SearchBrowseAboutContactDonate
Page Preview
Page 48
Loading...
Download File
Download File
Page Text
________________ ૪/૨/૩૩૩,૩૩૪ ૮૨ સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ-૩/૨ દુર થાય છે. કેમકે અા લેપકારી છે.. શૈલ એટલે કોમળ પાષાણ, તે પણ આદિને સ્પર્શ વડે જ કિંચિત્ દુ:ખ આપે છે. પણ તથાવિધ લેપને ઉત્પન્ન કરતાં નથી. કર્દમ આદિની પ્રધાનતાવાળા ઉદકો તે કર્દમોદક આદિ કહેવાય છે. ભાવ - જીવનો સગાદિ પરિણામ, તેનું કદમોદક આદિ સાથે સામ્ય, તેના સ્વરૂપાનુસારે કર્મના લેપને અંગીકાર કરીને માનવું. [૩૩૪] હમણાં ભાવ સ્વરૂપ કહ્યું. હવે ભાવવાળા દેટાંતસહિત પુરુષને ચાર પવન થી લઈને છેવટના સૂગ વડે કહે છે, તેનો ભાવસ્પષ્ટ છે. વિશેષ એ કે - શબ્દ અને ૫ બધા પક્ષીઓને હોય છે, તેથી વિશિષ્ટ શબ્દ અને રૂ૫ ગ્રહણ કરવા યોગ્ય છે. મનોજ્ઞ શબ્દ વડે સંપન્ન એક પક્ષી છે, પણ મનોજ્ઞરૂપ વડે નહીં - કોકિલની જેમ. ૫સંપ પણ શબ્દ સંપન્ન નહીં - પોપટવત. ઉભયસંપન્ન - મોરની જેમ. અનમયકાકવતું. અહીં પુરષ યથાયોગ્ય યોજવો. મનોજ્ઞ શબ્દ અને પ્રશસ્ત રૂપ • x • સાધુ, સિદ્ધ સિદ્ધાંત પ્રસિદ્ધ શુદ્ધ ધમદિશનાદિ સ્વાધ્યાય શબ્દસંપન્ન, લોય વડે ૫ કેશવાળું ઉત્તમાંગ, તપ વડે કૃશકાયા, મેલથી મલિન દેહ, અા ઉપકરણના લક્ષણ વડે સુવિહિત સાધુરૂપધારી. - ૪ - હું પ્રીતિ કરું કે હું વિશ્વાસ કરું એવો પરિણત પ્રીતિ કે વિશ્વાસને કરે છે, કેમકે સ્થિર પરિણામવાળો કે ઉચિત પ્રતિપત્તિ નિપુણ કે સૌભાગ્યવાળો હોય છે. બીજો પ્રીતિ કરવામાં પરિણત છતાં અપીતિ જ કરે છે કેમકે ઉક્તથી વિપરીત હોય છે. ત્રીજો પ્રીતિ પરિણત છતાં પ્રીતિ જ કરે છે, કેમ કે ઉત્પન્ન થયેલ પૂર્વભાવ નિવૃત થયો હોય છે. પ્રીતિ ઉત્પત્તિનો સ્વભાવ હોય છે. ચોચો પુરૂષ તો સુગમ છે. કોઈ ભોજન, વસ્ત્રાદિ વડે પોતાના આત્માને પ્રીતિ ઉત્પન્ન કરે છે. પણ સ્વાર્થમાં તત્પર હોવાથી બીજાને આનંદ ઉત્પન્ન કરતો નથી. બીજો પરમાર્થ પ્રધાન હોવાથી બીજાને આનંદ આપે છે, પોતાને નહીં. ત્રીજો સ્વાર્થ અને પરમાર્થ તત્પરતાથી બંનેને આનંદ આપે છે, ચોથો બંનેને નહીં. કોઈ પોતાનો વિશ્વાસ કરે છે, બીજાનો નહીં ઇત્યાદિ ચતુર્ભાગી. આ પુરષ મારા ઉપર પ્રીતિ કે વિશ્વાસ કરે છે એવી ખાત્રી કરાવવી. • સૂગ-૩૩૫,૩૩૬ : [33] ચાર ભેદે વૃક્ષો કા - પત્રયુક્ત પુwયુક્ત, ફલયુકત, છાયાયુકત એ જ રીતે ચાર ભેદે પુરો કહi • યુકત વૃક્ષ સમાન, પુણયુકtવૃક્ષ સમાન, ફળયુક્ત વૃક્ષસમાન, છાયાવાળા વૃક્ષ સમાન. [33] ભારને વહન કરનાર ચાર વિશ્રામો કહા છે • ૧- જ્યારે એક ખભાથી બીજે ખભે ભારને મૂકે તે એક વિશ્રામ, - જ્યારે મળ-મૂત્રનો ત્યાગ, કરે ત્યારે તે ભારને મૂકે તે એક વિશ્રામ, ૩- માર્ગમાં નાગકુમાર કે સુવર્ણકુમારના મંદિરમાં રાત્રિએ વરસે તે એક વિશ્રમ, ૪- જ્યારે ભાર ઉતારીને યાdજીવ ઘેર આવીને રહે તે એક વિશ્રામ. આ પ્રમાણે શ્રાવકને ચાર વિશ્રામ કહ્યા • ૧- જ્યારે [6/6] શીલવંત, ગુણવંત, વિરમણ, પ્રત્યાખ્યાન, પૌષધોપવાસ સ્વીકારે ત્યારે એક વિશ્રામ, - જ્યારે સામાયિક, દેશાવગાસિક, સારી રીતે પાળે ત્યારે એક વિશામ, 3- જ્યારે ચૌદશ-આઠમ-પૂનમ, અમાસ પતિપૂર્ણ પૌષધને સમ્યફ uળે ત્યારે એક વિશ્રામ, ૪- જ્યારે પશ્ચિમ મરણાંતિક સંલેખના આરાધના કરી ભોજનનું પ્રત્યાખ્યાન કરી પાદોપગત અનશન કરી મરણની આકાંક્ષા ન કરતો વિચરે તે એક વિશ્રામ. • વિવેચન-૩૩૫,33૬ : [૩૩૫ પાંદડાને પામે તે પરોપણ અતિ ઘણાં પગવાળો. એ રીતે બાકીના પણ જાણવા. એ રીતે લૌકિક અને લોકોત્તર પુરુષોની પત્રવાળાદિ વૃક્ષ સાથે સમાનતા ક્રમશઃ જાણવી. તે આ -૧- અર્થીઓને વિશે તથાવિધ ઉપકાર ન કરવા વડે સ્વ સ્વભાવ લાભમાં જ સમાપ્ત થવાથી, ૨- સૂત્રદાનાદિ ઉપકારક હોવાથી, 3- અર્થદાનાદિ વડે મહાન ઉપકારક હોવાથી, ૪- જ્ઞાનાદિ કાર્યમાં પ્રવર્તાવવું અને દોષથી બચાવવા આદિથી. (33૬] ધાન્યાદિ ભારને એક સ્થાનેથી બીજા સ્થાને લઈ જનાર પુરષના વિશ્રામ, અવસરના ભેદથી વિશ્રામ ભેદો છે - ૧- એક ખભેથી બીજા ખભે ભારતે ફેરવતા, તે અવસરે તે વહન કરનારને એક વિશ્રામ, ૨- મળ મૂત્રાદિ તજતા, 3નાગકુમાર આવાસાદિ કે અન્ય આવાસમાં સગિના વસે ત્યારે, ૪- જ્યાં સુધી આ મનુષ્ય છે. એવા કથન વડે ચાવજીવ વસે છે તે. આ દૃષ્ટાંત છે, તેનું દાન્તિક સૂત્ર આ પ્રમાણે - સાધુની ઉપાસના કરે તે શ્રાવક, તે સાવધ વ્યાપારના ભારથી દબાયેલાને, તેને છોડવા વડે ચિત સ્વાથ્યરૂપ વિશ્રામો છે. પરલોકથી ભય પામેલ મને આ બાણ છે એવા આ વિશ્રામો છે - તે જિનાગમના સંગના સભાવથી સ્વચ્છ બુદ્ધિ વડે આરંભ-પરિગ્રહને દુ:ખ પરંપરાકારી સંસાર કાંતાર કારણભૂત માની ત્યાજ્ય છે એમ જાણી ઇન્દ્રિય સુભટ વશ તે બંનેમાં પ્રવર્તતો મહા ખેદ, સંતાપ અને ભયને વહન કરે છે. આ રીતે ભાવના ભાવે - હૃદયમાં જિનેશ્વરની આજ્ઞા છતાં અપુષ્ય એવું મારું વર્તન તો આવે છે, વિશેષ શું કહું ? આશ્ચર્ય છે, અમારું જ્ઞાન હણાયું, અમારું માનુષ્ય માહાભ્ય હણાયું. વિવેક પ્રાપ્ત છતાં અમે નાના બાળકની જેમ વર્તીએ છીએ. જે અવસરમાં શીલ કે બ્રહ્મચર્ય વિશેષ, સ્થૂલ પ્રાણાતિપાતાદિ વિરમણ રૂપ વ્રત, ન • અણુવ્રત અને સાત શિક્ષાવત (કે જેની વ્યાખ્યા અહીં નથી કરી], ગુણવત-દિવ્રત-ભોગોપભોગ વ્રત લક્ષણ, વિરમણ-અનર્થદંડ વિરતિ પ્રકારે કે સમાદિની વિરતિ જાણવી. પ્રત્યાખ્યાન-નવકારશી આદિ, પૌષધ-પર્વદિન આઠમ આદિ, આહાર ત્યાગરૂપ ઉપવાસ, તે પૌષધોપવાસને સ્વીકારે તેને એક વિશ્રામ કહ્યો. જયારે સાવધ રોગનો ત્યાગ અને નિસ્વધયોગના સેવનરૂપ સામાયિકમાં જે વ્યવસ્થિત શ્રાવક તે શ્રમણભૂત થાય છે. તથા દિવ્રત ગૃહિતને દિરિમાણના
SR No.008997
Book TitleAgam Satik Part 06 Sthananga Sutra Gujarati Anuwad 2
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year
Total Pages112
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_sthanang
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy