________________
૧૦-૫૧ થી ૯૫૬
૧૮૫
() અધર્મને પોષક દાન તે અધર્મદાન. અધર્મના કારણcવથી અધર્મ જ છે. કહ્યું છે – હિંસા, અસત્ય, ચોરી, પરદારા, પરિગ્રહમાં આસક્તને જે દાન અપાય છે તે દાતારને અધમને માટે જાણવું... (૮) ધર્મના કારણે જે દાન તે ધર્મદાન અથવા ધર્મમાં જ દાન તે ધર્મદાન. કહ્યું છે - તૃણ અને મણિ સમાન છે જેમને એવા નિલોંભી સુપાત્રને માટે જે દાન અપાય છે તે અક્ષય, અતુલ અને અનંત એવું દાન ધર્મને માટે હોય છે.
(૯) મને આ કંઈક ઉપકાર કરશે એવી બુદ્ધિ વડે જે દાન તે “કરશે-દાન.”
(૧૦) મને એણે ઉપકાર કર્યો છે તે પ્રયોજનરૂપ પ્રત્યુપકાર માટે જે દાન તે કૃત-દાન છે. તેણે મને સેંકડો વખત આપ્યું છે, માટે પ્રત્યુપકારાર્થે આવું તે.
[૫૩] ઉક્ત લક્ષણ દાનથી શુભ કે અશુભ ગતિ થાય છે માટે ગતિનું નિરપણ કરે છે – (૧) નીકળ્યા છે શુભથી જે નારકો તેઓની ગમ્યમાનપણાથી ગતિ તે નરકગતિ અથવા નરકગતિ નામકર્મના ઉદયથી પ્રાપ્ય નાકવ લક્ષણ પર્યાય વિશેષ તે નરકગતિ. (૨) નારકોની વિગ્રહથી-ક્ષેત્રના વિભાગોને ઉલ્લંઘીને ગતિ તે નિયવિગ્રહગતિ અથવા સ્થિતિ નિવૃત્તિ લક્ષણ ઋજુ અને વક્ર વિહાયોગતિ નામકર્મના ઉદયથી પ્રાપ્ત છે - નિરયવિગ્રહ ગતિ...
આ રીતે તિર્યચ, મનુષ્ય અને દેવોની પણ સમજવી.
(૯) સિદ્ધિગતિ- જેમાં નિષ્ઠિતા હોય તે સિદ્ધિ, એવી ગમ્યમાનત્વની ગતિ તે સિદ્ધિ ગતિ. • લોકાગ્ર લક્ષણવાળી... (૧૦) સિદ્ધિ-મુક્ત જીવોની, વિગ્રહઆકાશના વિભાગના અતિક્રમ વડે ગતિ-લોકાંત પ્રાપ્તિરૂપ, તે સિદ્ધિ વિગ્રહ ગતિ. વિગ્રહગતિને વક્રગતિ પણ કહે છે. પણ તે વક્રગતિ સિદ્ધને નથી માટે તેના સહચરપણાથી નાકાદિને પણ વક્રગતિ કહી નથી અથવા નાકાદિ ચારેને વક્ર ગતિ કહી, નિર્વિશેષપણે ઋજુગતિ કહી.
સિદ્ધિમાં જવું, નિર્વિશેષત્વથી સામાન્ય સિદ્ધિ ગતિ કહી અને સિદ્ધિમાં અવિગ્રહ વડે જવું તે સિદ્ધિ અવિગ્રહ ગતિ. સામાન્ય-વિશેષથી આ ભેદ છે.
[૫૪] સિદ્ધિ ગતિ, મુંડોને જ હોય, તેથી તેનું નિરૂપણ કરે છે - દૂર કરે છે તે મુંડ. તે શ્રોબેન્દ્રિયાદિના ભેદથી દશ પ્રકારે છે. બાકી સુગમ છે.
[૫૫,૫૬] મંડો દશ છે, એમ સંખ્યાન કહ્યું. હવે તેની વિધિઓ કહેવાય છે (૧) સંકલિતાદિ અનેકવિધ ગણિતજ્ઞજનોને પ્રસિદ્ધ, તેના વડે જે સંખ્યા કરવા યોગ્યનું જે સંખ્યાન-ગણવું તે પરિકર્મ કહેવાય છે.
(૨) વ્યવહા-શ્રેણી વ્યવહારાદિ પાટીગણિત અનેક ભેદે પ્રસિદ્ધ છે. (3) જૂ - રાજ વડે જે સંખ્યાન તે જુ કહેવાય - તે ક્ષેત્ર ગણિત છે. (૪) રાશિ - ધાન્યાદિનો ઢગલો, તેના વિષયવાળ સંખ્યાન તે સશિ. (૫) કલાશવર્ણ-કલા એટલે અંશોનું, સવર્ણ-સર્દેશીકરણ છે જેમાં.
(૬) વાવ-તાવ- ચાવતાવતું કે ગુણાકાર કાર્યવાચક છે. ગુણાકાર વડે જે સંખ્યાન તે યાવત્તાવ કહેવાય છે તે પ્રત્યુત્પન્ન એમ લોકમાં રૂઢ છે. અથવા
૧૮૬
સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ-3/3 ચાવતુ - કોઈપણ રીતે, તાવ - તેટલી જ સંખ્યા યાદૈચ્છિક ગુણાકારથી વિવણિત સંકલિતાદિ સંખ્યાનમાં લઈ અવાય છે તે. જેમકે – ગચ્છ એટલે દશ તે વાંછા વડે અથ ચાર્દચ્છિક ગુણાકારથી આઠ વડે અભ્યાસ કરતા-૮૦ થયા. પછી વાંછા-આઠ યુક્ત કરતા ૮૮ થયા વળી ગચ્છ વડે ગુણતાં ૮૮૦ થયા. પછી યાદૈચ્છિક ગુણાકાર વડે - ૧૬ વડે ભાગાકાર કરતાં જે લાભે તે દશનું સંકલિત ગણિત-પપ આવે છે.
(૩) વર્ગ સંખ્યાન - જેમ બે નો વર્ગ ચાર, સમાન બે રાશિનો ઘાત. (૮) ઘન સંખ્યાન - જેમ બે નો ઘન આઠ, સમાન ત્રણ શશિનો ઘાત.
(૯) વર્ણવર્ગ - વર્ગનો વર્ગ તે સંખ્યાન. જેમ બેનો વર્ગ ચાર અને ચારનો વર્ગ સોળ... (૧૦) કલા-છંદ, કરવત વડે લાકડાનું વેરવું તેના વિષયવાળું સંખ્યાન તે કલા. જે પાટીમાં કાકચ વ્યવહાર નામે પ્રસિદ્ધ છે. અહીં પરિકમદિ કેટલાક ગણિતના દટાંતો - - બતાવ્યા નથી.
દશ મુંડો કહ્યા, તે પ્રત્યાખ્યાનથી જ હોય છે, માટે તેનું નિરુપણ• સૂઝ-૫૩,૫૮ :
[૫] પ્રત્યાખ્યાન દશ ભેદે કહ્યા - [૫૮] અનાગત, અતિકાંત, કોટિસહિત, નિયંત્રિત, સાકર, અનાકાર, પરિમાણકૃત, નિરવશેષ, સંકેત અને અદ્ધા. એ રીતે દશવિધ પ્રત્યાખ્યાન કહ્યા છે.
• વિવેચન-૫૩,૫૮ :
પ્રતિકૂળપણાને આ • મર્યાદા વડે સ્થાન - કહેવું તે પ્રત્યાખ્યાન થતુ નિવૃત્તિ. મનાત આદિ દોઢ ગાથા છે. દશ ભેદ આ છે –].
(૧) અનામત- નહીં આવેલમાં કરવાથી અનાગત. પર્યુષણાદિમાં આચાર્યાદિનું વૈયાવચ્ચ કરવામાં અંતરાયના સદભાવથી, પહેલાં જ તપ કરવું. કહ્યું છે - પર્યુષણા આવશે ત્યારે તપ કરવાથી મને આચાર્યના, તપસ્વીના કે ગ્લાનના વૈયાવચમાં અંતરાય થશે, તે તપ અગાઉથી હમણાં સ્વીકારે છે, તેથી નહીં આવેલ કાળમાં આ પ્રત્યાખ્યાન અનામત જાણવું.
(૨) અતિકાંત - એ રીતે પર્યુષણાદિ વ્યતીત થયા પછી કરવાથી અતિક્રાંત પ્રત્યાખ્યાન કહેવાય છે. કહ્યું છે - પર્યુષણામાં કારણ ઉત્પન્ન થતા જે તપ ન કરે. કેમકે ગુરુ-તપસ્વી-ગ્લાનની વૈયાવચ્ચ લઈને તપ ન કરે તે કાલ અતીત થતાં હમણાં તપકર્મ સ્વીકારે તે અતિકાંત.
(3) કોટિસહિત બંને કોટિથી - એક ઉપવાસાદિનો અંતવિભાગ અને બીજા ઉપવાસાદિનો આરંભ. એ રીતે બંને કોટિરૂપ લક્ષણથી સહિત યુક્ત તે કોટિસહિત અર્થાત ઉભય પ્રત્યાખ્યાનની મળેલ કોટિરૂપ ઉપવાસ આદિનું કરવું. * .. (૪) નિયંત્રિત-પ્રતિજ્ઞા કરેલ દિવસાદિમાં ગ્લાનપણાદિ અંતરાય પ્રાપ્ત થતા પણ અવશ્ય કર્યું. આ પ્રત્યાખ્યાન પ્રથમ સંઘયણવાળાને જ હોય છે. કહ્યું છે - મહિને મહિને અમુક તપ અમુક દિવસે આટલા કાળ સુધી નિરોગી કે રોગી એ યાવતુ શ્વાસોચ્છાસ, સુધી કરવું જોઈએ. આ નિયંત્રિત પ્રત્યાખ્યાન, ધીરપુરુષોએ પ્રક્ષેલું છે. જે પોતાના