________________
9/-/૯/૩૭૧
પુદ્ગલોને સ્વીકારીને વિપુર્વણા કરે ? - યાવત્ - અન્યત્ર રહેલ પુદ્ગલને સ્વીકારીને વિપુર્વણા કરતા નથી.
• વિવેચન-૩૭૧ :
સંવૃત્ત - પ્રમત્ત. ફ - અહીં પ્રશ્નકર્તા ગૌતમની અપેક્ષાએ ૪' શબ્દ કહેવો - મનુષ્ય લોક. તત્ત્વત્ - વિકુર્તીને જ્યાં જવાનું છે, તે સ્થળ. અન્નત્યપણું - ઉક્ત બંને સ્થાન છોડીને અન્ય સ્થાન. વિશેષ આ-અહીં રહેલ અણગાર એટલે અહીં રહેલ પુદ્ગલ કહેવા. ત્યાં એટલે દેવલોક. પુદ્ગલ પરિણામ કહ્યા. હવે તે સંગ્રામમાં વિશેષ હોય, માટે સંગ્રામ કથન –
૧૨૩
• સૂત્ર-3૭૨ -
અહી જાણ્યું છે, અહી પ્રત્યક્ષ કર્યું છે, અહી વિશેષે જાણ્યું છે કે – મહાશિલાર્કટક નામે સંગ્રામ છે ભગવન્ ! મહાશિલાર્કટક સંગ્રામ ચાલતો હતો, તેમાં કોણ જય પામ્યું ? ગૌતમ! વજી, વિદેહ પુત્ર (કોણિક) જય પામ્યો, નવમલકી, નવ લેચ્છકી, કાશી કોશલ ૧૮-ગણ રાજાઓ પરાજય પામ્યા. ત્યારે તે કોકિ રાજા મહાશિલાર્કટક સંગ્રામ ઉપસ્થિત થયેલો જાણીને કૌટુંબિક પુરુષને બોલાવીને એમ કહ્યું – હે દેવાનુપિયો ! તમે જલ્દીથી ઉદાસી હસ્તિરાજને તૈયાર કરો, ઘોડા-હાથી-૨થયોદ્ધા સહિતની ચર્તુગિણિ સેના તૈયાર કરો, કરીને મારી આ આજ્ઞા જલ્દી પાછી આપો.
-
ત્યારે તે કૌટુંબિક પુરુષો, કોણિક રાજાઓ એમ કહેતા હર્ષિત-તુષ્ટ થઈને યાવત્ અંજલિ કરીને હે સ્વામી! જેવી આજ્ઞા કહી, તેમની આજ્ઞા વચનોને વિનયપૂર્વક સ્વીકારીને, નિપુણ આચાર્યોના ઉપદેશથી પ્રશિક્ષિત અને તીક્ષ્ણ બુદ્ધિના સુનિપુણ વિકલ્પોથી યુક્ત તથા જેમ ‘ઉતવાઈ' સૂત્રમાં ભીમ સંગ્રામને યોગ્ય ઉદાયી હસ્તિરાજને સુસજ્જિત કર્યો, કરીને જ્યાં ફૂણિક રાજા હતો, ત્યાં આવે છે, આવીને બે હાથ જોડી સાવત્ પૂણિક રાજાની તે આજ્ઞા પાછી સોપે છે. [આજ્ઞાનુસાર કાર્ય થયાનું જણાવે છે.]
ત્યારપછી તે કૂણિક રાજા જ્યાં સ્નાનગૃહ છે. ત્યાં આવ્યો, આવીને નાનગૃહમાં પ્રવેશ્યો. પ્રવેશીને સ્નાન કર્યુ, લિકર્મ કર્યું, કૌતુક-મંગલ-પ્રાયશ્ચિત્ત કર્યા, સવલિંકારથી વિભૂષિત થઈ, લોહકવચ ધારણ કર્યું, વળેલા ધનુદંડને લીધું, ડોકમાં આભુષણ પહેરી, ઉત્તમોત્તમ ચિપટ્ટ બાંધી, આયુધ-પહરણ ધારણ કરી, કોરેંટક પુષ્પોની માળા સહિતનું છત્ર ધારણ કરીને, તેની ચાર તરફ ચાર ચામર ઢોળવા લાગ્યા. લોકોએ મંગલ-ય શબ્દો કર્યા, એ પ્રમાણે જેમ ‘ઉવવાઈ’ સૂત્રમાં કહ્યા મુજબ યાવત્ ઉદાસી હાથી પર બેઠો.
ત્યારે તે કોણિક રાજા, હારથી આચ્છાદિત વક્ષ:સ્થળવાળો, ઉતવાઈ' સૂત્રમાં કહ્યા મુજબ શ્વેત ચામર વડે વિંઝાતો-વિંઝતો, ઘોડા-હાથી-થ-પ્રવરસ્યોદ્ધા યુક્ત ચાતુરંગિણી સેના સાથે પરિવરેલો, મહાન સુભટોના વિસ્તીર્ણ સમૂહથી
વ્યાપ્ત. જ્યાં મહાશિલા કંટક સંગ્રામ હતો, ત્યાં આવ્યો, આવીને મહાશિલા
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ-૨ કંટક સંગ્રામમાં ઉતર્યો. આગળ દેવેન્દ્ર દેવરાજ શક્ર એક મહા અભેદ કવચવજ્ર પ્રતિરૂપક વિક્ર્વીને ઉભો રહ્યો. એ પ્રમામે બે ઈન્દ્રો સંગ્રામ કરવા લાગ્યા – દેવેન્દ્ર અને મનુજેન્દ્ર પૂણિક રાજા કેવલ એક હાથી વડે પણ [શત્રુસેનાને] પરાજિત કરવા સમર્થ થયો.
૧૨૮
ત્યારપછી તે કૂણિક રાજા મહાશિલાર્કટક સંગ્રામ કરતો એવો નવમલ્લકી, નવ લેચ્છતિ, કાશી-કોશલના ૧૮ ગણરાજા. તેમના પવરવીરા યોદ્ધાઓને હાથ
મર્થિત કર્યા, નષ્ટ કર્યાં, તેમના ચિન્હ, ધ્વજાપતાકા પાડી દીધી, તેમના પાણ સંકટમાં પડી ગયા, દશે દિશામાં ભાગી ગયા.
ભગવન્ ! તે મહાશિલાર્કટક સંગ્રામ કેમ કહેવાય છે? ગૌતમ ! મહાશિલાર્કટક સંગ્રામ થતો હતો ત્યારે, તેમાં જે હાથી, ઘોડા, યોદ્ધા, સારથીઓ તૃણ, પત્ર, કાષ્ઠ, કંકરથી આહત થતા હતાં, તે બધાં એવું અનુભવતા હતા કે અમે મહાશિલાથી હણાઈ રહ્યા છીએ. તેથી તે મહાશિલા કહેવાય છે. ભગવન્ ! મહાશિલાર્કટક સંગ્રામ થતો હતો ત્યારે તેમાં કેટલાં લાખ મનુષ્ય માર્યા ગયા? ગૌતમ ! ૮૪ લાખ મનુષ્યો મર્યા. ભગવન્ ! તે મનુષ્યો શીલરહિત યાવત્ પ્રત્યાખ્યાન-પૌષધોપવાસ રહિત, રોષિત, પરૂિપિત, યુદ્ધમાં ઘાયલ, અનુપશાંત, કાળ માસે કાળ કરી ક્યાં ગયા, ક્યાં ઉત્પન્ન થયા ?
ગૌતમ ! પ્રાયઃ નરક અને તિર્યંચગતિમાં.
• વિવેચન-૩૭૨ :
ભગવંત મહાવીરે સર્વજ્ઞત્વથી સામાન્યથી જાણે છે. શ્રૃત - સ્પષ્ટ પ્રતિભાસ ભાવથી જોયું છે. વિશેષથી જાણ્યું છે – મહાશિલા માફક કંટક, જીવિતનો નાશ કરનાર તે મહાશિલા કંટક. જેમાં તૃણ, સળી આદિ વડે પણ હણેલ અશ્વ, હસ્તિ આદિને મહાશિલાકંટક વડે હણ્યા એવી વેદના થાય, તેવો સંગ્રામ. આ સંગ્રામ આ રીતે થયો –
ચંપામાં કૂણિક રાજા થયો, તેના નાના ભાઈ હલ્લ, વિહલ્લ નામે હતા. તેઓ સેચનક હાથી પર બેસી, દિવ્યકુંડલ-દિવ્યવસ્ત્રો-દિવ્ય હાર ધારણ કરી, વિલસતા જોઈને કોણિક રાજાની પદ્માવતી નામે રાણી ઈર્ષ્યાથી રાજાને તે વસ્તુ હરી લેવા પ્રેરે છે. તેથી રાજાએ તેની યાચના કરી બંને ભાઈઓ ત્યાંથી નીકળી વૈશાલી નગરીએ પોતાના દાદા ચેટક રાજા પાસે હસ્તિ અને અંતઃપુર લઈને ચાલ્યા ગયા. કોણિકે દૂત મોકલી તે વસ્તુઓ માંગી, તેમણે ન મોકલી, ત્યારે કોણિકે કહ્યું – જો તમે વસ્તુ ન મોકલો તો યુદ્ધ માટે સજ્જ થાઓ. તેઓએ પણ કહ્યું – અમે સજ્જ છીએ. ત્યારે કોણિકે ‘કાલ' આદિ પોતાની બીજી માતાના પુત્રો એવા ભાઈઓને ચેટક રાજા સાથે સંગ્રામ કરવા બોલાવ્યા. તે પ્રત્યેક પાસે ત્રણ-ત્રણ હજાર હાથી હતા. એ પ્રમાણે રથો હતા. પ્રત્યેક પાસે ત્રણ-ત્રણ કરોડ મનુષ્ય [યોદ્ધા] હતા, કોણિક પાસે તેટલું જ હતું. આ વ્યતિકર જાણીને ચેટક રાજાએ પણ ૧૮-ગણરાજાને એકઠા કર્યા, તેઓ અને ચેટકરાજા પાસે પણ પ્રત્યેક પાસે એ પ્રમાણે હાથી આદિ પરિમાણ હતું.