________________
૫/૩/૪૮૩
ત્રીજો, છેલ્લા સમય સિવાયના સમયમાં વર્તતો તે ચોથો અને બધા સમયમાં વર્તનાર તે પાંચમો.
૨૦૩
સ્નાતઃ - શરીરના અભાવે કાયયોગ નિરોધથી અછવિ કે અવ્યયક, અતિચાર રહિત હોવાથી અશબલ, કર્મને ખપાવેલ હોવાથી અકમશિક, જ્ઞાનાંતર વડે સંપર્કપણું ન હોવાથી સંશુદ્ધ જ્ઞાન, દર્શનને ધરનાર અને પૂજાને યોગ્ય હોવાથી અર્હમ્, કષાયોને જિતવાથી જિન, પરિપૂર્ણ જ્ઞાનાદિ રત્નત્રય છે જેને તે કેવલી, નિષ્ક્રિયપણાથી
યોગ નિરોધથકી અપરિશ્રાવી.
આ સંબંધે વૃત્તિકારે બાર ગાથાઓ ઉક્ત અર્થને જણાવવા કહેલી છે. (જેનો ઉક્ત વિવેચનમાં અર્થ પ્રાયઃ કહેવાયો છે માટે ફરી કહ્યો નથી.
નિર્ગુન્થોને જ ઉપધિ વિશેષના પ્રતિપાદન માટે બે સૂત્ર કહે છે– • સૂત્ર-૪૮૪ :
સાધુ, સાધ્વીને પાંચ પ્રકારના વસ્ત્રો રાખવા કે પહેરવા કરે છે. તે આ− જાંગિક, ભાંગિક, સાનક, પોતક, તિડિપટ્ટ... સાધુ-સાધ્વીને પાંચ જોહરણ ગ્રહણ કરવા અને વાપરવા ક૨ે છે. તે આ - ઉનનું, ઔટ્રિક, શાનક, વલ્વજ અને મુંજ [ઘાસ વિશેષનું].
• વિવેચન-૪૮૪ :
સૂત્ર સુગમ છે. વિશેષ એ કે - રાખવા અને પહેરવા માટે ગ્રહણ કરવું કો છે અથવા એક વખત ઉપભોગ તે ધારણા અને વારંવાર ભોગવવું તે પરિહરણા... જાંગિક-કંબલાદિ, ભંગિક-અતસીમય, શાનક-શણનું બનેલું. પોતક-કપાસનું વસ્ત્ર, તિરીડ-વૃક્ષની છાલમય. કહ્યું છે કે–
ત્રસજીવોથી ઉત્પન્ન થયેલ તે જાંગમિક, તે વિકલેન્દ્રિય અને પંચેન્દ્રિયના અવયવોથી નિષ્પન્ન તેમાં પણ અનેક પ્રકાર છે - પટ્ટ - શ્રેષ્ઠ વસ્ત્ર, સુવર્ણ - વર્ણ સૂત્ર કેટલાંક કૃમિઓનો થાય છે. મય - મલબાર દેશમાં ઉત્પન્ન, અંશુ - સુકોમળ વસ્ત્ર, ટ્વીનાંશુ - કોશીર જાતના કૃમિથી ઉત્પન્ન કે ચીન દેશમાં થયેલ વસ્ત્ર - વિક્લેન્દ્રિય જીવોના અવયવોથી બનેલા હોય છે. તથા ઉનનું વસ્ત્ર, ઉંટના વાળનું વસ્ત્ર, સરાલાના વાળનું વસ્ત્ર, બકરાના વાળનું વસ્ત્ર, ગાડર વગેરેના ઉન-રોમ
વગેરેથી બનેલ વસ્ત્ર તે કિટ્ટીજ વસ્ત્ર-પંચેન્દ્રિયજ હોય છે. - ૪ - X -
અહીં પાંચ ભેદે વસ્ત્ર કહ્યા છતાં ઉત્સર્ગથી કપાસ અને ઉનનું બનેલું વસ્ત્રજ ગ્રાહ્ય હોય છે. કહ્યું છે કે
કપાસનું વસ્ત્ર ન મળે તો વૃક્ષની છાલનું, તેના અભાવે પટ્ટ વસ્ત્ર, તેના અભાવે કોશેટાથી ઉત્પન્ન વસ્ત્ર લેવું. જો ઉનનું વસ્ત્ર ન મળે તો છાલનું અને તેના અભાવે કોશેટાથી ઉત્પન્ન વસ્ત્ર લેવું, અહીં પટ્ટ શબ્દથી તિરીક કહેવાય છે અને = શબ્દથી અતસી વંશીમય વસ્ત્ર પણ લેવું. તે પણ અલ્પ મૂલ્યવાળું લેવા યોગ્ય છે. પાટલીપુત્ર સંબંધી અઢાર રૂપિયાથી આરંભીને એક લાખ રૂપિયા સુધીનું વસ્ત્ર મહામૂલ્યવાન્ છે.
સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ-૩/૨
જેના વડે રજ હરાય છે તે રજોહરણ કહ્યું છે કે - જેના વડે જીવોની બાહ્ય
અત્યંતર રજ હરાય તે કારણમાં કાર્યોપચારથી રજોહરણ કહેવાય છે. ગાડરના રોમથી બનેલું, ઉંટના રોમથી બનેલું, શણના સૂત્રથી બનેલું, વલ્વજ ઘાસ વિશેષથી કૂટેલી છાલનું બનેલું, મુંજ જાતિના ઘાસથી બનેલું હોય.
ઔત્સર્ગિક અને આપવાદિક ભેદે રજોહરણ બે પ્રકારે છે. તે એકેક પણ નિર્વ્યાઘાતવાળું અને વ્યાઘાતવાળું એમ બે ભેદે છે. ઔત્સર્ગિક રજોહરણ બે નિષધાપટ્ટક સહિત છે અને ખુલ્લાદંડવાળું રજોહરણ તે આ૫વાદિક. ઉનની દશીવાળું તે નિર્વ્યાઘાતિક અને તે સિવાયનું વ્યાઘાતિક.
૨૦૮
જે ઔત્સર્ગિક નિર્વ્યાઘાતિક તે એક ઉનનું રજોહરણ હોય છે અને ઔત્સર્ગિક વ્યાઘાતિક - ઉંટના રોમમય, શણમય, વલ્વજ-દકૃિતિ જેવું તૃણ વિશેષથી બનેલું અને મુંજથી બનેલું જાણવું. નિર્વ્યાઘાતવાળું તે આપવાદિક, તે લાકડાના દંડ સહિત દશીઓથી બનેલું અને આપવાદિક-વ્યાઘાતવાળું તે ઉંટના રોમમય, શણમય વલ્વજ, ભુજથી બનેલ જાણવું.
જોહરણાદિ માફક કાયાદિ પણ ધર્મ સહાયક હોવાથી તેને કહે છે— • સૂત્ર-૪૮૫ થી ૪૮૭
[૪૮૫] ધર્મને આચરનાર સાધુને પાંચ નિશ્રા કહેલ છે - તે આ છે - છ કાય, ગણ, રાજા, ગૃહપતિ અને શરીર.
[૪૮૬] પાંચ નિધાન કહ્યા છે તે આ છે - પુત્રનિધિ, મિત્રનિધિ, શિલ્પનિધિ, ધનનિધિ અને ધાન્યનિધિ
[૪૮૭] શૌય પ્રાંચ પ્રકારે કહેલ છે - પૃથ્વીશા, જલશૌય, અગ્નિશૌય, મંત્રશૌચ અને બ્રહ્મશૌય.
• વિવેચન-૪૮૫ થી ૪૮૭ :
[૪૮૫] ધર્મ-શ્રુત, ચાસ્ત્રિરૂપ ધર્મને સેવનાર તે પાંચ નિશ્રાસ્થાનો અર્થાત્ સહાયના હેતુઓ કહ્યા છે. પૃથ્વી વગેરે છ કાયો, તેઓનું સંયમમાં ઉપકારત્વ આગમમાં પ્રસિદ્ધ છે. પૃથ્વીકાયને આશ્રીને કહ્યું છે કે
સ્થાન, નિસીદન, વવર્તન, ઉચ્ચાર [મળ-મૂત્ર] આદિનું ગ્રહણ અને પરઠવવું, ઘટ્ટક, ડગલકમાં અપાતો લેપ ઇત્યાદિ પ્રસંગે અચિત પૃથ્વીકાયનું ગ્રહણ કરવામાં અને મૂકવામાં બહુધા પ્રયોજન હોય છે.
અકાયને આશ્રીને કહે છે - પાણી સીંચવું, પીવું, હાથ વગેરે ધોવા, વસ્ત્ર ધોવા, આચમન લેવું, પાત્ર ધોવા ઇત્યાદિ કાર્યમાં તેનું પ્રયોજન છે.
તેજસ્કાયિકને આશ્રીને કહે છે - શાલી વગેરે ભોજન, પકાવેલ શાક, કાંજીનું પાણી, ગરમ છાશની આછ, ઓસામણ, ઉષ્ણોદક - ત્રણ વખત ઉભરો આવેલ જળ, = શબ્દથી માંડાદિ, કુભાષાદિ, ડગલક, રાખ, લોઢાની સોય, પિમ્પલક, ક્ષુર વિશેષાદિ અચિત્ત અગ્નિકાયનો ઉપયોગ થાય છે.
વાયુકાયને આશ્રીને કહે છે - હૃતિકના વાયુ વડે કે ધમણના વાયુ વડે મુનિને