________________
૧/૧/૧/૪
સ્નેહવાળો થાય છે.
૩૧
હવે - “શું જાણીને તોડે ?” એનું સમાધાન કરે છે.
• સૂત્ર-૫ :
ધન અને ભાઈ બહેન રક્ષા ન કરી શકે. જીવનને અલ્પ જાણીને કર્મના બંધનને તોડી નાંખે છે.
• વિવેચન :
સચિત્ત કે અચિત્ત દ્રવ્ય, ભાઈ-બહેન આદિ, સર્વ ધન આદિ સંસારમાં ભમતા જીવને અતિ કટુ શરીર તથા મનની વેદના આપે છે. તેને ધન આદિ રક્ષણ માટે થતાં નથી, તે જાણીને તથા પોતાનું આયુ અલ્પ છે તે જ્ઞપરિજ્ઞાથી જાણી, પ્રત્યાખ્યાન પરિજ્ઞાથી સચિત્ત-અચિત પરિગ્રહને પ્રાણીનો ઉપઘાત સમજી સ્વજનસ્નેહાદિ બંધન સ્થાનનું પચ્ચક્ખાણ કરીને કર્મને તોડે જ. અથવા કર્મ એટલે ક્રિયા - સંયમ અનુષ્ઠાન વડે કર્મથી છૂટે છે.
અધ્યયન અધિકારથી સ્વસિદ્ધાંત કહ્યો. હવે પર-મતને કહે છે—
- ૬ :
કોઈ કોઈ શ્રમણ-બ્રાહ્મણ પરમાર્થને નહીં જાણતા ઉપરોકત ગ્રંથનો ત્યાગ કરીને, સ્વસિદ્ધાંતમાં બદ્ધ થઈ માનવ કામભોગમાં આસક્ત થાય છે. • વિવેચન :
ઉક્ત ગ્રંથોને છોડીને સ્વરુચિથી રચિત ગ્રંથોમાં આસક્ત, બદ્ધ કેટલાંક ઉક્તાર્થ [જૈન સિદ્ધાંત] ને છોડીને સ્વેચ્છાએ ચાલે છે. - ૪ - જૈન સિદ્ધાંતમાં કહે છે કે - જીવનું અસ્તિતત્વ હોય તો જ જ્ઞાનાવરણીયાદિ કર્મ બંધન છે, તેના હેતુ મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદાદિ અને પરિગ્રહ, આરંભ આદિ છે, તેને સમ્યક્ દર્શનાદિ ઉપાય વડે તોડે, મોક્ષનો સદ્ભાવ છે. એ વાતને શાક્યાદિ શ્રમણ, બૃહસ્પતિ મતવાળા, પરિવ્રાજક આદિ [ન માની] અરિહંત ઉક્ત ગ્રંથોને ઉલ્લંઘીને પરમાર્થને ન જાણતાં અનેક પ્રકારે પોતાના સિદ્ધાંતોમાં આગ્રહી છે. જેમકે
બૌદ્ધો કહે છે - સુખ, દુઃખ, ઇચ્છા, દ્વેષ, જ્ઞાનનો આધારભૂત આત્મા કોઈ નથી, કિંતુ ‘વિજ્ઞાન' એક જ વર્તે છે, બધાં સંસ્કારો ક્ષણિક છે ઇત્યાદિ.
સાંખ્યો કહે છે - સત્વ, રજ, તમની સામ્ય અવસ્થા પ્રકૃતિ છે, પ્રકૃતિથી મહાન્ અહંકાર છે, તેનાથી સોળ ગુણો, તેનાથી પાંચ ભૂતો [મહાન] છે. ચૈતન્ય પુરુષનું આ સ્વરૂપ છે - વૈશેષિકો કહે છે–
દ્રવ્ય, ગુણ, કર્મ, સામાન્ય, વિશેષ સમવાય છ પદાર્થો છે.
તૈયાયિક કહે છે - પ્રમાણ, પ્રમેય આદિ પદાર્થોના અન્વય વ્યતિરેક પરિજ્ઞાનથી મોક્ષ પ્રાપ્તિ છે. વળી મીમાંસકો કહે છે–
પ્રેરણા લક્ષણવાળો ધર્મ છે, કોઈ સર્વજ્ઞ જગમાં વિધમાન નથી તથા મુક્તિનો અભાવ છે એમ માને છે. ચાર્વાકો કહે છે—
કોઈ પરલોકમાં જનાર નથી, પાંચ ભૂતોથી જુદો કોઈ પદાર્થ નથી, પુન્ય પાપ
સૂત્રકૃતાંગસૂત્ર સટીકઅનુવાદ/૧
નથી ઇત્યાદિ. આવી રીતે આ લોકાયતિક આવું ખોટું માની પાંચે ઇન્દ્રિયોના વિષયોમાં દુરાચારાદિમાં રક્ત થઈને તેઓ કહે છે - આટલો જ લોક ઇન્દ્રિયોથી દેખાય છે. - ૪ - ૪ - હે સુંદરી ! ખા. પી. હે વગાત્રિ ! જે વીતી ગયું તે તારું નથી - ૪ - ઇત્યાદિ. આ પ્રમાણે તે જૈનેતરો સ્વ સિદ્ધાંત વાસિત મનવાળા થઈ અરિહંત ભગવંતે કહેલ ગ્રંથના અર્થને પરમાર્થથી ન જાણતા તેનું ઉલ્લંઘન કરીને પોતાના ગ્રંથોમાં આસક્ત થઈ, કામાસક્ત થાય છે. હવે સૂત્રકારશ્રી ચાર્વાક મતને જ કહે છે–
૩૨
• સૂત્ર-૭,૮ :
કેટલાક કહે છે આ જગમાં પંચ મહાભૂત છે - પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ અને આકાશ. આ પાંચ મહાભૂતો છે, તેઓના સંયોગથી એક ચેતના ઉત્પન્ન થાય છે. તે ભૂતોનો નાશ થતા તેનાથી ઉત્પન્ન ચેતના પણ નાશ પામે છે. • વિવેચન :
પાંચ મોટા ભૂત વિધમાન છે. તે સર્વ લોકવ્યાપી હોવાથી મહત્ વિશેષણ મૂકેલ છે. આ ‘ભૂત' પદ વડે તેના અભાવાદિનું નિરાકરણ કર્યુ છે. આ લોકમાં માત્ર ‘ભૂત'ને માનનારા ભૂતવાદીનો મત છે. ભૂતવાદી - બૃહસ્પતિ મતના અનુયાયી વડે આ મત પોતે સ્વીકાર્યો છે, બીજાને પણ બતાવે છે. તે આ રીતે પૃથ્વી-કઠણ છે, પાણી-દ્રવરૂપ છે, અગ્નિ-ઉષ્મરૂપ છે, વાયુ-ચલિત છે. આકાશ-પોલાણવાળું છે. આ પાંચ ભૂત તથા તેના સાંગોપાંગ પ્રસિદ્ધ છે. તે પાંચે પ્રત્યક્ષ દેખાતા હોવાથી કોઈ તેનો અભાવ માની ન શકે.
પ્રશ્ન - સાંખ્ય આદિએ પણ આ પાંચ ભૂત તો માનેલા જ છે. જેમકે સાંખ્યો કહે છે - સત્વ, રજ, તમોરૂપથી મહાન બુદ્ધિ છે, તે મોટાઈથી અહંકાર - “હું” એવો ભાવ. તેનાથી ૧૬ ગણ થાય છે - પાંચ સ્પર્શાદિ બુદ્ધિ ઇન્દ્રિયો, પાંચ કર્મેન્દ્રિયો, મન, ગંધ-રસ-રૂપ-સ્પર્શ-શબ્દ એ પાંચ “તત્માત્ર” છે. તેમાં ગંધ તન્માત્રા પૃથ્વી છે, તે પૃથ્વીમાં ગંધ, રૂપ, રસ, સ્પર્શ છે. રસમાત્ર પાણી છે, તેમાં રસ, રૂપ, સ્પર્શ છે, રૂપ માત્ર અગ્નિ છે, તેમાં રૂપ અને સ્પર્શ છે. સ્પર્શ માત્ર વાયુ છે. શબ્દ માત્ર આકાશ છે, તે ગંધ, રસ, રૂપ, સ્પર્શવર્જિત ઉત્પન્ન થાય છે - વૈશેષિકો પણ ભૂતોને કહે છે—
પૃથ્વીત્વ યોગથી પૃથ્વી, તે પરમાણુપણે નિત્ય છે, બે અણુ આદિ સંબંધથી કાર્યરૂપે અનિત્ય છે. રૂપ, રસ, ગંધ, સ્પર્શ સંખ્યા પરિમાણ પૃથકત્વ સંયોગ વિભાગ પરત્વ અપરત્વ ગુરુત્વ દ્રવત્વ વેગ એ ચૌદ ગુણોથી યુક્ત છે તથા પાણીપણાના યોગથી પાણી છે તે પણ રૂપ, રસ આદિ ચૌદ ગુણ યુક્ત છે પણ તેનું દ્રવ્યત્વ સ્નિગ્ધ છે, રૂપ-શુકલ, રસ-મધુર, સ્પર્શ-શીત જ છે. તેજત્વ યોગથી તેજ (અગ્નિ], તે રૂપ, સ્પર્શ, સંખ્યા, પરિમાણ, પૃથકત્વ, સંયોગ, વિભાગ, પરત્વ, અપરત્વ, નૈમિત્તિક દ્રવત્વ, વેગ એ અગિયાર ગુણ યુક્ત છે. તેમાં રૂપ-શુક્લ અને ભાસ્વર, સ્પર્શ ઉષ્ણ છે. વાયુત્વ યોગથી વાયુ, તે અનુષ્ણ શીતસ્પર્શ, સંખ્યા, પરિમાણ, પૃથકત્વ, સંયોગ, વિભાગ, પરત્વ, અપરત્વ, વેગ એ નવ ગુણવાળો છે. - ૪ - ‘આકાશ' એક છે, તે સંખ્યા, પરિમાણ, પૃથકત્વ, સંયોગ, વિભાગ, શબ્દ એ છ ગુણોવાળું શબ્દલિંગ છે.
તે