________________
૬૮
ઉપાસકદશાંગસૂત્ર-સટીક અનુવાદ તેવા. અમણામ-મનને વિચાર વડે પણ ન પ્રાપ્ત થાય, જેને કહેવા અને વિચારવામાં મન ઉત્સાહિત ન થાય, એવા વચન વિશેષ વડે.
• સૂઝ-૫૬ :
ત્યારપછી મહાશતક શ્રાવક ઘણાં શીલ આદિ વડે યાવતુ આત્માને ભાવિત કરતો વીશ વર્ષનો શ્રમણોપાસક પયરય પાળીને અગિયાર ઉપાસક પ્રતિમાઓ સભ્યપણે કાયા વડે પાળીને, માસિકી સંલેખના વડે આત્માને ઝુસિત કરી, ૬૦ ભકતોને અનશન વડે છેદીને આલોચના-પ્રતિક્રમણ કરીને, સમાધિ પામીને કાળમાસે કાળ કરીને સૌધર્મકલામાં અરુણાવતંસક વિમાને દેવપણે ઉપયો. ત્યાં ચાર પલ્યોપમ સ્થિતિ થઈ, મહાવિદેહ ક્ષેત્રે સિદ્ધ થશે. નિક્ષેપ કહેવો.
| મુનિ દીપરત્નસાગરે કરેલ અધ્યયન-૮-નો ટીકા સહિતનો અનુવાદ પૂર્ણ
• સૂત્ર-પ૫ :
તે કાળે, તે સમયે શ્રમણ ભગવંત મહાવીર સમોસા. ચાવત પદિત પાછી ગઈ. ગૌતમને આમંત્રી ભગવંતે કહ્યું – હે ગૌતમ ! આ રાજગૃહનગરમાં મારો શિષ્ય મહાશતકથાવક પૌષધશાળામાં અપશ્ચિમ મારણાંતિક સંલેનાથી કુશ શરીરી, ભોજન-પાન પ્રત્યાભ્યાસન કરેલ, કાળની અપેક્સ ન કરતો વિચરે છે. ત્યારે તે મહાશતકની ઉન્મત્ત પત્ની રેવતી યાવતુ આભાવોને બતાવતી પૌષધશાળામાં મહાશતક પાસે આવી, પછી મોહોત્પાદક ચાવતું કઈ પૂર્વવતુ ચાવતુ બીજી-સ્ત્રીજી વખત કહ્યું.
ત્યારે મહાશતકે, રેવતીએ બીજી-સ્ત્રીજી વખત આમ કહેતા ક્રોધિતાદિ થઈ અવધિજ્ઞાન પ્રયોજી, અવધિ વડે જોઈને રેવતીને કહ્યું - યાવત્ નમાં ઉપજીશ. ગૌતમ / અપશ્ચિમ યાવતુ કૃશ શરીરી, ભોજન-પાન પ્રત્યાખ્યાયિત શ્રાવકને સત્ય, તથ્ય, તેવા પ્રકારના સદ્દભૂત, અનિષ્ટ, અકાંત, અપિય, અમનોજ્ઞ, અમણામ વ્યાકરણથી ઉત્તર આપવો યોગ્ય નથી, હે દેવાનુપિય! તું જ, તું મહાતકને આમ કહે કે પશ્ચિમ યાવતું ભક્તમાન પ્રત્યાખ્યાયિત શાવકને, સત્ય ચાવતું બીજાને ઉત્તર આપતો ન લો, હે દેવાનુપિય! રેવતીને સત્ય અનિષ્ટ વાગરણથી ઉત્તર આપેલ, તો તું આ સ્થાનની આલોચના યાવતું યથાયોગ્ય પ્રાયશ્ચિતને સ્વીકાર. ત્યારે ગૌતમે, ભગવંતની આ વાતને “તહર” કહી. વિનયથી સ્વીકારી, પછી ત્યાંથી નીકળ્યા.
- નીકળીને રાજગૃહની મધ્યેથી મહાશતકના ઘેર મહાશતક પાસે આવ્યા. ત્યારે મહાશતકે ગૌતમસ્વામીને આવતા જોયા. જોઈને હષ્ટ યાવતુ હદયી થઈ, ગૌતમસ્વામીને વંદન-નમન કર્યા. ત્યારે ગૌતમસ્વામીએ મહાશતકને કહ્યું - હે દેવાનપિય! શ્રમણ ભગવાન મહાવીર આ પ્રમાણે કહે છે, ભાખે છે, જણાવે છે, પરૂપે છે કે - પશ્ચિમ ચાવતું શ્રાવકને આમ ઉત્તર આપવો ન કયે. જે તેં રેવતીને સત્ય યાવતુ ઉત્તર આપ્યો. તો હે દેવાનુપિયા તે સ્થાનની આલોચના ચાવતું પ્રાયશ્ચિત્ત કર, ત્યારે મહાશતકે ગૌતમસ્વામીની આ વાતને “dહતિ” કહી, વિનયપૂર્વક સ્વીકારી. પછી તે સ્થાનની આલોચના કરી યાવત્ યથાયોગ્ય પ્રાયશ્ચિતને સ્વીકાર્યું. પછી ગૌતમસ્વામી, મહાશતક પાસેથી નીકળીને રાજગૃહ મળે જાય છે. જઈને ભગવંત પાસે જાય છે. જઈને ભગવંતને વાંદી-નમી, સંયમ-cતપથી આત્માને ભાવત વિચરે છે.
ત્યારપછી શ્રમણ ભગવંત મહાવીર કોઈ દિવસે રાજગૃહ નગથી નીકળ્યા, નીકળીને બાહ્ય જનપદવિહારે વિચરે છે.
• વિવેચન-પપ :
નો શુનુ પુરૂ સંત-વિધમાન, તસ્ય-તથ્ય, તાવ-રૂપ કે વાસ્તવિક, તહિાતે જ ઉન્ન પ્રકારે પ્રાપ્ત પણ ચૂનાધિક નહીં. અનિટ-અવાંછિત, એકાંત-સ્વરૂપથી અનિચ્છનીય, અપ્રિય-અપીતિકારક, અમનોજ્ઞ-મન વડે ન જણાય-કહેવાને ન ઈચ્છાય