SearchBrowseAboutContactDonate
Page Preview
Page 47
Loading...
Download File
Download File
Page Text
________________ ૪/૨/૩૩૦ થી ૩૩૨ સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ-૩/૨ વૃતાદિ રસના ભાગરૂપ તપ.. મનોજ્ઞ-અમનોજ્ઞ આહારોને વિશે રાગ-દ્વેષનો ત્યાગ. અરિહંતનો બાર ભેદે તપ છે. 33] મન-વચન-કાયાના અકુશલત્વનો નિરોધ, કુશલવની ઉદીરણા તે સંયમ. ઉપકરણ સંયમ-મહામૂલ્યાદિ વસ્ત્રાદિનો ત્યાગ પુસ્તક-વા-તૃણચર્મ ચારે પંચકનો ત્યાગ. પુસ્તકાંચક છે - ગંડી, કચ્છપી, મુષ્ટિ, સંપુટફલક, ગૃપાટિકા આ પાંચ ભેદે પુસ્તકો વીતરાગે કહ્યા છે. જાડાઈ, પહોળાઈ, લંબાઈથી સમાન છે તે ગંડી પુસ્તક. અંતે પાતળા, મધ્ય પહોળું તે કચ્છપી પુસ્તક જાણવું. ચાર આંગળ લાંબુ કે ગોળ અથવા ચાર આંગળ લાંબુ-પહોળું એટલે ચતુકોણ તે મુષ્ટિ પુસ્તક. બે ફલકમાં હોય તે સંપુટ પુસ્તક. થોડા પગ વડે, કંઈક ઉંચુ તે સૃપાટિકા પુસ્તક છે. પહોળાઈમાં મોટું હોય કે નાનું પણ જે પુસ્તક જાડાઈમાં થોડું હોય તેને સિદ્ધાંતસારના જ્ઞાતા પુરુષો છિવાડીસૃપાટિકા પુસ્તક કહે છે. વસ્ત્રપંચક અપત્યુપેક્ષિત અને દુપ્રત્યુપેક્ષિતના ભેદથી બે પ્રકારે છે - તેમાં પ્રત્યુપેક્ષિત વસ્ત્ર પાંચ ભેદે - તળાઈ [શય્યાવિશેષ], ઓશીકું, ગાલ-મસુરિયું, આલિંગિનિ, ચાકળો.. દુપચુપેક્ષિત વસ્ત્ર પણ પાંચ પ્રકારે - પવિ, કાપ, પ્રાવક, નવવર્ક અને દેઢગાલી. હાથીની પીઠ ઉપર નાખવાનું આસ્તરણ, તે પલ્હવી. રૂથી ભરેલ તે કુતુપ, ધોતપોતિકા તે ઢગાલી, પ્રાવરક અને નવત્વક પ્રસિદ્ધ છે . હવે તૃણપંચક કહે છે અષ્ટ કમરૂપ ગ્રંથિનું મથન કરનાર જિનેશ્વરોએ પાંચ ભેદે તૃણો કહ્યા છે - શાલી, વ્રીહી, કોદ્રવ, કાંગ અને શ્યામક આદિ ઘાસ. હવે ચર્મપંચક કહે છે - બકરાનું, ઘેટાનું, ગાયનું, ભેંસનું, હરણનું ચામડું અથવા તલિકા, પગરખા, વાઘ, કોશક, કૃતિકારૂપ ચર્મ ઉપકરણ. વિથાણ - અશુભ મન વગેરેનો ત્યાગ અથવા મન વગેરેથી સાધુઓને શનાદિનું દાન તે ત્યાગ. એ રીતે પાત્રાદિ ઉપકરણ વડે અલ્લાદિનું દાન તે ઉપકરણ ત્યાગ. કંઈ વિધમાન નથી - સુવણદિ દ્રવ્યનો પ્રકાર જેને નથી તે અકિંચન તેનો ભાવ તે અકિંચનતા - નિપરિગ્રહત્વ. તે મન આદિ અપેક્ષાએ છે. સ્થાન-૪-ઉદ્દેશો-૨-નો મુનિ દીપરત્નસાગરે કરેલ ટીકા સહિતનો અનુવાદ પૂર્ણ સ્થાન-૪-ઉદ્દેશો-૩ પ્રક - X - X - X - X - X - o બીજો ઉદ્દેશો કહ્યો. હવે ત્રીજો કહે છે. આ ઉદ્દેશાનો પૂર્વ ઉદ્દેશક સાથે સંબંધ આ છે . પૂર્વે જીવ અને ક્ષેત્રના પર્યાયો કહા. અહીં તો જીવના પર્યાયો કહેવાય છે. આ સંબંધે પ્રાપ્ત આ ઉદ્દેશાના પહેલાં બે સૂત્રો કહે છે– • સૂમ-333,33૪ : [33] રેખાઓ ચાર ભેદે કહી છે . પર્વતરેખા, પૃedીરેખા, વાલુકારેખા, ઉદકરે. એ રીતે કોઇ ચાર ભેદે છે . પર્વતરેખા સમાન, પૃથ્વીઝ સમાન, વાલુકામાં સમાન, ઉદરે સમાન... પવત રેખા સમાન ક્રોધવાળો જીવ મરીને નૈરયિકમાં ઉપજે છે. પૃથવીરેખા સમાન ફોધવાળો તિરિચયોનિકોમાં ઉપજે છે. વાલકારેખા સમાન ક્રોધવાળો મનુષ્યમાં ઉપજે છે. ઉદરેખા સમાન કોધવાળો દેવોમાં ઉપજે છે. ઉદક [ua] ચાર ભેદે કહેલ છે - કદમોદક, ખંજનોદક, વાલુકોદક, ૌલોદક. એ રીતે ભાવ ચાર ભેદે કહ્યા છે - કમોદક સમાન, ખંજનોદક સમાન, વાલુકોદક સમાન, લોદક સમાન... કઈમોદક સમાન ભાવવાળો જીવ મરીને નૈરયિકમાં ચાવતું શૈલોદક સમાન ભાવવાળો દેવમાં ઉપજે છે. [33] પક્ષી ચાર કહ્યા - કોઈ સ્વરસંપન્ન પણ પસંપન્ન નહીં, કોઈ રૂપસંપન્ન પણ સ્વરસંપન્ન નહીં, કોઈ રૂપસંપન્ન અને સ્વરસંપન્ન, કોઈ વરસંપન્ન નહીં અને રૂપસંપન્ન નહીં.. એ પ્રમાણે પુરુષો ચાર ભેદે છે . કોઈ વસંપન્ન પણ રૂપસંપન્ન નહીં. પુરષો ચાર ભેટે છે કોઈ પોતે તૃપ્ત થાય પણ બીજાને નહીં, કોઈ બીજાને તૃપ્ત કરે પણ પોતાને નહીં ઇત્યાદિ ચાર ભેદ. પરયો ચર ભેટે છે - કોઈ વિચારે કે હું બીજાને વિશ્વાસ ઉપજાવું અને ઉપજાવે, કોઈ વિચારે કે બીજાને વિશ્વાસ ઉપજતું પણ ન ઉપજાવે આદિ. પર ચાર ભેદે - કોઈ પોતામાં વિશ્વાસ ઉપજાવે બીજામાં નહીં - આદિ. • વિવેચન-333,33૪ - [333] આ સૂત્રનો સંબંધ આ છે - પૂર્વે ચારિત્ર કહ્યું, તેનો પ્રતિબંધ કરનાર ક્રોધાદિ ભાવ છે, તેથી ક્રોધ સ્વરૂપ પ્રરૂપણા કરે છે. તે સંબંધવાળા આ દષ્ટાંતભૂતાદિ સૂગની વ્યાખ્યા - રાની - રેખા. ક્રોધનું બાકીનું વ્યાખ્યાન માયા આદિ માફક જાણવું. માયાદિ પ્રકરણથી અન્યત્ર ક્રોધને વિચારાયું કેમકે સૂત્રની ગતિ વિચિત્ર છે.. બીજું સૂત્ર પણ સુગમ છે. આ ક્રોધ ભાવવિશેષ જ છે. ભાવ પ્રરૂપણા માટે દેટાંતાદિ બે સૂત્ર કહે છે. સૂત્ર પ્રસિદ્ધ છે. વિશેષ એ કે . જેમાં ખૂંચેલ પગ વગેરે ખેંચી ન શકાય અથવા કટેથી ખેંચી શકાય તે કર્દમ. દીવાની મેશની જેમ પગ આદિનો લેપકારી તે ખંજન-કર્દમ વિશેષ જ છે.. વાલુકા-રેતી. તે ચોટે તો પણ પાણી સુકાતા પગમાંથી અા પ્રયત્ન
SR No.008997
Book TitleAgam Satik Part 06 Sthananga Sutra Gujarati Anuwad 2
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year
Total Pages112
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_sthanang
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy