SearchBrowseAboutContactDonate
Page Preview
Page 85
Loading...
Download File
Download File
Page Text
________________ ૫/૧/૪૩૦,૪૩૧ ૧૫૫ પાંચ સ્થાનો યાવતુ અનુજ્ઞાપિત છે - ઔપનિધિક, શુદૈષણિક, સંખ્યાત્તિક, દેટલાભિક, પૃષ્ઠલામિક... પાંચ સ્થાનો યાવતુ અનુજ્ઞાપિત કર્યા છે - આચાક્ષિક, નિર્વિકૃતિક, પુરિમાર્ધિક, પરિમિત પિંડાતિક, ભિન્નપિંડપતિક... પાંચ સ્થાનો ચાવતુ અનુtiપિત છે - અસાહાર, વિસાહાર, તાહાર, પતાહાર, લૂહાર પાંચ સ્થાનો યાવત અનુજ્ઞાપિત છે - અરસજીની વિસ્મજીવી, તજીવી, પાંતજીવી, રૂક્ષજીની... પાંચ સ્થાનો ચાવત અનુજ્ઞાપિત છે, તે - રથાનાતિત, ઉકટકાસનિક, પ્રતિમા સ્થાયી, વીરાસનિક, નૈષધિક... પાંચ સ્થાન યાવતું અનજ્ઞાપિત છે . દંડાયતિક, લંગડશાયી, આતાપક, પાતૃતક, અકંડૂક. ૪િ૩ પાંચ સ્થાનોમાં શ્રમણ નિયm મહાનિર્જરાવાળો અને મહાપયવિસાનનાW થાય છે, તે આ - આચાર્યની વૈયાવચ્ચ કરતા, એ રીતે ઉપાધ્યાય વૈયાવચ્ચ કરતા, હ્યુવીર વૈયાવચ્ચ કરતા, તારવી વૈયાવચ્ચ કરતા અને જ્ઞાન વૈયાવચ્ચ કરતા... પાંચ સ્થાને શ્રમણ નિર્ગસ્થ મહાનિર્જરાવાળો, મહાપયવિસાનવાળો થાય છે - અક્ષાનપણે (૧) રક્ષની, (૨) કુલની, (3) ગણની, (૪) સંઘની, (૫) સાધર્મિકની વૈયાવચ્ચ કરતા. • વિવેચન-૪૩૦,૪૩૧ - [૪૩] સૂત્ર સુગમ છે. વિશેષ આ - પાંચ સ્થાનોમાં - આખ્યાત આદિ ક્રિયા વિશેષ લક્ષણોને ભરત અને ઐરાવત ક્ષેત્રોમાં ૨૪ તીર્થકરોમાં પહેલા અને છેલ્લા તે પુરિમ-પશ્ચિમક, તે અરિહંતોને (તેના શિષ્યોને દુ:ખથી મળે છે તે દુર્ગમ-મુશ્કેલીથી થાય છે. શિષ્યોને ઋજુ-જડવથી અને વક્ર-જડવથી દુર્ગમ છે. તે સ્થાનકો આ - આખ્યાન. વિભજન, દર્શન, તિતિક્ષણ, અનુચરણ - એ પ્રમાણે વક્તવ્યમાં પણ જે સ્થાનોમાં કચ્છ વૃત્તિથી થાય છે. તેના યોગથી તે સ્થાનો 59વૃત્તિ જ કહેવાય છે. કચવૃતિનો ધોતક દુ:શબ્દ વડે વિશેષિત કર્મસાધન શબ્દ વડે કહેવા યોગ્ય આખ્યાન આદિને શબ્દની પ્રવૃત્તિના વૈચિચથી કહે છે. તેમાં સુધૈવ - મુશ્કેલીથી કહેવા યોગ્ય વસ્તુતવ, કેમકે શિષ્યોને મહાવીને આટોપથી પ્રબોધત્વથી ભગવતોને પ્રયાસ ઉત્પત્તિ થકી એ રીતે આખ્યાનમાં કુચ્છવૃત્તિ કહી... એ રીતે વિભજનાદિને વિશે પણ વિચારણા કરવી. તથા કથન કહે છતે પણ તેમાં દુર્વિભજ-કટ વડે વિભાગ કરવા યોગ્ય, ઋજુ જડવાદિથી જ તેઓને થાય છે. શિયોને વસ્તુતવના વિભાગ વડે સ્થાપવું દુ:શય થાય છે. પાઠાંતરચી શિષ્યોને વિભાવના કરવા માટે દુકર થાય છે એમ સમજવું. સુણસ - દુઃખે દેખાડાય છે માટે દુર્દશ. યુકિતથી શિષ્યોને પ્રતીતિને વિશે તવનું આરોપણ દાકર છે... ત્તતવ - દુ:ખ વડે સહન કરાય છે તે • ઉત્પન્ન થયેલ પરિષહાદિને સહન કરાવવા માટે પરિષહાદિને સહન કરાવવા માટે શિષ્યને તેમાં ક્ષમા કરાવવા માટે દુરકર થાય છે. સુરનુવર - દુઃખ વડે જે અનુષ્ઠાન કરાય તે દુરનુચર અર્થાત્ અંતર્ભત કરાવવારૂપ અર્થત્વથી અનુષ્ઠાન કરાવવું દુષ્કર છે અથવા તે પહેલા-છેલ્લા અરિહંતોના ૧૫૬ સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ-૩/૨ તીર્થમાં શિષ્યો પ્રત્યે વસ્તુdવ, આચાર્ય આદિ દુરાગ્યેય અને દુર્વિભજ છે. પોતાને પણ દુર્દશ, તિતિક્ષા અને દુરનુચર છે. માટે પ્રેક અર્થને છોડીને વ્યાખ્યાન કરવું. મધ્યના બાવીશ જિનોને તો સુગમ - મુશ્કેલીરહિત છે. કેમકે તેમના શિષ્યો બાજુ-પ્રાજ્ઞ હોવાથી અલા પ્રયત્ન નોધનીય છે અને વિહિત અનુષ્ઠાનમાં સુખે પ્રવતવિવા યોગ્ય છે. શેષ પૂર્વવત્. વિશેષ આ - અમૃદ્ઘાર્થ વિશિષ્ટતા આખ્યાનાદિ વડે કહેવી. સદા ફળ વડે વવિલા છે, નામથી કહેલા છે, સ્વરૂપથી સ્પષ્ટ વાણી વડે કહેલા છે, પ્રશંસા કરેલા છે. કર્તવ્યથી અનુમત કર્યા છે. આ સૂત્રનો ઉોપ વૈયાવચ્ચસૂત્ર પર્યત દરેક સૂત્રમાં જાણવો. તેમાં ક્ષમા આદિ ક્રોધ, લોભ, માન, માયાના નિગ્રહથી જાણવા તથા લાઘવ ઉપકરણથી અને ત્રણ ગૌરવના ત્યાગથી જાણવું. અન્ય પાંચ સ્થાનો જીવોને માટે હિત તે સત્ય-જૂઠ નહીં, તે ચાર ભેદે છે - અવિસંવાદન યોગ, કાયા-મન-વચનની અકુટિલતા, આ ચાર પ્રકારનું સત્ય જિનવના મતમાં છે, અન્યમતમાં નહીં. સંયમન તે સંયમ - હિંસાદિ નિવૃત્તિ, તે સત્તર પ્રકારે છે. કહ્યું છે - પૃથ્વી, અપ, અગ્નિ, વાય. વનસ્પતિ, બે-ત્રણ-ચાર-પાંચ ઇન્દ્રિય આ નવવિધ જીવોની હિંસા ન કરવી તે જીવસંયમ, અજીવસંયમ, પ્રેક્ષા-ઉપેક્ષા-પ્રમાર્જના-પરિઠાપના અને મનવચ-કાયનિરોધ તે સતર પ્રકારે સંયમ અથવા પાંચ આશ્રવથી વિરમણ, પાંચ ઇન્દ્રિયનિગ્રહ, ચાર કપાય જય, ત્રણ દંડની વિરતિ એ રીતે સત્તર ભેદે સંયમ છે. - જેના વડે તપે તે તપ. રસ, રુધિર, માંસ, મેદ, અસ્થિ, મજ્જા, શુક જેનાથી તપે છે અથવા અશુભ કર્મો તપે છે તે તપ સાર્થક છે આ તપ બાર ભેદે - અનશનાદિ બાહ્ય, પ્રાયશ્ચિત્તાદિ ભેદે છે. તજવું તે ત્યાગ, એક સંવિગ્ન મુનિને આહારાદિ આપવું તે. સ્વયં પ્રત્યાખ્યાન કરેલ છે તો પણ આચાર્ય-ગ્લાન-બ્બાલ-વૃદ્ધોને આહારાદિ લાવી આપે તે વીયરચારનો કરનાર થાય છે. અન્ય સાંભોગિક મુનિને શ્રાદ્ધકુળો બાતવે અને અશકતોને સમાધિ પહોંચાડે. બ્રાહાચર્ય - મૈથુનવિરમણમાં કે બ્રહ્મચર્ય વડે વાસ તે બંભયેર વાસ. આ પાંચ અને પૂર્વોક્ત પાંચ એમ દશવિધ શ્રમણ ધર્મ કહ્યો. અન્યત્ર બીજી રીતે દશવિધ શ્રમણ ધર્મ - ક્ષાંતિ, માવ, આર્જવ, મુકિત, તપ, સંયમ, સત્ય, સૌચ, અકિંચન, બ્રહ્મ એ યતિધર્મ છે. અહીં સાધધર્મના ભેદરૂપ બાહ્ય તપવિશેષ વૃત્તિસંક્ષેપ નામક ભેદ - ‘ઉન્હિાપ્તચક' આદિથી કહેવાય છે. તેમાં ક્ષતિ - સ્વપ્રયોજન માટે પાકના ભાજનમાંથી કાઢેલ છે, તેજ લેવાના અભિગ્રહ વિશેષથી ફરે છે - ગવેષણાર્થે જાય છે. તે ઉવ્હિાપ્તચરક. એ રીતે બધે જાણવું. વિશેષ આ - નિક્ષત - ન કાઢેલું, મૃત - જમ્યા બાદ બોલું - વાલ વગેરે. પ્રાંત - પ્રકૃષ્ટ અંત - તે જ પર્યાષિત, સુક્ષ - ચિકાશ રહિત. - X - વ પ્રત્યયથી અહીં અને આગળ ભાવપ્રધાનતા સમજવી.
SR No.008997
Book TitleAgam Satik Part 06 Sthananga Sutra Gujarati Anuwad 2
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year
Total Pages112
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_sthanang
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy