________________
૫૧
અ૦૧ સૂ૦ ૨૬] શ્રીતત્ત્વાધિગમસૂત્ર
(૩) સ્વામી અવધિજ્ઞાન ચારેય ગતિમાં રહેલા સમ્યગ્દષ્ટિ કે મિથ્યાદષ્ટિ જીવોને ઉત્પન્ન થાય છે. મન:પર્યવજ્ઞાન મનુષ્ય ગતિમાં સાતમા ગુણસ્થાને રહેલા સંયમી જીવોને જ ઉત્પન્ન થાય છે, અને ૬ થી ૧૨ ગુણસ્થાન સુધી હોય છે.
(૪) વિષયઅવધિજ્ઞાનનો વિષય સર્વ રૂપી દ્રવ્યો અને તેના અલ્પ પર્યાયો છે. આમાં મનના પૂલ પર્યાયોનો પણ સમાવેશ થાય છે. મન:પર્યવજ્ઞાનનો વિષય ફક્ત મનોવર્ગણાના પુદ્ગલો અને તેના પર્યાયો હોવાથી અવધિજ્ઞાનના વિષયથી અનંતમા ભાગ પ્રમાણ છે.
પ્રશ્ન-મનના પર્યાયો પણ અવધિજ્ઞાનનો વિષય છે તો તેનાથી મનના વિચારો જાણી શકાય ?
ઉત્તર- હા, વિશુદ્ધ અવધિજ્ઞાનથી મનના વિચારો પણ જાણી શકાય છે. અનુત્તર દેવો ભગવાને દ્રવ્યમનથી આપેલા ઉત્તરોને અવધિજ્ઞાનથી જ જાણી શકે છે.
પ્રશ્નતો અવધિ અને મન:પર્યવજ્ઞાનમાં વિશુદ્ધિની દૃષ્ટિએ ભેદ ક્યાં
રહ્યો ?
ઉત્તર– મનના વિચારોને મન:પર્યવજ્ઞાની જેટલી સૂક્ષ્મતાથી જાણી શકે છે તેટલી સૂક્ષ્મતાથી વિશુદ્ધ અવધિજ્ઞાની પણ જાણી શકે નહિ.
અવધિજ્ઞાની રૂપી સર્વ દ્રવ્યોને અને થોડા પર્યાયોને વધારેમાં વધારે અસંખ્ય પર્યાયોને) જાણી શકે છે. મન:પર્યવજ્ઞાની માત્ર મનોવર્ગણાના પુગલોને જ જાણી શકે છે, તેમાં પણ, માત્ર અઢી બીપ-બે સમુદ્ર પ્રમાણ મનુષ્યક્ષેત્રમાં રહેલા સંજ્ઞી પંચેન્દ્રિય જીવોએ વિચાર કરવા વાપરેલા મનોવર્ગણાના પુદ્ગલોને જ જાણી શકે છે.
અવધિજ્ઞાનમાં ક્ષેત્ર, સ્વામી અને વિષયની બાબતમાં અધિક વિશેષતા હોવા છતાં વિશુદ્ધિની બાબતમાં તે અત્યંત પાછળ પડી જાય છે. આથી અવધિજ્ઞાનની અપેક્ષાએ મન:પર્યવજ્ઞાનનું અધિક મહત્ત્વ છે. એક ડૉકટર આંખ, કાન, ગળું, દાંત, પેટ, છાતી વગેરેના રોગોનું જ્ઞાન ધરાવે છે, પણ
પૂલ જ્ઞાન ધરાવે છે. જ્યારે બીજો ડૉક્ટર આંખ વગેરે કોઈ એક જ અંગના રોગનું જ્ઞાન ધરાવે છે, પણ અત્યંત સૂક્ષ્મ જ્ઞાન મેળવીને તે વિષયનો