________________ 3/3/201 209 (6) ઉપાલંભ - એ જ અયોગ્યપણાની પ્રવૃતિના પ્રતિપાદન ગર્ભિત છે, તે આત્માને આ પ્રમાણે - ભોજનાદિ દષ્ટાંત વડે દુર્લભ એવા મનુષ્ય જન્મને મેળવીને જો તું જિનધર્મ પાળતો નથી તો શું હે આત્મન્ ! તું જ તારો વૈરી છે ? બીજાને ઉપાલંભ આ પ્રમાણે - હે વત્સ! તું ઉત્તમકુળમાં ઉત્પન્ન થયો, ઉત્તમ ગુરુ વડે દીક્ષિત થયો અને ઉત્તમ ગુણ સંપન્ન, છતાં આમ વગર વિચાર્યું કેમ પ્રવર્તે છે? તદુભય ઉપાલંભ આ રીતે - જે કોઈ પ્રાણી, એક પોતાના જીવન માટે ઘણાં જીવોને દુ:ખમાં સ્થાપે છે, તોઓનું જીવન શું શાશ્વત છે ? એ રીતે પૂર્વોક્ત અતિદેશની વ્યાખ્યા કરી, એ રીતે જેમ ઉપક્રમમાં આત્મ, પર અને તદુભય વડે ત્રણ આલાપકો કહ્યા, તેમ વૈયાવૃત્યાદિમાં પણ જાણવા. હવે ધૃતધર્મના ભેદો કહે છે– * સૂત્ર-૨૦૨ - કથા ત્રણ પ્રકારે કહી છે * અકથા, ધર્મકથા, કામકથા. ત્રણ ભેદે વિનિશ્ચય કહ્યા છે - અર્થ, ધર્મ અને કામ વિનિશ્ચય. * વિવેચન-૨૦૨ - 1- અર્થ - લક્ષ્મીની કથા - ઉપાયને પ્રતિપાદનમાં તત્પર જે વાક્યપબંધ છે અર્થકથા. કહ્યું છે કે- સામ આદિ નીતિ, ધાતુવાદાદિ સસિદ્ધિ, કૃષ્ણાદિને પ્રતિપાદન કરનારી અને અર્થોત્પાદનમાં ઉત્કૃષ્ટ એવી અર્ચની કથા કહેલી છે. તથા અર્થ નામનો પુરપાર્ગ શ્રેષ્ઠ જણાય છે, કેમકે લોકમાં તણખલાથી પણ હલકા ગણાતા ધનરહિત પુરુષને ધિક્કાર છે. કામંદકાદિ શાસ્વરૂપ આ અર્થકથા છે. - ઘઉં - ધર્મના ઉપાયની કથા ધર્મકથા છે. કહ્યું છે - દયા, દાન, ક્ષમાદિ ધર્મના અંગોમાં રહેલી અને ધર્મના સ્વીકારરૂપને પંડિતોએ ધર્મ કથા કહી છે. તથા ધર્મનામક આ પુરુષાર્થ, પ્રધાન છે એમ કહેવાય છે. પાપસક્ત પુરુષ પશુતુલ્ય છે, ધર્મરહિત પુરુષને ધિક્કાર છે. ધર્મકથા ઉત્તરાધ્યયનાદિ રૂપ જાણવી. 3- એવી રીતે કામકથા પણ જાણવી. કહ્યું છે કે, કામોત્પાદક વય, દાક્ષિણ્ય સૂચિકા અને અનુરાગપૂર્વક ઇંગિતાદિથી થયેલ કથા કામકથા કહી છે. કામીઓનું સ્મિત બીજા દ્વારા લક્ષ દ્રવ્ય વડે પણ પ્રાપ્ત કરાતું નથી, વચન કોટિ દ્રવ્ય વડે, વિલાસ સહિત જોવું તે લક્ષકોટિ દ્રવ્ય વડે, હૃદયનો ગુપ્તભાવ કોટિકોટિ દ્રવ્ય વડે પણ બીજાઓ વડે પ્રાપ્ત કરાવાતો નથી, આ કથા વાત્સ્યાયનાદિ રૂપ જાણવી અથવા પ્રકીર્ણ - તે કામાર્થ વચનની પદ્ધતિ કે કથાસત્રિ વર્ણનરૂપ જાણવી. અદિ વિનિશ્ચય - અાદિ સ્વરૂપનું પરિજ્ઞાન. તે આ છે - (1) ધનને પ્રાપ્ત કરવામાં - રક્ષણ કરવામાં - નાશમાં અને વ્યયમાં પણ દુ:ખ છે, માટે દુ:ખના કારણભૂત ધન (અથ) ને ધિક્કાર છે. (2) ધર્મ ધનાર્થીને ધન આપે છે, સર્વ કામીને કામ આપે છે, પરંપરાએ મોક્ષનું સાધન છે. (3) કામો શરારૂપ છે, વિષરૂપ છે, આશીવિષરૂપ છે. કામાભિલાષી જીવ, નિકામા પણ દુર્ગતિમાં જાય છે. ઇત્યાદિ. - આ [5/14 210 સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ/૧ રીતે અર્થાદિ વિનિશ્ચય કહ્યો, માટે તેના કારણ અને ફલની પરંપરાને પણ ત્રણ સ્થાનકાવવાના પ્રસંગથી કહે છે * સૂત્ર-૨૦૩,૨૦૪ - [23] હે ભગવન તથા શ્રમણ માહન પ્રત્યે સેવા કરનારને તે સેવાનું શું ફળ છે? “શ્રવણફળ” હે ભગવન! તે શ્રવણનું શું ફળ છે ? “જ્ઞાન-ફળ'. હે ભગવન ! જ્ઞાનનું શું ફળ છે ? “વિજ્ઞાન ફળ” આ અભિલાષા વડે જણાવાતી આ ગાથા જાણી લેવી જોઈએ [20] શ્રવણનું ફળ જ્ઞાન છે, જ્ઞાનનું ફળ વિજ્ઞાન, વિજ્ઞાનનું ફળ પચ્ચક્ખાણ, પચ્ચકખાણનું ફળ સંયમ, સંયમનું ફળ અનાઘવ, અનાથવનું ફળ તપ, તપનું ફળ વ્યવદાન, તેનું ફળ અક્રિયા, તેનું ફળ નિર્વાણ. ચાવત હે ભગવન્! અક્રિયાનું ફળ શું છે? - “નિર્વાણ.” હે ભગવન! નિવણનું ફળ શું છે? હે શ્રમણાસુખન ! સિદ્ધિગમન પર્યન્ત ફળ છે. * વિવેચન-૨૦૩,૨૦૪ - સૂત્ર પાઠ સુગમ છે. વિશેષ એ કે - પર્યાપાસના એટલે સેવા. જેનું ફળ શ્રવણ છે તે શ્રવણલા. સાધુઓ જ ધર્મકથાદિ સ્વાધ્યાયને કરે છે માટે તેનું શ્રવણ સાધુઓની સેવામાં હોય છે. વિજ્ઞાન - અર્થ આદિના હેય-ઉપાદેયપણાનો વિનિશ્ચય તે વિજ્ઞાન છે. અર્વ - પૂર્વોક્ત અભિલાપ વડે જે તે ! વિરાળે - ઇત્યાદિથી આ ગાથા અનુસરવી. આ ગાળામાં કહેલ પદો કહેવા. સવને આદિ જણાવેલા અર્થવાળા છે. વિશેષ એ કે - પ્રત્યાહ્યાન - નિવૃત્તિ દ્વાર વડે પ્રતિજ્ઞાનું કરવું. સંયમ - પ્રાણાતિપાતાદિ ના કરવા. કહ્યું છે કે - પાંચ આશ્રવથી વિરમવું, પંચેન્દ્રિય નિગ્રહ, કષાયજય, ત્રણ દંડની વિરતિ, આ સત્તર ભેદે સંયમ છે. ના શ્રવ : નવા કર્મોનું ગ્રહણ ન કરવું. અનાશ્રવથી લઘુકમપણાએ અશનાદિ ભેદવાળો તપ થાય છે. વ્યવહાર - પૂવૉક્ત કર્મ વનનું છેદન અથવા કમી કચરાનું શોધવું. ત્રયા - યોગનો વિરોધ. નિર્વાઇન - કર્મ વડે કરાયેલ વિકારથી રહિતપણું. નિયતિ - જેમાં તે કૃતાર્થ થાય છે તે સિદ્ધિ-એટલે લોકાણ, તે જ પાયમાન હોવાથી ગતિ, તેમાં ગમન તે જ પર્યવસાન ફળ - સર્વથી અંતિમ પ્રયોજન. નિર્વાન - સિદ્ધિ ગતિ ગમન પર્યવસાન ફળ. પ્રાતમ્ - મેં અને બીજા કેવલીઓએ કહ્યું છે. હે શ્રમણ આયુષ્યમાન! આ પ્રમાણે ગૌતમાદિ શિષ્યને આમંત્રણ કરતા ભગવંતે કહેલું. સ્થાન-3 - ઉદ્દેશા-૩ નો મુનિ દીપરત્નસાગરે કરેલ ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ