________________ 1/5/2/159 43 244 આચારાંગસૂત્ર-સટીક અનુવાદ/૧ પ્રત્યેક પ્રાણીના સુખ-દુ:ખના અધ્યવસાયને જાણી - x * હિંસા ન કરે, જૂઠ ન બોલે - X - X - તે પાંચ મહાવ્રતમાં સ્થિર રહીને પ્રતિજ્ઞાનુસાર સંયમ પાલનમાં ઉધત થાય, - x - શીત-ઉણાદિ સ્પર્શે કે દુ:ખ સ્પર્શોને સહન કરતો આકુલ ન થાય પણ વિવિધ ઉપાયોથી સંસાર અસારાદિ ભાવના વડે આત્માને સમ્યક્ પ્રકારે સહેવા અને પોતાને દુ:ખી ન માનવા પ્રેરે, જે સમભાવે પરીષહોને સહે તેને શું ગુણો થાય ? તે કહે છે * સૂત્ર-૧૬૦ - આવા પિરીષહ સહેનારા સાધુ ‘શમિતા' પયમિવાળા કહેવાય છે. જે પાપકર્મોમાં આસક્ત નથી, તેને કદાચ આતંક પીડે ત્યારે તે દુ:ખ સ્પર્શાન સહન કરે એવું ભગવંતે કહ્યું છે. આ દુ:ખ પહેલા કે પછી મારે જ સહન કરવાનું છે. આ ઔદારિક શરીર છિન્ન-ભિન્ન થનારું વિદdયન સ્વભાવવાળું, આધવ, અનિત્ય, આશાશ્વત, વધવા-ઘટવાવાળું અને નાશવંત છે, આ રૂપસંધિ [શરીર સ્વરૂપ ને તું છે. * વિવેચન : પૂર્વે કહેલ પરીષહોને સહેનાર, સમ્યક્ કે શમ ભાવવાળો ચાસ્ત્રિ ગ્રહણ કરીને સમ્યક કે શમિતા પર્યાયવાળો બને. આ રીતે પરીષહ-ઉપસર્ગથી ક્ષોભિત ન થાય તેમ કહીને હવે રોગની સહનશીલતા બતાવે છે - જેણે કામવાસના દૂર કરી, તૃણ કે મણિમાં, ઢેફા કે સોનામાં સમાનભાવ ધારણ કર્યો છે તેવા સમતાને પામેલા પાપકૃત્યોથી - x * દૂર રહેલા છે. કદાચિત તેવા સાધુને મૃત્યુ તુલ્ય શૂલાદિ વ્યાધિ વિશેષ થાય ત્યારે તે શું કરે ? કહે છે - x * તેમજ આ કહેનાર કોણ છે ? તે પણ કહે છે– બુદ્ધિ વડે રાજે તે ધીર, તે તીર્થકર કે ગણધર છે, તેઓ કહે છે, તેવા જીવલેણ રોગ વડે પીડાતો છતાં તે દુઃખાનુભવ વ્યાધિવિશેષને સમ્યક પ્રકારે સહે, સહન કરતા વિચારે કે - X * પૂર્વે પણ મેં અશાતા વેદનીય કર્મચી આવેલ આવું દુઃખ સહન કર્યું છે, પછી પણ મારે સહન કરવાનું છે કેમકે સંસારવર્તી એવો કોઈ જીવ નથી કે જેને અસાવાવેદનીય કર્મના વિપાકજનિત રોગાતંક ન થયા હોય. વળી કેવલી ભગવંતે પણ મોહનીયાદિ ચાર ઘાતિકર્મ ક્ષય થતાં કેવળજ્ઞાન ઉત્પત્તિ પછી પણ અસાતા વેદનીયના ઉદયનો સંભવ છે. તેથી તીર્થકરોને પણ આ બદ્ધ, પૃષ્ટ, નિધd, નિકાચન અવસ્થારૂપે આવેલ કર્મ અવશ્ય વેદવું પડે, તે સિવાય મોક્ષ ન થાય. તેથી બીજા સાધુ વગેરેએ પણ સાતા વેદનીયકર્મ ઉદયમાં આવતા સનતુ કુમારના દેટાંતથી ‘મારે પણ સહન કરવું” એમ વિચારી ખેદ ન કરવો. કહ્યું છે કે, સ્વકૃત દુકૃત્યનો આ વિપાક છે, તે મધ્યસ્થ રહી સહન કરવો, તેમ કરતા શીઘ દુ:ખથી છુટકારો થશે, પણ જો ભોગવવામાં સમતા નહીં રાખે તો તે વિપાક નવા સો ભવનો હેતુ થશે. વળી આ દારિક શરીર ઘણો કાળ રસાયણાદિથી પોપ્યા છતાં માટીના કાચા ઘડાથી પણ નિઃસાર અને સર્વચા સદા નાશ પામનારું છે, તે બતાવે છે - પૂર્વે કે પછી આ શરીર પોતાની મેળે ભેદાવાના ધર્મવાળું છે. આ ઔદાકિ શરીર સારી રીતે પોષવા છતાં વેદનાનો ઉદય થતાં માથું, પેટ, આંખ વગેરેમાં આપમેળે જ ભેદન પામે છે. તથા હાથ, પગ આદિ અવયવો આપમેળે વિધ્વંસ પામનાર છે. સગિના અંતે થતા સૂર્યોદય માફક ધ્રુવ ન હોવાથી આ શરીર અgવ છે તથા અપટુત, અનુત્પન્ન - એક સ્થિર સ્વભાવવાળું હોઈ કુટસ્થ નિત્યવ માફક નિત્ય ન હોવાથી અનિત્ય છે એ જ રીતે અશાશ્વત છે. તથા ઇષ્ટ આહારના ઉપભોગથી ધૃતિ, ઉપખંભ આદિમાં દારિક શરીર વર્ગણાના પરમાણુના ઉપચયથી ચય તથા ઘટવાથી અપચય છે. તેથી તે ચયાપચયિક છે. તેથી જ વિવિધ પરિણામી અને વિપરિણામ ધર્મી છે. આવા શરીર પર કોણ મમત્વ કે મૂછ કરે ? તેથી આ શરીર વડે કુશલ અનુષ્ઠાન વિના બીજી રીતે સફળતા નથી. કહે છે આ રૂપસંધિ [ચોગ્ય અવસરોને જુઓ-આ શરીર નાશવંત ધર્મથી ઘેરાયેલું છે, પંચેન્દ્રિયની શક્તિના લાભનો અવસર છે, તે દેખીને જુદા જુદા રોગથી ઉત્પન્ન દુ:ખોને સહન કરે. આ પ્રમાણે જોનારને શું થાય ? * સૂત્ર-૧૬૧ - એવા વિચારથી દેહના સ્વરૂપને જોનારા આત્મિરમણરૂપ એક આયતનમાં લીન, શરીરાદિમાં અનાસકત, ત્યાગી સાધકને સંસાર ભ્રમણ કરવું નહીં પડે . એમ હું કહું છું. * વિવેચન : સારી રીતે દેખનાને આ શરીર અનિત્યાદિ છે, એવું વિચારતા તેને સંસારભ્રમણ નથી, તેથી આત્માને બધા પાપારંભોથી મર્યાદામાં રખાય અથવા કુશલ અનુષ્ઠાનમાં ઉધમવાળો કરાય. તો તે જ્ઞાન, દર્શન, ચારિત્રમાં એક-અદ્વિતીય એવો એકાયતન છે, તેમાં મણતા કરે તો એકાયતનરત છે. વળી આ શરીર કે જન્મમાં વિવિધ ઉત્તમ ભાવના વડે શરીરના અનુબંધથી મૂકાય તે વિપ્રમુક્ત છે, તેને નકાદિ ગતિમાં ભ્રમણ નથી. વર્તમાનકાળ બતાવવાથી ભાવિમાં પણ ભમણ નથી અથવા તે જ જન્મમાં બધાં કર્મનો ક્ષય થવાથી તેને નરકાદિ માર્ગ નથી. જે હિંસાદિ આશ્રવ દ્વારોથી નિવૃત છે, તેને સંસારભ્રમણ નથી. આ પ્રમાણે સુધર્મારવામી કહે છે કે હું મારી મતિ કલ્પનાથી નથી કહેતો પણ જે વર્ધમાનસ્વામીએ દિવ્યજ્ઞાનથી જાણીને વચનથી કહ્યું છે, તે હું તમને કહું છું. આ પ્રમાણે વિરત તે મુનિ છે તેમ કહ્યું. હવે અવિરતવાદી તે પરિગ્રહવાળો છે એમ પૂર્વે કહેલું તેનું પ્રતિપાદન કરે છે– * સૂત્ર-૧૬૨ - આ જગમાં જેટલા પણ પરિગ્રહવાળા છે, તે પરિગ્રહ થોડો હોય કે વધુ - સૂક્ષમ હોય કે સ્કૂલ, સચિત હોય કે અચિત્ત તે હરિગ્રહધારી ગૃહસ્થ સમાન જ છે.