________________
૨/૩/૮૮
પાણીથી ઉપર બે કોશ ઊંચો વજ્રમય, એક કોશ લાંબો - અર્ધકોશ પહોળો - કંઈક ન્યૂન એક કોશ ઉંચો, અનેક સેંકડો સ્તંભ વડે યુક્ત ગંગાદેવીના ભવનથી સુશોભિત કરાયો છે, જેનો ઉપરનો ભાગ એવો કુંડ છે.
ગંગાપ્રપાતકુંડથી દક્ષિણ તોરણથી નીકળીને પ્રવાહમાં ૬। યોજન પહોળી, અર્ધકોશ ઊંડી ગંગાનદી ઉત્તરાદ્ધ ભરતના બે ભાગ કરતી ૭૦૦૦ નદી સાથે મળીને ખંડપ્રપાત ગુફાના પૂર્વભાગથી નીચે વૈતાઢ્ય પર્વતને વિદારીને દક્ષિણાદ્ધ ભરતના બે વિભાગ કરતી તે વિભાગના મધ્ય ભાગેથી જઈને પૂર્વાભિમુખ વળીને બધી મળીને ૧૪,૦૦૦ નદીઓ સાથે મુખમાં ૬૨ા યોજન પહોળી, ૧1 યોજન ઊંડી એવી જગતીને ભેદીને પૂર્વના લવણસમુદ્રમાં પ્રવેશે છે, તે ગંગાપ્રપાતદ્રહ. આ જ પ્રમાણે સિંધુપ્રપાતદ્રહની પણ વ્યાખ્યા કહેવી.
૧૦૫
આથી જ બે દ્રહો લાંબા, પહોળા, ઉંડા અને પરિધિ વડે સમાન વિશેષણવાળા ભાવવા. બધાં જ પ્રપાતદ્રહો દશ યોજન ઊંડા કહેવા. અહીં વર્ષધર-નદીઓના અધિકારમાં ગંગા, સિંધુ અને રોહિતાંશાનું તથા સુવર્ણકૂલા, તા અને રક્તવતીનું જે કથન નથી કર્યુ તેનું કારણ એ છે કે અહીં બે સ્થાનનો જ અધિકાર છે. એક
પર્વતથી ત્રણ નદીઓ નીકળવાના ત્રણ-ત્રણ સ્થાન હોવાથી અહીં લીધી નથી.
છ્યું - એમ પૂર્વવત્. ઉક્ત સ્વરૂપવાળી રોહિત નદી જેમાં ૫ડે છે તે કુંડ ૧૨૦ યોજન લાંબો-પહોળો છે. કંઈક ન્યૂન ૩૮૦ યોજન ઘેરાવાવાળો અને જેના મધ્યભાગમાં
રોહિતદ્વીપ ૧૬ યોજન લાંબો-પહોળો, સાધિક ૫૦ યોજન ઘેરાવાવાળો પાણીથી ઉપર બે કોશ ઊંચો છે. ગંગાદેવીના ભવન સમાન રોહિત્ દેવીના ભવન વડે સુશોભિત જેનો ઉપરનો ભાગ રોહિતપ્રપાતદ્રહ હિમવંત વર્ષધર પર્વતની ઉપર રહેલ પદ્મદ્રહના ઉત્તર તોરણેથી નીકળીને રોહિતાંશા મહાનદી સાધિક ૨૭૬ યોજન પર્યંત ઉત્તરાભિમુખ થઈને પર્વતથી જઈને લંબાઈથી એક યોજન, પહોળાઈથી ૧૨ યોજન, જાડાઈથી એક કોશ, જીભિકા વડે વિવૃત્ત મગરમુખના ધોધ થકી અને મુક્તાવલી આકારે સાધિક ૧૦૦ યોજન પ્રમાણ પ્રપાત વડે જ્યાં પડે છે અને જે રોહિતપ્રપાતકુંડ સમાન માનવાળી છે, તે કુંડ મધ્યે રોહિતદ્વીપ સમાન પ્રમાણવાળો રોહિતાંશદ્વીપ છે. તે રોહિતાંશ ભવન વડે પૂર્વોક્ત પ્રમાણ વડે અલંકૃત્ છે, જે કુંડથી રોહિત નદી સમાન પ્રમાણવાળી રોહિતાંશા નદી ઉત્તર તોરણ દ્વારેથી નીકળીને પશ્ચિમ સમુદ્રમાં પ્રવેશે છે,
તે રોહિતાંશપ્રપાતદ્રહ.
ગંધૂ ઇત્યાદિ - પૂર્વોક્ત લક્ષણા હરિત્ નદી જે કુંડમાં પડે છે, જે ૨૪૦ યોજન લાંબો-પહોળો, ૫૯ યોજન પરિધિ વડે છે, જેના મધ્ય ભાગે હરિદેવીનો દ્વીપ છે, તે દ્વીપ ૩૨ યોજન લાંબો-પહોળો તેમજ ૧૦૧ યોજન પરિધિવાળો છે અને જળની ઉપર બે કોશ ઊંચો છે, વળી હરિદેવીના ભવન વડે સુશોભિત ઉપરનો ભાગ જેનો છે, તે આ હરિપ્રપાતદ્રહ છે.
પૂર્વોક્ત સ્વરૂપવાળી હરિકાંતા નદી જે કુંડમાં પડે છે, જે કુંડનું પ્રમાણ હત્િ
૧૦૬
સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ/૧
કુંડ સમાન છે, અને હન્દ્વિીપ સમાન ભવન સહિત હરિકાંતાદેવીના દ્વીપ વડે ભૂષિત મધ્યભાગ જેનો છે તે હકિાંત પ્રપાતદ્રહ છે. - ૪ - નીલવંત પર્વતથી શીતા નદી નીકળીને જે કુંડમાં પડે છે, તે કુંડ લાંબો-પહોળો ૪૮૦ યોજન છે, તેની પરિધિ ૧૫૧૮ યોજન વિશેષ ન્યૂન છે, તેની મધ્યે ૬૪ યોજન લાંબો-પહોળો અને ૨૦૨ યોજન પરિધિયુક્ત જળની ઉપર બે કોશ ઉંચો શીતાદ્વીપ છે. તથા શીતા દેવીના ભવનથી સુશોભિત ઉપરી ભાગ યુક્ત શીતાપ્રપાતદ્રહ છે. નિષધ પર્વતથી શીતોદા નદી નીકળીને જ્યાં કુંડમાં પડે છે તે શીતોદાપ્રપાતદ્રહ છે, જે શીતપપાદ્રહ સમાન છે. શીતોદાદેવીના દ્વીપ અને ભવન પણ શીતાદેવીના દ્વીપ અને ભવન સમાન છે. નકાંતા અને નારીકાંતા પ્રપાતદ્રહ બંને હરિકાંતા અને હરિપ્રપાતદ્રહ સમાન
છે, સ્વનામ સમાનદ્વીપ-દેવી-ભવન છે. સુવર્ણકુલા અને રૂપ્યકલાપ્રપાતદ્રહ બંનેને રોહિતાંશા અને રોહિતપ્રપાતદ્ર સમાન કહેવા. વિશેષ સ્વયં સમજવું. - x - તા અને ક્દાવતી પ્રપાતદ્રહ બંને ગંગા અને સિંધુપપાદ્રહ સમાન કહેવા. પણ ક્તા પૂર્વસમુદ્રમાં મળનારી અને તવતી પશ્ચિમ સમુદ્રમાં મળનારી છે. - ૪ - ૪ - અનંતર ક્રમ વડે જેમ પૂર્વે વર્ષક્ષેત્ર-વર્ષોત્રમાં બબ્બે પ્રપાતદ્રહો કહ્યા, તેવી રીતે નદીઓ પણ કહેવી. તે આ પ્રમાણે—
મેરુની દક્ષિણે ગંગા, સિંધુ, રોહિતાંશા, રોહિત, હરિકાંતા, હરિસલિલા અને શીતોદા આ સાત નદીઓ છે અને શીતા, નારિકાંતા, નકાંતા, રૂચકૂલા, સુવર્ણકૂલા ક્તવતી અને રક્તા આ સાત નદીઓ મેરુની ઉત્તરમાં છે. જંબુદ્વીપના અધિકારી અને ક્ષેત્ર વડે કથન કરવા યોગ્ય પુદ્ગલ ધર્મના અધિકારથી જંબૂદ્વીપના ભરતાદિ સંબંધી કાલ, લક્ષણ, પર્યાયધર્મોને અનેક પ્રકારે ૧૮ સૂત્રો વડે કહે છે–
• સૂત્ર-૮૯ :
[૧] જંબુદ્વીપ નામક દ્વીપમાં ભરત અને ઐરવત ક્ષેત્રમાં અતીત ઉત્સર્પિણીમાં સુષમદૂષમકાળે બે કોડાકોડી સાગરોપમનો કાળ હતો. [૨] એ રીતે આ અવસર્પિણીમાં યાવત્ બે કોડાકોડી સાગરોપમ પ્રમાણ કહ્યો છે. [૩] એ રીતે આગામી ઉત્સર્પિણીકાળે પણ થશે.
[૪] જંબુદ્વીપ નામક દ્વીપમાં ભરત, ઐવત ક્ષેત્રમાં અતીત ઉત્સર્પિણી સુષમ આરામાં મનુષ્યો બે ગાઉની ઉંચાઈવાળ [૫] બે પલ્યોપમના આયુને પાળનારા હતા. [૬] એ રીતે આ અવસર્પિણીમાં પણ જાણવું. [૭] એવી રીતે આગામી ઉત્સર્પિણી કાળે પણ સુષમ આરામાં ઉંચાઈ અને આયુ જાણવા.
[૮] જંબુદ્વીપ નામક દ્વીપમાં ભરત, ઔરવત ક્ષેત્રને વિશે એક યુગના એક સમયે બે અરિહંત વંશો ઉત્પન્ન થયા છે - થાય છે અને થશે. [૯] એ રીતે ચક્રવર્તી વંશ, [૧૦] દરસારવંશ [ઉત્પન્ન થયા છે - થાય છે અને થશે.]
[૧૧] જંબુદ્વીપના ભરત, ઐરવત ક્ષેત્રમાં અરિહંત ઉત્પન્ન થયા છે - થાય છે - અને થશે. [૧૨] એ રીતે ચક્રવર્તી, [૧૩] દસારવંસ-બલદેવ, વાસુદેવને