________________
૯/-/૨/૪૪૦ થી ૪૪૩
રીતે બધાં દ્વીપ સમુદ્રોમાં પૂર્વોક્ત પ્રશ્ન વડે યથાસંભવ સંખ્યાતા અને અસંખ્યાતા ચંદ્રાદિ ઈત્યાદિ વડે ઉત્તર આપવો. - - દ્વીપસમુદ્રના નામો આ પ્રમાણે - પુષ્કરોદ સમુદ્રથી અનંતર વરુણવર દ્વીપ છે, પછી વરુણોદ સમુદ્ર. એ રીતે ક્ષીરવરૂક્ષીરોદ, ધૃતવ-ધૃતોદ, ક્ષોદવર-ક્ષોદોદ, નંદીશ્વર-નંદીશ્વરોદ, અરુણ-અરુણોદ, અરુણવરઅરુણવરોદ, અરુણવરાવભાસ-અરુણવરાવભાસોદ, કુંડલ-કુંડલોદ, કુંડલવર-કુંડલવરોદ, કુંડલવરાવભાસ-કુંડલવરાવભાસોદ, રુચક-ટુચકોદ, રુચકવર-રુચવરોદ, રુચકવરાવભાસ-ટુચકવરાવભાસોદ ઈત્યાદિ અસંખ્યાત દ્વીપ-સમુદ્રો છે.
શતક, ઉદ્દેશા-૩ થી ૩૦ • “અંતર્હિષ” છે
— x — x — x — x — x — x -
૨૧
ઉદ્દેશા-૨-માં દ્વીપ વક્તવ્યતા કહી, બીજી રીતે અહીં પણ તે જ કહે છે. એ સંબંધથી આવતું આ પહેલું સૂત્ર.
• સૂત્ર-૪૪૪ :
રાજગૃહે યાવત્ આમ કહ્યું – દક્ષિણ દિશાના એકોક મનુષ્યોનો એકોક દ્વીપ કયા કહ્યો છે ? ગૌતમ ! જંબૂદ્વીપદ્વીપના મેરુ પર્વતની દક્ષિણે ચુલ્લ હિમવંત વર્ષધર પર્વતની પૂર્વ દિશાના સમાંતથી, લવણસમુદ્રમાં ઈશાન ખૂણામાં ૩૦૦ યોજન ગયા પછી તેની દક્ષિણ દિશાએ એકોક મનુષ્યોનો એકોકદ્વીપ નામનો દ્વીપ કહ્યો છે. ગૌતમ ! તે ૩૦૦ યોજન લંબાઈ-પહોળાઈથી છે, કિંચિત્ વિશેષ ન્યૂન ૯૪૯ યોજન પરિક્ષેપથી છે. તે એક પાવર વેદિકાથી અને એક વનખંડથી ચારે તરફથી વીંટાયેલ છે. આ બંનેનું પ્રમાણ અને વર્ણન, એ પ્રમાણે આ ક્રમથી જેમ જીવાભિગમમાં યાવત્ શુદ્ધદંતદ્વીપ ચાવત્ તે મનુષ્યો દેવલોકે જનારા કહ્યા છે.
હે આયુષ્યમાનૢ શ્રમણ ! આ પ્રમાણે ૨૮-તપ પોત-પોતાની લંબાઈ. પહોળાઈથી કહેવા. વિશેષ એ કે એક-એક દ્વીપનો અલગ-અલગ એક-એક ઉદ્દેશો છે, એ પ્રમાણે બધાં મળીને ૨૮-ઉદ્દેશકો કહેવા. ભગવન્ ! તે એમ જ છે, એમ જ છે.
• વિવેચન-૪૪૪ :
*વાિિન્ન' શબ્દ ઉત્તર તરફના દ્વીપોના વ્યવચ્છેદાયેં છે. એ પ્રમાણે “જીવાભિગમાનુસાર” તેમાં આ પ્રમાણે સૂત્ર છે - લઘુ હિમવંત વર્ષધર પર્વતનો ઉત્તર દિશાના ચરમાંતથી લવણસમુદ્ર ૩૦૦ યોજન અવગાહ્યા પછી તેની દક્ષિણ દિશામાં એકોક મનુષ્યોનો એકોરુક નામક દ્વીપ કહ્યો છે. તે લંબાઈ-પહોળાઈથી ૩૦૦ યોજન છે અને પરિક્ષેપથી કિંચિત્ વિશેષ ન્યૂન ૯૪૯ યોજન છે. તે એક પાવર વેદિકા અને એક વનખંડથી ચોતરફથી વીંટાયેલ છે. અહીં વેદિકા, વનખંડ, કલાવૃક્ષ,
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/3 મનુષ્ય, માનુષીનું વર્ણન જાણવું. તે મનુષ્યોને ચતુર્થભક્તે આહાર ઈચ્છા ઉત્પન્ન થાય છે. તેઓ પૃથ્વી રસ, પુષ્પ, ફળના આહારી છે.
– તે પૃથ્વી રસથી ખાંડ આદિ સમાન છે. તે મનુષ્ય વૃક્ષના ઘરવાળા છે. કેમકે ત્યાં ઘરનો અભાવ છે. તે મનુષ્યોની સ્થિતિ પલ્યોપમના સંખ્યાત ભાગ પ્રમાણ છે. તેમનું આયુષ્ય છ માસ બાકી હોય ત્યારે તે એક યુગલને જન્મ આપે છે. તેઓ આ સંતાન યુગલને ૮૧-દિવસ પાલન કરે છે. ઉચ્છ્વાસ મુકતા આ મનુષ્યો મૃત્યુ દેવરૂપે ઉત્પન્ન થાય છે. ઈત્યાદિ પદાર્થો જણાવેલા છે.
પામી
૨૨
વાચનાંતરે આ પ્રમાણે દેખાય છે – એ પ્રમાણે જીવાભિગમ અનુસાર ઉત્તકુટુ વક્તવ્યતાથી જાણવું. ૮૦૦ ધનુની ઉંચાઈ, ૬૪ પીઠકડક ઈત્યાદિ. તેનો અર્થ આ છે – ઉત્તરકુના મનુષ્યોની ઉંચાઈ ૩૦૦ ગાઉ કહી છે. અહીં ૮૦૦ ધનુપ્ છે. તથા તેના મનુષ્યોને ૨૫૬ પૃષ્ઠ કરંડક કહેલા છે, અહીં ૬૪ કહ્યા છે. તથા - ભગવન્ ! ઉત્તકુરુમાં કેટલા પ્રકારના મનુષ્યો અનુસજ્જ છે ? ગૌતમ ! છ પ્રકારના મનુષ્યો છે. તે આ પ્રમાણે – પદ્મગંધા, મૃગગંધા, અમમા, તેતલી, સહા, શનૈશ્ચારી, આ પ્રમાણે મનુષ્યોની અનુસંજના ત્યાં કહી, અહીં તે નથી. કેમકે તથાવિધ મનુષ્યોનો ત્યાં અભાવ છે. એ પ્રમાણે અહીં ત્રણ વૈવિધ્ય સ્થાનો કહ્યા. જો કે અન્યાન્ય સ્થિતિ આદિ પણ છે. પરંતુ તે જાણીને ભાવવા. આ એકોરુક દ્વીપનો ત્રીજો ઉદ્દેશો છે.
હવે પ્રકૃત વાચનાને અનુસરીને કહે છે – જીવાભિગમના આ સૂત્રના અંત માટે આમ કહેવું. નાવ ઈત્યાદિ. શુદ્ધદંત નામના ૨૮-માં અંતર્ધીપની વક્તવ્યતા સુધી કહેવું. તે ક્યાં સુધી કહેવી ? તે કહે છે – “દેવલોક પરિગ્રહ’ સુધી. જેઓને દેવલોક પરિગ્રહ છે, તે. અર્થાત્ દેવગતિગામી. અહીં એક-એક અંતદ્રુપનો એકએક ઉદ્દેશો છે. તેમાં એકોરુકદ્વીપ ઉદ્દેશક પછી આભાસિકદ્વીપ ઉદ્દેશક છે.
– તેમાં આ સૂત્ર છે - ભગવન્ ! દક્ષિણદિશાવર્ત આભાસિક મનુષ્યોનો આભાસિક નામક દ્વીપ ક્યાં આવેલો છે ? ગૌતમ ! જંબુદ્વીપ દ્વીપમાં ચુલ્લહિમવંત વર્ષધર પર્વતની દક્ષિણ-પૂર્વ દિશાવર્તી ચરમાંતથી લવણસમુદ્રમાં ૩૦૦ યોજન સુધી ગયા પછી, એની દક્ષિણ દિશાએ ‘આભાસિક નામનો દ્વીપ કહ્યો છે. બાકીનું વર્ણન એકોરુકદ્વીપ અનુસાર જાણવું. આ ચોથો ઉદ્દેશો કહ્યો.
એ પ્રમાણે વૈષાણિક દ્વીપ ઉદ્દેશો છે. વિશેષ એ કે તે દક્ષિણ-પશ્ચિમ ચરમાંતથી કહેવો. આ પાંચમો ઉદ્દેશો કહ્યો. આ પ્રમાણે લાંગૂલિક દ્વીપ-ઉદ્દેશો પણ છે. પણ તે પશ્ચિમ-ઉત્તર ચરમાંતથી છે. આ છઠ્ઠો ઉદ્દેશો કહ્યો.
[આ રીતે ચાર દ્વીપ કા – એકોરથી લાંગલિક.)
[હવે પાંચથી આઠ કહે છે – હયકર્ણથી શસ્કુતિક એ પ્રમાણે ‘હયકર્ણદ્વીપ' ઉદ્દેશો. ‘એકોક'ની ઉત્તર-પૂર્વના ચરમાંતથી લવણસમુદ્રમાં ૪૦૦ યોજન ગયા પછી ૪૦૦ યોજન લંબાઈ-પહોળાઈવાળો હયકર્ણદ્વીપ છે. આ સાતમો ઉદ્દેશો. - - એ પ્રમાણે ગજકર્ણદ્વીપ ઉદ્દેશો છે. વિશેષ આ - ગજકર્ણદ્વીપ આભાસિકદ્વીપના દક્ષિણ