________________ 2/4/39 થી 43 245 46 પ્રશ્નવ્યાકરણાંગસૂત્ર-સટીક અનુવાદ કીર્તિ પ્રત્યય-“આ સાધુ છે” ઈત્યાદિ રૂપ લોકપ્રતીતિ. આ પ્રમાણે છે તેથી નિભૂત-સ્થિર ચિત્તે બ્રહ્મચર્યને સેવવું જોઈએ. કેવું? વંતો મન વગેરે ત્રણ કરણ, યોગ ત્રણથી વિશુદ્ધ-નિરૂધ, પ્રતિજ્ઞાપૂર્વક આજન્મ પાળવું. - X - X - X - બીજા ભંગ વડે બ્રહ્મચર્ય વ્રતને સ્તવવાને માટે કહે છે - વ્રત-બ્રહ્મ લક્ષણ. ભગવંત મહાવીરે, તે આ વયન ત્રણ પધ વડે કહેલ છે– પંચમહાવત નામક જે સુવત, તેના મૂળ સમાન અથવા સાધુના પાંચ મહાવત, તેમના સંબંધી શોભન નિયમોનું મૂળ અથવા પાંચ મહાવ્રતો અને સુવત-અણુવતોનું મૂળ અથવા હૈ પંચમહાવત મુવતી આ બહાચર્ય-મૂળ છે. સમણ-સભાવ, અનાવિલ-અકલુષ શુદ્ધ સ્વભાવથી, સાધુ-ચતિ વડે સારી રીતે આસેવિત છે. પરસ્પર વૈરના વિરમણ-વિરામકરણ, ઉપશમનયન, નિવર્તન, પર્યવસાન-નિષ્ઠાફળ જેવું છે, તે તથા સર્વ સમુદ્રોમાં મહાન ઉદધિ-સ્વયંભૂરમણ, તેની જેમ જે દુ:ખે કરીને પાર પમાય તેવું - તથા તીર્થ-પવિત્રતા હેતુથી તીર્થ અથવા સર્વ સમુદ્ર મહોદધિ-સંસાર, અતિ દુસ્તરવથી વિસ્તારનાર તીર્થ-તરણ ઉપાય હોવાથી તીર્થ છે. | તીર્થંકર-જિનવરે સારી રીતે ગુપ્તિ આદિથી તેના પાલનનો ઉપાય કહ્યો છે. નક-તિર્યંચ સંબંધી માર્ગ-ગતિ, જેના વડે નિષિદ્ધ છે. સમસ્ત પવિત્ર, સારી રીતે વિહિત સાર-પ્રધાન છે, તથા સિદ્ધિ અને વૈમાનિકોના દ્વાર ઉઘાડેલા છે. દ્વાર એટલે પ્રવેશ મુખ. દેવ અને મનુષ્યોના ઈન્દ્રો વડે નમસ્કૃત, તેઓને પૂજ્ય-અર્ચનીય, સર્વ જગતમાં ઉત્તમો અને મંગલનો માર્ગ-ઉપાય કે અપ્ર-પ્રધાન. દુદ્ધર્ષ-અનભિભવનીય ગુણોને નયતિ-પામે છે. ગુણનાયક એક-અદ્વિતીય, અસદૈશ. મોક્ષપથ-સમ્યગૃદર્શનાદિના શિખર સમાન. જેના વડે શુદ્ધ ચરિતેન-સમ્યક્ આસેવિત થાય છે. યથાર્થ નામવથી સુબ્રાહ્મણ, સુશ્રમણ-સારો તપસ્વી, સુસાધુ-નિવણને સાધનારા યોગસાધક. મfષ - તે ચોક્ત ઋષિ, યથાવત વસ્તુના દ્રષ્ટા, જે શુદ્ધ બ્રહ્મચર્ય પાળે છે. - x - સંયત-સંયમવાનું, ભિક્ષ-ભિક્ષણ શીલ, જે શુદ્ધ બ્રહ્મચર્ય પાળે છે. અબ્રાહ્મચારી બ્રાહ્મણાદિ હોતા નથી. કહ્યું છે - સકલકલાકલાપયુક્ત હોય, કવિ કે પંડિત હોય, સર્વશાસ્ત્ર તવ જેને પ્રગટ હોય કે વેદ વિશારદ હોય * x * તે જો ઈન્દ્રિયોનું રક્ષણ કરતો નથી, તો તે કંઈ પણ નથી. * * * * * તિ-વિષયરોગ, રણ-પિત્રાદિમાં નેહરાગ, દ્વેષ-પ્રસિદ્ધ છે, મોહ-અજ્ઞાન તેનું પ્રવર્તન જે કરે છે. લિ શબ્દના ક્ષેપાર્થવથી ‘અસાર' અર્થ લેવો. પ્રમાદ જ દોષ જેથી છે, તે પ્રમાદ દોષ, પાર્શ્વસ્થ-જ્ઞાનાચારાદિથી બહિર્વર્તિ, સાધુના આભાસ રૂ૫, તેનું શીલ અનુષ્ઠાન, નિકારણ-શય્યાતરના પિંડાદિનો ભોગ કરનાર, પાર્શ્વનાશીલનું સેવન કરનાર, આ જ વાતનો વિસ્તાર કરે છે - ઘી, માખણ આદિથી અચંગન કરે, તેલ વડે સ્નાન કરે, વારંવાર કક્ષા, મસ્તક આદિને પ્રક્ષાલે, હાથ-શરીર આદિને દબાવવા રૂપ અંગ પરિકર્મ કરે, સર્વ રીતે શરીરનું મદન કરે, વિલેપન કરે, ગંધદ્રવ્યથી શરીરદિને વાસિત કરે અગરુ ધૂમ આદિથી ધૂપ કરે, શરીરને આભૂષિત કરે, બકુશ-નખ, કેશ વાને સંવારે. * * * હાસ્ય, શબ્દવિકાર, નૃત્ય, ગાન, ઢોલ આદિનું વાદન, નટ અને નર્તકના નૃત્ય, - X * આ બધાંનું પ્રેક્ષણ અને વિવિધ વાંસ-ખેલ આદિ, વેલંબક-વિદૂષક એ બઘાંનું વર્જન કરવું. કેટલુંક કહીએ ? જે વસ્તુ શૃંગારરસના ગૃહ સમાન, અન્ય પણ ઉક્ત વ્યતિક્તિ આવા પ્રકારના તપ-સંયમ-બ્રહ્મચર્યનો દેશી કે સર્વથી ઘાત જેમાં વિધમાન છે, તે તપ-સંયમાદિ ઘાતોપઘાત, બ્રહ્મચર્યનું સેવન કરનારે ઉક્ત બધું સર્વકાલ વર્જવું જોઈએ. અન્યથા તે બ્રહ્મચર્યનો વ્યાઘાત થાય છે. તથા અંતરાત્મા ભાવિત થાય છે. કેવી રીતે ? તપ-નિયમ-શીલ યોગ વડે. નિત્યકાળ-સર્વદા. તે આ રીતે - સ્નાન કે દંતધાવન ન કરે. સ્વેદ-પરસેવો, મળ-મેલ, જલ-મલ વિશેષ, - x * ક્ષમા-ક્રોધ નિગ્રહ, દમ-ઈન્દ્રિયનિગ્રહ, અચેલક-વસ્ત્રનો અભાવ, લાઘવઅલાઉપધિપણું, કાઠશય્યા-પાટીયા ઉપર સુવું, ભૂમિ નિષધા-ભૂમિ આસન. શય્યા અને ભિક્ષાદિ માટે બીજાના ઘેર પ્રવેશે ત્યારે પ્રાપ્ત અશનાદિમાં અને અન્ય પ્રાપ્તિ કે અપ્રાપ્તિમાં જે માન-અભિમાન અને અપમાન-દિનતા, નિંદન-કૂસા અને દંશ-મશક સ્પર્શ, નિયમ-દ્રભાદિ અભિગ્રહ, તપ-અશનશનાદિ, ગુણમૂળગુણાદિ, વિનય-અગ્રુત્થાનાદિ તે બધાં વડે અંતરાત્માને ભાવિત કરે. ભાવના-નાનાદિને સેવવા. માન-અપમાનાદિમાં ઉપેક્ષા કરવી. - X - X - ચોથા વ્રતની આ પાંચ ભાવના છે, તે અબ્રહ્મચર્ય-વિરમણની પરિરક્ષાર્થે છે. તે પાંચમાંની પ્રથમ ભાવના-સ્ત્રી સંસક્ત આશ્રયનું વર્ણન છે. તે આ રીતે - શય્યા, આસન, ગૃહદ્વાર, અંગત-અજિર, આકાશ-અનાવૃત્ત સ્થાન, ગવાક્ષગોખ, શાલા-માંડશાળાદિ, અભિલોકન - ઉન્નત્તસ્થાન, પશ્ચાગૃહ તથા મંડન, સ્નાન કિયાનો જે આશ્રય, આ બધું સ્ત્રી સંસાથી સંક્ષિપ્ત હોવાથી વર્જનીય છે. તથા આશ્રય, જે વેશ્યાના સ્થાન, જ્યાં સ્ત્રીઓ રહે છે. તે સ્થાન કેવા છે ? વારંવાર મોહદોષ-અજ્ઞાન, રતિ-કામરાગ, રાગ-નેહરાણ, વદ્ધના-વૃદ્ધિકાસ્કિા (કથા) તેને કહે છે. તથા ઘણાં પ્રકારે જાતિ, કુળ આદિ વિષયક સ્ત્રી સંબંધી કે સ્ત્રી-પુરુષની જેમાં છે. આવી કથાને વર્જવી જોઈએ. આ સંબંધથી સંક્ષિપ્ત જે તે તથા બીજા પણ આવા પ્રકારના આશ્રયો વર્જવા જોઈએ. બીજું કેટલું કહીએ ? - x - જ્યાં જ્યાં ચિતની ભ્રાંતિ થાય, હું બ્રહ્મચર્ય પાળું કે નહીં એવી શૃંગાર રસથી મનો અસ્થિરતા જન્મ - x - બ્રહ્મવતનો ભંગ કે સર્વભંગ થાય. આd-ઈષ્ટ વિષય સંયોગના અભિલાષરૂપ અથવા રૌદ્ર ધ્યાન થાય - તેના ઉપાયરૂપ હિંસા-અસત્ય-અદd ગ્રહણ અનુબંધરૂપ, તેવા તેવા આયતનને વર્જવા જોઈએ.