________________ ૩/૪-ર૦૫ સ્થાન-3 - ઉદ્દેશો-૪ 6 - X - X - X - * ભૂમિકા : ત્રીજો ઉદ્દેશો કહ્યો. હવે ચોથો કહે છે - તેનો સંબંધ આ છે, પૂર્વના ઉદ્દેશામાં પદગલ અને જીવોના ઘમ ત્રણ પ્રકારે કહ્યા. અહીં પણ તે જ ધર્મો, તેવી રીતે જ કહેવાય છે. આ સંબંધે આવેલ આ ઉદ્દેશાના આદિ સૂaષક ઇજા આદિ છે. તેનો પૂર્વ સૂત્ર સાથે આ સંબંધ છે - પૂર્વ સૂત્રમાં શ્રમણ માહનની પપાસનાના ફળની પરંપરા કહી, અહીં તેની વિશેષ વિધિ કહે છે * સૂત્ર-૨૦૫ - (1) પ્રતિમાધારી અણગારને ત્રણ ઉપાશ્રયોનું પ્રતિલેખન કરવું કહ્યું છે * આગમન ગૃહ, ખુલ્લા મકાનમાં, વૃક્ષની નીચે... એ રીતે આજ્ઞા લેવી અને ગ્રહણ કરવું કહ્યું... (2) પ્રતિમાધારી અણગારને ત્રણ સંસ્કારની પ્રતિલેખના કરવી કહ્યું. પૃનીશીલા, કાષ્ઠશીલા, વૃણાદિ સંથારો...એ રીતે આજ્ઞા લેવાનું અને ગ્રહણ કરવાનું કહ્યું છે. * વિવેચન-૨૦૫ - પ્રતિમા - માસિકી આદિ ભિક્ષ પ્રતિજ્ઞા રૂ૫. તેને સ્વીકારનારા જે તે સાધુને ત્રણ પ્રકારના ઉપાશ્રય કશે. ઉપાશ્રય એટલે શીતાદિ રક્ષણાર્થે જે સેવાય તે વસતિ. પ્રત્યુતમ્ - રહેવાને માટે નિરીક્ષણ કરવું તે. અથ શબ્દ અહીં ત્રણ પદમાં ત્રણે આશ્રયો પ્રતિમા સ્વીકારનાર સાધુને કાનીયપણાએ તુલ્યતા પ્રતિપાદનાર્થે છે. * x * (1) આગમનગૃહ - પથિકાદિના આગમનથી યુક્ત કે તેના માટે બનાવેલ ગૃહ. - સભા, પરબ આદિ. કહ્યું છે કે - ગૃહસ્થજનો જ્યાં આવીને રહે છે અથવા તેઓના આગમનના ગૃહો જે છે તે સભા, પ્રપા, દેવકુલાદિકને વિદ્વાનો આગંતુક ગૃહ કહે છે. તેના એક દેશભૂત ઉપાશ્રય જોવાનું કહ્યું છે. તથા વિયd - અનાવૃત, તે બે ભેદે - અધો અને ઉર્વ તેમાં પડખેથી એક આદિ દિશામાં જે ખુલ્લું છે તે અધોવિવૃત, અનાચ્છાદિત, માળા વગરનું ગૃહ તે ઉર્વવિવૃત. આવું જે ગૃહ તે વિસ્તૃત ગૃહ. કહ્યું છે કે - જે ચારે દિશાએ, ત્રણ દિશાએ, બે પડખે કે એક દિશાએ નહીં ઢાંકેલ તે અઘોવિવૃત ગૃહ અને માળ વગરનું કે ઉપર ન ઢાંકેલું, તે ઉદMવિવૃત્ત ગૃહ કહેવાય. તે ઘરમાં. તથા વૃક્ષ - કેરડા વગેરેનો નીકળેલ મૂળ ભાગ, તે જ ઘર તે વૃક્ષમૂલગૃહ. તેમાં પ્રત્યુપેક્ષા વડે જ શુદ્ધ ઉપાશ્રય હોય તો જ ગૃહસ્થની પ્રતિ તેની આજ્ઞાઅનુજ્ઞાપતા હોય છે, તેથી અનુજ્ઞાપના સૂત્ર કહે છે– gવે - એ પ્રમાણે, પ્રતિમા પ્રતિપ, ઇત્યાદિ કહેવું. વિશેષ એ - પ્રત્યુપેક્ષણા સ્થાને અનુજ્ઞાપન કહેવું. ગૃહસ્થોએ અનુજ્ઞા આપતા તેને સ્વીકારવા ઉપાદાન સૂત્ર છે. તે પણ એમ જ છે. વાળ - ગ્રહણ કરવા અર્થાત્ પ્રવેશવા માટે. એ પ્રમાણે સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ/૧ સંતાસ્કના ત્રણ સૂત્રો જાણવા. વિશેષ એ કે - પૃથ્વીશીલા, ઉવગ એમ પ્રસિદ્ધ છે. શિલાની માફક એવી લંબાઈ-પહોળાઈથી લાકડાની જે શીલા તે કાઠશીલા, તૃણ આદિ જેમ ઉપભોગ યોગ્ય થાય તેમ જ પ્રાપ્ત થાય છે, તે યશાસંતૃત શિલા. - પ્રતિમા નિયતકાલિક હોય છે માટે હવે ‘કાળ' કહે છે * સૂત્ર-૨૦૬,૨૦૭ : રિ૦૬] કાળ ત્રણ ભેટે છે . અતીત, વર્તમાન, અનાગત... સમય ત્રણ ભેદે છે - અતીત, વર્તમાન, અનાગત... એવી રીતે આવલિકા, આનપણ, સ્તોક, લવ, મુહૂર્ત અહોરાત્ર યાવત્ લાખ વર્ષ, પૂવગ, પૂર્વ યાવ4 અવસર્પિણી ત્રણ પ્રકારે છે... પુગલ પરાવર્ત ત્રણ ભેદે છે - અતીત, વર્તમાન, અનાગત. [20] વચન ત્રણ ભેદે છે - એકવચન, દ્વિવચન, બહુવચન. અથવા વચન ત્રણ ભેદ છે - શીવચન પુરુષવચન, નપુંસકવચન.. અથવા વચન ત્રણ ભેદે છે . અતીતવયન, વર્તમાનવચન, અનામતવન. * વિવેચન-૨૦૬,૨૦૩ : [206] અતિશય વડે ગયેલ તે અતીત. નો લોપ થતાં તત, અર્થાત્ વર્તમાનપણું ઓળંગી ગયેલ.. હમણાં જ ઉત્પન્ન તે પ્રત્યુત્પન્ન - વર્તમાન. જે નહીં આવેલ તે અનાગત - વર્તમાનપણું નહીં પામેલ - ભવિષ્ય એવો અર્થ છે. કહ્યું છે કે . જે નામ વર્તમાનપણાને પામેલ છે તે અતીત થાય છે અને જે વર્તમાનપણાને પામશે. તે ઘ - ભવિષ્ય થાય છે. કાળને સામાન્યથી ત્રણ પ્રકારે વહેંચીને તેના વિશેષોનો ત્રણ પ્રકારે વિભાગ કરતા કહે છે - “સમય ત્રણ ભેદે” ઇત્યાદિ કાલો છે. સમય આદિની બીજા સ્થાનના પહેલા ઉદ્દેશ માફક વ્યાખ્યા કરવી. વિશેષ એ કે - પુદ્ગલ એટલે આહારકને વજીને શેષ રૂપીદ્રવ્યોને ઔદારિકાદિ પ્રકાર વડે ગ્રહણથી એક જીવની અપેક્ષાએ સમસ્તપણે સ્પર્શવું તે પદુગલ પરિવર્ત. તે જેટલા કાળ વડે થાય તે કાલ પુદ્ગલ પરિવર્ત છે. તે અનંત ઉત્સર્પિણી અને અવસર્પિણીરૂપ છે. તેનું વર્ણન ભગવતીમાં આ રીતે છે હે ભગવન્! પુદ્ગલ પરાવર્ત કેટલા ભેદે છે ? હે ગૌતમ ! સાત ભેદે. તે આ છે - દારિક પુલ પરાવર્ત, વૈકિય પુગલ પરાવર્ત, એ રીતે તૈજસ, કામણ, મન, વચન, આનપાન પુદ્ગલ પરાવર્ત છે. તથા હે ભગવન્કયા અર્થ વડે ઔદારિક પુદગલ પરાવર્ત છે ? હે ગૌતમ ! જે કારણે દારિક શરીરમાં વર્તતા જીવ વડે ઔદાકિ શરીર યોગ્ય દ્રવ્યોને દારિક શરીરપણે ગ્રહણ કરેલા ચાવતું મૂકેલા હોય છે, તે કારણથી. એ રીતે બાકીના છ એ કહેવા. હે ભગવનું ! ઔદારિક પુદ્ગલ પરાવર્ત કેટલા કાળે પૂર્ણ થાય છે ? હે ગૌતમ! અનંત ઉત્સર્પિણી - અવસર્પિણી કાળ વડે પૂર્ણ થાય છે. એ રીતે બીજા પણ. અન્યત્ર આ રીતે કહે છે - દારિક, વૈક્રિય, વૈજસ, કામણ, ભાષા, આનપાણ