________________
૧/૫/૨૩,૨૪
તે કહે છે –
ઈચ્છા-અભિલાષ માત્ર, મહેચ્છા-ચક્રવર્તી આદિની જેમ મહાભિલાષ. તે જ પિપાસા-તૃષા વડે સતત કૃષિત. તૃષ્ણા-દ્રવ્ય અવ્યય ઈચ્છા, વૃદ્ધિ-અપ્રાપ્ત અર્થની આકાંક્ષા, લોભ-ચિતમોહન તેના વડે ગ્રસ્ત-અભિવ્યાપ્ત. અનિગૃહિતાત્મા-આત્મા વડે અનિગૃહીત. ક્રોધાદિ કરે છે. અકીર્તન-નિંદિત. પરિગ્રહથી આ નિયમા થાય છે – શલ્ય-માયાદિ ત્રણ, દંડ-દુપ્પણિહિત મનો-વચન-કાય લક્ષણ, ગૌરવ-ઋદ્ધિ, રસ, સાતારૂપ, કપાય સંજ્ઞા પ્રસિદ્ધ છે. કામગુણા-શબ્દાદિ, આશ્રવ-આશ્રવદ્વારો પાંચ છે. - ૪ - ૪ - દેવ, મનુષ્ય, અસુર લોકમાં [ઉક્ત લોભ પરિગ્રહ જિનવરે કહ્યો છે, ધર્માર્થ પરિગ્રહ નહીં. આ પરિગ્રહથી અન્ય કોઈ ફેંદો-બંધન કે પ્રતિબંધ સ્થાનરૂપ આસક્તિ આશ્રય નથી. સર્વજીવોને સર્વલોકમાં પરિગ્રહ હોય છે. કેમકે અવિરતિ દ્વારથી સૂક્ષ્મ પણ પરિગ્રહ સંજ્ઞાનો સદ્ભાવ હોય છે.
જે રીતે કરે છે તે કહ્યું. હવે પરિગ્રહ જે ફળ આપે છે, તે કહે છે – પરલોકમાં અર્થાત્ જન્માંતરમાં અને શબ્દાદિ આ લોકમાં સુગતિના નાશથી નષ્ટ થાય છે, સત્પંથથી ભ્રષ્ટ થાય છે. અજ્ઞાન રૂપ અગ્નિમાં પ્રવેશે છે. મહામોહ-પ્રકૃષ્ટ ઉદય ચારિત્ર મોહનીયથી મોહિતજાતિવાળા રાત્રિ જેવા અજ્ઞાનાંધકારમાં પ્રવેશે છે.
૨૦૫
કેવા જીવસ્થાનોમાં નાશ પામે છે ? તે કહે છે – ત્રસ, સ્થાવર, સૂક્ષ્મ, બાદર, પર્યાપ્તા આદિ મનુષ્ય પર્યન્ત પૂર્વવત્ જાણવું તેમાં જરા-મરણ-રોગ-શોકની બહુલતાથી પલ્યોપમ-સાગરોપમ અનાદિ-અનંત દીર્ધકાળ ચાતુરંત સંસાર અટવીમાં ભમે છે. તેઓ કેવા ફળને ભોગવનારા થાય છે ? જીવો, લોભ વશ થઈને પરિગ્રહમાં સંનિવિષ્ટ રહે છે. શેષ પૂર્વ અધ્યયનવત્.
મુનિ દીપરત્નસાગરે કરેલ
આશ્રવ-અધ્યયન-૫-નો ટીકાસહિત અનુવાદ પૂર્ણ
હવે પાંચ આશ્રવના નિષ્કર્ષ માટે ગાથાસમૂહ કહે છે - • સૂત્ર-૨૫ થી ૨૯ [પાંચ ગાથા] :
[૨૫] આ પૂર્વોક્ત પાંચ આસવદ્વારોના નિમિત્તે જીવ પ્રતિસમય કર્મરૂપી રજનો સંચય કરી ચાર ગતિરૂપ સંસારમાં ભમે છે.
[૨] જે કૃવષુવાન્ ધર્મને સાંભળતા નથી, સાંભળીને જે પ્રમાદ કરે
છે, તે અનંતકાળ સુધી ચાર ગતિમાં ગમનાગમન કરે છે.
[૨૭] જે પુરુષ મિથ્યાદષ્ટિ, ધાર્મિક, નિકાચિત કર્મબંધ કરેલા છે, તે ઘણાં પ્રકારે શિક્ષા પામી, ધર્મ સાંભળે પણ આચરે નહીં
[૨૮] જિનવચન સર્વ દુઃખનાશ માટે મધુર ગુણ વિરેચન છે. પણ મુધા અપાતા આ ઔષધને ન પીવા ઈચ્છે, તેનું શું થઈ શકે?
[૨૯] જે પાંચ [આશ્રવ] ત્યાગે, પાંચ [સંવર] રક્ષે, તેઓ કરજથી
પ્રશ્નવ્યાકરણાંગસૂત્ર-સટીક અનુવાદ
૨૦૬
સર્વથા રહિત થઈ સર્વોત્તમ સિદ્ધિ પામે છે.
• વિવેચન-૨૫ થી ૨૯ઃ
અનંતર વર્ણિત સ્વરૂપ પાંચ અસંવર-પ્રાણાતિપાતાદિ આશ્રવ વડે જીવસ્વરૂપ ઉપરંજનથી જ્ઞાનાવરણાદિ કર્મને આત્મ પ્રદેશ વડે એકઠાં કરીને, પ્રતિક્ષણ દેવાદિભેદથી ચાર પ્રકારે, ગતિ નામ કર્મોદય સંપાદિત જીવપર્યાય વિભાગ જેના છે તે સંસારે ભમે છે. - - - દેવાદિ સંબંધી ગતિમાં ગમન કરે છે. અનંત આશ્રવનિરોધ લક્ષણ પવિત્ર
અનુષ્ઠાન ન કરીને જેઓ શ્રુતધર્મ ન સાંભળે કે સાંભળીને પ્રમાદ કરે, સંવરરૂપે ન રહે. - ગુરુ દ્વારા ઉપદિષ્ટ બહુવિધ ધર્મ સાંભળવા છતાં મિથ્યાર્દષ્ટિ-મંદબુદ્ધિનિકાચિત કર્મ બદ્ધ પુરુષો ઉપશમનાદિ ન કરી શકે તેવા કર્મ બાંધેલ માત્ર અનુવૃત્તિ વડે ધર્મ સાંભળે, તો પણ અનુષ્ઠાન કરતાં નથી.
વિ ાઁ - શક્ય નથી. જે - જેઓ ઈચ્છતા નથી, મુધા-પ્રત્યુપકારની અપેક્ષાએ દેવાતા, પાતું-પીવાને, કેવું ઔષધ ? જિનવચન ગુણ મધુર વિરેચન-ત્યાગકારી, સર્વ દુઃખોને. - પાંચ-પ્રાણાતિપાતાદિ આશ્રવદ્વાર છોડીને, પ્રાણાતિપાતાદિ વિરમણ આદિ સંવરને પાળીને, અંતઃકરણવૃત્તિથી કર્મરજથી મુક્ત, સકલ કર્મક્ષય લક્ષ્યા સિદ્ધિ અર્થાત્ ભાવસિદ્ધિ તેથી જ અનુત્તર-સર્વોત્તમ,
પ્રશ્નવ્યાકરણ અંગ-સૂત્રના આશ્રવદ્વાનો મુનિ દીપરત્નસાગરે કરેલ ટીકાનુવાદ પૂર્ણ
૭ — x — x — x — x − x — x —