________________ 8/-/9/429 231 પ્રત્યેકનું લક્ષ પ્રમાણ છે. કેમકે તેનું ક્ષેત્ર બહતર છે. જેઓ ત્રણ સમયે ઉત્પણ થાય છે, તેમની ત્રણ રાશિ છે. તેમાં પહેલા બે સમય અબંધક બે સશિ, ત્રીજી સર્વબંધક સશિ. તે ત્રણે પ્રત્યેક કોટિ પ્રમાણ છે કેમકે તેનું ક્ષેત્ર ઘણું વધારે છે. એ રીતે ત્રણ રાશિમાં સર્વબંધકો હજાર - લાખ - કરોડ છે, એ પ્રમાણે સૌથી થોડાં છે. અબંધકો લાખ-કરોડ બે છે, એ પ્રમાણે તેઓ વિશેષાધિક છે. આ બંને ગાયા વડે ઉદ્વર્તના કહેવાથી વિગ્રહ સમય સંભવે છે. અંતર્મુહૂર્ત પછી અને પરિવર્તના કહેવાથી નિગોદ સ્થિતિ સમયમાન કર્યું. તેનો આ અર્થ છે તે પૈક્રિય બંધકોના સર્વબંધકો કહી, જે બાકીના તે સર્વે વૈક્રિયના દેશબંધક થાય, * x - વૈકિય સર્વ-દેશબંધક વજીને બાકીના જીવો ઔદારિક બંધક અને દેવાદિ વૈગ્રહિક છે. આહાકબંધ વર્જીને સર્વે જીવો બંધક છે, એ આહાક બંધ સ્વરૂપ કહ્યું. તેઓ પૂર્વના કરતા અનંતગણા હોય છે. એક અસંખ્યભાગ નિગોદ જીવોનો હંમેશાં ઉદ્વર્તે છે, તે બદ્ધાયુક જ છે, તે સિવાયનાની ઉદ્વતનાનો અભાવ છે. તે સિવાયના જે બાકીના તે બદ્ધાયુષ છે, તેઓ તે અપેક્ષાએ અસંખ્યાતપણા જ છે, તેથી આયુષ્યકબંધક અસંખ્યગણા છે. અહીં કહે છે - નિગોદ જીવોને ભવકાળ અપેક્ષાથી આયુબંધકાળ, સંખ્યાતભાગ વૃત્તિથી અબંધકા સંખ્યાલગણા છે. તે જ કહે છે - નિગોદજીવોનો સ્થિતિકાળ અંતમહd પ્રમાણ છે તે કલ્પનાશી લાખ સમય, તેમાં આયુબંધકાળથી અંતર્મહd માનવી કલ્પનાથી સહસ્રલક્ષણ સમયથી ભાગ કરીને જે પ્રાપ્ત થાય તે કલ્પનાથી સો રૂપ છે. આટલા આયુબંધક છે. બાકીના જીવો અબંધક છે. તેમાં લાખની અપેક્ષાથી સો એ સંખ્યાતમો ભાગ છે, તેથી બંધક કરતાં અબંધકો સંખ્યાતગણી હોય છે. * x - અહીં બંધ પ્રકરણ સમાપ્ત થયું. છે શતક-૮, ઉદ્દેશો-૧૦-‘આરાધના' -- X - X - X - X - ઉદ્દેશા-૯-માં બંધાવ્યના અર્થો કહ્યા. તેને શ્રુતશીલ સંપન્ન પુષો વિચારે છે. શ્રતાદિ સંપન્નાદિ પદાર્થોની વિચારણા - * સૂત્ર-૪૩૦ - રાજગૃહનગરે યાવતું આ પ્રમાણે કહ્યું - હે ભગવ/ સીર્થિકો ચાવતું આ પ્રમાણે પ્રરૂપે છે - (1) શીલ જ શ્રેય છે, (2) શ્રત જ શ્રેય છે, (3) કૃત શ્રેય છે, (4) શીલ શ્રેય છે. ભગવા આ કઈ રીતે સંભવે? - હે ગૌતમાં જે અન્યlીર્થિકો એમ કહે છે યાવત તેઓ મિયા કહે છે, હે ગૌતમાં હું આ પ્રમાણે કહું યાવત પરૂપા રું છું કે - એ પ્રમાણે મેં ચાર પુરો કહ્યા - તે આ - 1- એક શીલસંvણ પણ શ્રુતસંપન્ન નહીં -શ્રુતસંપpx પણ શીલસંપન્ન નહીં, ૩-શીલસંપન્ન અને શ્રુત સંપન્ન, ૪-શીલસાંપણ નહીં અને શ્રુતસંપન્ન નહીં. તેમાં જે પહેલો યુરજાત છે, તે પુરુષ શીલવાનું છે, પણ પુતળાનું નથી, 232 ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ-૨ તે ઉપરત છે, પણ અવિજ્ઞાન ધમાં છે. તેને ગૌતમ ! હું દેસ આરાધક કહું છું. તેમાં જે બીજે પુરપાત છે, તે પુરુષ શીલવાનું નથી, પણ મુતવાનું છે. તે અનુપરત, વિજ્ઞાતધમાં છે. ગૌતમ ! તેને મેં દેશવિરાધક કહ્યો છે. તેમાં જે ત્રીજો પુરુષજાત છે, તે પુરુષ શીલવાન અને શ્રુતવાનું છે. તે ઉપરd, વિજ્ઞાન ધમાં છે. હે ગૌતમ ! એ પરપને મેં સવરિાધક કહ્યો છે. તેમાં જે ચોથો પર જાત છે, તે શીલવાનું નથી, કૃતવાનું નથી. તે અનુપરત, વિજ્ઞાાdધમાં છે. ગૌતમ ! આ પરાને મેં સવિરાધક કહ્યો છે. * વિવેચન-૪૩૦ : શીલ જ શ્રેય છે, શ્રુત જ શ્રેય છે, શીલ શ્રેય છે, શ્રત શ્રેય છે. તેની ચૂર્ણિ અનુસાર વ્યાખ્યા - લોકસિદ્ધ ન્યાયે નિશ્ચયથી આ અન્યતીર્થિકો કોઈક કિયા માત્રથી જ અભિષ્ટ અર્ચની સિદ્ધિ ઈચ્છે છે, જ્ઞાનનું કંઈ પણ પ્રયોજન નથી. કેમકે તે ચેષ્ટારહિત છે. * X - કહ્યું છે કે - ક્રિયા જ પુરુષને ફળદાયી છે, જ્ઞાન ફળદાયી નથી, જેમ સ્ત્રી અને ભરૂચના ભોગનો જ્ઞાતા, માત્ર જ્ઞાનથી સુખી થતો નથી. તેથી જેમ ચંદનના ભારને વહેતો ગધેડો ચંદનનો ભાગી થતો નથી, તેમ ચા િવિનાનો જ્ઞાની, જ્ઞાનના ભારથી સુગતિ પામતો નથી. તેઓ પ્રરૂપે છે કે - શીલ શ્રેય છે, પ્રાણાતિપાતાદિથી વિરમણ, અધ્યયનધ્યાનાદિરૂપ ક્રિયા જ અતિ પ્રશસ્ય, ગ્લાધ્ય પુરુષાર્થ સાધકવથી છે. અથવા પુરુષાર્થ વિશેષાર્થીનો આશ્રય કરે છે. બીજા જ્ઞાનથી જ ઈષ્ટાર્ચની સિદ્ધિ ઈચ્છે છે, ક્રિયાથી નહીં. જ્ઞાનરહિતને કિયાવાનું હોવા છતાં સિદ્ધિ નથી. કહ્યું છે કે પુરુષોને વિજ્ઞાન કુળદાયી છે, ક્રિયા ફળદાયી નથી, મિથ્યાજ્ઞાનશી પ્રવૃતને ફળનો વિસંવાદ છે તથા પહેલું જ્ઞાન, પછી દયા, જ સર્વ સંમતોમાં રહે છે. અજ્ઞાની શું કરી શકે ? પાપ કે પુન્યને શું જાણે ? તેથી તેઓ પ્રરૂપે છે કે શ્રુતજ્ઞાન જ અતિ પ્રશસ્ય કે પુરુષાર્થ સિદ્ધિ હેતુથી આશ્રણીય છે, શીલ નહીં. બીજા વળી જ્ઞાન-ક્રિયા વડે અન્યોન્ય નિરપેક્ષતાથી ફળને ઈચ્છે છે. ક્રિયારહિત જ્ઞાન કે ઉપસર્ગ રૂ૫ કિયા ફળ આપે છે. ક્રિયા પણ જ્ઞાનરહિત હોય તો ઉપસરૂપ જ્ઞાન ફળ આપે છે. કહ્યું છે - કોઈ પત્ર વેદમય છે, કોઈ પણ તપોમય છે. જે પણ તારે તે પાત્રનો આગમ કરવો. તેથી તેઓ પ્રપે છે કે શ્રત અને શીલ શ્રેય છે. કેમકે તે બંને પણ પ્રત્યેક પુરુષને પવિત્રતાનું કારણ છે. બીજા કહે છે - મુખ્ય વૃતિએ શીલ શ્રેય છે, ગૌણ વૃતિથી શ્રુતજ્ઞાન શ્રેય છે, કેમકે તેનું ઉપકારીપણું છે. આ એકીકૃત મત છે બીજાના મતે શ્રત શ્રેય છે, ગૌણ વૃત્તિથી શીલ પણ શ્રેય છે કેમકે તેનું ઉપકારીપણું છે - x - આમાં પહેલી વ્યાખ્યામાં અન્યતીર્થિક મતનું મિથ્યાત્વ છે. પૂર્વોક્ત ત્રણે પક્ષ ફળ સિદ્ધિ નથી, સમુદાય પણાની જ કળસિદ્ધિ કરણવ છે. કહ્યું છે - જ્ઞાન પ્રકાશક છે, તપ શોધક અને સંયમ ગુપ્તિકર છે, ત્રણેના સંયોગમાં જિનશાસને મોક્ષ કહ્યો છે. તપ-સંયમ એ જ શીલ છે. તથા સંયોગ સિદ્ધિથી ફળ કહ્યું છે, કેમકે એક ચક્ર વડે રથ ચાલતો નથી. વનમાં (આગ લાગી ત્યારે) આંધળો-પાંગળો ભેગા થઈને નગરમાં પ્રવેશ્યા.