________________
૯,૧૦/૫૭,૫૮
 અધ્યયન-૯,૧૦-નંદિનીપિતા, સાલિહીપિતા
— x — x — x — x — x — x — x — x —
• સૂત્ર-૫૭,૫૮ -
[૯/૫૭] નવમાં અધ્યયનનો ઉપ કહેવો. હે જંબૂ ! તે કાળે, તે રામો શ્રાવતી નગરી, કોષ્ઠક ચૈત્ય, જિતશત્રુ રાજા હતો. તે શ્રાવસ્તી નગરીમાં નંદિનીપિતા નામે આઢ્ય ગાથાપતિ હતો. તેના ચાર હિરણ્ય કોડી નિધાનમાં, ચાર હિરણ્ય કોઠી વ્યાજે, ચાર હિરણ્ય કોડી ધન-ધાન્યાદિમાં રોકાયેલ હતા. દશ હજાર ગાયોનું એક એવા ચાર ગોકુળ હતા. અશ્વિની નામે પત્ની હતી. સ્વામી પધાર્યા. આનંદની માફક ગૃહીધર્મ સ્વીકાર્યો, સ્વામી બાદર વિચર્યા. પછી નંદિનીપિતા શ્રાવક થઈ યાવત્ વિસરવા લાગ્યો. તે નંદિનીપિતાએ ઘણાં શીલવ્રત-ગુણ યાવત્ ભાવતા ચૌદ વર્ષ ગયા. પૂર્વવત્ મોટા પુત્રને સ્થાપ્યો, ધર્મ પ્રજ્ઞપ્તિ સ્વીકારી. વીશ વર્ષ પર્યાય પાળ્યો. અરુણગવ વિમાને ઉપપાત, મહાવિદેહે મોક્ષ.
૬૯
[૧૦/૫૮] દશમાં અધ્યયનનો ઉલ્લેપ કહેવો. તે કાળે, તે સમયે શ્રાવસ્તી નગરી, કોક ચૈત્ય, જિતશત્રુ રાજા હતો. તે શ્રાવતી નગરીમાં સાલિહી પિતા નામે આઢ્ય ગાથાપતિ વાતો હતો. તેના ચાર હિરણ્ય કોડી નિધાનમાં, ચાર હિરણ્ય કોડી વ્યાજે, ચાર હિરણ્ય કોડી ધન-ધાન્યાદિમાં પ્રયુક્ત હતા. ચાર ગોકુળ હતા. તેને ફાલ્ગુની નામે પત્ની હતી. સ્વામી પધાર્યા. આનંદની માફક ગૃહીધર્મ સ્વીકાર્યો. કામદેવ માફક મોટા પુત્રને સ્થાપીને પૌષધશાળામાં શ્રમણ ભગવંત મહાવીરની ધર્મધજ્ઞપ્તિ સ્વીકારીને વિરે છે. માત્ર તેને ઉપરાર્ગ ન થયો, અગિયારે ઉપારાક પ્રતિમા પૂર્વવત્ કહેવી. કામદેવના આલાવાથી જાણવું ચાહત્ સૌધર્મ કલ્પમાં અરુણકીલ વિમાનમાં દેવપણે ઉત્પન્ન થયો. ચાર પલ્યોપમ સ્થિતિ. મહાવિદેહ ક્ષેત્રે મોો જશે.
• વિવેચન-૫૭,૫૮ :
નવમું, દશમું અધ્યયન સ્પષ્ટ છે, ઉત્સેપ-નિક્ષેપ કહેવો.
મુનિ દીપરત્નસાગરે કરેલ
અધ્યયન-૯,૧૦નો ટીકા સહિતનો અનુવાદ પૂર્ણ
• સૂત્ર-૫૯ થી ૭૨ :
[૫૯] દશે શ્રાવકને પંદરમાં વર્ષમાં વર્તતા વિચાર આવ્યો. દશેનો વીશ વર્ષનો શ્રાવક પર્યાય. હે જંબૂ ! આ પ્રમાણે શ્રમણ યાવત્ સંપાà ઉપાસક દશાનો - ૪ - આ અર્થ કહ્યો છે.
[૬૦] ઉપાસક દશા, સાતમાં અંગનો એક શ્રુતસ્કંધ, દશ અધ્યયન, એકસરા છે, દશ દિવસમાં ઉદ્દેશો કરાય છે, પછી શ્રુતસ્કંધનો સમુદ્દેશ અને
90
ઉપાસકદશાંગસૂત્ર-સટીક અનુવાદ
અનુજ્ઞા બે દિવસમાં થાય છે. તે જ રીતે આંગનું જાણવું.
[૬૧,૬૨] એક વાણિજ્ય ગ્રામ, બે ચંપામાં, એક વારાણસીમાં, એક આલભિકામાં, એક કાંપિપુરમાં, એક પોલારાપુરે, એક રાજગૃહે, બે શ્રાવસ્તીમાં થયા. આ ઉપાસકોના નગરો જાણવા યોગ્ય છે.
[૬૩] પત્નીના નામો અનુક્રમે – શિવાનંદા, ભદ્રા, શ્યામા, ધન્યા, બહુલા, પુષ્યા, અગ્નિમિત્રા, રેવતી, અશ્વિની, ફાલ્ગુની હતા.
[૬૪] અવધિજ્ઞાન, પિશાચ, માતા, વ્યાધિ, ધન, ઉત્તરીય, સુવ્રતા ભાર્યા, દુર્દ્રતાભાાં અને બે શ્રાવક નિરુપસર્ગ હતા.
[૬૫] અરુણ, અરુણાભ, અરુણપભ, અરુણકાંત, અરુણશિષ્ટ, અરુધ્વજ, અરુણભૂત, અરુણાવતંક, અરુણગવ, અરુણકિલે ઉત્પત્તિ.
[૬૬] ૪૦, ૬૦, ૮૦, ૬૦, ૬૦, ૬૦, ૧૦, ૮૦, ૪૦, ૪૦ હજાર ગાયો. [૬૭] ૧૨, ૧૮, ૨૪, ૧૮, ૧૮, ૩, ૨૪, ૧૨, ૧૨ હિરણ્ય કોડી, [૬૮,૬૯] ઉલ્લણ, દાંતણ, ફળ, અગ, ઉદ્વર્તન, સ્નાન, વસ્ત્ર, વિલેપન, પુષ્પ, આભરણ, ધૂપ, પેય, ભક્ષ્ય, ઓદન, સૂપ, ઘી, શાક, માધુર, જમણઅન્નપાન, તંબોલ એ ૨૧ અભિગ્રહ આનંદાદિના હતા.
[૭૦] ઉર્દી સૌધર્મકલ્પ, અધો રૌરવ, ઉત્તરે હિમવંત, બાકીની ત્રણે દિશામાં ૫૦૦ યોજન સુધી દર્શનું અવધિજ્ઞાન હતું.
[૭૧-૭૨] દર્શન, વ્રત, સામાયિક, પૌષધ, કાયોત્સર્ગપ્રતિમા, અબ્રહ્મસચિત્ત-આરંભ-પે-ઉદ્દિષ્ટવર્જન, શ્રમણભૂત આ ૧૧-પ્રતિમા, ૨૦ વર્ષ પર્યાય, માસિકી અનશન, સૌધર્મકો સાર પલ્યોપમની સ્થિતિ, બધાં શ્રાવકો મહાવિદેહે મોક્ષે જશે.
• વિવેચન-૫૯ થી ૭૨ :
ગાથા પૂર્વોક્તાનુસાર, શેષ જ્ઞાતાધર્મ કથા મુજબ જાણવું.
મુનિ દીપરત્નસાગરે કરેલ ભાગ-૧૫-માં ઉપાસક દશાનો ટીકા સહિતનો અનુવાદ પૂર્ણ