SearchBrowseAboutContactDonate
Page Preview
Page 86
Loading...
Download File
Download File
Page Text
________________ ૯/-I૮૭૨ થી ૮૭૬ ૧૪૫ મનુષ્યો વડે પ્રવર, * ** પુરુષોમાં પ્રધાન, શૌયદિ અધિકતાથી પુરુષોમાં સિંહ સમાન, શાપ સામર્થ્યત્વથી પુરુષોમાં આશીવિષ. પૂજ્ય અને સેવ્યપણાથી પુરુષોમાં પુંડરીક સમાનશેષ રાજારૂપી હાથીને જીતનાર હોવાથી પુરુષવર ગંધહસ્તિસમ. ધનેશ્વરત્વથી આદ્ય, દકિપણાથી દિત, પ્રસિદ્ધત્વથી વિત, વિસ્તીર્ણ-વિપુલ ભવન, શયન, આસન, યાન, વાહન વડે વ્યાપ્ત. ઘણું ધન-સોનુ-રૂપે તથા દ્રવ્યને મેળવવાના ઉપાય વિશેપોમાં પ્રવર્તેલ. * x - જયાં ઘણું ભોજન બચે છે તથા ઘણા દાસદાસી, ગાય, બળદો છે, જલયંત્રાદિ, ભંડાર, ધાન્યગૃહ, હથિયારનો ભંડાર, હસ્તિ આદિ સૈન્ય વડે યુક્ત, જેના પડોશી રાજા બળહીન છે. રાજયના ચોરો આદિનું સર્વસ્વ લઈ લીધેલ છે, કંટકનો નાશ કર્યો છે, માનમર્દન કરેલ છે, દેશનો ઉદ્ધાર કર્યો છે, દેશને સુખી કરેલ છે એ રીતે શત્રુઓ પણ જાણવા. માત્ર શબુ તેથી જુદા જાણવા. વિજયવત્વથી શત્રુનો પરાજય કરેલ. દુર્મિક્ષના અભાવવાળું, મારિના ભયથી મુક્ત, ક્ષેમ, શિવ, સુભિક્ષવાળું તથા વિM અને કુમારાદિનું વ્યસ્થાનાદિ, રાજ્યને પાળતા મહાપા રાજા વિચરશે. બે દેવ મહર્તિક, ચાવતુ શબ્દથી મહતધૃતિક, મહાનુભાગ, મહાયશ, મહાબલથી યુક્ત જાણવું. સૈન્ય શગુને સાધવા રૂપ કર્મ અથવા સેનાવિષયક કર્તવ્યતા લક્ષણ. પૂર્ણભદ્ર-દક્ષિણ ચક્ષનિકાયેન્દ્ર, માણિભદ્ર-ઉત્તર યક્ષનિકાય ઈન્દ્ર, મહામાંડલીક-રાજા ઈશ્વર-યુવરાજ, માંડલિક કે અમાત્ય. બીજાઓ કહે છે કે અણિમાદિ અણુવિધા ઐશ્વર્યયુક્ત તે ઈશ્વર. તલવર-રાજાએ સંતુષ્ટ થઈને આપેલ પબંધ વિભૂષિત. માડંબિક-છિન્ન મડંબાધિપ, કૌટુંબિકકેટલાક કુટુંબનો સ્વામી. ઈભ્ય-અર્થવાળો. એટલે કે જેના દ્રવ્યનો ઢગલો કરીએ તો હાથી પણ ન દેખાય તેટલા દ્રવ્ય પ્રમાણવાળો. શ્રેષ્ઠી-શ્રીદેવીથી બેઠેલ સુવર્ણમય પટ્ટથી ભૂષિત મસ્તકવાળો. નગરશેઠ, સેનાપતિરાજાએ નિરપિત હાથી, ઘોડા, ચ, પદાતિ સેનાનો નાયક. સાર્થવાહ-સાર્થનાયક, રાજા વગેરે આદિમાં છે જેઓને તે, - x - દેવોએ જ સેના છે જેને અથવા દેવાધિષ્ઠિત છે તેના જેની તે દેવસેન. - x - શ્રેયાન્ - અતિ વખાણવા લાયક અથવા શેત. તે હાથી :- શંખતલ-કંબંપ વડે, વિમલ-પંકરહિત, સબ્રિકાશ દેશ. તેના પર આરૂઢ થઈને પ્રવેસશે અને નીકળશે. - x - ગુરુઓના-માતાપિતાના, મહત્તપૂજયો અથવા ગૌરવ ચોગ્ય હોવાથી ગુરુ અને મહત્તર-વય વડે વૃદ્ધ. • x • મહત્તરોની અનુજ્ઞા બાદ, લોકાણહ લક્ષણ સિદ્ધ સ્થાનમાં ઉત્પન્ન થનારા તે લોકાંતિક, • X • અન્યથા કૃષ્ણરાજિના મધ્ય વસનારા અને સિદ્ધ સ્થાને જવાપણું તેઓને અનંતર ભવે મોક્ષ થવાથી છે.. જીતકલા-આચરેલ કલા-તીર્થકરને પ્રતિબોધ કસ્વારૂપ છે જેઓનું તે જીતકલિક. તેઓનું આચરેલું જ આ કલા છે. તેઓ વડે તીર્થંકર પ્રતિબોધ પામતા નથી. કેમકે ભગવંત સ્વયંભુદ્ધ છે. તે વિવક્ષિત વાણી વડે, જે વાણીથી આનંદ ઉત્પન્ન થાય છે. જે વાણી ઈષ્ટઇચ્છિત કાંત-મનોહર પ્રિય-પ્રેમ ઉત્પાદક, વિરુપ વાણી પણ કારણવશાત્ પ્રિય થાય છે. મનોજ્ઞ-શુભ સ્વરૂપા, તે શબ્દથી હોય પણ અર્થથી હૃદયંગમ ન થાય તો ? માટે [7/10] ૧૪૬ સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ-૩/૩ કહે છે. મણામ-મનને ગમે તેવી. ઉદાત્ત-ગંભીર સ્વર વડે પ્રયોગ કરેલ હોવાથી કે અર્થથી યુક્ત હોવાથી. કલ્ય-આરોગ્ય અને મv[ - આહ્વાન તેવી કલ્યાણકર, શિવઉપદ્રવાભા. ધન્યા-ધનને પ્રાપ્ત કરાવે કે ધનમાં સારી છે. મંગલ-દુરિત ક્ષયમાં સારી, સશ્રીકા-વચનના અર્થ વડે યુક્ત એવી વાણી વડે-અભિનંદાતા એવા નગની બહાર ઉધાનમાં આવ્યા... અહીં વાચનાંતરને કહે છે સાડા બાર વર્ષ પર્યન્ત કાયાને વોસિરાવ્યાથી, પરિકમ વર્જનથી દેતો ત્યાગ કરેલ હોવાથી પરિષહાદિને સહેવાથી તેમ સહેવાય છે. ઉત્પન્ન થનાર ઉપસર્ગોને ભયના અભાવથી સહન કરશે, ક્રોધના અભાવે ખમશે, દીનતાના અભાવે તિતિક્ષા કરશે, અવિચલપણાથી અધ્યાસિત કરશે. થાવત્ કુત્તે - થી એષણાસમિત - ઉપકરણને લેવા-મૂકવામાં સમિત, ઉચ્ચારાદિ સમિત - હેત - ચૂંક, શિયાળ - નાકનો મેલ, નળ • મેલ, મન-વચન-કાયાની ત્રણ ગુપ્તિથી ગુપ્ત. સ્વ-સ્વ વિષયોમાં રાગાદિ વડે ઇન્દ્રિયોની પ્રવૃત્તિ ન હોવાથી ગુપ્તેન્દ્રિય, નવ બ્રાહ્મચર્ય ગુપ્તિ વડે ક્ષિત મૈથુન વિરમણ વ્રતને સેવનાર, અષણ - મારાપણારૂપ ઉચ્ચાર જેમાં વિધમાન નથી કેમકે અનાસક્ત છે, જેને દ્રવ્ય નથી તે અકિંચન, છેદેલ છે ધનધાન્યાદિ પ્રતિબંધ જેણે તે છિન્નગ્રંથ. પાઠાંતરથી બ્રિગ્રંથ-ફેંક્સ ગ્રન્થ. નિવર્તવ - દ્રવ્યથી નિર્મળ દેહત્વચી અને ભાવથી બંધહેતુના અભાવથી જેમાંથી ઉપલેપ નીકળી ગયો છે તે. આ હકીકત ઉપમાન વડે કહેવાય છે - કાંસાના પગવિશેષની જેમ મુક્તત્યજેલ અથતિ ન લાગેલ પાણીની જેમ બંધના હેતુપણાથી તોય - નેહ જેણે તે મકતતોય. જે રીતે ભાવના-આચારાંગ મના શ્રુતસ્કંધ-ર-ના અધ્યયન-૧૫માં કહેલ છે, તે રીતે આ વર્ણન કહેવા યોગ્ય છે. તે ક્યાં સુધી ? સારી રીતે ધૃતાદિ પ્રક્ષેપ કરેલ છે જેમાં તે સુહુત, એવો જે હુતાશન-અગ્નિ, તે સુહુતાશન, તેની માફક જ્ઞાન કે તપક્ષ તેજ વડે દીપ્યમાન, અતિદેશ કરેલા પદોનો સંગ્રહને બે ગાયા વડે કહે છે [૮]] કાંસ્યપામવતું મુકતતોય, શંખની જેમ નિરંગણ-રામાદિ વડે રંગાવાથી છૂટેલ, જીવની જેમ અપ્રતિહત ગતિ-સંયમમાં ગતિ અર્થાત્ એની પ્રવૃતિ કોઈ રીતે હણાય નહીં. ગગનવ નિરાલંબન અર્થાત કુલ, ગામ અાદિના આલંબન વિનાના. વાયુની જેમ અપ્રતિબદ્ધ-ગામાદિમાં એક રાત્રિ આદિ વસવાથી. શરદઋતુના જળની જેમ શુદ્ધહદયી-ચાકલુષ મનવાળા હોવાથી. કમળ પત્ર જેમ નિપલેપ. કાચબાની જેમ ગુપ્તેન્દ્રિય-કાચબો ક્યારેક પાંચે અવયવથી ગુપ્ત હોય છે - તે રીતે આ પણ ઈકિયપંચક વડે ગુપ્ત થશે. પક્ષીની જેમ વિપ્રમત-પરિકર ત્યાગ અને અનિયતવાસથી. ગેંડાના શીંગડાની જેમ એકજાત - એક જ હોય છે, તેની જેમ એકબૂત-રાગાદિ અન્ય સહાયના અભાવથી. ભાખંડ પક્ષી માફક અપમત-બે ભાખંડ પક્ષીને એક શરીર, ગ્રીવા જુદી, પણ ત્રણ હોય છે, તે બંને અત્યંત અપમતપણાએ નિવહને મેળવે છે. તેથી તેની ઉપમા છે. [આ રીતે ૧૧-ઉપમા કહી.] [૮૭૪] કુંજરની જેમ ચૂસ્કષાયાદિ શત્રુઓ પ્રત્યે હાથી માફક શૂર. બળદની
SR No.008998
Book TitleAgam Satik Part 07 Sthananga Sutra Gujarati Anuwad 3
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year
Total Pages109
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_sthanang
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy