SearchBrowseAboutContactDonate
Page Preview
Page 112
Loading...
Download File
Download File
Page Text
________________ પ/૩/૪૮૫ થી 483 209 21 પ્રયોજન હોય છે પણ તે ગ્લાનપણામાં હોય તો સચિવ વાયુ અને મિશ્ર વાયુનો પરિહાર કરવો પણ અચિતનો ઉપયોગ કરવો. વનસ્પતિને આશ્રીને કહે છે - સંથારો, પમા, દંડ, ક્ષૌમિક, કપાસ, પીઠ, ફલકાદિ, ઔષધ, ભૈષજય આદિ અસિત વનસ્પતિનું પ્રયોજન છે. ત્રસકાયમાં પંચેન્દ્રિય તિર્યંચને આશ્રીને કહ્યું છે કે - ચર્મ, હાડકાં, દાંત, નખ, રોમ, શીંગડાદિ, અજ્ઞાન છાણ, ગોમૂત્રાદિ, દૂધ, દહીં આદિ પંચેન્દ્રિય તિર્યંચોના અયિત અવયવો સાધુના પરિભોગમાં આવે છે. એવી રીતે વિકસેન્દ્રિય, મનુષ્ય, દેવાદિની સહાયતા કહેવી. તથા ગણની ઉપકારિતા - “એલાને ધર્મ ક્યાંથી હોય ?" આદિથી કહેવી. ગનો પરિવાર તે ગચ્છ, તેમાં વસતા ઘણી નિર્જસ થાય, કેમકે ગુણવાનનો વિનય કરવાથી સારણા આદિથી દોષની પ્રતિપતિ થતી નથી. પરસ્પની અપેક્ષાઓ એકબીજાને જોઈને તે તે વિનયાદિ યોગમાં પ્રવર્તતો ગચ્છવાસી મુનિ, નિશ્ચયથી, મોક્ષપદનો સાધક જાણવો. દુષ્ટ મનુષ્યોથી સાધુનું રક્ષણ કરવાથી રાજાનું ધર્મમાં સહાયકવ છે. લૌકિકો કહે છે : લોકો વડે આકુલ લોકને વિશે જો રાજા સાધુની રક્ષા ન કરે તો ક્ષાંત, દાંત, અહિંસક સાધુ કઈ રીતે ધર્મ કરી શકે ? વળી રાજારહિત આ લોકમાં સર્વથા ઉપદ્રવ થતાં આ બધાની ભયથી રક્ષા કરવા માટે જ ઈશ્વરે રાજાને ઉત્પન્ન કર્યો છે.” ગૃહપતિ * શય્યાતર, તે પણ નિશ્રાનું સ્થાન છે. તે સ્થાનદાનથી સંયમમાં ઉપકાર કરનાર છે. કહ્યું છે કે - ગુણરૂપ લક્ષ્મીને આલિંગન કરનાર પ્રધાન મુનિઓને જેણે પ્રેમથી સ્થાન આપ્યું, તેણે ધૃતિ આપી, મતિ આપી, ગતિ આપી અને સુખ પણ આપ્યું. જે કોઈ તપ-નિયમ-યોગથી યુકત યતિને ઉપાશ્રય આપે છે, તેણે વસ્ત્ર, અg, પાન, શયન, આસન આપ્યા તેમ જાણવું. શરીરની ધર્મમાં સહાયતા પ્રસિદ્ધ જ છે. કહ્યું છે . શરીર ધર્મ સંયુક્ત છે માટે પ્રયત્નથી પણ તે રક્ષણ કરવા યોગ્ય છે. જેમ પર્વત પરથી પાણી ઝરે છે તેમ શરીરથી ધર્મ ઝરે છે. લોકને વિશે ધર્મ આચરનાર સાધુને પાંચ નિશ્રાપદો છે. તે આ - રાજા, ગૃહપતિ, પટકાય, ગણ અને શરીર. શેષ સુગમ છે. [48] શ્રમણના નિશ્રાસ્થાનો કહ્યા. હવે નિધિરૂપ લૌકિક નિશ્રા સ્થાન પાંચ પ્રકારે પ્રતિપાદન કરતું સૂત્ર કહે છે - તે સુગમ છે. વિશેષ એ કે - જેને વિશે અતિશય સ્થપાય તે નિધિ અર્થાત વિશિષ્ટ નિસુવણિિદ દ્રવ્યનું પાત્ર. નિધિવત્ નિધિ. પુત્રરૂપ નિધિ તે મનિધિ દ્રવ્યને મેળવનાર પુરા માતાપિતાના નિવહિના હેતુભૂત થવાથી તેમજ સ્વભાવે તે બંનેને આનંદ અને સુખનો કરનાર હોવાથી પુત્ર નિધિરૂપ છે. અન્ય શાસ્ત્રકારોએ કહ્યું છે કે - “શુદ્ધ વંશમાં ઉત્પન્ન થયેલી સંતતિ, તપ અને દાનથી ઉત્પન્ન થયેલ પુણ્યરૂપ જન્માંતરના ફળભૂત છે. તે આલોક પરલોકના સુખને માટે થાય છે. [6/14 સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ-૩/૨ મિરરૂપ નિધિ તે મિગનિધિ. કેમકે અર્થ અને કામના સાધકવ થકી આનંદનો હેતુ છે. કહ્યું છે કે - જેને શૂર, વિનિત, વિચક્ષણ મિત્ર નથી તેને રાજલક્ષ્મી ક્યાંથી હોય ? શિલા-ચિત્રાદિ વગેરેનું વિજ્ઞાન, તેજ નિધિ તે શિપનિધિ. આ શિલ વિધાના ઉપલક્ષણરૂપ છે, તેથી પુરુષાર્થના સાધનભૂત હોવાથી વિદ્યા નિધિ જ ગણાય છે. કહ્યું છે કે - વિઘા વડે રાજને પૂજ્ય થાય, વિધા વડે કામિનીને પ્રિય થાય, વિધા જ સમગ્ર લોકના વશીકરણે મંગભૂત છે. ધન નિધિ તે કોશ... ધાન્ય નિધિ તે કોઠાર. [48] અનંતર નિધિ કહ્યો. તે દ્રવ્યથી ગાદિ અને ભાવથી કુશલ અનુષ્ઠાનરૂપ બ્રાહ્મ છે. તે વળી શૌચપણાને કહેવાની ઇચ્છાવાળા સૂત્રકાર પ્રસંગથી શેષ શોચને પણ કહે છે - તે સૂત્ર સ્પષ્ટ છે. વિશેષ એ કે શુચિનો ભાવ તે શૌચ કે શુદ્ધિ. તે દ્રવ્યથી અને ભાવથી બે પ્રકારે છે. તેમાં પ્રથમના ચાર દ્રવ્ય શૌચ છે. પાંચમું તે ભાવ શૌચ છે. (1) પૃથ્વી-માટી વડે શૌચ અર્થાત્ ઘસવું અને લેપન કરવું. શરીરાદિ થકી દુગંછનીય મળ અને ગંધને દૂર કરવું તે પૃથ્વીશૌચ. - અહીં પૃથ્વી શૌચને કહ્યા છતાં પણ બીજાઓ વડે જે પૃથ્વીશૌચનું લક્ષણ કહેવાય છે, તે બતાવે છે. માટી વડે શુદ્ધ લિંગમાં એક વાર, ગુદા સ્થાનને વિશે ત્રણ વાર, એક હાથમાં દશવાર અને બંને હાથમાં સાત વાર ડાહ્યા પુરુષો માટી વડે શુદ્ધિ જાણવી. આ પ્રમાણે ગૃહસ્થને શૌચ છે. બ્રહ્મચારીને એથી બમણું, વાનપ્રસ્થોને ત્રણ ગણું અને યતિઓને ચાર ગણો શૌચ છે - આ કથન અન્ય મતિઓનું છે, તે અહીં માન્ય નથી, પણ ગંધ આદિનો નાશ માત્રને શૌચપણાએ વિવક્ષિત હોવાથી અને તેનું જ યુનિયુકતપણું હોવાથી શૌચ છે. (2) પાણી વડે શૌચ તે અશૌચ અર્થાત્ ધોવું. (3) અગ્નિ વડે કે અગ્નિના વિકારભૂત ભસ્મ વડે શ્ય-તેજ:શોય. (4) શચિ વિધા વડે શૌચ તે મંત્ર શૌચ... (5) બહા-બ્રાહાચર્યાદિ કુશલ અનુષ્ઠાન રૂ૫ શૌય તે જ બ્રહ્મશૌચ... આ બ્રહ્મના કથન વડે ચાર પ્રકારનું સત્યાદિ શૌચ પણ સંગ્રહેલું છે. તે આ પ્રમાણે સત્યશૌય, તપ:શૌચ, ઇન્દ્રિય નિગ્રહરૂપ શૌચ, સર્વ પ્રાણીઓની દયારૂપ શૌચ. પાંચમું જળશૌચ છે. લૌકિકોએ સાત ભેદે શૌચ કહ્યું સ્વયંભૂ સ્વયમેવ ઋષિઓને, બ્રહ્મચારીઓને દ્રવ્ય તથા ભાવ વિશુદ્ધિને માટે સાત પ્રકારના સ્નાનો કહેલા છે. આગ્નેય, વારુણ, બ્રાહુઓ, વાયવ્ય, દિવ્ય, પાર્થિવ અને માનસ... આ સાત પ્રકારે સ્નાન કર્યું. (1) ભમ વડે સ્નાન તે આગ્નેય, (2) જળ વડે સ્નાન તે વારણ. (3) આપોહિષ્ઠામય મંત્ર વડે સ્નાન તે બ્રામ્ય. (4) ગાયોની જ તે વાયવ્ય. (5) સૂર્યને જોઈને પછી અન્ય વસ્તુને જોવી તે દિવ્ય. (6) માટી વડે સ્નાન કે પાર્થિવ (9)
SR No.008997
Book TitleAgam Satik Part 06 Sthananga Sutra Gujarati Anuwad 2
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year
Total Pages112
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_sthanang
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy