________________
પર
શ્રીતત્ત્વાથધિગમસૂત્ર અિ૦ ૧ સૂ૦ ૨૭ સ્પેશ્યાલીસ્ટ ડોકટર બનેલો છે. તેથી તે તે રોગના દર્દીઓને તે વધારે ઉપયોગી બને છે. તેવી રીતે એક શિક્ષક અનેક વિષયોનું શિક્ષણ આપે છે. પણ પૂલ સ્થૂલ સમજાવે છે, જ્યારે બીજો શિક્ષક એક જ વિષયનું શિક્ષણ આપે છે, છતાં એ વિષયને અત્યંત સૂક્ષ્મતાથી એવી રીતે સમજાવે છે કે જેથી વિદ્યાર્થીઓ એ વિષયનો તલસ્પર્શી બોધ કરી શકે છે. અહીં પ્રથમ ડોકટર કરતાં બીજા ડૉકટરનું અને પ્રથમ શિક્ષક કરતાં બીજા શિક્ષકનું મહત્ત્વ વધારે ગણાય. જેમ અહીં બીજા ડૉકટરનું પ્રથમ ડૉકટરની અપેક્ષાએ અને બીજા શિક્ષકનું પ્રથમ શિક્ષકની અપેક્ષાએ વિષય અલ્પ હોવા છતાં બોધની વિશુદ્ધિની અધિકતાથી મહત્ત્વ વધી જાય છે, તેમ અવધિજ્ઞાનની અપેક્ષાએ મન:પર્યવજ્ઞાનમાં ક્ષેત્ર આદિમાં અલ્પતા હોવા છતાં વિશુદ્ધિ અધિક હોવાથી તેનું મહત્ત્વ વધી જાય છે. (૨૬)
મતિ અને શ્રતનો વિષયमतिश्रुतयोनिबन्धः सर्वद्रव्येष्वसर्वपर्यायेषु ॥ १-२७ ॥
મતિ અને શ્રુતજ્ઞાનનો વિષય સર્વ દ્રવ્યો અને થોડા એટલે કે કેટલાક પર્યાયો છે.
મતિ અને શ્રુતજ્ઞાન જગતમાં રહેલા રૂપી-અરૂપી સઘળાં દ્રવ્યોને જાણી શકાય છે. પણ પર્યાયો તો થોડા=પરિમિત જાણી શકાય છે. કારણ કે આ જગતમાં વધારેમાં વધારે મતિ-શ્રુત ગણધરાદિને કે ચૌદપૂર્વાને જ હોય છે. તેઓના જ્ઞાનનું મૂળ તીર્થંકર ભગવંતો છે. તીર્થંકરો જગતનાં ત્રણે કાળનાં સર્વ દ્રવ્યો અને સર્વ પર્યાયો સાક્ષાત્ જુએ છે, જાણે છે, પણ તે દરેક ભાવોને=પર્યાયોને કહી શકાય તેટલા શબ્દો જ નથી. ભાવોના અનંતમા ભાગ જેટલા જ શબ્દો છે. જેટલા શબ્દો છે તેટલા બધા શબ્દો આખી જિંદગી બોલ્યા કરે તો પણ ન બોલી શકાય. આથી તીર્થકરો જેટલો ઉપદેશ આપે છે તેનો અનંતમો ભાગ જ ગણધરો દ્વાદશાંગીમાં શબ્દો દ્વારા ગૂંથી શકે છે. આથી આ દ્વાદશાંગીના અભ્યાસી પૂર્વધરો પણ સર્વ દ્રવ્યના અનંતમા ભાગના જ પર્યાયોને જાણી શકે છે. ચૌદ પૂર્વધરો પણ જે ભાવો-પર્યાયો દ્વાદશાંગીમાં નથી ગૂંથાયા, તથા જે ભાવો માટે શબ્દો નથી, તે અનંત ભાવોને જાણી નથી