________________ 248 પ્રશ્નવ્યાકરણાંગસૂત્ર-સટીક અનુવાદ 2/4/39 થી 43 24 આવો કોણ છે ? તે કહે છે - અવધાભી-પાપભીરુ, વર્ષ-પાપ અથવા વજવતું ભારે હોવાથી પાપ જ છે. અનાયતન-સાધનો અનાશ્રય. અવધભીર કેવો હોય છે ? સંત - ઈન્દ્રિયોને પ્રતિકૂળ, પ્રાંત-પ્રકૃષ્ટતયા પ્રતિકૂળ આશ્રયમાં વસવાનો સ્વભાવ જેનો છે તે તપ્રાંતવાસી. હવે નિાકર્ષ કહે છે - અનંતરોક્ત ન્યાયથી સ્ત્રીથી અસંબદ્ધ નિવાસ જેમાં છે, તેવી વસતિ-આશ્રય, તદ્વિષયક જે સમિતિ યોગ - સત્પવૃત્તિ સંબંધ, તેનાથી જીવ ભાવિત થાય છે. કેવા પ્રકારે ? આરત - બ્રહ્મચર્યમાં જેનું મન આસક્ત છે તે, વિરત-નિવૃત, ગ્રામ-ઈન્દ્રિયવર્ગ, ધર્મ-લોલુપતાથી, તદ્ વિષય ગ્રહણ કરવાના સ્વભાવવાળો. તેથી જ જિતેન્દ્રિયાદિ છે. બીજી ભાવના - સ્ત્રી પર્ષદામાં કહેવી નહીં. શું ? કથા-વચન પ્રબંધરૂપ. વિચિત્ર-વિવિધ કે વિવિક્ત-જ્ઞાનને ઉપકારક કારણ વર્જિતા. કેવી ? બિબ્લોક વિલાસ યુક્ત. તેમાં બિબ્લોકનું લક્ષણ-ઈષ્ટ અને પામીને અભિમાન-ગર્વથી ભરેલ, સ્ત્રીનો અનાદર કરવો તે. વિલાસ લક્ષણ - સ્થાને કે આસને હાથભ્રમર-નેત્રના કર્મચી જે મોહ આદિ ઉત્પન્ન કરે તે વિલાસ. બીજા કહે છે વિલાસ-નેગથી ઉત્પન્ન છે. હાસ-હાસ્યરસ વિશેષ, વૃંગા-રસ વિશેષ. તેનું સ્વરૂપ હાસ્ય-હાસ્યપ્રવૃતિશી, વિકૃત અંગ-વેપ-ચેષ્ટાથી થાય છે. ઈત્યાદિ - x - વ્યવહાર-સ્ત્રી, પુરુષની અન્યોન્ય ક્ત રતિપકૃતિ. શૃંગાર બે ભેદે - સંભોગ અને વિપ્રલંભ. આના વડે પ્રધાન જે અસંવિપ્ન લોકસંબંધી કથા-વચન ચના. મોહજનની-મોહ ઉદીપિકા તે ન કરવી. આવાહ-નવ પરિણીત વર-વધુને લાવવા, વિવાહ-પાણિગ્રહણ, તપ્રધાન જે વરકથા-પરણનારની કથા, તે ન કહેવી જોઈએ. સ્ત્રીઓમાં આવી સુભગા કહેવાય, આવી દુર્ભગા કહેવાય, એવા પ્રકારની કથા ન કહેવી. મહિલાના ૬૪-ગુણો - આલિંગન આદિ આઠ કામકને પ્રત્યેકના આઠ ભેદપણાથી 64 ગુણો થાય. આ કથા ને કહેવી. આ પ્રમાણે દેશ, જાતિ, કુલ આદિ સ્ત્રી સંબંધી ન કહેવા. તેમાં લાટાદિ દેશ સંબંધથી સ્ત્રીનું વર્ણન તે દેશકથા. જેમકે લાટની સ્ત્રી કોમળ વયના કે રતિનિપુણા હોય છે. જાતિકથા : પતિના અભાવવાળી બ્રાહ્મણીને ધિક્કાર છે ઈત્યાદિ * x . કુળકથા - અહો ચૌલુક્ય પુત્રીનું સાહસ જગતમાં અધિક છે ઈત્યાદિ - 4 - રૂપકથા - ચંદ્ર જેવા હોડ, કમળ જેવી આંખ ઈત્યાદિ - 4 - નામકથા - તે સુંદરી છે તે સત્ય છે, કેમકે અતિ સૌંદર્યવતી છે. નેપથ્ય કથા - ઉત્તરની સ્ત્રીને ધિક્કાર છે જે ઘણાં વસ્ત્રોથી શરીરને ઢાંકે છે ઈત્યાદિ - x - પરિજન કયા-તેણી દાસીના પરિવારયુક્ત છે ઈત્યાદિ. * x - બીજું કેટલું કહીએ ? બીજી પણ આવા પ્રકારની સ્ત્રી સંબંધી કથા, શૃંગાર રસ વડે કરણાને કહેતી કયા. તપ-સંયમ-બ્રહ્મચર્ય ઘાતોપઘાતિના કયા બ્રહ્મચર્ય પાળનારે કહેવીસાંભળવી-વિચારવી નહીં. બીજી ભાવનાનો નિષ્કર્ષ-આ રીતે સ્ત્રી કથા વિરતિ, સમિતિ યોગથી અંતરાત્મા ભાવિત થાય છે ઈત્યાદિ પૂર્વવતું. બીજી ભાવના-રી રૂપ નિરીક્ષણ વર્જન. તે આ રીતે - સ્ત્રીના હાય, સવિકાર વચનો, હસ્ત આદિની ચેષ્ટા, નિરીક્ષિત, ગમન, વિલાસ, ધુતાદિ ક્રીડા, બિબ્લોક, નૃત્ય, ગાન, વીણાવાદન, હ્રસ્વ-દીર્ધ આદિ શરીર સંસ્થાન, ગૌર આદિ લક્ષાણ વર્ણ, હાથ-પગ-નયનનું લાવણ્ય, રૂપ-આકૃતિ, વૈવન-તારણ્ય, પયોધરસ્તન, ઘર-નીચેનો હોઠ, વસ્ત્રો, હાર આદિ અલંકાર, મંડનાદિ આભૂષણબધાંની પ્રાર્થના કરવી જોઈએ નહીં. તથા ગુહ્યભૂત-લજનીયવથી ઢાંકેલા અવયવો, બીજા પણ હાસ્યાદિ સિવાયના આવા પ્રકારના તપ-સંયમ-બ્રહ્મચર્ય ઘાતોપઘાતિકને બ્રહ્મચર્યનું પાલન કર્તારે આંખ-મન-વચન વડે પ્રાણવા ન જોઈએ. કેમકે તે પાપના હેતુત્વથી પાપક છે. આ પ્રમાણે સ્ત્રીરૂપ વિરતિ સમિતિ યોગથી અંતરાત્મા ભાવિત થાય છે. નિગમત વાક્ય પૂર્વવતું. ચોથી ભાવના-કામોદયકારી વસ્તુ દર્શન-ભણત-સ્મરણ વર્જન. તે આ રીતે * પૂર્વરત ગૃહસ્થાવસ્થા ભાવિની કામ તિ, પૂર્વ દીડિત-ગૃહસ્થાવસ્થા આશ્રય ધૂતાદિ કીડન તથા પૂર્વે-પૂર્વકાળ ભાવી સગ્રન્થ-શૂર કુલ સંબંધ સંબંધિત, શાળા-જ્ઞાળી આદિ. ગ્રન્થ-શાળા આદિ સંબદ્ધ તેની પત્ની અને પુત્રાદિ. સંશ્રુતાદર્શન, ભાષણ આદિથી પરિચિત. - x - આ બધું પ્રાપ્ત થાય તો પણ શ્રમણે તેને ન જોવું, ન કહેવું કે ન યાદ કરવું. તથા હવે કહેવાનાર - શેમાં ? - માવાઇ વરવધૂને ઘેર લાવવા, વિવાહ-પાણિગ્રહણ, સોલક-વિધિપૂર્વક ચૂડાકર્મ-બાળકનું મુંડન કે ચોટલી ધારણ કરવી. આ પ્રસંગોમાં, તિથિ-મદનવેમ્સ આદિમાં, યજ્ઞ-નાગ આદિ પૂજામાં, ઉત્સવ-ઈન્દોસવાદિમાં. આ ત્રણે અવસરોમાં * x * જોવું ન કો. શું ? શૃંગારરસના આગાર રૂપ શોભન નેપચ્યવાળી સ્ત્રી. કેવી ? હાવ-ભાવ-પ્રલલિત-વિક્ષોપ-વિલાસ શાલિની. તેમાં હાવ-મુખવિકાર, ભાવચિતનો અભિપ્રાય, વિલાસ-નેત્ર કટાક્ષ, વિભ્રમ-ભ્રમર ચેટા. - x - પ્રલલિતલલિત, હાથ-પગ આદિ અંગવિન્યાસ, ભૂ-નેગ-હોઠ પ્રયોજિત, સુકુમાર વિઘાનને લલિત કહે છે. વિક્ષેપ-પ્રયન વિના રચિત ધર્મિલ શિથિલ બંધન, એકાંશ દેશ ધરણ વડે તાંબુલના ચિહરૂ૫, લલાટમાં કાંત વડે લિખિત વિષમ પત્ર લેખ, આંખમાં આંજેલ કાજળ, અધોવસ્ત્રને અનાદરથી બાંધેલ ઢીલી ગ્રંથિ, જમીન સુધી લંબાતુ અને સ્કંધે રાખેલ વસ્ત્ર, જઘને હારનો વિન્યાસ તથા હૃદયે હાર ધારણ કરવો - x - પરમ શોભાનો વિસ્તાર તે વિક્ષેપ કહેવાય. આ બધાં વડે શોભતી સ્ત્રી વડે અનુકૂળ પ્રીતિવાળી, તેની સાથે અનુભવેલ શયનનો સંપર્ક. તે પણ કેવો ? | ગડતુમુખ-કાલોચિત. જે ઉત્તમ પુષ્પો, સુગંધીચંદન, ઉત્તમ ચૂર્ણરૂપ વાસ અને ધૂપ, શુભ કે સુખ સ્પર્શ, વસ્ત્ર અને આભુષણ, તેના ગુણથી યુક્ત, રમણીય વાજિંગ-ગાયન આદિને જોવા ન લે. તેમાં નટ-નાટક કરનાર, નવકનૃત્ય કરનાર, મૌષ્ટિક-મુદ્ધિ વડે પ્રહાર કરનારા, વિડંબક-વિદૂષક, લવક-તરનાર,