________________
૧/૨/૯,૧૦
આશ્રવદ્વાર-અધ્યયન-૨-મૃષા છ
— x — * — x — x — x ——
૧૩૯
૦ પહેલા અધ્યયનની વ્યાખ્યા કરી, હવે બીજાનો આરંભ કરે છે, તેનો સંબંધ આ છે - પૂર્વે સ્વરૂપ આદિથી પ્રાણાતિપાતને પ્રથમ આશ્રવદ્વાર રૂપે પ્રરૂપિત કર્યુ. હવે સૂત્રક્રમથી બીજા આશ્રવને કહે છે
-
• સૂત્ર-૯,૧૦ :
[] જંબૂ ! બીજું અધર્મ દ્વાર “અલીકવાન” તે લઘુસત્ક અને લઘુ ચપળ કહેવાય છે. તે ભયંકર, દુઃખકર, અયશકર, વૈકર, અરતિ-રતિ-રાગદ્વેષ-મન સંકલેશ વિતરણ છે, ધૂર્તતા અને અવિશ્વાસનીય વાનોની પ્રચુરતાવાળું છે, નીરજન સેવિત, નૃશંશ, અપ્રીતિકારક, સાધુજન દ્વારા ગહણીય, પરપીડાકારક, પરમકૃષ્ણલેશ્ય સહિત, દુર્ગતિમાં નિપાતને વધારનાર, ભવ-પુભવકર, ચિરપરિચિત, અનુગત, દુત, અનિષ્ટ પરિણામી છે.
[૧૦] તેના ગુણનિષ્પન્ન ૩૦ નામ છે. તે આ – લિક, શઠ, અન્યાય, માયાતૃષા, અસલ્ક, ફૂડકપટઅવસ્તુક, નિરર્થકપાર્થક, વિદ્વેષ-ગર્હણીય, અતૃજુક, કકના, વંચના, મિથ્યાપન્ના, સાતિ, ઉચ્છન્ન, ઉસ્કૂલ, આર્ત્ત, અભ્યાખ્યાન, કિષિ, વલય, ગહન, મન્મન, નૂમ, નિકૃતિ, અપત્યય, સમય, અસત્યસંધત્વ, વિપક્ષ, અપધીક, ઉપધિ-અશુદ્ધ અને અપલાપ. -- સાવધ અલીક વચનયોગના
ઉલ્લિખિત ત્રીસ નામો સિવાયના અન્ય પણ અનેક નામો છે.
• વિવેચન-૯,૧૦ :
જંબૂ એ શિષ્ય આમંત્રણવચન છે. બીજું આશ્રવદ્વાર અલીક વયન અર્થાત્ મૃષાવાદ. આ પણ પાંચ દ્વાર વડે પ્રરૂપાય છે. તેમાં યાજ્ઞ દ્વારા આશ્રીને અલીકવચનનું સ્વરૂપ કહે છે – લઘુ એટલે ગુણગૌરવરહિત, સ્વ-જેમાં આત્મા વિધમાન છે તે, તેનાથી પણ જે લઘુ તે લઘુ સ્વક, કાયા વડે ચપળ તે લઘુચપળ. તે ભયંકર આદિ છે. અલિક-શુભ ફળની અપેક્ષાથી નિષ્ફળ. નિકૃતિ-વાંચનને પ્રચ્છાદન માટે, સાઈઅવિશ્વાસનીય વચન, આ બધાં વ્યાપારની પ્રચુરતાવાળું છે. નીચ-જાત્યાદિથી હીન લોકો વડે સેવાતુ, નૃશંસ-ક્રૂર અથવા શ્લાધારહિત. અપ્રત્યયકારક-વિશ્વાસનો નાશ કરનાર. ભવ-સંસાર, પુનર્ભવ-જન્મ લેવો, ચિરપરિચિત-અનાદિ સંસાર અભ્યસ્ત, અનુગત-વિચ્છેદરહિત પાછળ જનાર. - X -
હવે જે નામો છે તે જણાવે છે. અલિક-અસત્ય, શઠ-માયાવીના કર્મત્વથી. અનાર્ય વચનત્વથી અનાર્ય, માયાકષાય રૂપમૃષા-માયાતૃષા, અસંતગ-અસદ્ અર્થાભિધાન રૂપ, કૂડપટમવત્યુ-બીજાને ઠગવા ન્યૂન-અધિક ભાષણ અને ભાષાવિપર્યયકરણ, અવિધમાન અર્થ. ત્રણે પદોના કરંચિત સમાનપણાથી એક ગણેલ છે. નિત્યયમવત્થયનિસ્યંક અને અપગત સત્યાર્થ, બંને સમાનાર્થી છે માટે એક ગણેલ છે.
વિદ્દેસગરહણિજ્જ-મત્સરથી નિંદે, અતૃજુક-વક્ર, કક-પાપ કે માયા, તેનું કરવું. વંચના-ઠગવાનો હેતુ, મિચ્છાપચ્છાકડ-ન્યાય વાદી જૂઠું સમજીને પાછળ કરી
પ્રશ્નવ્યાકરણાંગસૂત્ર-સટીક અનુવાદ
દે છે. સાતિ-અવિશ્વાસસ્ય. ઉચ્છન્ન-સ્વ દોષ અને પગુણને આવરક, અપચ્છ. ઉસ્કૂલ-સન્માર્ગ કે ન્યાય નદીના કિનારાથી પછાડનાર અથવા ઉત્કલ-ધર્મકલાથી ઉર્ધ્વ. આર્ત-પાપથી પીડિત જનનું વચન. અભ્યાખ્યાન-બીજાના અવિધમાન દોષોને કહેવા.
૧૪૦
કિલ્બિષ-પાપનો હેતુ. વલય-વક્રપણાથી ગોળ. ગહન-જે વચનથી સત્યની સમજ ન પડે. મન્મન-અસ્પષ્ટવયન. નૂમ-ઢાંકવું. નિકૃતિ-માયાને છુપાવનાર વચન, અપ્રત્યય-વિશ્વાસનો અભાવ. અસમય-અસમ્યક્ આચાર. અસત્યસંધતા-અસત્ય પ્રતિજ્ઞાનું કારણ. વિપક્ષ-સત્ય અને સુદૃા વિરોધી. અવહીય-નિંદિતમતિથી ઉત્પન્ન, પાઠાંતરથી આજ્ઞા-જિનાદેશને અતિક્રમનાર. ઉવહિઅશુદ્ધ-માયા વડે અશુદ્ધ-સાવધ. અવલોપ-વસ્તુના સદ્ભાવને ઢાંકનાર. કૃતિ - આ પ્રકારે અર્થ છે.
અલીક-સાવધ વયન યોગના અનંતર કહેલ ૩૦ નામ છે. આ પ્રકારે અનેક નામો થાય છે. - X - હવે જે રીતે અસત્ય બોલે તે કહે છે –
• સૂત્ર-૧૧ :
આ સત્ય કેટલાંક પાપી, અસંયત, અવિરત, કપટ કુટિલ કટુક રાહુલ ભાવવાળા, કુ, લુબ્ધ, ભયોત્પાદક, હાસ્યસ્થિત, સાક્ષી, ચોર-ગુપ્તચર, ખંડરક્ષક, જુગારમાં હારેલ, ગિરવી રાખનાર, કપટથી કોઈ વાતને વધારીને કહેનાર, કુલિંગી, ઉપધિકા, વક્િ, ખોટા તોલ માપ કરનાર, નકલી સિક્કોથી આજીવિકા કરનાર, પડગાર, સોની, કારીગર, વંચન પર, દલાલ, ચાલુકાર, નગરરક્ષક,
મૈથુનોવી, ખોટો પક્ષ લેનારો, યુગલખોર, ઉત્તમર્થ, કરજદાર, પૂર્વકાલિકવયણદચ્છ, સાહસિક, લઘુવક, સત્વા, ગૌરવિક, અસ્તય સ્થાપનાધિચિત્તવાળા, ઉચ્છંદ, અનિગ્રહ, અનિયત, સ્વચ્છંદપણે ગમે તે બોલનારા તે લોકો અવિરત હોતા નથી, સત્યવાદી હોય છે.
બીજા નાસ્તિકવાદી, વામલોકવાદી કહે છે જીવ નથી, આ ભવ કે પરભવમાં જતો નથી, પુન્ય-પાપનો કંઈપણ સ્પર્શ થતો નથી. સુકૃત-દુષ્કૃતનું કંઈ ફળ નથી. આ શરીર પંચમહાભૂતિક છે. વાત યોગયુક્ત છે, કોઈ પાંચ સ્કંધ કહે છે, કોઈ મનને જીવ માને છે. વાયુને જ કોઈ જીવ કહે છે. શરીર આદિ-સનિધન છે, આ ભવ જ એક ભવ છે. તેનો નાશ થતાં સર્વનાશ થાય છે. - - આવું [આવું] મૃષાવાદીઓ કહે છે.
આ કારણથી દાન-વ્રત-ૌષધ-તપ-સંયમ-ભ્રહાચર્ય-કલ્યાણ આદિનું ફળ નથી. પ્રાણવધ અને અસત્યવચન નથી, ચોરી કરવી, પરદારા સેવન કે પરિગ્રહ પાપકર્મ કરણ પણ નથી. નારક-તિર્યંચ-મનુષ્યયોનિ નથી, દેવલોક નથી, સિદ્ધિગમન નથી, માતાપિતા નથી, પુરુષકાર પચાણ નથી, કાળ કે મૃત્યુ નથી. અરિહંત-ક્રવર્તી-બલદેવ-વાસુદેવ નથી. કોઈ ઋષિ નથી કે ધર્મ-અધર્મનું થોડું કે ઝાઝુ ફળ નથી. - - આ પ્રમાણે જાણીને ઈન્દ્રિયોને અનુકૂળ બધાં વિષયોમાં વર્તો. કોઈ ક્રિયા કે અક્રિયા નથી, આ પ્રમાણે વામલોકવાદી
-