SearchBrowseAboutContactDonate
Page Preview
Page 116
Loading...
Download File
Download File
Page Text
________________ 10/-/966 થી 976 205 કરાય છે, તેમાં ક્ષૌમક એટલે વર, સTT - અરીસો. ગુણ * હાથનો અવયવ. વાઈવ - ભૂજા. 0 બંધદશાના પણ બંધાદિ અધ્યયનો શ્રુત અને અર્થ વડે કહેવા યોગ્ય છે.... o દ્વિગૃદ્ધિ દશા તો સ્વરૂપથી પણ જણાયેલ નથી. o દીર્ધદશા - સ્વરૂપચી ન જણાયેલ જ છે, તેના અધ્યયનો તો કેટલાક નિરયાવલિકા શ્રુતસ્કંધમાં દેખાય છે. તેમાં ચંદ્રની વકતવ્યતા વડે પ્રતિબદ્ધ છે ચંદ્ર અધ્યયન. તે આ - રાજગૃહી નગરીમાં જ્યોતિકનો રાજા ચંદ્ર, મહાવીર સ્વામીને વંદન કરીને, નાટ્યવિધિ બતાવી પાછો ગયો. ત્યારે ગૌતમ સ્વામીએ, ભગવંતને તેનો વૃતાંત પૂછ્યો. ભગવંતે કહ્યું - શ્રાવતિ નગરીમાં અંગજિતુ નામે આ ચંદ્ર ગૃહપતિ હતો. તેણે પાર્શ્વનાથ પાસે દિક્ષા લીધી અને શ્રમણપણાને અલ્પ વિરાધીને ચંદ્રપણે ઉત્પન્ન થયો અને મહાવિદેહમાં સિદ્ધ થશે તયા - - સુરની વકતવ્યતા વડે પ્રતિબદ્ધ અધ્યયન તે સૂર. તેની વક્તવ્યતા ચંદ્રવ સમજવી. વિશેષ એ કે - સુપતિષ્ઠ નામથી હતો. શુક-ગ્રહ છે. તેની વક્તવ્યતા આ છે - રાજગૃહીમાં ભગવંતને વાંદીને શુક પાછો ગયા પછી ગૌતમ સ્વામીએ પૂછયું, ભગવંત બોલ્યા - વાણારસીમાં આ સોમિલ નામે બ્રાહાણ હતો. તેણે પાશ્વનાથને પૂછ્યું કે - હે ભગવંત! આપને યાપનીય છે, સરસવ-માસા-કુલત્યા તમને ખાવા યોગ્ય છે ? તમે એક છો - બે છો - અનેક છે ? ઇત્યાદિ ભગવંત આ પ્રશ્નોના ઉત્તરો આપ્યા. તે સોમિલ શ્રાવક થયો. ફરીને વિષયતિથી આરામાદિ લૌકિક ધર્મસ્થાનો કરાવીને દિશાપોક્ષિક તાપસપણે દીક્ષિત થઈને દરેક છના પારણામાં ક્રમ વડે પૂવિિદ દિશાઓથી કંદાદિકને લાવીને આહાર કરતો હતો. કોઈ દિવસે તે સોમિલ જે ગતદિ સ્થાનમાં હું પડીશ ત્યાં જ પ્રાણ તજીશ, એવો અભિગ્રહ સ્વીકારીને કાષ્ઠની મુદ્રા વડે મુખને બાંધીને ઉત્તર દિશા સમુખ ચાલ્યો. ત્યાં પ્રથમ દિવસમાં મધ્યાહ્ન પછીના કાળમાં અશોકવૃક્ષ નીચે હોમાદિ કર્મ કરીને બેઠો, ત્યાં તેને કોઈ દેવે કહ્યું કે - હે સોમિલ બ્રાહ્મણ મહર્ષિ! તારું દુધવજિત છે. વળી બીજે દિવસે તેમજ સપ્તવર્ણ વૃક્ષ નીચે બેઠો, દેવે તેમજ કહ્યું. બીજા આદિ દિવસે પીપળો, વડ, ઉંબર વૃક્ષની નીચે બેઠો અને દેવે તેમજ કહ્યું. ત્યારે પાંચમે દિવસે સોમિલ બોલ્યો - કેવી રીતે મારું દુwવજિત છે? દેવ બોલ્યો - પાર્શ્વનાથ સમીપે તેં અણવતાદિ શ્રાવક ધર્મને સ્વીકારીને હમણા અન્યથા વર્તે છે. માટે તારું દુધવજિત છે. તેથી હજુ પણ તે જ અણવતાદિ ધર્મને તે ગ્રહણ કર. જેથી તારું પવજિત થાય. એ રીતે દેવે કહ્યું. તેણે પણ તેમજ કર્યું. પછી શ્રાવકપણાને પાળીને, આલોચના-પ્રતિક્રમણ કર્યા સિવાય કાળ કરીને શુકાવતંસક વિમાનમાં શુકપણે ઉત્પન્ન થયેલ છે. - શ્રીદેવીના આશ્રયવાળું અધ્યયન છે. તે આ - શ્રીદેવી, રાગૃહ નગરમાં મહાવીર પ્રભુને વંદનાર્થે સૌધર્મકાથી આવી, નાટ્યવિધિ બતાવી પાછી ગઈ. ગૌતમસ્વામીએ પૂર્વભવનું સ્વરૂપ પૂછ્યું. ભગવંતે ગૌતમ સ્વામીને કહ્યું - રાજગૃહીમાં 206 સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ-૩/૩ સુદર્શન નામે શેઠ હતો. પ્રિયા તેમની પત્ની હતી. તેમને ભૂતા નામે બૃહતકુમારિકા પુત્રી હતી. તેણે પાનાથ પાસે દિક્ષા લીધી. પછી શરીરબકુશા થઈ. સાતિચાર મરીને સ્વર્ગે ગઈ અને ત્યાંથી ચ્યવીને મહાવિદેહમાં સિદ્ધ થશે. પ્રભાવતી - ચેટક રાજાની પુત્રી અને વીતભય નગરના ઉદાયન મહારાજની પની હતી. જેણીએ જિનબિંબની પૂજાયેં સ્નાન કર્યા બાદ દાસીએ શ્વેત વસ્ત્ર અર્પણ કર્યા પછી વિભમથી મને અવસર વિના દાશીએ ન વસ્ત્ર આપ્યું. એમ માનીને ક્રોધથી અરીસા વડે મારી, તેણી મરણ પામી. તેથી વૈરાગ્ય ઉત્પન્ન થવાથી અનશન ગ્રહણ કરીને દેવપણા ઉત્પન્ન થઈ. તેણીએ ઉજ્જૈનીના રાજા પ્રત્યે વિહોપ વડે ચાલેલ ઉદાયન મહારાજાના, ગ્રીમમાં તૃષાથી પરાભવિત સૈન્યને શીતલ જલ વડે પસ્પિર્મ જલાશય કરવા વડે ઉપકાર કરેલ હતો. આવા સ્વરૂપનું અધ્યયન તે પ્રભાવતી અધ્યયન સંભવે છે. * x - બહ૫ગિકા દેવીના વર્ણન વડે જે પ્રતિબદ્ધ, તે બહુપત્રિકા અધ્યયન કહેવાય છે. તે આ - રાજગૃહીમાં મહાવીર પ્રભુને વંદનાર્થે સૌધર્મકતાથી બહુપુત્રિકા દેવી આવી, વાંદીને પાછી ગઈ, ગૌતમે પૂછતાં ભગવંતે કહ્યું - વારાણસીમાં ભદ્ર સાર્થવાહની સુભદ્રા નામે પની હતી. તે વંધ્યા હોવાથી પુત્રની ઈચ્છાવાળી થઈ, ભિક્ષાર્થે આવેલ આયર્નિ પુત્રના લાભ માટે પૂછ્યું. સાળીએ ધર્મ કહ્યો અને દિક્ષા આપી. તે ઘણાં લોકોના અપત્યો વિશે પ્રીતિ વડે અવ્યંજન, ઉદ્વર્તનાદિમાં તત્પર બની, અતિચાર સહિત મરણ પામીને સૌધર્મકો ગઈ. ત્યાંથી ચ્યવીને વિભેલ નામક સંનિવેશમાં બ્રાહ્મણીપણે ઉત્પન્ન થશે. પછી પિતાના ભાણેજની પત્ની થશે અને જોડલાંને જન્મ આપનારી થશે. તે સોળ વર્ષમાં 3-સંતાનને જન્મ આપશે. તેથી સંતાનના ખેદથી આયનિ પૂછશે. સાધ્વીઓ તેને ધર્મ કહેશે. શ્રાવકધર્મ સ્વીકારશે. પછી કાલાંતરે દિક્ષા લેશે. ત્યાંથી સૌધર્મકો ઈન્દ્રના સામાનિક દેવપણે ઉત્પન્ન થઈને મહાવિદેહમાં સિદ્ધ થશે. સ્થવિર સંભૂતિવિજય, ભદ્રબાહુસ્વામીના ગુરુભાઈ, શકટાલપુગ પૂલભદ્રના દિક્ષા દાતા, તેના વૃતાંત વડે પ્રતિબદ્ધ નવમું અધ્યયન છે. શેષ ત્રણ અદયયનો અપ્રતીત છે. o સંક્ષોપિક દશા - નહીં જણાયેલ સ્વરૂપવાળી છે પણ તેના અધ્યયનોનો આ અર્થ છે - અહીં આવલિકા પ્રવિટ - પંક્તિબદ્ધ અને ઈતર-છૂટા છૂટા વિમાનો, તેનું પ્રવિભજન જેમાં છે તે વિમાન પ્રવિભક્તિ. તેમાં એક અલાયંસ, બીજે મહાગ્રંથ છે. તે લિકા વિમાન પ્રવિભક્તિ અને મહતિ વિમાન પ્રવિભક્તિ છે... આચારદિ અંગની લિકા. જેમ આચારની અનેક પ્રકારે છે, તેમ અહીં કહેલ - ન કહેલ અર્થસંગ્રાહિકા ચૂલિકા છે. વર્ગચૂલિકા - વર્ગ એટલે અધ્યયનાદિ સમૂહ, તેની ચૂલિકા. વિવાહચૂલિકા - ભગવતી સૂત્રની ચૂલિકા તે વ્યાખ્યા ચૂલિકા. અરણોપાત * અહીં અરણ નામે દેવ, તેના સમય વડે નિબદ્ધ ગ્રંથ. તેનો ઉપપાત - અવતારનો હેતુ તો અરુણોપપાત. જ્યારે તે અધ્યયન વડે ઉપયુકત સાધુ
SR No.008998
Book TitleAgam Satik Part 07 Sthananga Sutra Gujarati Anuwad 3
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year
Total Pages109
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_sthanang
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy