________________
૧/૫/૨૩,૨૪
૨૦૩
પતક સુધી વ્યંતરનિકાય ઉપરવર્તી વ્યંતરના ભેદ છે, પિશાયાદિ આઠ વ્યંતરના ભેદો છે. તિર્યગવાસી એ વ્યંતરનું વિશેષણ છે. ચંદ્રાદિ પંચવિધ જ્યોતિષી પ્રસિદ્ધ છે. બૃહસ્પતિ આદિ ગ્રહો છે. તપ્ત તપનીયકનકવણ - નિમતિ લાલ વર્ણથી સુવણી તુલ્યવર્ણવાળા જાણવા. આ સિવાયના ચાલક આદિ ગ્રહો પણ જ્યોતિચકે ચારચરણ, ચાંતિ-આચરે છે. કેતુ એ જ્યોતિક વિશેષ છે.
ઉક્ત ગતિરતિક તથા ૨૮ નમો-અભિજિતાદિ. વિવિધ સંસ્થાન સંસ્થિત તારાઓ, સ્થિતલેશ્ય - અવસ્થિત દીપ્તિવાળા, કેમકે મનુષ્યોગથી બહાર રહેલા છે. ચારિણ-મનુષ્ય ક્ષેત્રમાં સંયરતા. કઈ રીતે ચરતા ? અવિશ્રાંત મંડલગતિથી. ઉપસ્થિરતિછલોકના ઉપરના ભાગે વર્તતા. ઉર્વલોકવાસી બે ભેદે - કભોપપ, કપાતીત. કલ્પોપપત્ત-સૌધમદિ બાર. કાતી-રૈવેયક, અનુત્તર બે ભેદે.
તેમાં જે મમત્વ કરે છે, તે કહે છે – ભવનથી ઈન્દ્ર સહિત સુધી કહેવું. પવન • ભવનપતિના ગૃહ અથવા ગૃહોજ. વાહન-ગજ આદિ, યાન-શકટ વિશેષ, વિમાન
જ્યોતિક, વૈમાનિક દેવના ગૃહો. યાનવિમાન-પુષક, પાલક આદિ. - X - ભાજનવિધિભાજનજાત, કામ-સ્વેચ્છાથી. વિકર્વિતા- વાદિ વડે કરેલ વિભૂષા જે અપ્સરાગણોનો સંઘ. ચેઈય-ચૈત્યવૃક્ષ, આરામાદિ વિશેષ. કીત્યંત-સારો શબ્દ કરે છે, દેવકુલાદિનું મમત્વ કરે છે. પછી ગ્રહણ કરે છે, તે પરિગ્રહ. - - કેવા સ્વરૂપે ? તે કહે છે -
વિપુલદ્રવ્યસાર-પ્રભુત વસ્તુપધાન. ઈન્દ્રો અને દેવો મહદ્ધિક, વાંછિતાર્યની પ્રાપ્તિમાં સમર્થ અને દીધયુપ્ય હોય છે. તેવા હોવા છતાં તેઓ સંતોષ આદિ પામતા નથી. વૃપ્તિ-ઈચછા નિવૃત્તિ, તુષ્ટિ-સંતોષ, આનંદ પામતા નથી કેમકે બીજા-બીજાની વિશેષ પ્રાપ્ત વસ્તુની આકાંક્ષાથી પીડાય છે. તેઓ કેવા છે ? અત્યંત, વિપુલ લોભથી
અભિભૂત સંજ્ઞાવાળા. વર્ષધર-હિમવત્ આદિ પર્વત. કાર-ઘાતકીખંડ અને પુખસ્વરદ્વીપાદ્ધના પૂર્વ-પશ્ચિમના બે ભાગ કરનાર દક્ષિણ-ઉત્તર લાંબો પર્વત વિશેષ.
વૃતપર્વત-શબ્દાપાતી-વિકટાપાતી આદિમાં વતુળવૈતાદ્ય પર્વત, કુંડલ-બૂદ્વીપથી, અગીયારમો કુંડલ નામે દ્વીપમાં રહેલ કુંડલાકાર પર્વત, ટુચકવ-જંબૂદ્વીપથી તેરમો રચકવરદ્વીપમાં રહેલ મંડલાકાર પર્વત. માનુષોત્તર-મનુષ્યક્ષેત્ર આવક મંડલાકાર પર્વત. કાલોદધિ-બીજો સમુદ્ર, લવણ-લવણ સમુદ્ર, સલિલા-ગંગાદિ મહાનદી, હૃદ પતિ-મુખ્ય નદી મળે રહેલ પા-મહાપદ્માદિ મહાદ્ધહ. રતિકર-નંદીશ્વર દ્વીપમાં ચાર વિદિશામાં રહેલ ઝલ્લરી સંસ્થાનવાળા ચાર પર્વત. અંજનક-નંદી ઘર ચક્વાલ મધ્યવર્તી દધિમુખ પર્વત-જનક ચતુર્ય પડખે રહેલ પુષ્કરિણી મધ્યભાગ વર્તી ૧૬-પર્વત, જેમાં વૈમાનિકાદિ દેવો ઉતરીને મનુષ્ય ક્ષેત્રાદિમાં આવે છે. • x - x - કાંચનઉત્તરકુર અને દેવકર મધ્ય પ્રત્યેક પાંચ-પાંચ મહાદ્રહોમાં બંને તરફના દશ-દશ, બધાં મળીને ૨૦૦ પર્વત છે. ચિત્ર-વિચિત્ર, નિષધ વર્ષધર પર્વતની નીકટ અને શીતોદા મહાનદીના ઉભય તટવર્તી એવા આ પર્વત છે. યમકવર-નીલવ4 વર્ષધર નજીક છે.
શિખર-સમુદ્ર મધ્યવર્તી ગોસ્વંપાદિ પર્વતમાં. કૂટ-નંદનવન કૂટાદિ. તે
૨૦૪
પ્રશ્નવ્યાકરણાંગસૂત્ર-સટીક અનુવાદ વર્ષધરદિવાસી દેવો વૃદ્ધિ પામતા નથી. તથા - વક્ષસ્કાર - ચિત્રકૂટાદિ, વિજયનો વિભાગ કરનારા... અકર્મભૂમિ-હૈમવત આદિ ભોગ ભૂમિ. તે બધામાં રહેનાર. સુવિભક્ત દેશ-જનપદમાં, કર્મભૂમિ-કૃષિ આદિ કર્મસ્થાનરૂપ ભરતાદિ પંદર. આ બધામાં જે કોઈ ચક્રવર્તી, વાસુદેવ, બલદેવ, માંડલિક-રાજા, ઈશ્વર-ચુવરાજ આદિ, તલવર-પબંધ કરાયેલ રાજસ્થાનીય, સેનાપતિ-સૈન્ય નાયક, ઈભ્ય-જેના દ્રવ્યનો ઢગલો કરતી, હાથી પણ ત્યાં ન દેખાય તેવો દ્રવ્યપતિ. શ્રેષ્ઠી-શ્રીદેવતા અલંકૃત વણિનાયક. રષ્ટિકા-રાષ્ટ્ર ચિંતા નિયુક્તા, પુરોહિત-શાંતિકર્મકારી. કુમાર-રાજ્યને યોગ્ય, દંડનાયકતંગપાલ, • x• કૌટુંબિક-ગામનો મહત્તર. આ તથા આવા બીજા પરિગ્રહને એકઠો કરે છે.
કેવો ? અપરિમાણવથી અનંત, આપત્તિમાં રક્ષણ કરવા અસમર્થ હોવાથી અશરણ, દારણપણે અંત આવતો હોવાથી દુરંત, સૂર્યના ઉદયની જેમ અવશ્ય ભાવિ ન હોવાથી અgવ. અસ્થિરપણાથી નિત્યતા અભાવે અનિત્ય, પ્રતિક્ષણ વિશરપણાથી અશાશ્વત, પાપકર્મ-જ્ઞાનાવરણાદિનું મૂળ, અવકિરિયર્વ-અવકરણીય, ત્યાજય. • x • અનંત કલેશનું કારણ. સંક્લેશ-ચિત્ત-અશુદ્ધિ. •x-x- સર્વદુ:ખોને સલિલીયોઆશ્રિત હોય છે. - x •
- હવે જે રીતે પરિગ્રહ કરાય છે, તે કહે છે - પરિગ્રહને માટે જ સેંકડો શિય શીખે છે ઈત્યાદિ. શિલ-આચાર્યના ઉપદેશથી પ્રાપ્ત. ચિત્ર આદિ કર કળા. * * * તથા મહિલાના-૬૪-ગુણો. આલિંગનાદિ આઠ ક્રિયા વિશેષ, વાસ્યાયને કહેલ, પ્રત્યેકના આઠ ભેદ હોવાથી ૬૪ ગુણો થાય છે. અથવા વાત્સ્યાયને કહેલ ગીત, નૃત્યાદિ-૬૪-ગણો. તે કેવા છે ? અતિ ઉત્પાદક, સિપણેd-શિથ વડે વૃત્તિ કરનારા વડે રાજા આદિને સેવવા. - x -
અસિ-ખડ્ઝ અભ્યાસ, મસિ-મણી વડે કરાયેલ અક્ષર લિપિ વિજ્ઞાન. કૃષિખેતર ખેડવાનું કાર્ય-વાણિજ્ય-વણિ વ્યવહાર, વ્યવહાર-વિવાદ છેદન. અર્થશાસ્ત્રઅર્થોપાય પ્રતિપાદક શાસ્ત્ર, રાજનીતિ આદિ. ઈસત્ય-અષશાસ્ત્ર, ધનુર્વેદ. સરૂપગતછરી આદિ, મુષ્ટિ ગ્રહણ ઉપાય જાત વિવિધ યોગથી-ઘણી પ્રકારે વશીકરણાદિ સોગને પરિગ્રહ માટે શીખવે. આવા પ્રકારે ઘણાં પરિગ્રહ ઉપાદાનના હેતુ, અધિકરણરૂપે પ્રવર્તમાન જાણવા. ચાવજીવ-આજન્મ નૃત્ય કરે છે. તથા અબુદ્ધિ કે મંદબુદ્ધિ અથવા દુષ્ટ બુદ્ધિયુક્ત પરિગ્રહને સંચિત કરે છે. પ્રાણીઓ પરિગ્રહ માટે જ આમ કરે છે -
પ્રાણ-જીવોના વઘકરણ-હનનક્રિયા. અલીક-મૃષા વાદ, નિકૃતિ-અત્યંત આદરણથી બીજાને છેતસ્વા. સાતિસંપ્રયોગ-ગુણરહિત દ્રવ્યને બીજા દ્રવ્યમાં ભેળવી ગુણોકપનો ભ્રમ ઉપજાવવો. પરદધ્વામિઝ-પરધન લોભ કે પદ્ધવ્ય. સપરદારગમણ સેવણા સ્વદારા ગમનમાં શરીર-મન વ્યાયામ કરે છે, પરસ્ત્રી સેવન પ્રાપ્ત ન થતાં મનોખેદ કે બીજાના મનને પીડા કરે છે. કલહ-વાચાથી, લંડન-કાયાથી, વૈઅનુશય અનુબંધ. અપમાન-વિનય ભંશ, વિમાનનાકદર્થના. કેવા થઈને કરે છે ?