________________
સૂત્રકૃતાંગસૂત્ર સટીકઅનુવાદ/૧
૧/૧/૧/૩,૮ એમ બીજા વાદીઓએ પણ ‘ભૂત’ માન્યા છે, તો પંચભૂત જ કેમ ?
ઉત્તર - સાંખ્ય આદિ એ • x • આત્મા આદિ અન્ય વસ્તુ પણ સ્વીકારી છે, લોકાયતિક તો પંચભૂત સિવાય આત્માદિ કશું માનતા જ નથી. તેથી સાંખ્યમતને આશ્રીને જ સૂકાર્યની વ્યાખ્યા કરીએ છીએ
- x - એ પૃથ્વી આદિ પાંચ મહાભૂતોથી કાય આકારે પરિણમીને કોઈ રૂપે ભત’થી અવ્યતિરિક્ત આત્મા છે, પણ ભૂતોથી જુદો કોઈથી પરિકશિત, પરલોક જનારો, સુખ-દુ:ખ ભોકતા જીવ નામે પદાર્થ જ નથી એવો તેમનો મત છે. * * * પૃથ્વી આદિ સિવાય કોઈ આત્મા નથી. કેમકે તેને ગ્રહણ કરનાર પ્રમાણનો અભાવ છે. આ લોકો પ્રત્યક્ષ પ્રમાણ જ માને છે, અનમાતાદિ નહીં. કેમકે અનુમાન આદિમાં ઇન્દ્રિયો સાથે પ્રત્યક્ષ સંબંધના અભાવે વ્યભિચાર સંભવે છે. વ્યભિચારવાનું અનુમાન પ્રમાણ * * * * * વિશ્વાસપાત્ર ન થાય. - X - X - તેથી પ્રત્યક્ષ પ્રમાણને જ માનવું સારું, તેથી ભૂતથી જુદા આત્માનું ગ્રહણ કરેલ નથી, પણ જે ચૈતન્ય ભૂતોમાં દેખાય છે, તે ભૂતો જ કાયા આકારે પરિણમતાં પ્રગટ દેખાય છે. - X - X • ભૂતથી જુદો આત્મા નથી.
ભૂતોના એકઠા થવાથી જ તેમાં તેમની ચૈતન્ય શકિત છે. જેમ પાણીમાં પરપોટા થાય છે તેમાં કેટલાક લોકાયતિકો આકાશને ભૂતપણે માને છે તેથી ભૂતપંચક કહેવામાં દોષ નથી.
શંકા - જો ભૂતોથી જુદો કોઈ આત્મા નથી તો મરી ગયો કેમ બોલે ?
ઉત્તર - એ ભૂતો કાયાકારે પરિણમતાં ચૈતન્ય પ્રગટ થયું પછી તેમાંથી કોઈ ભૂત-વાયુ કે અનિ નીકળી જતાં દેહ ધારણ કરનારનો વિનાશ થાય છે, તેથી લોકમાં “મરી ગયો” એવું બોલાય છે. પણ જીવ ગયો એમ નથી. આવો “ભૂતથી જુદો આત્મા નથી” એ પક્ષ છે, તેનું ખંડન કરે છે–
[નિ.33-] પૃથ્વી આદિ ભૂતોના કાયાકાર પરિણામે ચૈતન્ય, ભાષા ચાલવું આદિ ગુણો ન થાય એવી જૈિન દર્શનની] પ્રતિજ્ઞા છે. • X - અહીં ચાવકને પૂછવું કે • પાંચ ભૂતોના સંયોગથી ચૈતન્ય પ્રગટ થાય છે, તો તેના સંયોગમાં સ્વતંત્ર છે કે પરસ્પર અપેક્ષાએ પરતંત્ર છે ? તે સ્વતંત્ર નથી. કેમકે તેમાં ચૈતન્યથી અન્ય ગુણો જેવા કે - આધાર કાઠિન્યગુણા પૃથ્વી, દ્રવ્ય ગુણ-પાણી - X • આદિ છે જ. અથવા પૂર્વોક્ત ગંધ આદિ પૃથ્વી વગેરેમાં એકૈક ગુણ પરિહાનિ વડે એ બધાં ગુણો ચૈતન્યથી અલગ છે. • x • વળી બીજી રીતે જોતાં - ચૈતન્ય ગુણ સાધ્ય કરતા પૃથ્વી વગેરે અન્ય ગુણો હોવા છતાં ચૈતન્ય ગુણ પૃથ્વી આદિ એક એકમાં જુદો નથી, તેથી તેના સમુદાય વડે ચૈતન્યગુણ સિદ્ધ થાય નહીં. હવે વૃત્તિમાં જે ખંડળ-મંડી છે તેનો સારાંશ જ અહીં રજૂ ક્ય છે. અક્ષરશ: જાણવા વૃત્તિ જોઈ, ડ્રાતા પાસે સમજવું.)
ભૂતોનો સમુદાય સ્વતંત્ર હોય તો ધર્મપણે સ્વીકારાય. તેનો ચૈતન્ય ગુણ સાધ્ય ધર્મ નથી. કેમકે પૃથ્વી વગેરેના ગુણોથી તે તદ્દન જુદો છે. જેમ રેતી પીલવાથી તેલ ન નીકળે કે ઘટ-પટ સમુદાયથી તંભ ન થાય. કાચમાં ચેતનગુણ દેખાય છે, [3/3]
તે ચેતનનો ગુણ છે ભૂતોનો નહીં. વળી અચેતનમાં અચેતન ગુણ જ પ્રગટે ચૈતન્ય ગુણ નહીં. ઇન્દ્રિઓ પણ પોતાના વિષયથી અન્ય વિષય જાણી શકતી નથી, પણ ચૈતન્યરૂ૫ દેટા વડે જ કાર્ય સિદ્ધ થાય છે. તેથી ભૂતોનો સમુદાય ચૈતન્ય નથી. ઇન્દ્રિયોના પ્રત્યેક વિષય ગ્રહણ કરવા છતાં સંકલના પ્રત્યયનો અભાવ છે. * * * * * ઇત્યાદિ.
લોકાયતિકનો પ્રશ્ન - સ્વતંત્રતા પક્ષે આ દોષ નથી. પરસ્પર સાપેક્ષ સંયોગના પરdબપણાના સ્વીકારથી ભૂતોના સમુદાયથી ચૈતન્યનામક ધર્મ સંયોગવશાતુ ઉત્પન્ન થાય છે. જેમ દારુ બનાવવાના પદાર્થમાં વિધમાન નહીં તેવી મદ શક્તિ દામાં ઉત્પન્ન થાય જ છે ને ?
જૈનાચાર્યનો ઉત્તર - વૃિત્તિમાં રજૂ થયેલ ખંડન-મંડન અમારી કાર્યક્ષેત્રમાં સમાવિષ્ટ ન હોવાથી તેનો સારાંશ જ અહીં રજૂ કર્યો છે.]
અમે પૂછીએ છીએ કે તમારો સંયોગ સંયોગી પદાર્થથી ભિન્ન છે કે અભિન્ન ? જો ભિન્ન હોય તો છઠ્ઠો ભૂત ઉભો થાય. તમે પાંચ ભૂત સિવાય કંઈ માનતા નથી. તેથી ચૈતન્ય ગ્રહણ ન થાય. જો અભિન્ન માનતા હો તો ત્યાં વિચારો કે ભૂતો ચેતનાવાળા કે ચેતના વગરના ? જો ચેતનાવાળા માનો તો એકેન્દ્રિય જીવ સિદ્ધ થશે, જો અચેતન માનો તો પૂર્વે કહેલો દોષ આવશે કેમકે જે પ્રત્યેકમાં નથી તે સમુદાયમાં કેમ હોય ?
- તમે જે દારુનું દષ્ટાંત આપો છો તે ખોટું છે કેમકે તેના પદાર્થમાં તેવી-તેવી શક્તિ અંત“તું જ છે. વળી ભૂતોમાં ચૈતન્ય ન માનવાથી મરણનો અભાવ થશે. કેમકે મૃતકાયમાં પણ પૃથ્વી આદિ ભૂતો તો છે જ. વળી મૃતકામમાં પણ સોજો દેખાય છે માટે વાયુનો અભાવ નથી આદિ. જો સૂક્ષ્મ વાયુ કે અગ્નિ છે તેમ કહેશો તો જીવની બીજા નામે સ્વીકૃતિ થઈ જશે. તેથી ભૂત માત્રના સમુદાયથી ચૈતન્ય ઉત્પન્ન ન જ થાય.
વળી લેય પ્રતિમામાં બધાં ભૂતો એકઠાં થવા છતાં તે જડ જ છે વળી અન્વય વ્યતિરેકથી આ ચેતનગુણો ભૂતોમાં ઉત્પન્ન થવા યોગ્ય નથી. માટે તમારો કદાગ્રહ મૂકીને “જીવ” જુદો છે તે માનવાનો પક્ષ સ્વીકારો.
વળી પ્રત્યક્ષ પ્રમાણ જ માનવું છે પણ ભ્રમ છે. અનુમાન પ્રમાણ વિશે પણ વિચારવું જોઈએ. અનુમાન પ્રમાણ તમને પ્રમાણ છે કે અપમાણ ? જે પ્રમાણ હોય તો તમે અનુમાનને અપ્રમાણ કઈ રીતે કહેશો ? જો પ્રમાણ હોય તો પરની ખામી કેવી રીતે કરશો ? ઇત્યાદિ - X - વળી સ્વર્ગ, અપવર્ગ, દેવતાદિનો નિષેધ કરતા તમે કયા પ્રમાણથી નિષેધ કરશો ? - X - X - સ્વગદિ નિષેધ કરવા જતા ચાવકે અવશ્ય પ્રત્યક્ષ પ્રમાણ વિના બીજાં પ્રમાણ માની લીધા. ઇત્યાદિ • * * - પ્રત્યક્ષ સિવાય બીજાં પ્રમાણો છે તેના વડે આત્માની સિદ્ધિ થશે. તે કયા ? એ પ્રશ્નનો જૈિનાચાર્ય ઉત્તર આપે છે-] ‘આત્મા છે' તેનામાં અસાધારણ ગુણોની પ્રાપ્તિ છે. ચક્ષુ ઇન્દ્રિય સાક્ષાત્ દેખાતી નથી, પણ સ્પર્શન વગેરે ઇન્દ્રિયોના અસાધારણ