SearchBrowseAboutContactDonate
Page Preview
Page 115
Loading...
Download File
Download File
Page Text
________________ 204 સ્થાનાંગસુત્ર સટીકઅનુવાદ-૩/૩ 10/-/966 થી 976 203 મુખવાળો હાથી બનાવ્યો. તેના પ્રત્યેક મુખમાં આઠ દાંતો કર્યા. દરેક દાંતમાં આઠ પુકરણીઓ બનાવી, દરેક પુકરિણીમાં આઠ-આઠ કમલ સ્થાપ્યા. દરેક કમલમાં આઠ દળ બનાવી, પ્રતિ દલમાં બત્રીશબદ્ધ નાટકની ચના કરી. એવા ગજેન્દ્ર ઉપર સમારઢ થઈને પોતાની લક્ષમી વડે સમસ્ત ગગનમંડલને પૂર્યો. એવા સ્વરૂપવાળા, ઈન્દ્રને જોઈને સજાએ ચિંતવ્યુ કે - અમારા જેવાને ક્યાંથી આવી વિભૂતિ હોય ? એણે નિરવધ ધર્મ કરેલ છે માટે હું એવા ધર્મને કરું એમ ચિંતવીને દિક્ષા લીધી ત્યારે ઈન્દ્ર કહ્યું - હમણાં તેં મને જીતી લીધો. એમ કહીને નમસ્કાર કર્યો. તે આ દશાર્ણભદ્ર સંભવે છે, પણ અનુરોપપાતિકાંગમાં કહેલ નથી. ક્યાંક સિદ્ધ થયેલ છે તેમ સંભળાય છે. અતિમુકત-અંતકૃત દશાંગમાં આ પ્રમાણે સંભળાય છે - પોલાસપુર નગરમાં વિજય રાજાને શ્રીદેવી નામે રાણીને અતિમુક્ત નામે પુત્ર, છ વર્ષનો હતો. તે ગૌચરીને માટે આવેલ ગૌતમસ્વામીને જોઈને એમ બોલ્યો કે - તમે કોણ છો અને શા માટે ફરો છો ? ત્યારે ગૌતમસ્વામી બોલ્યા- અમે સાધુ છીએ અને ભિક્ષાર્થે કરીએ છીએ ભદંત ! તમે આવો, તમોને હું ભિક્ષા અપાવું. એમ બોલીને અંગુલી વડે ભગવાનું ગૌતમને ગ્રહણ કરીને પોતાને ઘેર લાવ્યો. ત્યારે શ્રીદેવી ખુશ થઈને ભગવંત ગૌતમને પ્રતિલાગ્યા. અતિમુકત ફરીથી બોલ્યો કે- તમે ક્યાં વસો છો ? ભગવંત બોલ્યા - ભદ્ર ! મારા ઘમચાર્યશ્રી વર્ધમાનસ્વામી ઉધાનમાં વસે છે, ત્યાં હું વસું છું. કુમાર બોલ્યો - ભદંત! ભગવાન મહાવીરના ચરણયુગલને વાંદવા તમારી સાથે આવું ? ગૌતમ બોલ્યા - હે દેવાનુપિય! જેમ સુખ ઉપજે તેમ કર. ત્યારે ગૌતમની સાથે આવીને અતિમુક્ત કુમારે ભગવંતને વંદન કર્યું. ધર્મ સાંભળીને તે પ્રતિબોધ પામ્યો. ઘેર આવીને માબાપને કહ્યું કે- સંસારથી હું ઉદાસીન થયો છું. માટે દિક્ષા ગ્રહણ કરું છું તેથી તમે બંને મને રજા આપો. ત્યારે તેના માબાપ બોલ્યા કે - હે બાળક ! તું શું જાણે છે ? ત્યારે અતિમુકો કહ્યું - હે માતાપિતા ! જે હું જાણું છું તે નથી જાણતો અને જે નથી જાણતો તે જાણું છું. ત્યારે તેના માબાપ બોલ્યા કે- કેવી રીતે ? તે બોલ્યો. હે માતાપિતા ! હું જાણું છું કે જન્મેલાએ અવશ્ય મરવાનું છે, પણ નથી જાણતો કે કયા સમયે કયા સ્થાનમાં અથવા કેવી રીતે કે કેટલી વખત? તથા નથી જાણતો કે કયા કર્મો વડે નરકાદિ ગતિમાં જીવો ઉપજે છે ? વળી હું એ જાણું છું કે - પોતાના કરેલા કર્મો વડે જીવો, નકાદિમાં ઉપજે છે. આવી રીતે તેણે માબાપને સમજાવીને દિક્ષા ગ્રહણ કરી, તપ કરીને મોક્ષે ગયો. આ સત્રમાં અનુતરોપપાતિક દેવોમાં દશમાં અધ્યયનપણે કહ્યો. તેથી પ્રસ્તુત અતિમુક્ત બીજો જ હશે. દશ અધ્યયનો કહ્યા. [65] આચાર દશાના અધ્યયન વિભાગને કહે છે - અસમાધિ એટલે જ્ઞાનાદિ ભાવના નિષેધરૂપ પ્રશસ્ત ભાવ આ અર્થ છે. તેના સ્થાનો - પદો તે અસમાધિ સ્થાનો અgિ જેના આસેવન વડે પોતાને બીજાને અને ઉભયને. અહીં પરભવમાં અથવા ઉભયલોકમાં અસમાધિ ઉત્પન્ન થાય છે તેને અસમાધિ સ્થાનો કહેવાય છે. તે શીઘ ચાલવું આદિ વીશ સ્થાનો ત્યાંથી જ જાણવા, તેને પ્રતિપાદન કરનાર અધ્યયન, અસમાધિ સ્થાનો કહેવાય છે આ પ્રથમ. એકવીશ ‘શબલા' શબલ એટલે કાબડું-મલિન. દ્રવ્યથી વઆદિ અને ભાવથી અતિચાર સહિત ચાત્રિ. અહીં શબલ ચાત્રિના યોગથી ‘શબલા’ સાધુઓ છે, તે હસ્તકમરૂપ પ્રકારમંતર વડે મૈથુન આદિ-૨૧-પદો છે. તે ઉક્તરૂપવાળા ૨૧-પદોમાં જ સેવતા-દોષ લગાડતાં સાઘ ઉપાધિથી એકવીશ થાય છે. તે અધ્યયન 1 શબલા છે. 33-આશાતનાઓ - જ્ઞાનાદિ ગુણો, આ - સમસ્તપણે, શાત્ય - નાશ પામે છે, જેના વડે તે આશાતના - રત્નાધિકના વિષયમાં આગળ ગમનાદિક અવિનયરૂપ, તે આશાતના, 33 ભેદે પ્રસિદ્ધ છે, તે અધ્યયન. આઠ પ્રકારે ગણિસંપદા- આચાર, શ્રત, શરીર, વયનાદિક આચાર્યના ગુણોની ઋદ્ધિ, આઠમાં સ્થાનમાં કહેવાયેલ સ્વરૂપવાળી જેમાં કહેવાય છે, તે અધ્યયન પણ ગણિસંપદા નામે કહેવાય છે. ચિત સમાધિના દશ સ્થાનો - જે હોવાથી ચિતની પ્રશસ્ત પરિણતિ થાય છે તે દશ ચિતસમાધિ સ્થાનો. ન ઉત્પન્ન થયેલ પૂર્વક ધર્મની ચિંતાનું ઉત્પન્ન કરવું આદિ ત્યાંજ પ્રસિદ્ધ છે. તે કહેવાય છે, જે અધ્યયનમાં દશ ચિત્ત સમાધિ સ્થાનો નામથી કહેવાય છે. એકાદશ ઉપાસક-શ્રાવકની પ્રતિમા-દર્શન, વ્રત, સામાયિક આદિ વિષયવાળી જેમાં પ્રતિપાદન કરાય છે તે એકાદશ પ્રતિમા છે. બાર ભિક્ષ પ્રતિમા-અભિગ્રહો. માસિકી, દ્વિમાસિકી વગેરે જેમાં કહેવાય છે, તે દ્વાદશ ભિક્ષપ્રતિમા નામે અધ્યયન કહેવાય છે. પર્યાયો, ઋતુબદ્ધિકો - તે દ્રવ્ય, ફોગ, કાળ, ભાવના સંબંધવાળા છોડાય છે. જેમાં તે નિત વિધિથી પસવના અથવા પરીતિ-સર્વતઃ ક્રોધાદિ ભાવથી ઉપશાંત થવાય છે જેમાં તે પપશમના અથવા પર - સર્વચા એક ક્ષેત્રમાં જઘન્યથી 30 દિવસ અને ઉત્કૃષ્ટથી છ માસ પર્યન્ત વસવું તે નિયુક્ત વિધિથી પર્યુષણા. તેનો કલા-ચાર અર્થાત્ મર્યાદા તે પક્ઝોસવણા કા, પર્યપશમના ક૫ અથવા પર્યુષણા કહે છે. તે * x - પ્રસિદ્ધ જ છે. તે અર્થવાળું અધ્યયન તે જ નામથી પર્યુષણા કલા કહેવાય છે. ગીશ મોહનીય કર્મબંધના સ્થાનો-કારણો ઈત્યાદિ ત્યાં જ પ્રસિદ્ધ મોહનીય સ્થાનો છે તેને પ્રતિપાદન કરનારું અધ્યયન. આજાતિ સ્થાન - સંપૂઈન, ગર્ભ અને ઉપપાતથી જન્મ, તેનું સ્થાન-સંસાર, તે નિદાન સહિત પરાને જ હોય છે. એવા પ્રકારના કાર્યને પ્રતિપાદન કરનાર અધ્યયન તે ‘આજાતિ સ્થાન’ કહેવાય છે. 0 અહીં કહેલ સ્વરૂપવાળી પ્રશ્ન વ્યાકરણ દશા વર્તમાનમાં દેખાતી નથી. હાલ તો પાંચ આશ્રય, પાંચ સંવરાત્મક છે. અહીં કહેલ ઉપમાદિ અધ્યયનોનો અક્ષરાર્થ તો સુગમ જ છે. વિશેષ એ કે - સT - પ્રગ્નવિઘા, જેના વડે ક્ષૌમક-વઆદિને વિશે દેવતાનો અવતાર
SR No.008998
Book TitleAgam Satik Part 07 Sthananga Sutra Gujarati Anuwad 3
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year
Total Pages109
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_sthanang
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy