SearchBrowseAboutContactDonate
Page Preview
Page 125
Loading...
Download File
Download File
Page Text
________________ 3/4/233 235 અણગર પ્રતા પામેલ સાધુ 1- નિથિ પ્રવચનમાં નિ:શક્તિ નિકાંક્ષિત યાવતુ નોકલુષ સમાપw થઈને નિષ્ણ પ્રવચનની શ્રદ્ધા કરે છે, પ્રીતિ કરે છે, રુચિ કરે છે, પરિહો આવતા તેનાથી પરાભવ પામતો નથી, પરિષહો તેને પરાજિત કરી શકતા નથી. -- તે મુંડ થઈને ઘેરથી, નીકળીને અણગર પવા પામીને પંચ મહાવતોમાં નિ:શંકિત, નિકાંક્ષિત યાવતુ પરિષહથી પરાભવ ન પામે, પરિષહો તેને પરાજિત ન કરી શકે. * * તે મુંડ થઈને, ઘર છોડીને અણગર પdજ્યા પામીને છ જવનિકાયમાં નિઃશંકિત થાય ચાવતુ પરિષહો વડે પરાજિત ન થાય કે પરિક્ષણો તેનો પરાભવ ન કરી શએ. વિવેચન-૨૩૭ : ત્રણ સ્થાનો -પ્રવચન, મહાવત, જીવનિકાયરૂપ. અવ્યવસિત-નિશ્ચયન કરનારને, પરાક્રમ ન કરનારને અપથ્યને માટે, દુ:ખને માટે, અસંગતપણાને માટે, અમોક્ષને માટે, અશુભના અનુબંધને માટે થાય છે. જેને ત્રણ સ્થાનકો અહિતાદિપણા માટે થાય છે. તે શંકિત -દેશથી કે સર્વથી સંશયવાનું. તે રીતે કાંક્ષિત - મતાંતરને પણ સારા માનનાર, વિચિકિત્સ * ફળ પ્રત્યે શંકાયુક્ત. આ કારણથી જ ભેદ સમાપન્ન - દ્વિઘા ભાવને પામેલો “આ એમ છે કે નહીં' એવી મતિવાળો. કલુષ સમાપન્ન - ‘આમ નથી જ' એમ સ્વીકારનાર, તેથી નિગ્રન્યો સંબંધી જે આ તે તૈગ્રંથ, પ્રશસ્ત-પ્રગત-પ્રથમ વચન તે પ્રવચન - આગમ. સામાન્યથી શ્રદ્ધા કરતો નથી, પ્રીતિ વિષય કરતો નથી, કરવાની ઇચ્છાવાળો થતો નથી. જે આવા પ્રકારનો છે,તે પ્રવજિત-આભાસને સહન કરે છે, તે ક્ષઘાં આદિ પરિષહોના સંબંધમાં આવીને કે પ્રતિસ્પર્ધા કરીને પરાજય કરે છે - તિરસ્કાર કરે છે. બાકી સુગમ છે. કહેલ સૂગથી વિપરીત સૂત્ર પૂર્વવત્ જાણવું. પરંતુ - હિત એટલે પોતાને અને બીજાને, આલોકમાં કે પશ્લોકમાં પથ્ય અન્નના ભોજનની જેમ દોષ ન કરનાર, સુખ એટલે તૃષાતુરને શીતલ જલપાનની જેમ આનંદરૂપ ક્ષમ એટલે ઉચિત, તથાવિધ વ્યાધિને નાશ કરનાર ઔષધ પાનવ નિઃશ્રેયસ એટલે નિશ્ચિત શ્રેય-પ્રશસ્ય ભાવથી પંચ નમસ્કાર કરણની જેમ, અનુગામિક એટલે અનુગમનશીલ * પ્રકાશવાળા દ્રવ્ય જનિત છાયાની માફક સાથે સાથે ચાલવાના સ્વભાવરૂપ - આવા પ્રકારનો સાધુ આ પૃથ્વીમાં જ હોય છે, તેથી પૃથ્વીના સ્વરૂપને કહે છે * સૂત્ર-૨૩૮,૨૩૯ : [38] રતનપભાદિ પ્રત્યેક પૃની ત્રણ વલયોથી ચારે તરફથી ઘેરાયેલી છે . ઘનોદધિ વલયથી ધનવાન વલયથી, ઘનવાત વલયથી, તનુવાત વલયથી. 236 સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ/૧ [39] નૈરયિકો ઉત્કૃષ્ટથી ત્રણ સમયવાળી વિગ્રહગતિથી ઉત્પન્ન થાય છે, એકેન્દ્રિયને છોડીને વૈમાનિક સુધી એમ જ જાણવું. * વિવેચન-૨૩૮,૨૩૯ : [38] રાપભાદિ એકૈક પૃથ્વી સર્વથી - ચોતથી અથવા દિશાઓ અને વિદિશાઓમાં વીંટાયેલી છે. ત્રણ વલયમાંનું પ્રથમ ઘનોદધિ વલય, પછી ક્રમથી બે વલય ઘનવાન અને તનુવાત છે. તેમાં ઘન હિમશીલાવતુ ઉદધિ તે ઘનોદધિ. * x * તેનું વલય તે ઘનોદધિ વલય. તેના વડે એ રીતે બીજા બે વલય જાણવા. વિશેષ એ કે ઘન એવો વાયુ તે ઘનવાત, એ રીતે તનુવાત પણ તથાવિધ પરિણામ રૂપ જ છે. અહીં ગાયા છે - સર્વે પૃથ્વીઓ ચારે દિશાઓને વિશે અલોકને સ્પર્શતી નથી કેમકે તે વલયોથી વીંટાયેલી છે, તે વલયના વિડંભને હું કહીશ - રત્નપ્રભા પૃથ્વીનો ઘનોદધિ વલય છ યોજન, ઘનવાત વલય સાડાચાર યોજન, તનુપાત વલય દોઢ યોજન પ્રમાણ છે. [ઉક્ત વલયોના પ્રમાણમાં દ્વિતીયાદિ નારકીઓમાં આ પ્રમાણે વધારો કરવો અનુક્રમે યોજનનો ત્રીજો ભાગ, એક ગાઉ, ગાઉનો ત્રીજો ભાગ, એ રીતે સાતમી પૃથ્વી સુધી વૃદ્ધિ કરતા જવી. આ સાત પૃથ્વીમાં નાકો ઉત્પન્ન થાય છે, તેથી તેની વિધિ કહે છે. [239] બિ સમય એટલે ત્રણ સમય, કે જેમાં છે તે ત્રિસમયિક. તે વિગ્રહ - વક્રગમન વડે. બસોનો જ બસનાડીમાં ઉત્પાદ હોવાથી બે વળાંક થાય, તેમાં ત્રણ સમયો થાય છે - અગ્નિથી નૈઋત્ય દિશામાં જતાં એક સમય, બીજો સમય સમશ્રેણિ નીચે જવું, ત્રીજા સમયે વાયવ્યદિશામાં જવું. બસોને જ કસોત્પત્તિમાં આ ઉત્કૃષ્ટ વિગ્રહગતિ છે. તેથી સૂત્રમાં એકેન્દ્રિય વર્જન કર્યું એકેન્દ્રિયોને તો એકેન્દ્રિયોને વિશે પાંચ સમય વડે પણ ઉત્પન્ન થાય કેમકે બસનાડીથી બહારથી ત્રસનાડી બહાર ઉત્પન્ન થાય છે તે આ પ્રમાણે - પહેલા સમયે વિદિશામાંથી દિશામાં, ત્રણ સમય ઉપર કહ્યા મુજબ, પાંચમા સમયે વિદિશામાં એકેન્દ્રિયપણે ઉત્પત્તિ. આ તો સંભવ માત્ર છે, પણ હોય છે તો ચાર સમય જ. ભગવતીજીમાં કહ્યું છે - હે ભગવન્! પતિ સૂમ પૃથ્વીકાયિક જીવ અધોલોકની ક્ષેત્રનાડીથી બહારના ક્ષેત્રમાં સમુદ્ગાતથી જોડાઈને ઉર્વલોક ફોમ નાડીથી બહારના ક્ષેત્રમાં અપર્યાપ્ત સૂક્ષ્મ પૃવીકાયપણે જે ઉપજવાને યોગ્ય છે, તે જીવ હે ભગવન! કેટલા સમયના વિગ્રહથી ઉત્પન્ન થાય ? હે ગૌતમ! ત્રણ કે ચાર સમયવાળા વિગ્રહથી. વિશેષણવતી ગ્રન્થમાં પણ કહ્યું છે - સૂત્રમાં ચાર સમયથી ઉપર વક્રગતિ કહી નથી, પણ લોકમાં જીવને પાંચ સમયિક ગતિ ઘટી શકે. જે જીવ સાતમી નરકભૂમિની વિદિશામાં સમદ્ઘાતથી બ્રાહ્મલોકની વિદિશામાં ઉપજે છે, તેને નિયમા પાંચ સમયની
SR No.008996
Book TitleAgam Satik Part 05 Sthananga Sutra Gujarati Anuwad 1
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year
Total Pages104
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_sthanang
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy