રકર્ષક-પ્રવર્તક, વૈમનસ્યદૈન્ય. મૃષાવાદાદિ અપેક્ષાએ પ્રથમ અધર્મદ્વાર-આશ્રવ દ્વાર પુરું થયું. વીમિ - તીર્થંકરના ઉપદેશથી કહું છું. મારી બુદ્ધિથી નહીં, આ રીતે સુધર્માસ્વામીએ જંબુસ્વામીને - x + કહ્યું.
મુનિ દીપરત્નસાગરે કરેલ આશ્રવ-અધ્યયન-૧-નો ટીકાસહિત અનુવાદ પૂર્ણ