________________ 1/5/1/158 241 બીજા દ્વારા અપમાનીત થતા બહુ ક્રોધી થાય. તથા વંદન કરે તો બહુમાનવાળો થાય, કુરેટા કે ખોટી તપશ્ચર્યાથી બહુમાયી થાય. આ બધું આહારાદિના લોભથી કરે તો બહુ લોભી થાય. તેનાથી તે બહુ પાપકર્મ રજવાળો થાય. અથવા આરંભાદિમાં બહુ તો બને તેથી બહુ રત થાય. નટની માફક ભોગ માટે બહુ વેપો ધારણ કરે તે બહુનટ છે. ઘણાં પ્રકારે શઠપણાથી બહુશઠ કહેવાય. સંસારીપણાના ઘણાં વિચારો કરવાથી બહુસંકભી બને. આ પ્રમાણે ચોર વગેરેની પણ એકચર્યા જાણવી. ઉક્ત સ્થિતિવાળાની કેવી અવસ્થા થાય ? તે કહે છે માસવ - હિંસા આદિ. તેમાં સંગ રાખે તે આશ્રવસકત. નિર્ત - કર્મથી લેપાયેલો. આવો તે બોલે છે - ય - હું ધર્મ-ચારિત્ર માટે ઉધમ કરનારો છું. વેશધારી પણ કહે છે કે, હું પણ પ્રવ્રજિત છું, ધર્મ-ચારિત્ર માટે ઉધત છું. એમ બોલતા તે કર્મ વડે લેપાય છે. તે ઉસ્થિતવાદી આસવમાં વર્તતો આજીવિકાના ભયથી કઈ રીતે વર્તે ? તે કહે છે, મને કોઈ પાપ કરતા ન જુએ, તેથી તે છાના પાપો કરે છે તે પાપો અજ્ઞાત કે પ્રમાદના દોષથી કરે છે. વળી નિરંતર મોહનીયના ઉદય કે અજ્ઞાનથી મૂઢ બનેલો શ્રુતચાસ્ત્રિ ધર્મને જાણતો નથી. તેવો વિવેક નથી. - x * વિષય કષાયોથી પીડિત થઈ તેઓ આઠ પ્રકારના કર્મ બાંધવામાં કુશળ છે, પણ ધર્માનુષ્ઠાનમાં કુશળ નથી. હે જંતુઓ ! માનવો ! મનુષ્ય જ ઉપદેશ ગ્રહણ યોગ્ય હોય ‘માનવ' લીધું. તે તમે જુઓ. કયા મનુષ્યો ધર્મ ન સમજતા કર્મ બાંધવામાં કુશળ છે ? જે કોઈ પાપ અનુષ્ઠાનથી વિક્ત ન હોય તથા જ્ઞાન, દર્શન, ચાસ્ત્રિ જે મોક્ષમાર્ગ છે તે રૂ૫ વિધાથી વિપરીત અવિધા, તે વિદ્યાથી ઘેરાયેલા છતાં મોક્ષ કહે, તેઓ ધર્મને જાણતા નથી - x - તે કારણે ભાવ આવર્ત-સંસારમાં જન્મ-મરણનું ભ્રમણ કર્યા કરે છે. નકાદિ ગતિમાં વારંવાર જન્મ લે છે. અધ્યયન-૫ “લોકસાર” ઉદ્દેશો-૧ “એકચર”નો મુનિ દીપરત્નસાગરે કરેલ ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ 242 આચારાંગસૂત્ર-સટીક અનુવાદ/૧ વિગ્રહની આ વમાન ક્ષણ છે, આ પ્રમાણે જે ક્ષણાવેષી છે તે અપમત છે. આ માર્ગ આયોંએ બતાવેલ છે, તે માટે ઉસ્થિત થઈ પ્રત્યેક પ્રાણીના સુખ-દુ:ખ પોતાના છે તેમ જાણી પ્રમાદ ન કરે આ સંસારમાં મનુષ્યના અભિપ્રાય અને દુ:ખ ભિ-ભિન્ન બતાવેલા છે. માટે જે કોઈ પ્રકારની હિંસા કરતા નથી, અસત્ય બોલતા નથી, પરીષહોને સમ્યફ પ્રકારે સહન કરે છે. તે જ પ્રશંસનીય છે.) * વિવેચન - આ મનુષ્યલોકમાં સાવધ અનુષ્ઠાન કે પ્રમgયોગરૂપ જે આરંભ છે. કહ્યું છે કે, વસ્તુ લેવી કે મૂકવી, બોલવું, પરઠવવું, આવવું-જવું આ બધું જો પ્રમાદથી કરે તો તે સાધુને આરંભ દોષ લાગે. પણ જો પ્રમાદ ન કરે તો અનારંભી કહેવાય. સમસ્ત આરંભથી નિવૃત્ત સાધુ છે જે પુત્ર, પત્ની આદિ માટે આરંભ કરતા ગૃહસ્થને આશ્રીને અનારંભી જીવન જીવે છે. કહ્યું છે કે સાવધ અનુષ્ઠાન પ્રવૃત્ત ગૃહસ્થ અનવધ આરંભ જીવી છે. સાધુ કાદવને આધારે રહેલા કમળ જેવા નિર્લેપ હોય છે. જો એમ છે તો શું ? આ સાવધ આરંભથી - X * દૂર રહે અથવા આઈ ધર્મમાં રહી પાપાભથી નિવૃત્ત થાય. સાવધાનુષ્ઠાનથી થતા કર્મ ક્ષય કરતો મુનિભાવને ભજે. - X - X -આ પ્રત્યક્ષ દેખાતા આર્યક્ષેત્ર, સુકુલમાં જન્મ, ઇન્દ્રિય નિવૃત્તિ, શ્રદ્ધા સંવેગ લક્ષાણ અવસર કે મિથ્યાત્વ ક્ષય-અનુદય લક્ષણ એટલે સમ્યક્ત્વ પ્રાપ્તિ હેતુભૂત કમવિવર લક્ષણવાળો અવસર અથવા શુભ ધ્યવસાય જોડાણરૂપ સંધિ તને મળ્યો છે. તેને તારા આત્મામાં સ્થાપન કરેલ તું જો. માટે ક્ષણ માત્ર પ્રમાદ ન કરજે. ન વિષયાદિથી પ્રમાદવશ થજે. તત્વ પ્રાપ્ત જ્ઞાની - x -x - ઔદારિક શરીર, તેની આ વાર્તામાનિક ક્ષણ સખ-દુ:ખમાં વીતી અને ભાવિમાં પણ વીતશે એ રીતે પ્રત્યેક ક્ષણને શોધવાના સ્વભાવવાળો સદા અપમત રહે છે. આચાર્ય કહે છે - આ હું નથી કહેતો પણ આ માર્ગ આપણે કહેલ છે. માર્ચ એટલે સર્વ ત્યાજ્ય ધર્મથી દૂર મોક્ષ કિનારે પહોંચેલા તીર્થકર કે ગણધર. પૂર્વે કહેલો, હવે કહેવાનો માર્ગ તીર્થકરોએ કહ્યો છે એટલું જ નહીં પણ afટ્ટા - સંધિ [અવસર મળેલો જાણીને ધર્મ ચરણ માટે તૈયાર થયેલ તું ક્ષણ મામ પણ પ્રમાદ ન કરીશ. બીજું નાળિT - પ્રત્યેક પ્રાણીના દુ:ખ અને દુઃખના કારણો કે કર્મ તથા મનગમતું સુખ જાણીને તું પ્રમાદી ન થઈશ. પ્રત્યેક જીવના દુ:ખ કે કર્મ જ નહીં પણ તેના ઉપાદાનાભૂત અધ્યવસાયો પણ જુદા જ છે તે બતાવે છે - X* તેઓના અભિપ્રાય જુદા છે. અર્થાત જુદી જુદી જાતનાં બંધ અધ્યવસાય સ્થાનવાળા છે. તે આ સંસારમાં કે સંજ્ઞીલોકમાં મનુષ્યો છે. ઉપલક્ષણથી અન્ય જીવો પણ લેવા. સંજ્ઞી પ્રાણીના સંકતા જુદા હોવાથી તેના કર્મ પણ જુદા છે. તેના કારણરૂપ દુ:ખ પણ જુદા જુદા છે. - x* ફરી પૂર્વોક્ત કથન યાદ કરાવી કહે છે - ઉપાદાન ભેદથી પ્રાણીનું દુ:ખ પણ જુદું છે કેમકે બધા પ્રાણીઓ સ્વકૃતુ કર્મ જ ભોગવે છે, અન્યકૃત કર્મ ભોગવતા નથી. એવું માનીને શું કરે ? તે કહે છે - તે અનારંભજીવી સાધુ ક અધ્યયન-૫ ઉદ્દેશો-૨ “વિરતમુનિ” ક * ભૂમિકા : પહેલો ઉદ્દેશો કહ્યો. હવે બીજો કહે છે. તેનો સંબંધ આ પ્રમાણે - પહેલા ઉદ્દેશામાં કહ્યું કે એકચય સ્વીકારીને પણ સાવધ અનુષ્ઠાનની વિરતિના અભાવથી મનિ ન કહેવાય. તેથી વિપરીત જેમ મુનિભાવ કહેવાય તે કહે છે. આ સંબંધથી આવતું સૂત્ર આ પ્રમાણે * સૂઝ-૧૫૯ - આ લોકમાં જેટલા પણ અનાભજીવી છે, તેઓ આરંભથી રહિત થઈ પાપકર્મનો ક્ષય કરી આ અપૂર્વ અવસર છે એમ વિચારે, આ ઔદારિક શરીર, [1/16].