________________ 3/3/200 203 અસંમત વિષયવાળો હેપ, એવી રીતે બે નિયત વિનય હોય. કહ્યું છે કે - ક્રોધમાં નમન, સ્તુતિ વયન, તેના અભિમતમાં પ્રેમ, તેના અપિયમાં દ્વેષ -x * એ રીતે નાના પ્રકારવાળા પ્રેમહેષ - x * તે અવિનય છે. () હવે અજ્ઞાન મિથ્યાત્વને કહે છે - જ્ઞાન એટલે દ્રવ્ય અને પર્યાયના વિષયવાળો બોધ, તેનો નિષેધ તે અજ્ઞાન. તેમાં વિવક્ષિત દ્રવ્ય દેશથી જ્યારે નથી જાણતો ત્યારે દેશ અજ્ઞાન છે, જ્યારે સર્વથી નથી જાણતો ત્યારે સર્વ જ્ઞાન છે. વિવક્ષિત દ્રવ્ય પર્યાયિથી નથી જાણતો ત્યારે ભાવ અજ્ઞાન છે અથવા દેશાદિ જ્ઞાન પણ મિથ્યાત્વ વિશિષ્ટ અજ્ઞાન જ છે. * x - મિથ્યાત્વ કહ્યું તે અધર્મ છે, માટે હવે તેના વિપર્યયરૂપ ધર્મને કહે છે• સૂત્ર-૨૦૧ - 1. ધર્મ ત્રણ પ્રકારે છે : શ્રુતધર્મ, ચાઅિધર્મ, અસ્તિકાયધર્મ. 2. ઉપકમ ત્રણ પ્રકારે છે - ધાર્મિક, ધાર્મિક, ધાર્મિકાધાર્મિક ઉપકમ. અથવા ત્રણ પ્રકારે ઉપકમ છે - આત્મૌપક્રમ, પરોપકમ, તદુભયોપકમ. એ રીતે 3. વૈયાવચ્ચ, 4. અનુગ્રહ, 5. અનુશિષ્ટિ, 6. ઉપાલંભ એ એક એકના ગણ - ત્રણ અલાવા ઉપક્રમની માફક જાણવા. * વિવેચન-૨૦૧ - (1) શ્રત એ જ ધર્મ તે શ્રતધર્મ - સ્વાધ્યાય, ચારિ ધર્મ - ક્ષાંતિ આદિ શ્રમણધર્મ. આ દ્રવ્ય-ભાવ ભેદથી બે પ્રકારે છે, તેમાં ભાવ ઘર્મને કહેલ છે - 4 - . મસ્ત શબ્દ વડે પ્રદેશો કહેવાય છે, તેઓનો ય - રાશિ, તે અસ્તિકાય, તે એવી સંજ્ઞા વડે જે ધર્મ તે અસ્તિકાય ધર્મ-ગતિ ઉપખંભ લક્ષણ - ધમસ્તિકાય. આ દ્રવ્ય ધર્મ છે. અનંતર - શ્રતધર્મ અને ચારિત્રધર્મ એ બે કહ્યા. હવે તેના વિશેષોને કહે છે. વિશે સવારે આદિ સૂત્રો સુગમ છે. વિશેષ એ કે ઉપાયપૂર્વક આરંભ તે ઉપક્રમ. ઘH - શ્રુત ચાસ્ત્રિાત્મક, તે ધર્મમાં થનાર આરંભ કે તે જ પ્રયોજન જેનું છે, તે ધાર્મિક અર્થાત્ શ્રુતચાસ્ત્રિાર્થ આરંભ. તથા જે ધાર્મિક નથી તે અધાર્મિક - અસંયમાર્ગે આરંભ તથા દેશથી આ ધાર્મિક-સંયમરૂપ હોવાથી તેમજ અસંયમરૂપ હોવાથી અધાર્મિકપણાથી ધાર્મિકા ધાર્મિક એટલે દેશવિરતિ આરંભ એવો અર્થ છે. - અથવા - નામ, સ્થાપના, દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવના ભેદથી ઉપક્રમ છ પ્રકારે છે. તેમાં નામ, સ્થાપના સુગમ છે. દ્રવ્યોપકમ જ્ઞશરીર, ભથશરીર વ્યતિરિક્ત સચિત, અયિત, મિશ્રભેદથી ત્રણ પ્રકારે છે. તેમાં સચિત્ત દ્રવ્યોપકમ દ્વિપદ, ચતુષ્પદ, અપદ એ ત્રણ ભેદે છે. વળી તે પ્રત્યેક પરિકર્મ અને વસ્તુ વિનાશ એ બે ભેદે છે. તેમાં પરિકમમાં - દ્રવ્યનું ગુણ વિશેપકરણ છે. જેમકે - ધૃતાદિના ઉપયોગ વડે પુરુષને વર્ણરૂ૫ વગેરે કરવું. એ રીતે પોપટ, મેનાદિને શિક્ષાદિ આપવા ગુણ વિશેષનું કરવું. હાથી વગેરે ચતુષ્પદોને અને વૃક્ષાદિને વિશે વૃક્ષ અને આયુર્વેદના ઉપદેશથી વૃદ્ધિ 208 સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ/૧ વગેરે ગુણોનું ઉત્પન્ન કર્યું તથા વસ્તુ વિનાશમાં પુરુષનો પગાદિ વગેરે વડે વિનાશ કરવો તે જ ઉપક્રમ. એ રીતે અયિત દ્રવ્યઉપક્રમ પદારાગાદિ મણિઓને ક્ષાર અને મૃતિકાના પુટ પાકાદિ વડે નિર્મલ કરવા તે પરિકર્મ અને ધણ વગેરેથી વિનાશ કરવો તે વિનાશ. મિશ્રદ્રવ્ય ઉપકમ તો કડા આદિથી વિભૂષિત પુરુષાદિ દ્રવ્યનો જ જાણવો. તથા કોzથ - શાલિક્ષેત્ર વગેરેનો પકિર્મ અથવા વિનાશરૂપ ફોટોપકમ છે, તયા કાળનો ચંદ્રગ્રહણાદિ લક્ષણરૂપ કાળનો ઉપક્રમ અર્થાત્ ઉપાય વડે પરિજ્ઞાન તે કાળ ઉપક્રમ. તથા ભાવથ * પ્રશસ્ત, અપશસ્તરૂપ ભાવને ઉપાય વડે જાણવીરૂપ જ ભાવ ઉપક્રમ છે તે ભાવોપકમ. અપશખ તે બ્રાહ્મણી, ગણિકા અને અમાત્યના દષ્ટાંતથી જાણવું. પ્રશસ્ત તો શ્રુતાદિ નિમિતે આચાર્ય આદિનો અભિપ્રાય જાણવો તે ભાવોપક્રમ. એવી રીતે ધાર્મિકનો એટલે સંયતનો જે ચાસ્ત્રિાદિને માટે દ્રવ્ય, ફોન, કાળ અને ભાવનો ઉપક્રમ કહેલ સ્વરૂપવાળો તે ધાર્મિક જ ઉપક્રમ છે. તથા આધાર્મિકઅસંયતનો અસંયમને માટે જે ઉપકમ તે અધાર્મિક જ છે. તથા ધાર્મિકા ધાર્મિક અર્થાત્ દેશવિરતિનો જે ઉપકમ તે ધાર્મિકાધાર્મિક છે. (2) હવે, બીજા સ્વામીના ભેદ વડે ઉપક્રમ ત્રણ પ્રકારે કહે છે - આત્માને અનુકલ ઉપસાદિમાં શીલની રક્ષા નિમિત્ત ઉપક્રમ - વૈહાનાસાદિ વડે નાશ કરવો અથવા પરિકર્મ કરવો કે આત્માને અર્થે બીજી વસ્તુનો ઉપક્રમ તે આત્મોપકમ તથા બીજાનો બીજાને માટે ઉપકમ કરવો તે પરોપક્રમ. આત્મા તવા પર એ બંનેને માટેનો ઉપકમ તે તદુભય ઉપક્રમ. (3) ઉપક્રમ સૂત્ર માફક આત્મા, પર, ઉભય ભેદથી વૈયાવૃત્ય આદિ કહેવા. વિશેષ રૂપથી રહેવાનો ભાવ અથવા જે કર્મ તે વૈયાવૃત્ય - ભોજનાદિ વડે ઉપસ્તંભ * મદદ. તેમાં આત્મવૈયાવચ્ચ ગચ્છથી નીકળેલ તે જ હોય છે, બીજાની વૈયાવચ્ચે ગ્લાનાદિ પ્રત્યે જાગૃત રહેનારને હોય છે અને તદુભય વૈયાવચ્ચ ગચ્છવાસી મુનિઓને હોય છે. (4) અનુગ્રહ - જ્ઞાનાદિનો ઉપકાર, તેમાં આત્માનો અનુગ્રહ - અધ્યયનાદિમાં પ્રવર્તેલને હોય છે, વાયનાદિમાં પ્રવર્તેલને પરનો અનુગ્રહ હોય છે તથા તદુભય અનુગ્રહ શાસ્ત્રનું વ્યાખ્યાન અને શિષ્યના સંગ્રહાદિમાં પ્રવૃતને હોય છે. (5) અનુશિષ્ટિ - અનુશાસન. તેમાં આત્માનુશાસન આ પ્રમાણે જાણવું - એષણા સંબંધી બેંતાલીશ દોષરૂપ વિષમ સંકટમાં હે જીવ! તું ચલિત ન થયો તો તું ભોજન કરતા રાગદ્વેષથી ન કળાય તેમ કર. પરને અનુશાસન આ પ્રમાણે - તેથી તું તેઓનો ભાવ વૈધ છે, ભવદુ:ખની નિષેિડિત થયેલ આ બધાં તારે શરણે આવેલા છે માટે પ્રયત્ન વડે તેને છોડાવવા જોઈએ. તદુભય અનુશાસન આ રીતે - કેવી રીતે મનુષ્યત્વ પામ્યો, કોઈ શતે અતિ મુશ્કેલીથી ચા િરન પામ્યા. તેથી હે સાધુ ! અહીં ચાસ્ટિામાં કદાપી લેશમાત્ર પ્રમાદ ન કરવો જોઈએ.