SearchBrowseAboutContactDonate
Page Preview
Page 86
Loading...
Download File
Download File
Page Text
________________ પ/૧૪૩૦,૪૩૧ ૧૫૩ અહીં પહેલા બે ભાવ અભિગ્રહો અને છેલ્લા ત્રણ દ્રવ્યઅભિગ્રહો છે, તેથી કહ્યું છે - ઉદ્ધિાપ્ત ચરકત્વ આદિ અભિગ્રહ ભાવયુક્ત છે તથા ગાતો, રોતો, બેસતો આદિ ભાવે જે આપે, તે બધા ભાવ અભિગ્રહો છે. લેપકૃત, ઉપકૃતાદિ અથવા ‘આજે હું અમુક દ્રવ્ય ગ્રહણ કરીશ' એ રીતે અમુક દ્રવ્ય વડે કરેલ અભિગ્રહ તે દ્રવ્ય અભિગ્રહ જાણવો. એ રીતે અન્યત્ર પણ વિચારવું. સાત - અમુક માસ સ્વજન છે, હું ત્રાદ્ધિવાળો છું, અમુક પાસે મેં દીક્ષા લીધી છે આદિ ભાવ ન બતાવતો ભિક્ષા માટે જે કરે તે અજ્ઞાતચરક... માત્ર નાની - દોષિત અને ભોગવનાર એમ ભગવતી ટીપનકમાં કહ્યું છે. એવો થઈને અથવા અન્ન વિના ઉત્પન્ન થયેલ વેદનાદિ કારણવાળો કે અન્ય ગ્લાયક માટે ભોજન અર્થે જે કરે તે અપ્લાનકચરક, અગ્લાયક ચરક અથવા અન્યગ્લાયકચક જાણવો. ક્યાંક ૩૫ત્રવેત એવો પાઠ છે. ત્યાં ભોજન કાળની અપેક્ષાએ પહેલા અને છેલ્લા કાળરૂપ વેળાએ જે ભિક્ષા માટે જાય તે અન્યવેલચક આદિ જાણવું. આ કાલાભિગ્રહ છે... મૌનવ્રતથી ફરે તે મૌનચરક. તથા સંસ્કૃષ્ટ - ખરડાયેલ હાથ અને ભાજનાદિથી અપાતું. - કલાવાળું, કલાનીય અને ઉચિત આહારાદિ અભિગ્રહ વિશેષથી છે. જેને તે સંસ્કૃષ્ટ કલિક. તથા તનાતન • દેવા યોગ્ય દ્રવ્યના પ્રકાર વડે તે ખરડાયેલ હસ્ત આદિથી અપાતો કાનીય આહારદિ છે જેને તે તજાતiટકકિ. સમીપમાં લઈ જવાય તે રૂપનિધિ - કોઈ રીતે નજીક લવાયેલને લેવાને જે ફરે તે ઔપનિધિક, અથવા સમીપમાં જ ગ્રહણ કરવું તે ઔપનિહિત. તથા શુદ્ધ - અતિયાર રહિત પTI - બંકિતાદિ દોષ વર્ધનરૂપ. સંસૃષ્ટ, અસંસૃષ્ટાદિ સાત પ્રકાર કે તેમાંની કોઈ એક એષણા વડે શàષણિક. સંખ્યાના પ્રમાણવાળી જ દક્તિ - એક વખત આહારાદિના ક્ષેપરૂપ ગ્રાહ્ય જેને છે તે સંખ્યાત્તિક. .. અખંડિત ધારા વડે જેટલી વાર આહારાદિ અપાય તેટલી દતિ થાય. તે દક્તિ બે પ્રકારે - દ્રવ અને અદ્રવ. જોયેલ આહારદિ લાભથી જે ફરે તે દટલાભિકદાતાર પૂછીને આપે તે લાભ વડે જે ફરે તેyટલામિક. સિદ્ધાંતપ્રસિદ્ધ આયંબિલથી ફરે તે આયાબ્લિક, વિગઈથી નિર્ગત તે નિર્વિકૃતિક. મધ્યાહ્ન લક્ષણ પ્રત્યાખ્યાન કરે તે પરિમાદ્ધિક, પfષત દ્રવ્યાદિ પરિમાણથી, fધ પાન - આહાર લાભ જેને છે તે પરિમિત પિડંપાતિક. વિભાગ કરેલ સાથવો આદિ દ્રવ્યનો લાભ જેને છે તે ભિન્નપિંડપાતિક. ગ્રહણ કર્યા પછી ભોગવાય માટે તેને કહે છે ઉમર - હિંગ આદિ સંસ્કાર ન કરાયેલ આહાર વાપરે. અથવા રસ આહાર તે અરસાહાર, એમ સર્વત્ર જાણવું. વિશેષ આ - વિરમ - જેમાંથી સ ગયેલ છે તેવા જના ધાન્ય-ઓદનાદિ. તેલ આદિથી રહિત તે રક્ષાહાર, તથા રસરહિત જીવવાનો સ્વભાવ જેવો છે તે અરસજીવી. તેમ અન્ય. ૧૫૮ સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ-૩/૨ થાન • કાયોત્સર્ગ પ્રત્યે, જે કરે છે કે પ્રાપ્ત થાય છે તે સ્થાનાતિદ અથવા સ્થાનાતિગ. ૩૬વસન - પીઠાદિમાં પૂત ન લાગે તેમ બેસવું જેને અભિગ્રહથી છે તે ઉત્કટકાસનિક. તથા પ્રતિમા - એકરાગિકી આદિ કાયોત્સર્ગ વિશેષથી ઉભા રહેવું એ રીતે સ્વભાવવાળો તે પ્રતિમાસ્થાયી. વીરાસન - જમીન ઉપર પગ રાખીને સિંહાસને બેઠેલને તે આસન દૂર કરવાથી થતી કાયાની અવસ્થા, તે સ્થિર આસન દુકર છે. તેથી વીરનું આસન તે વીરાસન કહેવાય છે, તે જેને છે તે વીરાસનિક, નિપIT • બેસવું, તે પાંચ પ્રકારે છે - તેમાં જે નિપધામાં સમાન બંને પાદ વડે પૂત સ્પર્શે તે સમપાદપૂતા.. ગાયની માફક બેસે તે ગોતિષધિકા. જેમાં બંને પૂતાથી બેસી એક પાદતે ઉપાડીને રહે તે હસ્તિસુંડિકા.. પર્યક અને અર્ધપર્યક પ્રસિદ્ધ છે. નિપધા વડે રહે તે નૈષધિક. દંડની જેમ લાંબાપણું - પાદ પસારવા પડે છે જેને તે દંડાયતિક. તથા લાંડ - વાકું રહેલ લાકડું, તેની માફક મસ્તક અને પગની બંને પાનીઓનું ભૂમિમાં લાગવા વડે અને પીઠ લાગવા વડે જે શયન કરે છે તથાવિધ અભિગ્રહથી લગંડશાયી, તથા શીત અને તાપાદિતા સહેવારૂપ આતાપનાને જે કરે તે આતાપક, જેને વા વિધમાન નથી તે પાગૃતક. ખરજને ન ખણનાર તે કંડુચક. સ્થાનાતિગ આદિ પદની કલાભાષ્ય-સ્થાનાદિક જ ઉર્થસ્થાન, પ્રતિમા માસાદિ હોય છે, નિપઘા પાંચ જ છે. સિંહાસન પર બેઠેલા માણસને તે કાઢી લઈને જેવી રીતે રહે તે વીરાસન, દંડ જેવો લાંબો તે દંડાસન, વાંકા લાકડા જેવો કૂબડો તે લગંડ, આતાપના ત્રણ ભેદે - ઉત્કૃષ્ટા, મધ્યમા, જઘન્યા. સૂતેલાની ઉત્કૃષ્ટા, બેઠેલાની મધ્યમા, ઉભેલાની જઘન્યા... ઉત્કૃષ્ટા આતાપના ત્રણ ભેદે છે - અવમંયિતા, પાશ્વ, ઉત્તાના. મધ્યમા આતાપના પણ ત્રણ ભેદે - ગોદોહિકા, ઉકુટિકા, પર્યકા. જઘન્યા આતાપના ત્રણ ભેદે - હસ્તિસોંડિકા આદિ. આ નિષધાદિ કવિધિ આતાપના સ્વાસ્થાનમાં ફરીથી પણ ઓમંયિયાદિ ભેદે ઉત્કટાદિભેદ જાણવી. અહીં જો કે સ્થાનાતિગતવનો આતાપનામાં અંતર્ભાવ થાય છે, તો પણ મુખ્ય-ગૌણ વિવક્ષા જાણવી. [૪૩૧] મહાત્ કર્મનો ક્ષય કરનાર તે મહાનિર્જર, મહાનિર્જરવથી ફરી ઉત્પન્ન થવાના અભાવથી આત્યંતિક અંત જેનો છે, તે મહાપર્યવસાન. તથા અગ્લાનપણે - ખેદહિત બહુમાનથી. આચાર્ય પાંચ ભેદે • પ્રવાજનાચાર્ય, દિગાચાર્ય, સૂત્રના ઉદ્દેશનાચાર્ય, સૂત્રના સમુદેશનાચાર્ય અને વાયનાચાર્ય. તેની વૈયાવચ્ચ-શુભ વ્યાપારવાળો ભાવ અથવા કર્મ તે વૈયાવચ્ચ અર્થાત્ ધર્મને મદદ કરનાર આહારાદિ વડે સહાય કરવા રૂપ આચાર્ય વૈયાવચ્ચને કરતો રહે આ પ્રમાણે પછીના પદોમાં પણ જાણવું. વિશેષ આ ઉપાધ્યાય - સૂત્ર દાતા, સ્થવર - સ્થિર કરનાર અથવા જન્મથી ૬૦ વર્ષ, દીક્ષાપચય ૨૦ વર્ષ, શ્રુત વડે સમવાયાંગ ધારી. તપસ્વી - માસક્ષમણાદિ, 7નાન - રોગાદિથી
SR No.008997
Book TitleAgam Satik Part 06 Sthananga Sutra Gujarati Anuwad 2
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year
Total Pages112
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_sthanang
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy