SearchBrowseAboutContactDonate
Page Preview
Page 113
Loading...
Download File
Download File
Page Text
________________ પ/૩/૪૮૫ થી 483 211 મનની શુદ્ધિ તે માનસ. અનંતર બ્રહશૌચ કહ્યું તે જીવની શુદ્ધિરૂપ છે અને જીવને છડાસ્થ જાણતા નથી, કેવળી જાણે છે. * સૂત્ર-૪૮૮ થી 492 - [488] આ પાંચ સ્થાનોને છાસ્થ પૂણરૂપે ન જાણે, ન દેખે - ધમસ્તિકાય, અધમસ્તિકાય, આકાશાસ્તિકાય, શરીરરહિત જીવ, પરમાણુ યુગલ... આ સ્થાનોને ઉત્પન્ન જ્ઞાન-દર્શનધર સર્વ ભાવથી જાણે છે અને જુએ છે - ધમસ્તિકાય ચાવતુ પરમાણુ યુગલ. [489] ધોલોકમાં પાંચ મોટી નરકો છે. જેમકે - કાલ, મહાકાલ, રૌરવ, મહારૌરવ, અપતિષ્ઠાન... ઉdલોકમાં પાંચ મહાવિમાન છે - જેમકે - વિજય, વૈજયંત, જયંત, અપરાજિd, સવથિસિદ્ધ વિમાન.. [49] પુરુષો પાંચ ભેદે છે - હીસત્વ, લ્હીમનસત્વ, ચલસત્વ, સ્થિરસત્વ, ઉદાસત્વ. [491] મત્સ્ય પાંચ પ્રકારે છે. જેમકે - અનુશ્રોતચારી, પતિશ્રોતચારી, અંતચારી, મદમચારી, સર્વચારી... આ જ પ્રમાણે ભિક્ષુ પાંચ પ્રકારે કહ્યા છે. તે આ - અનોતચારી યાવત સર્વચારી. [42] વનીપક પાંચ પ્રકારે કહ્યા છે. તે આ - અતિથિ વનીપક, દરિદ્ધી વનીપક, બ્રાહ્મણ વનપક, શ્વાન હનીપક, શ્રમણ વનપક. * વિવેચન-૪૮૮ થી 42 - (488] સૂત્ર સુગમ છે. વિશેષ એ કે- છાસ્થ એટલે અવધિજ્ઞાનાદિ અતિશયથી સહિત જાણવા. અન્યથા અમૂર્તપણાથી ધમસ્તિકાયાદિને ન જાણતો પણ પરમાણુ પ્રત્યે અવધિજ્ઞાની આદિ છાસ્ય જાણે છે, કેમકે પરમાણુનું મૂર્તપણું છે. કોઈ એમ કહે કે * સૂત્રમાં સર્વભાવ વડે ન જાણવું કહેલ છે.” તેથી પરમાણુને કથંચિત્ - કેટલાંક પયિોને જાણતો પણ અનંત પર્યાયપણાને જાણતો નથી. જો એમ માની તો સૂત્રોક્ત પાંચ સંખ્યાનો નિયમ વ્યર્થ જશે. કેમકે ઘટાદિ અનેક પદાર્થોને કેવલી, સર્વ પયયિો વડે જાણવા અસમર્થ છે. આ હેતુથી કહ્યું છે. કેમકે શ્રુતજ્ઞાન વડે અસાક્ષાત્કારરૂપે જાણે છે જ. આ શરીપ્રતિબદ્ધ - દેહમુક્ત થયેલ જીવને ન જાણે. પરમાણુરૂપ પુદ્ગલ તે પરમાણુ પુગલ. [489] જેમ જિનેશ્વર આ પાંચ અતીન્દ્રિય પદાર્થોને જાણે છે, તેમ બીજા પણ અતીન્દ્રિય પદાર્થોને જાણે છે માટે અધોલોક અને ઉદર્વલોકમાં રહેલા પાંચ સ્થાનકમાં અવતરતી અતીન્દ્રિય વસ્તુને દેખાડતા બે સૂત્રને કહે છે - તે સ્પષ્ટ છે. વિશેષ એ કે - સાતમી પૃથ્વીને વિશે અનુત્તર કેમકે વેદનાદિપણાથી અથવા તેથી આગળ નરકનો અભાવ છે. કાલાદિ ચાર નરકાવાસોનું મહાપણું ક્ષેત્રથી પણ અસંખ્યાત યોજનવાળું હોવાથી છે અને પ્રતિષ્ઠાન નરકાવાસનું તો એક લાખ યોજન પ્રમાણ છે, પણ આયુષ્યનું અતિ મહતપણું હોવાથી મહાનપણું છે. 212 સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ-૩/૨ એવી રીતે ઉર્વલોકને વિશે પણ જાણવું. [490] કાલાદિ નરકાવાસોમાં અને વિજયાદિ મહાવિમાનોમાં સર્વાધિક પક્ષો જ જાય છે. આ હેતુથી સવનું પ્રતિપાદન કરવાને કહે છે. (1) હી સવ - લજ્જા વડે સાધુઓના પરીષહોને વિશે અને અન્યને સંગ્રામાદિકને વિશે અવિચલરૂપ સત્વ છે જેને તે. (2) હી મનસત્વ લજ્જા વડે પણ મનમાં જ સવ છે જેને પણ શીત આદિને વિશે કંપાદિ વિકારના ભાવથી શરીરમાં સવ નથી તે. (3) ક્ષણભંગુર છે સવ જેનું તે ચલ સત્વ. (4) એનાથી વિપરીત-નિશ્ચળ હોવાથી સ્થિર સવ. (5) ઉદયને પામતું પ્રવર્ધમાન - વધતું સાવ છે જેને તે ઉદયન સત્વ. [491] અનંતર સત્વવાળો પુરુષ કહ્યો છે તે ભિક્ષુ જ છે. માટે તેનું સ્વરૂપ પ્રતિપાદન કરવા માટે દાખિિક્તક બે સૂત્રો કહે છે. મત્સ્યને લગતું વિવરણ પૂર્વવત્ સ્પષ્ટ છે. ભિક્ષા * સાધુ તે અનુશ્રોતચારી - ઉપાશ્રયથી શરૂ કરીને ભિક્ષા કરનાર તે એક, દરના ઘરોથી આરંભીને ઉપાશ્રયની સન્મુખ ગૌચરી કરનાર તે બીજા. સંતવાણી - પાસેના ઘરોમાં ગૌચરી કરનાર તે બીજો. શેષ બે સુગમ છે. [492 ભિક્ષ અધિકારી ભિક્ષ વિશેષને જ પાંચ પ્રકારે કહે છે - તે સ્પષ્ટ છે. વિશેષ એ કે - બીજાઓને પોતાનું દુઃખિતપણું દર્શાવવા વડે અનુકૂળ ભાષણથી જે દ્રવ્ય મેળવાય છે તે વન પ્રતીત છે, તેને પિત્ત - આસ્વાદે છે અથવા પતિ - સાયવે છે તે વનપક છે. અર્થાત્ યાચક છે અહીં તો અતિથિ આદિનો જે ભક્ત હોય છે તેની પ્રશંસા કરવા વડે તેને દાનની સન્મુખ કરે છે તે વનપક. ભોજનના સમયમાં ઉપસ્થિત થયેલ પ્રાપૂર્વક તે અતિથિ. તેના દાનની પ્રશંસા વડે તે ભક્ત પાસેથી મેળવવાને ઇચ્છે છે, તે અતિથિને આશ્રીને અતિથિ વનીક. કહ્યું છે કે - પ્રાયઃ ઘણા લોકો ઉપકારી, પરિચિત, પ્રીતિવાળાઓને દાન આપે છે, પણ તે દાન ના કહેવાય. માર્ગમાં થાકેલા અતિથિને જે દાતાર પૂજે, દાન આપે તે દાનનું મહાફળ છે. આ રીતે બીજા પણ વનપકો જાણવા. વિશેષ એ કે - દુઃખમાં રહેલ ક આદિ. ઉદાહરણ - કૃપણોને, દુર્મનવાળાને, અબંધુઓને, આતંકિત-રોગીઓને, લંગડા આદિ ખંડિત અંગવાળા મનુષ્યોને દાન આપતો દાતાની પતાકા વિસ્તારે છે. કેમકે માનાદિ પૂજાને ઇચ્છતા લોકો સત્કારનારા પ્રત્યે સકારે છે. નિઃસ્વાર્થવૃત્તિ વડે કૃષણાદિને જે દેવાય છે, તે જ દાન શ્રેષ્ઠ છે... માત્ત એટલે બ્રાહ્મણ લોકને ઉપકાર કરનારા ભૂદેવો - બ્રાહ્મણોને નામ માત્ર ગુણરહિત જાતિ માત્ર બ્રાહ્મણોને વિશે દેવાતું દાન બહુ ફળવાળું થાય છે તો પર્ કર્મ કરનારાઓને વિશે દાન દેવાથી મહાફળ થાય તેમાં કહેવું જ શું ? શાન વનીપક આ પ્રમાણે જાણવા - ગાય આદિને તૃણાદિ ખોરાક સુલભ હોય છે, પણ તિરસ્કાર વડે હણાયેલ શ્વાનોને ક્યારે પણ ખોરાક સુલભ થતો નથી, તેથી તેને દેવામાં વિશેષ લાભ છે. તે શ્વાનો ગુહ્યક દેવ વિશેષ છે. કૈલાસભુવનથી ભૂમિ પર આવીને યક્ષરૂપે શ્વાનની આકૃતિ વડે ફરે છે, તેથી તેઓની પૂજા વડે હિતઅપૂજાથી અહિત થાય છે.
SR No.008997
Book TitleAgam Satik Part 06 Sthananga Sutra Gujarati Anuwad 2
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year
Total Pages112
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_sthanang
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy