________________
૭/-/૮/૩૬૪,૩૬૬
હે ગૌતમ! જીવ પણ જેવા પૂર્વકર્મથી નિબદ્ધ શરીરને પામે, તેને અસંખ્ય જીવપ્રદેશથી સચિત્ત કરે છે. બાકીનું લખેલું જ છે. તેનો અર્થ આ પ્રમાણે –
દાર - શિખર આકૃતિ યુક્તશાળા, જે અંદર-બહાર છાણ આદિ વડે લિપ્ત હોય, તે પ્રાકારાદિથી આવૃત્ત, કમાળ આદિ દ્વારથી યુક્ત, વાયુ પ્રવેશરહિત, વળી મોટા ગૃહો પ્રાયઃ નિર્વાત ન હોય, તેથી નિર્વાત ગંભીર, તૈલ-વાટ-વાળુવાસણ અને અગ્નિ લઈને જાય. દ્વારના મુખને નિશ્ચિદ્ર કરી બંધ કરે. કઈ રીતે? કમાળ આદિ ગાઢ બંધ કરે, દ્વાર શાખાદિને ગાઢ નિયોજી, સંપૂર્ણ નિશ્ચિદ્ર કરે. દુર - ગંત્રીઢંચક, ગોવિનંના - ગોચરણ માટેનું મોટું વાંસનુ પાત્ર, પંડવાળિય - વાંસયુક્ત ભાજન, પિિપકા - આઢક ભાગ માત્ર માન વિશેષ પિટક, સોનમિયા - ૧૬ ભાગ પ્રમાણ - ૪ - ૪ - વાંચનાંતરમાં આ સાક્ષાત્ લખેલું છે. - - જીવાધિકારથી— • સૂત્ર-૩૬૭,૩૬૮ -
૧૨૫
[૩૬] ભગવન્ ! નૈરયિકો એ જે પાપકર્મ કર્યા - કરે છે - કરશે, શું તે બધું દુઃખરૂપ છે અને જેની નિર્જરા કરાઈ છે, તે સુખરૂપ છે ? હા, ગૌતમ ! એમ જ છે. એ પ્રમાણે યાવત્ વૈમાનિક સુધી જાણવું.
[૩૬૮] ભગવન્ ! સંજ્ઞા કેટલી કહી છે? ગૌતમ ! દશ, તે આ – આહાર, ભય, મૈથુન, પરિગ્રહ, ક્રોધ, માન, માયા, લોભ, લોક, ઓઘ. એ પ્રમાણે આ દશે સંજ્ઞા વૈમાનિક સુધી જાણતી.
વૈરયિકો, દશ પ્રકારે વેદનીયને અનુભવ કરતા રહે છે. તે આ – શીત, ઉષ્ણ, સુધા, પિપાસા, કંડૂ, પરાધીનતા, જ્વર, દાહ, ભય, શોક.
• વિવેચન-૩૬૭,૩૬૮ -
સંસાર પરિભ્રમણના કારણથી દુઃખરૂપ છે, પાપકર્મોની નિર્જરા મોક્ષના હેતુરૂપ હોવાથી સુખરૂપ છે. નાકાદિ સંજ્ઞી છે, માટે સંજ્ઞા–
સંજ્ઞાન કે આભોગ તે સંજ્ઞા, બીજા મતે મનોવિજ્ઞાન એ સંજ્ઞા છે. વેદનીય
મોહનીયાદિ આશ્રીને જ્ઞાન-દર્શનાવરણ ક્ષયોપશમ આશ્રીને વિચિત્ર આહારાદિ પ્રાપ્તિની ઈચ્છા વિશેષ તે સંજ્ઞા. તે દશ છે.
(૧) આહાર સંજ્ઞા-ક્ષુધા વેદનીયના ઉદયથી કવલાદિ આહાર અર્થે પુદ્ગલ ગ્રહણ ઈચ્છા. x - - (૨) - ભયસંજ્ઞા-ભયમોહનીયના ઉદયથી વ્યાકુલ ચિત પુરુષનું ભયભીત થવું, કંપવું, રોમાંચિત થવું.
(૩) મૈથુન સંજ્ઞા-કુંવેદાદિ ઉદયથી મૈથુનાર્થે સ્ત્રી આદિના અંગ આલોકન, મુખ જોવું આદિ, તેનાથી કંપનાદિ થવારૂપ લક્ષણ.
(૪) પરિગ્રહ સંજ્ઞા-લોભોદયથી પ્રધાનભવ કારણ આસક્તિ પૂર્વક સચિત્ત
અચિત દ્રવ્યોપાદન ક્રિયા-ઈચ્છા. - (૫) ક્રોધ સંજ્ઞા-ક્રોધોદયના આવેશથી આંખો
લાલ થવી, દંતચ્છદ, સ્ફૂરણાદિ ચેષ્ટા.
(૬) માનસંજ્ઞા-માનોદયથી અહંકારરૂપ આત્મોત્કર્ષ ક્રિયા. (૭) માયાસંજ્ઞા-માયોદયથી અશુભ સંક્લેશ વડે જૂઠ બોલવું આદિ ક્રિયા. -
૧૨૬
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ-૨ (૮) લોભસંજ્ઞા - લોભોદયથી લોભયુક્ત સચિત્ત-અચિત્ત દ્રવ્ય પ્રાર્થનારૂપ સંજ્ઞા. - (૯) ઓઘસંજ્ઞા - મતિજ્ઞાનાવરણ ક્ષયોપશમથી શબ્દાદિ અર્થગોચર સામાન્ય અવબોધ
ક્રિયા કે ઉપયોગરહિત ક્રિયા.
(૧૦) લોકસંજ્ઞા-શબ્દાદિ અર્થ ગોચર વિશેષ અવબોધ ક્રિયા આ રીતે ઓઘસંજ્ઞા, તે દર્શનોપયોગ અને લોકસંજ્ઞા, તે જ્ઞાનોપયોગ.
આ દર્શને સુખે સમજવા પંચેન્દ્રિયને આશ્રીને કહ્યું. એકેન્દ્રિય આદિને તો પ્રાયઃ યશોક્ત ક્રિયા નિબંધન કર્મોદયાદિ રૂપ જ જાણવી.
જીવાધિકારથી નૈરયિકાદિ. પા - પરવશ. અહીં વેદના કહી તે ક્રિયા વિશેષથી તે મહા કે અલ્પ અને સમ છે, તે દર્શાવે છે –
• સૂત્ર-૩૬૯,૩૭૦ :
[૩૬૯] ભગવન્ ! હાથી અને યુને અપત્યાખ્યાન ક્રિયા સમાન હોય ? હા, ગૌતમ ! હોય. ભગવન્ ! એમ કેમ કહ્યું ? ગૌતમ ! અવિરતિને આશ્રીને. તે કારણથી એમ કહ્યું. • ચાવત્ સમાન હોય.
[૩૭] ભગવન્ ! આધાકમને ભોગવતો શું બાંધે? શું કરે? શેનો ચય કે ઉપાય કરે? એ પ્રમાણે જેમ શતક-૧, ઉદ્દેશા←માં કહ્યું તેમ કહેવું. યાવત્ પંડિત શાશ્વત છે, પંડિતત્વ અશાશ્વત છે. ભગવન્ ! તે એમ જ છે,
એમ જ છે.
• વિવેચન-૩૬૯,૩૭૦ :
સૂત્ર-૩૬૯માં વિરતિ કહી, તે સંયત હોવા છતાં આધાકર્મભોજીને કઈ રીતે હોય તે પૂછે છે. જીવ શાશ્વત પંડિત છે. ચાસ્ત્રિભ્રંશથી અશાશ્વત છે. Ð શતક-૭, ઉદ્દેશો--‘અસંવૃત્ત' છે
— — — x — x —
પૂર્વે આધાકર્મી ભોગવનારને અસંવૃત્ત કહ્યા. તેથી અહીં અસંવૃત્ત – - સૂત્ર-૩૭૧ :
ભગવન્ !
ભગવન્ ! સંવૃત્ત અણગાર બાહ્ય પુદ્ગલના ગ્રહણ કર્યા વિના એક વર્ષ, એકરૂપની વિકુર્વણા કરવાને સમર્થ છે ? ના, તેમ નથી. અસંવૃત્ત અણગાર બાહ્ય પુદ્ગલો ગ્રહણ કરીને એક વર્ણ, એકરૂપ વિક્ર્વવા સમર્થ છે ? હા, છે ભગવન્ ! શું તે અહીં રહેલા પુદ્ગલ ગ્રહણ કરીને વિકુર્વે કે ત્યાં રહેલ પુદ્ગલ ગ્રહીને વિપુર્વે કે અન્યત્ર રહેલ પુદ્ગલોને ગ્રહણ કરીને વિકુર્વે ? ગૌતમ ! અહીં રહેલ પુદ્ગલો ગ્રહણ કરીને વિપુર્વે છે. ત્યાં કે અન્યત્ર રહેલ પુદ્ગલ ગ્રહણ કરીને યાવત્ વિક્ર્વણા ન કરે.
એ પ્રમાણે એકવર્ણ - અનેકરૂપ આદિ ચતુર્ભૂગી જેમ શતક-૬-ના ઉદ્દેશા
૯-માં છે, તેમ અહીં પણ કહેવી. વિશેષ આ - અણગાર અહીં રહીને અહીં રહેલ પુદ્ગલો ગ્રહણ કરીને વિપુર્વે છે. બાકી બધું પૂર્વવત્ યાવત્ રૂક્ષ પુદ્ગલોને સ્નિગ્ધ પુદ્ગલપણે પરિણમાટે? હા, પરિણમાટે. ભગવન્ ! તે અહીં રહેલ
-